લખાણ પર જાઓ

દેવપરા (તા. જસદણ)

વિકિપીડિયામાંથી
દેવપરા
—  ગામ  —
દેવપરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°02′22″N 71°12′32″E / 22.039382°N 71.208869°E / 22.039382; 71.208869
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો જસદણ
સરપંચ શિલ્પાબેન વિનુભાઈ સદાદિયા
ઉપસરપંચ લાલજીભાઈ સગરામભાઈ વાસાણી
વસ્તી ૧,૯૩૫[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન, નર્સીંગ, નોકરી
મુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

દેવપરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા જસદણ તાલુકામાં આવેલું એક ગામ છે. દેવપરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નર્સિગ, નોકરી, ખાણ-ખનિજકામ તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ ત્રણ દૂધની ડેરીઓ જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ગામમાં રામજી મંદિર આવેલું છે અને ગામથી થોડે દુર બિલિયા મહાદેવનું મંદિર આવેલું છે. આલણસાગર ડેમ, ક્રિકેટનું મેદાન ગામની પશ્ચિમે આવેલા છે. ગામની ઉત્તરે જરડો નદી નીકળી આલણસાગર ડેમને મળે છે, પુર્વમાં જતરા ડેમ આવેલો છે, ત્યાંથી ઉમરાવાળુ છેલુ નદી નીકળે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Devpara Village Population, Caste - Jasdan Rajkot, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-05-25 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-23.
જસદણ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન