ભારતીય ધ્વજો

વિકિપીડિયામાંથી

ભારત ના ધ્વજોની યાદી છે.

રાષ્ટ્રીય ધ્વજ[ફેરફાર કરો]

ધ્વજ તારીખ વપરાશ વર્ણન
Flag of India.svg ૧૯૪૭ - હાલસુધી ભારતનો રાષ્ટ્રધ્વજ ક્ષિતીજ સમાંતર ત્રિરંગો. કેસરીયો સૌથી ઉપર, વચમાં સફેદ અને સૌથી નીચે લીલો. વચ્ચેના પટ્ટાની મધ્યમાં ઘાટા વાદળી રંગનું ચક્ર જેમાં ચોવીસ આરા છે, જે ચક્રને અશોક ચક્ર કહે છે.

રાષ્ટ્રપતિનો ધ્વજ[ફેરફાર કરો]

ધ્વજ તારીખ ઉપયોગ વર્ણન
Flag of the President of India (1950–1971).svg ભારતના રાષ્ટ્રપતિ નો ધ્વજ પ્રથમ પક્ષ: રાષ્ટ્રીય એકતા દર્શાવતી સારનાથની સિઁહાકૃતિ; બીજો પક્ષ: અજંતાની ગુફાઓમાંથી પ્રેરિત તાકાત અને શાંતિનો પ્રદર્શક હાથી; ત્રીજો પક્ષ: લાલ કિલ્લામાંથી લેવાયેલ તરાજુ જે ન્યાય બતાવે છે; ચોથો પક્ષ: સારનાથથી પ્રેરિત કમળ જે સમૃદ્ધિ બતાવે છે. આ ધ્વજ યુનાયટેડ કિંગડમના રોયલ સ્ટાંડર્ડ ને સમાન છે.

દીવાની ધ્વજ[ફેરફાર કરો]

ધ્વજ તારીખ વપરાશ વર્ણન
Civil Ensign of India.svg દીવાની ધ્વજ લાલ વાવટો જેના ઉપલા ખૂણે ભારતનો ધ્વજ છે.

સૈન્ય ધ્વજ[ફેરફાર કરો]

ધ્વજ તારીખ વપરાશ વર્ણન
Flag of Indian Army.svg ભારતીય સેનાનો ધ્વજ લાલ ધ્વજમાં સૈન્ય બિલ્લો અબે ઉપરના ખૂણે ભારતીય ત્રિરંગો
Naval Ensign of India.svg ભારતીય નૌકાસૈન્યનો ધ્વજ સફેદ ધ્વજ જેના ઉપલા ખૂણે ભારતીય ધ્વજ
Air Force Ensign of India.svg ભારતીય વાયુસેનાનો ધ્વજ આછા ભૂરા ધ્વજના ઉપલા છેડે ભારતીય ધ્વજ.
ચિત્ર:Indian Coast Guard flag.png ભારતીય તટરક્ષક દળનો ધ્વજ ભૂરો ધ્વજ જેના ઉપરના છેડે ભારતીય ધ્વજ અને તટરક્ષક દળનો બીલ્લો.

નૌકાદળના ધ્વજ[ફેરફાર કરો]

ધ્વજ તારીખ વપરાશ વર્ણન
Admiral-ensign-Indian-Navy.svg ભારતીય નૌકા સૈન્યના એડમીરલ શ્રેણીનો ધ્વજ

રાજ્ય અને કેન્દ્ર શાસીત પ્રદેશના ધ્વજ[ફેરફાર કરો]

જમ્મૂ અને કાશ્મીર સિવાય કોઈપણ રાજ્ય અને કે કેન્દ્ર શાસિત પ્રદેશને સત્તાવાર ધ્વજ નથી.[૧]

ધ્વજ તારીખ વપરાશ વર્ણન
Flag of Jammu and Kashmir (1952-2019).svg ૧૯૭૨–હાલ સુધી ભારતીય રાજ્ય જમ્મુ અને કાશ્મીરનો ધ્વજ જમ્મુ અને કાશ્મીરનો ધ્વજ નો લાલ રંગ શ્રમ બતાવે છે. તેમાં ત્રણ સફેદ ઉભી પટ્ટીઓ રાજ્યના ત્રણ પ્રદેશ જમ્મુ, કાશ્મીર અને લડાખ દર્શાવે છે અને તેની જમણી તરફ સફેદ હળ છે. તેનું પ્રમાણ ૩:૨ છે

ઐતિહાસિક[ફેરફાર કરો]

ધ્વજ તારીખ વપરાશ વર્ણન
Flag of the Maratha Empire.svg ૧૬૭૪–૧૮૧૮ મરાઠા સામ્રાજ્યનો ધ્વજ કેસરીયો ધ્વજ અંતે બે ત્રિકોણ પાંખીયા
Flag of the Governor-General of India (1885–1947).svg ૧૮૮૫–૧૯૪૭ ભારતના ગવર્નર જનરલનો ધ્વજ યુનિયન જેક અને વચમાં સ્ટાર ઓફ ઈંડિયા
Flag of Imperial India.svg ૧૮?? - ૧૯૪૭ ભારતીય બૂરો ઈંગ્લીશ ઈમ્પીરીયલ ધ્વજ ખાસ કરીને વિશ્વયુદ્ધમાં વપરાતો. ઉપલા ખૂણે યુનિયન ધ્વજ અને ભૂરી પૃષ્ઠભૂમિમાં ભારતીય સિતારો (સ્ટાર ઓફ ઈંડિયા).
British Raj Red Ensign.svg ૧૮૮૦–૧૯૪૭ ભારતીય લાલ ઈમ્પીરીયલ ધ્વજ જે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારતનું પ્રતિનીધીત્વ કરતો. રાતી પૃષ્ઠભૂમિના ઉપલા છેડે યુનિયન જેક અને કેન્દ્રમાં ભારતીય સિતારો (સ્ટાર ઓફ ઈંડિયા).
Fictional flag of the Mughal Empire.svg ૧૫૨૬ - ૧૮૫૭ મુઘલ સામ્રાજ્યનો ધ્વજ લીલા ધ્વજમાં બીજનો ચંદ્ર

અન્ય ધ્વજો[ફેરફાર કરો]

ધ્વજ તારીખ વપરાશ વર્ણન
Flag of India 1906 (Calcutta Flag).svg ૧૯૦૬ કલકત્તાનો ધ્વજ સમાન પહોળાઈના ૩ આડા પટ્ટા, સૌથી ઉપરનો કેસરી, મધ્યનો પીળો, અને નીચેનો લીલા રંગનો. ઉપરના પટ્ટામાં આઠ અર્ધ ખીલેલા કમળ અને નીચેના પટ્ટામાં સૂર્ય અને બીજનો ચંદ્ર. વચ્ચેના પટ્ટામાં वन्दे मातरम् એ શબ્દો લખેલા છે.
Flag of India 1917.svg ૧૯૧૭ હોમ રૂલ ચળવળનો ધ્વજ પાંચ રાતે અને ચાર લીલી આડી પટ્ટીઓ. ડાબા ઉપલા ખૂણે યુનિયન ધ્વજ તેની સાથે હીરો જે દર્શાવતો કે આ ચળવળનો ઉદ્દેશ્ય તે હાસીલ જરૂર કરશે. ચંદ્ર અને તારાનું ચિન્હ અને સાત તારાઓ સપ્તર્ષી નક્ષત્રના આકારે જે હિંદુઓમાં પવિત્ર ગણાય છે.
Flag of the Indian Legion.svg ૧૯૪૨–૧૯૪૫ સ્વતંત્ર ભારતની હંગામી સરકારનો ધ્વજ તણ આડી પટ્ટીઓ કેસરી, સફેદ અને લીલી, અને મધ્યમાં કૂદતો વાઘ. ભલે અ ધ્વજ આઝાદ હિંદ ફોજની શસસ્ત્ર ચળવળ (ગાંધીજીની અહિંસક ચળવળથી વિપરીત), ૧૯૩૧માં જ્યારે મણીપુરના મોઈરંગમાં ભારતીય રાષ્ટ્રીય સેનાએ તેનો ધ્વજ ફરકાવ્યો ત્યરે ત્યારે ભારતીય રાષ્ટ્રીય મહાસભાનો ધ્વજ પણ ફરકાવાયો હતો.
The flag of India under the British government
British Indian Blue Ensign with the Star of India, used as the naval flag

૨૦મી સદીની શરુઆતમાં, ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં ધ્વજને લઈને ઓછી રુચિ હતી. આ દિશામાં સૌ પ્રથમ પ્રયત્ન નિવૃત બ્રિટિશ સનદી સેવાના એક અધિકારી વિલિયમ કોલ્ડસ્ટ્રીમ દ્વારા કરવામાં આવ્યો. તેમણે રાજ્ય સચિવને ભારતના ધ્વજ કરવાની માંગણી કરી જે બ્રિટિશ સામ્રાજ્ય સાથે એકાત્મતા દર્શાવે. (૩૧ મે ૧૯૦૨)[૨]. પાછળ આવનારા વર્ષોમાં, ભારતના અન્ય ભાગોમાં આ વિચાર ફેલાયો. ૧૯૦૦માં, અનુક સામાન્ય વ્યક્તિઓએ કોઈ રાજનૈતિક રસ વગર પણ ધ્વજ નિર્માણની પરિકલ્પના કરી હતી. સૌપ્રથમ રાજનૈતિક ચળવળ જેણે ધ્વજ સાથે ચળવળ કરી તે હતી હોમ રુલ ચળવળ.

ભગિની નિવેદિતાનો ધ્વજ[ફેરફાર કરો]

૧૯૦૫માં, ભગિની નિવેદિતા, નામની સ્વામી વિવેકાનંદ એક આયરિશ શિષ્યએ, સૌપ્રથમ ભારતનો ધ્વજ તૈયાર કર્યો, ત્યાર બાદ આ ધ્વજભગિની નિવેદિતાનો ધ્વજતરીકે ઓળખાયો. આ લાલ રંગનો ધ્વજ ચોરસ આકારનો હતો. તેના કિનારે ૧૦૮ જ્યોતિઓ હતી. તેમાં પીલારંગનો વજ્ર ચિન્હ અને એક કમળ કેંદ્રમાં હતો. શબ્દ "বন্দে" (Bônde) (બોન્દે=વંદે) તેની ડાબી બાજુએ અને જમણી બાજુએ શબ્દ "মাতরম" (Matôrôm) (માતોરમ= માતરમ્) લખેલ હતાં. લાલ રમ્ગ સ્વતંત્રતાની લડત બતાવતો હતો , પીળો રંગ જીત બતાવતો હતો. અને સફેદ કમળ પવિત્રતા બતાવતો હતો. ડિસેમ્બર ૧૯૦૬ના રાષ્ટ્રીય મહાસભાના કલક્ત્તા અધિવેશનમાં ધ્વજ પ્રદર્શિત કરાયો. [૧][૩]

The કલકત્તા ધ્વજ[ફેરફાર કરો]

કલકત્તા ધ્વજ

સૌ પ્રથમ ત્રિરંગો બંગાળના ભાગલાના સમયે થયેલ વિરોધ પ્રદર્શન ના સમયે ૭ ઓગસ્ટ ૧૯૦૬ના સચિંદ્ર પ્રસાદ બોઝ કલકત્તાના પારસી બાગાન સ્ક્વેરમામ્ દ્વારા ફરકાવવામાં આવ્યો.[૪] આ ધ્વજ પાછળથી કલકત્તા ધ્વજ. આમાં સમાન પહોળાઈના ત્રણ પટ્ટા હતાં સૌથી ઉપર કેસરી, વચમાં પીળો અને નીચે લીલો. સૌથી ઉપરના પટ્ટામાં આઠ અર્ધ ખીલેલા આઠ કમળ હતાં, અને સૌથી નીચેના પટ્ટામાં એક સૂર્ય અને એક બીજનો ચંદ્ર હતો. દેવનાગરીમાં લખેલા વંદે માતરમ્ શબ્દો વચ્ચેના પટ્ટામાં હતાં.[૫]

મેડમ કામાનો ધ્વજ[ફેરફાર કરો]

૨૨ ઓગસ્ટ ૧૯૦૭ ના દિવસે, ભીકાજી કામાએ સ્ટુટગાર્ટ, જર્મનીમાં એક અન્ય ભારતીય ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં સૌથી ઉપરનો પટ્ટો લીલો હતો, વચ્ચેનો પટ્ટો કેસરી હતો અને સૌથીનીચેનો લાલ હતો. લીલો રંગ ઈસ્લામનો પ્રતીક હતો, કેસરી હિંદુત્વ નએ બૌદ્ધ સંપ્રદાયનો પ્રતીક હતો. લીલા પટ્ટમાં આઠ કમળ હતા જે બ્રિટિશ રાજ ના સમયના ભારતના આઠ પ્રાંત બતાવતા હતાં. મધ્યના પટ્ટામાં દેવનાગરેમાં વન્દે માતરમ્ લખેલ હતું. સૌથી નીચેના પટ્ટા પર, થાંભલા રતગફ બીજનો ચંદ્ર, અને બીજે છેડે સૂર્ય હતો.આ ધ્વજની રચના ભીકાજી કામા, વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્મા એ કરી હતી.[૫][૬] ૧૮ ઓગસ્ટ , ૧૯૦૭ માં જર્મની ના સ્તુત્ગાર્દમાં યોજાયેલા બીજા આંતરરાષ્ટ્રીય મહાસભા માં સરદારસિંહ રાણા એ અને મેડમ કામા એ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું . મહિલાઓ નો આવાઝ વિશ્વ ને વધુ સ્પર્શે એ ઉમદા હેતુ થી સરદારસિંહ રાણા એ મેડમ કામા ને વક્તવ્ય રજુ કરવા ની તક આપી અહી જ ભારતનો પ્રથમ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા માં આવ્યો .સરદારસિંહ રાણા ભારત આવ્યા ત્યારે બે ધ્વજ સાથે હતા તેમાંનો એક સરદારસિંહ રાણા પરિવાર ના લીંબડી પરિવાર પાસે છે હજુ પણ છે અને બીજો સરદારસિંહ રાણા એ પ્રથમ વડાપ્રધાન નેહરુ ને ભેટ આપ્યો હતો .

બર્લીન કમીટી ધ્વજ[ફેરફાર કરો]

બર્લીન કમીટીધ્વજ, ૧૯૦૭ માં સૌથી પહેલી વખત ભીકાજી કામા એ ફરકાવ્યો

પ્રથમ વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યા પછી, આ ધ્વજ બર્લીન કમિટી તરીકે ઓળખાયો અને તેને ભારતીય ક્રાંતિકારીઓ દ્વારા બર્લીન કમિટીમાં અપનાવાયો. જો કે આ ધ્વજને તે સમયે ખૂલી રીતે જર્મનીમાં ન વપરાતો. પણ પ્રથમ વિશ્વ યુદ્ધ ના સમયે મેસોપોટેમિયામાં બર્લીન કમિટી દ્વારા ગઠિત સ્વયંસેવકોની સેના દ્વારા તેને છૂટથી વાપરવામાં આવ્યો. આ સેનાને ભારતીય કેદીઓ, બ્રિટિશ સેનાના ભારતીય યુદ્ધ કેદીઓ અને ગદર પાર્ટીના સભ્યો દ્વારા બનાવાઈ હતી.[૭]

ગદર પાર્ટીનો ધ્વજ[ફેરફાર કરો]

ગદર પાર્ટીદ્વારા વપરાયેલ ભારતીય પ્રતીક ધ્વજ.

ગદર પાર્ટી નો ધ્વજ યુનાયટેડ સ્ટેટ્સ માં ટૂંક સમય માં ભારતીય પ્રતીક તરીકે વપરાયેલ હતો.[૮]

હોમ રુલ ધ્વજ[ફેરફાર કરો]

૧૯૧૭ની હોમરુલ ચળવળ દરમ્યાન વપરાયેલ ધ્વજ

હોમ રુલ ચળવળ ની રચના બાળ ગંગાધર ટિળક અને એની બેસંટ દ્વારા કરાઈ અને ૧૯૧૭માં તેમણે નવો ધ્વજ અપનાવ્યો, તેમાં પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટી હોય છે. ઉપરના ડાબે ખૂણે યુનિયન ધ્વજ હતો જે ચળવળનું રાષ્ટ્રકુળ આધિપત્યનું સમર્થન દર્શાવતો હતો. સફેદ રંગનો એક બીજનો ચંદ્ર અને એક તારો બતાવેલો હતો. Seven white stars are arranged as in the સપ્તર્ષી નક્ષત્રના સ્વરુપે સાત તારા બતાવેલ હતાં. આ ધ્વજ લોકોમાં પ્રચલિત ન બન્યો.[૫]

મહાસભા (કોંગ્રેસ)નો પ્રથમ ધ્વજ[ફેરફાર કરો]

૧૯૨૧ બિન આધિકારીક રીતે અપનાવાયેલ ધ્વજ જેની કેંદ્રમાં ચરખો હતો.

એક વર્ષ્હ પહેલા ૧૯૧૬માં, આજના આંધ્ર પ્રદેશના મછલીપટનમ નજીક ભાટ્લાપેનમાર્રુ નામના ગામમાં રહેતા પીંગલી વેંકૈય્યાએ, એક સર્વમાન્ય રાષ્ટ્રીય ધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો. તેમની મહેનત પર ઉમર સોબાની અને એસ. બી. બોમનજીનું ધ્યાન ગયું, અને તેમણે ભારતીય રાષ્ટ્રીય ધ્વજની સ્થાપના કરી. જ્યારે વેંકૈય્યાએ મહાત્મા ગાંધીનું સમર્થન મેળવવા ગયામ્ ત્યારે મહાત્મા ગાંધી એ તેમા ચરખો ઉમેરવનું સૂચન કર્યું. જે "ભારતનું દેહમાન અને તેના સમગ્ર દર્દની મુક્તિ દર્શાવે". વિનમ્ર ચરખો એ ગાંધીજીના નેતૃત્વ હેઠળ ભારતના આર્થિક પુનર્ગઠનનું પાવન ચિન્હ બની ગયો હતો. પીંગલી વેંકૈય્યા એક નવા ધ્વજની રચના લઈ આવ્યાં જેમાં લાલ અને લીલા રંગની પૃષ્ઠ ભૂમિ પર ચરખો દોરેલ હતો. જોકે, મહાત્મા ગાંધી ને લાગ્યું કે ભારતના સર્વ ધર્મનું પ્રતિનિધીત્વનો સમાવેશ દેખાતો ન હતો.[૯].

મહાત્મા ગાંધીની ચિંતાઓને ધ્યાનમાં રાખી,એક નવા ધ્વજની રચના થઈ. આ ત્રિરંગામાં સફેદ રંગ સૌથી ઉપર હતો. લીલો રંગ મધ્યમાં હતો અને લાલ રંગ નીચે હતો. જે લઘુમતિ ધર્મો, ઈસ્લામ અને હિંદુત્વ બતાવતો હતો, અને આ ત્રણે પટ્ટાની પૃષ્ઠ ભૂમિ પર એક ચરખાનું ચિત્ર હતું. આ ધ્વજ આયર્લેંડના ધ્વજની જેવો જ લાગતો હતો, જે બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધન એક અન્ય ચળવળનું પ્રતીક હતી.[૧] મહાસભાના અમદાવાદ અધિવેશન દરમ્યાન આ ધ્વજ ફરકાવાયો. જો કે આ ધ્વજ આધિકારીકે રીતે ભારતના રાષ્ટ્ર ધ્વજ તરીકે સ્વીકારાયો ન હતો પણ સ્વાતંત્ર્ય ચળવળમાં તે વ્યાપક રીતે વપરાયો હતો.

ધ્વજ કમિટી[ફેરફાર કરો]

૧૯૩૧નો નિયોજીત કેસરીયો ધ્વજ જેના પર કથ્થૈ રંગનો ચરખો હતો

જો કે ધ્વજના રંગોના આધારે તેનો સાંપ્રદાયિક અર્થ કાઢવાની વાત ઘણા લોકોને પસંદ ન હતી.૧૯૨૪માં કલકત્તમાં આયોજીત સંસ્કૃત મહાસભાએ હિંદુઓના પ્રતિનીધી તરીકે ધ્વજમાં કેસરીયો રંગ ઉમેરીને તેમાં ભગવાન વિષ્ણુની ગદા ઉમેરવાનું સૂચન કર્યું. તે વર્ષ્હના ઉત્તરાર્ધ્માં ગેરુ નો રંગ વાપ્રવાનું સૂચન પણ આવ્યું જે હિંદુ યોગી અને સન્યાસી તથા મુસ્લીમ ફકીરો અને દરવેશોમાં સામાન્ય હતો. શીખો એ પણ માંગ કરી કે તેમનું પ્રતિનીધીત્વ કરતો પીળો રંગ ઉમેરાય અથવાતો ધ્વજમાંથી ધાર્મિક ચિન્હની વાત જ કાઢી નખાય.

આ બધા બનાવોની પૃષ્ઠ ભૂમિમાં મુદ્દાનો હલ શોધવા કોંગ્રેસ કાર્યકારીણી એ ૨ એપ્રિલ ૧૯૩૧ ના સાત સભ્યો ધરાવતી ધ્વજ સમિતી નીમી. એક થરાવ સમીતી એ પારીત કર્યો કે ધ્વજના ત્રણ રંગો એ સંપ્રદાય બલે અ ધ્વજ સમિતી દ્રારા પારિત હતો પણ રાષ્ટ્રીય મહાસભાએ તેને પારિત નકર્યો. કારણકે તે પણ સંપ્રદાયવાદને પોષક લાગતો હતો.

ભારતીય રાષ્ટ્રીય મહાસભાનો ધ્વજ[ફેરફાર કરો]

૧૯૩૧માં અપનાવાયેલ ધ્વજ, આને ભારતીય રાષ્ટ્રીય સેનાના ધ્વજ તરીકે વાપરવામાં આવેલ

બાદમાં,૧૯૩૧મ્,આં રાષ્ટ્રીય મહાસભાના કરાચી અધિવેશનમાં અંતિમ પ્રસ્તાવ પારિત કરી આ ધ્વજને સંમિતી આપી. ત્યારે જે ત્રિરંગો અપનાવાયો તેને પીંગલી વેંકૈય્યાએ રચ્યો. તેમાં ત્રણ આડી પટ્ટીઓ હતી જે કેસરી (ભગવો), સફેદ અને લીલા રંગની હતી, વચલા પટ્ટાની મધ્યમાં એક "ચરખો" હતો. આ રંગોના સંદર્ભ આ પ્રમાણે અપાયો: કેસરીયો- શૌર્ય માટે; ફસેદ સચ્ચાઈ અને શાંતિ માટે; લીલો રંગ વિશ્વાશ અને સમૃદ્ધિ માટે. "ચરખો" ભારતીય લોકોની કાર્યદક્ષતા અને આર્થિક પુન:નિર્માણ દર્શાવતો.[૧]

આઈ એન એ (ભારતીય રાષ્ટ્રીય સેના) નો ધ્વજ[ફેરફાર કરો]

આઝાદ હિંદસેના નો ધ્વજ, નાઝી જર્મનીમાં સૌ પ્રથમ ફરકાવવામાં આવ્યો

તેજ સમયે ભારતીય રાષ્ટ્રીય સેના દ્વારા ધ્વજની એક અન્ય આવૃત્તિ ઉપયોગમાં લેવાતી જેના પ્ર શબ્દો આઝાદ હિંદ લખેલા હતાં અને તેમાં ચરખાને બદલે સુભાષવંદ્ર બોઝને સૈનિક કાર્યવાહીને દર્શાવતા તરાપ મારતા વાધનું ચિત્ર હતું. આ ધ્વજને ભારત ભૂમિ પર સૌ પ્રથમ વખત મણિપુરમાં ફરકાવવામાં આવ્યો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ હીમેર, ઝેલ્જકો (૨ જુલાઈ ૨૦૦૬). "ભારત". વિશ્વના ધ્વજ. મેળવેલ 2006-10-11. Check date values in: |date= (મદદ)
  2. અરુંધતી વીરમાણી, અ નેશનલ ફ્લેગ ફોર ઈંડિયા. રાઈ ચુઅલ્સ, નેશનાલીઝમ, એન્ડ ધ પોલીટીક્સ ઓફ સેન્ટીમેંટ, દીલ્લી, પરમાનેન્ટ બ્લેક, ૨૦૦૮, chapters ૧ અને ૨ . આ પુસ્તક ભારતીય રાષ્ટ્રીય ધ્વનજના ઇતિહાસનો મુખ્ય સંદર્ભ છે.
  3. અરુંધતી વીરમણીની , ૨૦૦૮, p. ૫૯-૬૦.
  4. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2002-03-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-01.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ "ધ નેશનલ ફ્લેગ". ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. ૨૦૦૪-૦૬-૧૬. મૂળ માંથી 2008-12-24 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૬-૧૦-૧૧.
  6. અરુંધતી વીરમણી, ૨૦૦૮, p. ૬૧-૬૪
  7. સિંઘ, કે. વી. (૧૯૯૧). અવર નેશનલ ફ્લેગ. નવી દીલ્લી: પ્બ્લીકેશન ડિવિઝન, માહિતી અને પ્રસારણ મંત્રાલય. પૃષ્ઠ 31–2.
  8. મજુમદાર, રમેશચંદ્ર (૧૯૬૯). "સ્ટ્રગલ ફોર્ ફ્રીડમ". ભારતીય લોકોનિ ઐતિહાસ અને સંસ્કૃતિ (૧૧ આવૃત્તિ). જી. એલન એન્ડ અન્વીન. પૃષ્ઠ ૨૦૭–૨૧૫. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  9. અરુંધતી વીરમણી, ૨૦૦૮, p. ૬૪-૭૭