ખીરસરા (તા. નખત્રાણા)

વિકિપીડિયામાંથી
ખીરસરા (તા. નખત્રાણા)
—  ગામ  —
ખીરસરા (તા. નખત્રાણા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°06′37″N 69°01′19″E / 23.110321°N 69.021836°E / 23.110321; 69.021836
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૩૪૧[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
ખીરસરા અને સિંધુ ખીણની સંસ્કૃતિનો નકશો

ખીરસરા (તા. નખત્રાણા) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આવેલું એક ગામ છે[૨]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૨]

ભૂગોળ[ફેરફાર કરો]

ખીરસરા ખારી નદીના કાંઠે આવેલું છે. જિલ્લા મથક ભુજથી તે ૮૫ કિમીના અંતરે આવેલું છે.[૩]

ઇતિહાસ[ફેરફાર કરો]

ખીરસરા સિંધુ ખીણની સંસ્કૃતિનું એક સ્થળ હતું.

સંશોધન[ફેરફાર કરો]

૧૯૭૬-૭૭ના સંશોધન દરમિયાન ભારતીય પુરાતત્વ ખાતાને અહીંથી ચોરસ વજનિયું, માટીનાં વાસણો, પાણી છાંટવાનું સાધન તેમજ લાલ માટીના વાસણો આ સ્થળ પરથી મળ્યા હતા.[૪] ડિસેમ્બર ૨૦૦૯માં પુરાતત્વ વિભાગની વડોદરાના વિભાગે ૩૦૦ ચોરસ મીટરની કિલ્લેબંધ દિવાલ શોધી કાઢી હતી.

ખોદકામ[ફેરફાર કરો]

ખીરસરામાંથી મળેલી પુરાતત્વીય ચીજ-વસ્તુઓ
ખીરસરામાંથી મળેલું લખાણ, જે સિંધુ ખીણની લિપિ દર્શાવે છે.

ખોદકામ દરમિયાન અહીંથી માટીના વાસણોના નમૂના મળ્યા હતા.[૫] આ સ્થળથી મળેલી મુદ્રાઓ કચ્છ સંગ્રહાલયમાં રાખવામાં આવી છે.

સ્થળ પરથી ૧૪ સમાંતર દિવાલો ધરાવતી વખાર મળી આવી છે. આ વખાર ૨૮ મીટર x ૧૨ મીટર ક્ષેત્રફળ અને ૧૦.૮ મીટર લંબાઇ અને ૧.૫૫ મીટર જાડાઇની દિવાલો ધરાવે છે. તેની ઉપર લાકડા અને માટીના લિંપણનું બાંધકામ હશે.[૬] અહીં મળેલા ઘરોની રચના સુંદર છે. ચોરસ ઓરડાઓ જે એકબીજા સાથે જોડાયેલા છે, રસોડામાં ચૂલો અને પાયાના થાંભલાઓ મળી આવ્યા છે. ઘરની દિવાલો ઇંટો અને માટીથી બની છે. ઘરની બહારનો રસ્તો બનાવવા માટે માટી, વાસણના ટુકડાઓ, શંખ અને નાના પથ્થરોનો ઉપયોગ થયો હતો.

ઓરડાઓમાંથી અસ્થિ ભરેલા વાસણો (મૃત્યુ પછી શરીરની રાખ અને અસ્થિઓ સાચવવા માટે) અને શંખના ટુકડાઓ મળી આવ્યા છે. અહીંથી મળેલા વાસણો અન્ય હડપ્પીય સ્થળો સાથે સમાનતા ધરાવે છે. ઉપરના સ્તરે મળેલા વાસણો કરતાં નીચેના સ્તરે મળેલા વાસણો જૂનાં સમયના છે. આ સ્થળની અન્ય વિગતો જેવી કે વ્યાપાર અને જીવનનિર્વાહ વગેરે વધુ સંશોધનો પછી જાણવા મળશે.

આ સ્થળ હડપ્પીય સમયગાળા દરમિયાન મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર હતું અને આશરે ઇ.સ. ૨૬૦૦ થી ૨૨૦૦ દરમિયાન સક્રિય રહ્યું હશે એવું જણાય છે.[૬]

માપ સાધનો[ફેરફાર કરો]

ભારતીય પુરાતત્વ વિભાગે ગઢ વાળી વડી નામના સ્થળ પરથી આધુનિક માપણી યંત્ર સમકક્ષ એવું માપનું સાધન શોધી કાઢ્યું હતું.[૭]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Khirsara Village Population, Caste - Nakhatrana Kachchh, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  2. ૨.૦ ૨.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર નખત્રાણા તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2011-08-30 પર સંગ્રહિત. મેળવેલ 2013-11-24.
  3. Pokharia, Anil K.; Agnihotri, Rajesh; Sharma, Shalini; Bajpai, Sunil; Nath, Jitendra; Kumaran, R. N.; Negi, Bipin Chandra (2017-10-06). "Altered cropping pattern and cultural continuation with declined prosperity following abrupt and extreme arid event at ~4,200 yrs BP: Evidence from an Indus archaeological site Khirsara, Gujarat, western India". PLOS ONE (અંગ્રેજીમાં). 12 (10): e0185684. doi:10.1371/journal.pone.0185684. ISSN 1932-6203. PMID 28985232.
  4. Rupera, Prashant (૨ નવેમ્બર ૨૦૦૯). "ASI to take up excavation in Kutch's Khirasara". The Times of India. Vadodara. મૂળ માંથી 2012-10-25 પર સંગ્રહિત. મેળવેલ ૭ ઓગસ્ટ ૨૦૧૦.
  5. Jaisinghani, Bella (૭ ઓગસ્ટ ૨૦૦૯). "As good as Dholavira?". The Times of India. મૂળ માંથી 2011-08-11 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ઓગસ્ટ ૨૦૧૦.
  6. ૬.૦ ૬.૧ Subramanian, T. S. (૬ ઓગસ્ટ ૨૦૧૩). "Excavations reveal Khirsara a major industrial hub of Harappan era". The Hindu. મેળવેલ ૧૭ મે ૨૦૧૭.
  7. Indian Archaeology 1976-77 - A Review : Pub: Archaeological Survey of India : page 74
નખત્રાણા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન