પ્રાચી (તા. સુત્રાપાડા)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પ્રાચી
प्राची/Prachi
—  ગામ  —
પ્રાચીનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 20°55′13″N 70°36′32″E / 20.920176°N 70.608938°E / 20.920176; 70.608938
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જુનાગઢ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

પ્રાચી (તા. સુત્રાપાડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર સોમનાથ જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા સુત્રાપાડા તાલુકામાં આવેલું એક ગામ છે. પ્રાચી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ગોરપદુ (બ્રાહ્મણ દ્વારા થતુ કાર્ય), ખેતી, ખેતમજૂરી, તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

આ ગામમાં બહુ જાણીતુ માધવરાયજીનું મંદિર આવેલુ છે. ત્યાં પ્રાચીન પીપળો આવેલો છે. આ પીપળાને મોક્ષ પીપળો પણ કહેવાય છે. અહીં હિંદુ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો અને પિતૃકાર્ય અર્થે આવે છે.