લાંધણજ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
લાંધણજ
—  ગામ  —

લાંધણજનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°35′17″N 72°22′10″E / 23.587961°N 72.369325°E / 23.587961; 72.369325
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો મહેસાણા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં, શાકભાજી
પિનકોડ ૩૮૨૭૩૦

લાંધણજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

પ્રાગઐતહાસિક મહત્વ[ફેરફાર કરો]

લાંધણજ ગામમાંથી ઈ.સ. પૂર્વે ૨૫૫૦-૨૧૮૫ના સમયના (મેસોલિથિક યુગ) પ્રાણીઓના હાડકાં મળી આવ્યા છે. આમાં કદાચ વરૂ, નોળિયો, ગેંડો, ચિત્તલ, હરણાં, નીલગાય અને કાળિયારનો સમાવેશ થાય છે. જંગલી ઢોરોની પણ તેમાં હાજરી જણાઇ છે. પ્રાણીઓના આ અવશેષો સૂચવે છે કે લાંધણજનો વિસ્તાર સવાના ઘાસ અને જંગલથી આચ્છાદિત હતો.[૧] મનુષ્યોના સાત હાડપિંજરો અને મોટી સંખ્યામાં પથ્થરોના નાનાં હથિયારો પણ મળ્યા છે.[૨]

લાંધણજમાં શરૂઆતી ખોદકામ અંધારિયો ટીંબો અથવા રાવળિયાના ટીંબા ખાતે યુનિવર્સિટી ઓફ લંડનના ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાર્યમેન્ટ આર્કિઓલોજી અને પુણેની ડેક્કન કોલેજ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ વડે ૧૯૪૪-૬૩માં કરવામાં આવ્યું હતું.[૩][૨]

અર્થતંત્ર[ફેરફાર કરો]

આ ગામ ખંભાતના અખાતના પેટ્રોલિયમ સમૃદ્ધ વિસ્તારમાં આવેલું છે, જે દક્ષિણમાં સુરતથી ઉત્તરમાં સાંચોર સુધી જાય છે.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Singh, Upinder (૨૦૦૮). A History of Ancient and early Medieval India: From Stone Age to the 12th Century. Dorling Kindersley (India) Pvt.Ltd. પાનું 85. ISBN 978-81-317-1120-0.
  2. ૨.૦ ૨.૧ Malik, S. C. (૧૯૬૬). "The Late Stone Age Industries from Excavated Sites in Gujarat, India". Artibus Asiae. JSTOR. ૨૮ (૨/૩): ૧૬૨. doi:10.2307/3249352. ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૬ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  3. Excavation At langhnaj 1944-63, part 1 and 2 Juliet clutton - Brock, University of London
  4. DGH, Government of India (૨૦૧૦). "Directorate General of Hydrocarbons: Cambay Basin" (pdf).

મહેસાણા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન