વંકાલ

વિકિપીડિયામાંથી
વંકાલ
—  ગામ  —
વંકાલનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′29″N 73°03′48″E / 20.75792°N 73.063202°E / 20.75792; 73.063202
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો ચિખલી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી તેમજ શાકભાજી

વંકાલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તથા વલસાડ જિલ્લાનું વિભાજન કરી નવા બનાવવામાં આવેલા નવસારી જિલ્લામાં આવેલ કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ચિખલી તાલુકામાં આવેલું એક ગામ છે. વંકાલ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત ગામના કેટલાક લોકો નોકરી કે ધંધો કરવા માટે પરદેશમાં પણ જઇને વસ્યા છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેરી, ચીકુ તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.

આ ગામમાં મુખ્યત્વે કોળી પટેલ તેમ જ આદિવાસી લોકો વસવાટ કરે છે. વંકાલ ગામ બીલીમોરા-ચિખલી રાજ્ય ધોરી માર્ગ પર આવેલું છે, જે બીલીમોરાથી આશરે પ કિલોમીટર અને તાલુકામથક ચિખલીથી પણ પ કિલોમીટરના અંતરે આવેલું છે. વંકાલથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન બીલીમોરા છે અને સૌથી નજીકનું વિમાન મથક સુરત ખાતે આવેલું છે.