મોવાણ (તા. ખંભાળિયા)
મોવાણ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°12′30″N 69°38′59″E / 22.208305°N 69.649701°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | દેવભૂમિ દ્વારકા |
તાલુકો | ખંભાળિયા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ |
મોવાણ (તા. ખંભાળિયા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ખંભાળિયા તાલુકામાં આવેલું એક ગામ છે. મોવાન ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ગામ બહાર સાની નદી આવેલી છે, નદી કિનારે મરદ પીરની દરગાહ છે, જે હીંદવા પીર તરીકે પણ ઓળખાય છે. મોવાણ ગાંમમાં મુગ્લેશ્વર મહાદેવનું મંદિર છે. આ મંદિર આથમણે બાર (પશ્વિમ મુખી) છે. આવા બહુ ઓછા મંદિરો જોવા મળે છે. ગામનું જુનુ નામ મુંગલપર પાટણ હતુ. એવી લોકવાયકા છે કે વર્ષો પહેલાં એક સાધુના શ્રાપના કારણે આ ગામ બળીને ખાખ થઇ ગયું હતું. પછી ધીરે ધીરે નવું ગામ વસવાનું શરૂ થયું. તે ગામ બનીને મોવાણ થયું.