આ ગામ રેલ્વે લાઈનને સમાંતર વસેલું છે. અહીં જૈનોનું એક સુંદર દેરાસર અને ધર્મશાળા આવેલી છે.
આ ગામમાં અંબા માતાજીનું પેશ્વાઇ જમાનાનું મંદિર તથા કિલ્લો આવેલ છે. જે અર્જુનગઢ ડુંગર ના નામે ઓળખાય છે, જ્યાં માં મહાલક્ષ્મી નું મંદિર આવેલ છે. [૧] તથા કોલક નદી ના કિનારા પાસે પુરાણ કાળનું શિવમંદિર પણ આવેલું છે. આ ઉપરાંત અહીં જૈન દેરાસર આવેલું છે જે નવપરગણાનું એકમ છે.
બગવાડા ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.