લખાણ પર જાઓ

નાના ધાવડા (તા. નખત્રાણા)

વિકિપીડિયામાંથી
નાના ધાવડા (તા. નખત્રાણા)
—  ગામ  —
નાના ધાવડા (તા. નખત્રાણા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°19′01″N 69°19′00″E / 23.317016°N 69.316585°E / 23.317016; 69.316585
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૫૪૦ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

નાના ધાવડા (તા. નખત્રાણા) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આવેલું એક ગામ છે[]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. થોડા વર્ષો અગાઉ અહીં ઘઊં અને મગફળીની ખેતી થતી હતી. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[].

નાના ધાવડા ગામ રાષ્ટ્રીય ધોરી માર્ગ ૮ પર નખત્રાણાથી ૭ કિમીના અંતરે આવેલું છે. ગામની ઉત્તર પૂર્વ દિશાએ ભીમાભાટ નામનો ડુંગર આવેલો છે અને દક્ષિણ પૂર્વ દિશાએ એક અન્ય નાનો ડુંગર મોરગરિયો આવેલો છે.

ગામમાં લગભગ ૯૫ ઘરોમાં ૫૪૦ જેટલા વ્યક્તિઓ વસે છે.


નખત્રાણા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર નખત્રાણા તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2011-08-30 પર સંગ્રહિત. {{cite web}}: Check date values in: |archive-date= (મદદ)