લખાણ પર જાઓ

વંશીય જૂથ

વિકિપીડિયામાંથી

વંશીય જૂથ લોકોનું બનેલું એક એવું જૂથ છે જેનાં સભ્યો એકબીજા સાથે, વાસ્તવિક કે ધારી લેવામાં આવેલાં એક સહિયારા સાંસ્કૃતિક વારસા દ્વારા અભિન્નપણે જોડાયેલાં હોય છે.[૧][૨] આ હિસ્સેદારીપૂર્ણ સાંસ્કૃતિક વારસાનો આધાર કલ્પિત, પૈતૃક પરંપરા, ઇતિહાસ, સંસ્કૃતિ, રૂઢિઓ, સગપણ, ધર્મ, ભાષા, સહિયારું રાજ્ય, રાષ્ટ્રીયતા અને/અથવા શારીરિક દેખાવ હોઇ શકે છે. વંશીય જૂથનાં સભ્યો પોતાનાં વંશીય જૂથને લઈને સભાન હોય છે; તદુપરાંત વંશીય અભિન્નતાને અન્ય લોકો જૂથની લાક્ષણિકતા સૂચવતા ચિહ્નો દ્વારા ઓળખી શકે છે.[૩][૪]

સ્ટેટીસ્ટીક્સ કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ સેંસસ બ્યુરો દ્વારા (એપ્રિલ 1-3, 1992) આયોજિત પરિષદ "વંશીય વિશ્વ માપન માટેનાં પડકારો: વિજ્ઞાન, રાજનીતિ અને વાસ્તવિક્તા" ખાતે ચર્ચા કરવામાં આવેલા, "માનવ જીવનમાં વંશીયતા એ એક આધારભૂત પરિબળ છે: માનવીય અનુભવ અંતર્ગત સાહજિક રીતે બનતી આ એક અસાધારણ ઘટના છે."[૫] જો કે, ઘણાં સામાજિક વિજ્ઞાનીઓ, જેમ કે ફ્રેડરીક બાર્થ અને એરિક વુલ્ફ જેવાં માનવશાસ્ત્રનાં જ્ઞાતાઓ, વંશીય અભિન્નતાને નિરપવાદ માનવા તૈયાર નથી. તેઓ વંશીયતાને માનવીય જુથોને સાહજિક રીતે પ્રાપ્ત જરૂરી ગુણવત્તા કરતાં, વિશિષ્ટ પ્રકારે આંતર-જૂથ પ્રતિક્રિયાની ફલશ્રુતિ ગણાવે છે.[૬]

એવી પ્રક્રિયાઓ કે જેનાં પરિણામે આવી અભિન્નતાઓ ઉદભવે છે, તેને વંશીય-ઉત્પત્તિ વિજ્ઞાન કહેવામાં આવે છે. સમય જતાં, વંશીય જૂથનાં સભ્યો સમગ્રતામાં, સાંસ્કૃતિક સાતત્યતાનો દાવો કરતા હોય છે. જો કે, ઇતિહાસકારો અને સાંસ્કૃતિક માનવશાસ્ત્રઓએ નોંધ્યું છે કે ઘણા બધાં મૂલ્યો, પ્રસ્થાપિત રીતો, અને ધોરણો કે જેનાં દ્વારા ભૂતકાળ સાથે સાતત્ય સાધી શકાય છે તે બધાં સાપેક્ષાત્મક રૂપે વર્તમાનમાં શોધાયેલી વસ્તુઓ છે.[૭][૮]

થોમસ હાઈલેંડ એરિક્સેન મુજબ, હમણાં સુધી વંશીયતાને બે ભિન્ન વાદના પ્રભાવ હેઠળ અભ્યાસ કરવામાં આવતી હતી. તેમાંનો એક “આદિકાળવાદ” અને “નિમિત્તવાદ”ની વચ્ચેનો છે. આદિકાળવાદના અભિપ્રાય મુજબ, વંશીય જૂથનાં સહભાગીદારો તેમાં ઉભી થતી મુશ્કેલીને બહારથી આવી પડેલી, અને જુલમગાર પરંતુ સામાજિક રીતે જોડી રાખનાર તત્ત્વ તરીકે સામૂહિક સ્વીકાર કરે છે.[૯] જ્યારે કે, નિમિત્તવાદી અભિગમ વંશીયતાને મૂળભૂત રીતે રાજકીય વ્યૂહરચનાનાં હંગામી તત્ત્વ તરીકે જુએ છે, જેનો ઉપયોગ સ્થાપિત હિતો પોતાનાં સહાયક ઉદ્દેશ્ય જેવાં કે, સંપત્તિ, સત્તા કે માન-મોભો વધારવા માટે કરતાં હોય છે.[૧૦][૧૧] આ ચર્ચા હજી પણ રાજ્યશાસ્ત્રમાં એક મહત્વના સંદર્ભ તરીકે જોવામાં આવે છે, યદ્યપિ મોટાં ભાગનાં વિદ્ધવાનોનો અભિગમ આ બન્ને ધ્રુવની વચ્ચે આવીને ક્યાંક અટકે છે.[૧૨]

બીજી ચર્ચા “રચનાવાદ” અને “તત્વવાદ” વચ્ચેની છે. રચનાવાદીઓ રાષ્ટ્રીય અને વંશીય એકત્વને, મહદઅંશે, જ્યારે અભિન્નતાઓને આરંભ કાળની હોય તે રીતે રજૂ કરવાં છતાં ઐતિહાસિક અનિવાર્યતાની ફલશ્રુતિ તરીકે જુએ છે.[૧૩][૧૪] તત્વવાદીઓ આવી અભિન્નતાઓને સત્તત્ત્વ સ્વરૂપ મીમાંસાની શ્રેણીઓ તરીકે સામાજિક અદાકારોની વ્યાખ્યા આપતાં જુએ છે, અને સામાજિક ક્રિયાનાં પરિણામ તરીકે નહીં.[૧૫][૧૬]

એરિક્સેનના મત મુજબ, આ ચર્ચાઓને, જુદાં-જુદાં વંશીય જૂથો અને રાષ્ટ્રોનાં સભ્યો દ્વારા રાજકીય સ્વરૂપે સ્વ-પ્રતિનિધિત્વની વધતી જતી પ્રવૃતિની પ્રતિક્રિયાના વિદ્વાનોના પ્રયાસ-સ્વરૂપે, વિશેષતઃ: માનવશાસ્ત્રમાંથી કાઢી નાંખવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા જેવાં દેશો, કે જે વિવિધ સંસ્કૃતિવાળા ઘણા બધાં દેશોની દેશાગમન કરેલ વસતી ધરાવે છે, અને વસાહતવાદ પછીના સમયગાળા દરમ્યાન કેરેબિયન અને દક્ષિણ એશિયાના દેશોમાં, બહુસાંસ્કૃતિકવાદ ઉપર કરવામાં આવતી ચર્ચાઓનાં સંદર્ભમાં આમ માનવામાં આવે છે.[૧૭]

વંશીયતાની વ્યાખ્યા કરવી

[ફેરફાર કરો]

“વંશીયતા”(એથ્નિસિટી) અને “વંશીય જૂથ”(એથ્નિક ગ્રુપ) શબ્દો ગ્રીક શબ્દ એથ્નોસ પરથી આવ્યા છે, જેનું સામાન્ય અનુવાદ “રાષ્ટ્ર”(નેશન) અથવા સામાન્ય રીતે એક જાતિ સ્વરૂપે ઓળખાતાં લોકો જે ચોક્ક્સ સંસ્કૃતિ ધરાવે છે, તેમ કરવામાં આવે છે. “એથ્નિક” શબ્દ અને તેનાં આનુષાંગિક સ્વરૂપો અંગ્રેજીમાં 14મી સદીથી 19મી સદીના મધ્ય સુધી “મૂર્તિપૂજક/અસંસ્કારી” નાં અર્થમાં વપરાતા હતાં. થીઈ.ટોંકીન , એમ.મેકડોનાલ્ડ અને એમ.ચેપમેન, હિસ્ટ્રી એન્ડ એથ્નિસિટી (લંડન 1989), પીપી. 11-17 (જે.હચીંસન અને એ.ડી. સ્મિથ(ઈડીએસ.)માં અવતરણ કરવામાં આવેલ છે, ઓક્ષ્ફોર્ડ રીડર્સ: એથ્નિસિટી (ઓક્ષ્ફોર્ડ 1996), પીપી.18-24)</ref>

“વંશીય જૂથ”(એથ્નિક ગ્રુપ)નો આધુનિક ઉપયોગ, જો કે, ઔદ્યોગિક રાષ્ટ્રો દ્વારા તેમનાં અધીન જૂથની સાથે વિવિધ પ્રકારનાં ઘર્ષણો દર્શાવે છે, જેમ કે દેશાગમન કરેલ લોકો અને વસાહતી પાત્રો; “વંશીય જૂથ” “રાષ્ટ્ર” ની વિરુદ્ધમાં આવીને ભિન્ન સાંસ્કૃતિક અભિન્નતા ધરાવતાં લોકો કે જે, સ્થાનાંતરણ કે જીત દ્વારા, વિદેશી રાષ્ટ્રોની વિષય વસ્તુ બની ચૂક્યાં છે, એવાં લોકોનો સંદર્ભ સૂચવે છે. શબ્દનો આધુનિક પ્રયોગ પ્રમાણગત રીતે નવો છે–1851[૧૮] – અને વંશીય જૂથ શબ્દનો પ્રથમ વખત ઉપયોગ 1935,[૧૯]માં થયો હતો, અને ઓક્ષ્ફોર્ડ ઇંગ્લિશ ડિક્ષ્નેરીમાં તેને સમાવેશ 1972માં કરવામાં આવ્યો હતો.[૨૦][૨૧]

ઓક્ષ્ફોર્ડ ઈંગ્લિશ ડિક્ષ્નેરીમાં આપવામાં આવેલી આધુનિક ઉપયોગની વ્યાખ્યા છે:

a[djective]

...
2.a. Pertaining to race; peculiar to a race or nation; ethnological. Also, pertaining to or having common racial, cultural, religious, or linguistic characteristics, esp. designating a racial or other group within a larger system; hence (U.S. colloq.), foreign, exotic.
b ethnic minority (group), a group of people differentiated from the rest of the community by racial origins or cultural background, and usu. claiming or enjoying official recognition of their group identity. Also attrib.

n[oun]

...
3 A member of an ethnic group or minority. orig. U.S.
— Oxford English Dictionary "ethnic, a. and n."[૨૨]

ગ્રેટ બ્રિટેન અને યુનાઇટેડ સ્ટેટ્સની સામાન્ય ભાષામાં “વંશીય” શબ્દના ઉપયોગ વિશે લખતાં વૉલમેને નોંધ્યું છે કે,

બ્રિટેનમાં ‘વંશીયતા’ શબ્દનો લોકપ્રિય સૂચિતાર્થ ‘[વંશ]’ છે, જે અચોક્કસ, અને હળવાં અભિપ્રાય સાથેનો હોય છે. ઉત્તર અમેરિકામાં, વિરૂદ્ધ ગુણ દર્શાવતા, ‘[વંશ]’ નો સર્વ સામાન્ય અર્થ રંગ થાય છે, અને ‘માનવવંશીય’ એ લોકોને ગણવામાં આવે છે જે સાપેક્ષ રીતે અંગ્રેજી ન બોલતાં દેશોમાંથી હાલમાં સ્થાનાંતરિત થયેલા લોકોનાં વંશજ હોય. ’[વંશીય]’ ને બ્રિટેનમાં સંજ્ઞા ગણવામાં નથી આવતી. વાસ્તવિક અસરમાં ત્યાં કોઈ ‘વંશીયતા’ નથી; ત્યાં માત્ર ‘વંશીય સંબંધો’ જ છે.[૨૩]

આ રીતે, આજની દૈનિક ભાષામાં, “વંશીય” અને “વંશીયતા” શબ્દોનાં વર્તુળમાં હજી પણ વિલાયતી લોકો, લઘુમતીના પ્રશ્નો અને વંશીય સંબંધો રહેલાં છે.

સામાજિક વિજ્ઞાનમાં, જો કે, તેનો ઉપયોગ બધાં જ માનવીય જૂથો કે જેઓ સ્પષ્ટપણે પોતાની જાતને સાંસ્કૃતિક રીતે અલગ માને છે અને અન્યો દ્વારા પણ તેમને અલગ માનવામાં આવે છે.[૨૪] સામાજિક વિજ્ઞાનમાં સૌ પ્રથમ વખત “વંશીય જૂથ” શબ્દનો પ્રયોગ કરનાર જર્મન સમાજશાસ્ત્રી મેક્સ વેબર હતાં, જેમણે આ પ્રમાણે વ્યાખ્યા આપી હતી કે:

શારીરિક પ્રકાર કે રિવાજો કે બન્નેની સમાનતાના કારણે કે વસાહતવાદ અને સ્થાનાંતર ની યાદોનાં કારણે પોતાનાં સમાન વંશ ઉદગમની વિષયાત્મક માન્યતાઓને પ્રાધાન્ય આપનારું માનવીય જૂથ; આ માન્યતાઓ જૂથની રચના કરવા માટે મહત્વની હોવી જોઇએ; વધુમાં એ બાબતોથી કોઈ ફરક નથી પડતો કે વાસ્તવિક લોહીનાં સંબંધો અસ્તિત્વ ધરાવે છે કે નહીં.[૨૫]

વંશીયતાનો કલ્પનાત્મક ઇતિહાસ

[ફેરફાર કરો]

વેબર દૃઢતા પૂર્વક જણાવે છે કે વંશીય જૂથો કુંસ્ટ્લીચ (બનાવટી, એટલે કે સામાજિક રીતે ઘડી કાઢવામાં આવેલાં) હતાં કેમ કે તેમની ઉપસ્થિતિનો આધાર હિસ્સેદારી જેમિંસ્કાફ્ટ (સમુદાય)ના સિદ્ધાંત પર અવલંબિત હતો. બીજું, આ માન્યતા હિસ્સેદારીપૂર્ણ જેમિંસ્કાફ્ટ જૂથ બનાવતાં નહોતાં; પરંતુ જૂથ માન્યતાનું નિર્માણ કરતાં હતાં. ત્રીજું, જૂથની રચના સત્તા અને સામાજિક પ્રતિષ્ઠાનાં એકાધિકાર મેળવવા માટેની હોડનું પરિણામ હતું. આ પ્રવર્તમાન સમયની પ્રકૃતિશાસ્ત્રજ્ઞ માન્યતાથી તદ્દન ઊલટું હતું, જેમાં એવી માન્યતા વ્યાપ્ત હતી કે લોકોમાં પરસ્પર જ્યારે સહિયારા વંશ ઉદગમમાંથી આનુવંશિક વિશિષ્ટ લક્ષણો અને વૃત્તિને કારણે સામાજિક-સાંસ્કૃતિક અને વર્તણુંકને લાગતાં મતભેદ ઉગી નીકળે છે, ત્યારે “વંશ” કહેવામાં આવે છે.[૨૬]

[૨૭]વંશીયતાનાં વિવરણકારોમાં ફ્રેડરીક બાર્થનું નામ આગવું મહત્વ ધરાવતું છે, જેની 1969 ની “વંશીય જૂથો અને સીમાઓ” એ સમાજ શાસ્ત્રમાં આ શબ્દના ઉપયોગનો 1980 અને 1990નાં દશકમાં ફેલાવો કરનાર તરીકે આધારભૂત ગણવામાં આવે છે.[૨૭] વંશીયતાનાં યોજનાબદ્ધ મૂળ સ્વરૂપ પર ભાર મૂકવાનાં મામલે બાર્થ, વેબર કરતાં પણ આગળ જાય છે. બાર્થનાં જણાવ્યા પ્રમાણે, વંશીયતા શાશ્વત પણે બાહ્ય આરોપણ અને આંતરિક સ્વ-ઓળખ દ્વારા એકતા સિદ્ધ કરીને કરવામાં આવેલી વાટાઘાટ અને પુન:વાટાઘાટો હતી. બાર્થનાં મત મુજબ વંશીય જૂથો સાંસ્કૃતિક રીતે એકલાં પાડી દેવામાં આવેલાં વિછિન્ન લોકો, કે તર્કસંગત રીતે ક્રમાનુસાર અગ્રિમ પંક્તિ ના નથી, જે કુદરતીપણે લોકો હોય છે. તે સંસ્કૃતિઓનાં માનવશાસ્ત્રનાં મૂળભૂત ખ્યાલને એકસૂત્રમાં બંધાયેલી વસ્તુને વિભાજિત કરવાં માગતા હતા, અને વંશીયતાને આદિકાળથી અસ્તિત્વ ધરાવતી હોવાનું જણાવીને, તેઓ જૂથોની વચ્ચે ચાલતી ક્રિયા-પ્રતિક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં બદલવા માગતા હતા. એટલાં માટે, “વંશીય જૂથો અને સીમાઓ”, એ વંશીય અભિન્નતાનાં આંતરજોડાણ પર કેન્દ્રિત છે. બાર્થ લખે છે: “[...] શ્રેણીગત વંશીય તફાવતોનું અવલંબન સ્થળાંતરશીલતા, સંપર્ક અને માહિતીના અભાવ પર કાયમ નથી હોતું, પરંતુ વ્યક્તિગત ઇતિહાસના જીવન-ક્રમમાં બદલાતી જતી સહભાગિતા અને સભ્યપદ હોવા છતાં વિવિત્ત કક્ષાઓને જાળવી રાખીને બાકાત રાખવાં અને જોડાણની સામાજિક પ્રક્રિયાઓને આવશ્યક બનાવે છે.”

1978માં, માનવશાસ્ત્રી રોનાલ્ડ કોહેનએ દાવો કર્યો હતો કે સમાજ વિજ્ઞાનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી “વંશીય જૂથો” ની અભિન્નતા તદ્દેશીય વાસ્તવિકતાઓ કરતાં વધુ તો અચોક્કસ વર્ગસૂચકતા દર્શાવે છે:

... આપવામાં આવેલાં નામ ધરાવતી આપણે સ્વીકારેલી વંશીય અભિન્નતા વિશે, સાહિત્યમાં જે મૂળભૂત વ્યાખ્યા આપવામાં આવી છે તેનો વિચાર કર્યા વગર જ, કે અચોક્ક્સતા પૂર્ણ રીતે ક્યારેક આપણે ફેંસલો ઠોકી બેસાડતાં હોઇએ છીએ.[૨૭]

આ રીતે, તેમણે એ હકીકત તરફ નિર્દેશ કર્યો છે કે બહારના લોકો ઉદાહરણ તરીકે માનવશાસ્ત્રીઓ, દ્વારા વંશીય જૂથની એકતા સિદ્ધ કરવામાં આવે છે, તે કદાચ જે તે જૂથનાં સભ્યોની સ્વ-ઓળખ સાથે મેળ નથી ખાતી. તેણે એવું પણ વર્ણન કર્યું છે કે ઉપયોગ શરૂ કર્યાનાં પહેલાં દસકાઓમાં, વંશીયતા શબ્દનો ઉપયોગ જ્યારે સમાન સાંસ્કૃતિક વ્યવસ્થાઓ અને સમાન વારસો ધરાવતાં નાનાં જૂથોનાં સંદર્ભમાં કરવામાં આવતો ત્યારે “સાંસ્કૃતિક” કે “આદિજાતિ જૂથ” શબ્દો પ્રયોજવામાં આવતાં હતાં, પરંતુ તે “વંશીયતા” એ આદિજાતિ અને આધુનિક સમાજો બન્ને વચ્ચે જૂથ અભિન્નતાની વ્યવસ્થામાં સમાનતાઓને વર્ણવી શકાય તે માટેનાં જરૂરી મૂલ્યો ઉમેર્યાં. કોહેને એ પણ સૂચવ્યું કે “વંશીય” અભિન્નતાઓને લગતાં કરવામાં આવતાં દાવાઓ ( જેમ કે અગાઉ “આદિજાતિ” અભિન્નતાને લગતાં દાવાઓ) વારંવાર કરવામાં આવતી વસાહતિવાદીઓની પ્રસ્થાપિત રીતો તેમજ વસાહતી બનાવવામાં આવેલાં લોકો અને રાષ્ટ્ર-રાજ્યની વચ્ચેના સંબંધોની અસર છે.[૨૭]

સમાજ વિજ્ઞાનીઓએ એટલે જ વંશીય અભિન્નતાને દર્શાવતાં સ્થિતિસૂચકોને કેમ, ક્યારે અને કેવી રીતે સ્પષ્ટ કરી શકાય, તેનાં પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તદનુસાર, માનવશાસ્ત્રી જોઆન વિંસેંટએ અવલોકન કર્યું કે વંશીય સીમાઓ કાયમ પારદમ્ય ચરિત્ર ધરાવે છે.[૨૮] રોનાલ્ડ કોહેન નિષ્કર્ષ આપતાં જણાવે છે કે વંશીયતા “અંતર્ભાવ અને અનન્યતાની દ્વિભાજકતાઓને ઉછેરવાની એક શ્રેણીબદ્ધ રીત છે.[૨૭] તેઓ જોઆન વિંસેંટના અવલોકન સાથે સંમત થાય છે કે (કોહેનના શબ્દોનાં રૂપાંતરમાં) “વંશીયતાને... રાજકીય ગતિશીલતાની નિશ્ચિત જરૂરિયાતોનાં સંબંધે તેના સીમાંકનને વિસ્તારી કે ટુંકાવી શકાય છે. એટલાં માટે જ કદાચ એવું હશે કે વંશના ઉદગમને ક્યારેક વંશીયતાનું સ્થિતિસૂચક માનવામાં આવે છે, તો ક્યારેક નહીં: જે વંશીયતાનો ભેદ-નિર્દેશક સ્પષ્ટ રીતે એ વાત પર નિર્ભર કરે છે કે લોકો વંશીય સીમાઓને કઈ રીતે ઉપર કે નીચે ખેંચે છે, અને તેઓ તેને ઉપર કે નીચે ખેંચે છે તે સામાન્ય રાજકીય પરિસ્થિતિ ઉપર અવલંબે છે.

વંશો અને વંશીય વર્ગો

[ફેરફાર કરો]

વંશીય વર્ગીકરણને અન્યો દ્વારા આપવામાં આવતાં જુદાં-જુદાં નામોથી કે સ્વ-ઓળખથી ઉભી થતી મુશ્કેલીને ખાળવા માટે, એવી દરખાસ્ત કરવામાં આવી કે “વંશીય વર્ગો”, “વંશીય રચનાતંત્રો” તેમજ “વંશીય સમુદાય” કે “વંશો” ની વિભાવનાઓ વચ્ચે લક્ષણાત્મક ભેદ પાડવાં જોઈએ.[૨૯]<સંદર્ભ>[૩૦]

 • વંશીય વર્ગ ” એક એવો વર્ગ છે જે બહારના લોકોએ ઊભો કર્યો છે, એટલે કે, જેઓ સ્વયં તે વર્ગના સદસ્યો નથી, અને જેનાં સદસ્યો એવી વસતી છે જેમને બહારના લોકોએ એવી રીતે વર્ગીકૃત કરી દીધાં છે જેમ કે તેમનો સહિયારા નામ કે નિશાન, સહિયારા સાંસ્કૃતિક તત્વો અને કોઈ એક ચોક્કસ ક્ષેત્રનાં આધારે ભેદ કરવામાં આવ્યો હોય. પરંતુ, જે સભ્યોનું વંશીય વર્ગોમાં આરોપણ કરવામાં આવ્યું છે તેઓ પોતે તેમનાં સહિયારા, વિશિષ્ટ જૂથનાં સ્વામિત્વભાવ વિશે કશી જ માહિતી ધરાવતાં નથી.
 • વંશીય રચનાતંત્રો ” ના સ્તરે, જૂથમાં સામૂહિકતાની ભાવનાની શરૂઆત થવાં લાગે છે, અને આ સ્તરે, ઊગમ અને હિસ્સેદારીપૂર્ણ સાંસ્કૃતિક અને જીવવિજ્ઞાન વિષયક વારસાની સામાન્ય દંતકથાઓ ઉભરવાની શરૂઆત થવા લાગે છે, ચુનીંદા જૂથ-વર્ગો વચ્ચે તો એમ થાય જ છે.[૩૦]
 • વંશો ” કે “વંશીય સમુદાયો ” ના સ્તરે, સભ્યોને પોતાને સ્પષ્ટ રીતે જાણકારી છે કે તેઓ “નામ ધારી માનવ વસતી છે જે સહિયારી વંશપરંપરા, સમાન ઐતિહાસિક યાદગીરીઓ, અને એક કે તેથી વધુ સહિયારા સાંસ્કૃતિક તત્ત્વો ધરાવે છે, જેમાં તેમની પોતાની જમીનો પણ સામેલ છે, અને થોડા-ઘણાં અંશે પરસ્પરાવલંબન, જે કમ સે કમ ચુનીંદા જૂથ-વર્ગો વચ્ચે તો રહેલું છે”. એટલે કે, વંશ એક જૂથ તરીકેની સ્વ-ઓળખ ધરાવે છે, જ્યારે કે વંશીય વર્ગો બહારના લોકો દ્વારા ઊભાં કરવામાં આવ્યાં હોય છે પછી ભલે ને તેનાં પોતાનાં સભ્યોને પોતાને આપવામાં આવેલી વર્ગીય ઓળખ હોય કે ન હોય.[૩૧]
 • સંજોગોને આધીન વંશીયતા ” એક એવી વંશીય અભિન્નતા છે જેની પસંદગી સામાજિક પાશ્ર્વભૂમિ કે સંજોગો પર આધારિત ક્ષણ માટે કરવામાં આવી હોય છે.[૩૨]

વંશીયતાને સમજવા માટેનાં અભિગમો

[ફેરફાર કરો]

માનવીય જીવન અને સમાજનાં પરિબળ તરીકે વંશીયતાનાં મૂળ સ્વરૂપને સમજવાના પ્રયાસ રૂપે જુદાં-જુદાં સમાજ વિજ્ઞાનીઓ દ્વારા વંશીયતાને સમજવા માટે જુદાં-જુદાં અભિગમોનો ઉપયોગ કરે છે. આવાં અભિગમોનાં ઉદાહરણોમાં : અસ્તિત્વવાદ, તત્વવાદ, સનાતનવાદ, રચનાવાદ, આધુનિકતાવાદ અને નિમિત્તવાદનો સમાવેશ થાય છે.

 • અસ્તિત્વવાદ ”, એવું માને છે કે વંશીયતા માનવ ઇતિહાસનાં દરેક સમયે હાજર હતી અને એ કે આધુનિક વંશીય જૂથો લાંબા ભૂતકાળથી ઐતિહાસિક સાતત્ય ધરાવે છે તેમનાં માટે વંશીયતાનો વિચાર રાષ્ટ્રોનાં વિચારની સાથે સંલગ્ન છે અને તેના મૂળીયાં વેબર-પૂર્વેની માનવતાની સમજમાં સગપણ અને જીવવિજ્ઞાન વારસા દ્વારા ઉત્પત્તિ પામેલા પ્રવર્તમાન અસ્તિત્વમાં રહેલાં જૂથોમાં વિભાજિત થયેલા છે.
  • તત્વવાદી અસ્તિત્વવાદ ” એક ડગલું આગળ એવી માન્યતા ધરાવે છે કે વંશીયતા માનવ અસ્તિત્વ પહેલાં પણ મોજૂદ હતી, તેમજ વંશીયતા માનવીની સામાજિક પરસ્પરતા પહેલાથી હતી અને એ પણ કે મૂળભૂત રીતે તેનાથી અપરિવર્તીત રહી. આ સિદ્ધાંત વંશીય જૂથોને કુદરતી દૃષ્ટિથી જુએ છે, માત્ર ઐતિહાસિક રીતે નહીં. આ સમજણ એ ખુલાસો નથી આપતી કે સમગ્ર ઇતિહાસમાં રાષ્ટ્રો અને વંશીય જૂથો કેમ અને કેવી રીતે પ્રગટ થયાં, અપ્રગટ બન્યાં અને ફરી પાછા દેખાવાં લાગ્યા. આધુનિક સમયના બહુ-વંશીય સમાજોના બંધારણ માટે આંતરવિવાહ, સ્થાનાંતરણ અને વસાહત વસાવવાનાં પરિણામો સાથે નીપટવું પણ મુશ્કેલીભર્યું બની ગયું.[૩૧]
  • સગપણનો અસ્તિત્વવાદ ” એ માન્યતા ધરાવે છે કે વંશીય સમુદાયો સરખાપણું ધરાવતાં એકમોનાં લંબાવેલા ભાગ છે, જે મૂળભૂત રીતે સાદ્રશ્ય કે એક પૂર્વજના વંશજો વચ્ચેના જોડાણની નીપજ છે જ્યાં સાંસ્કૃતિક સંકેતોની (ભાષા, ધર્મ, રૂઢિઓ) પસંદગીઓ બરાબર આ જીવવિજ્ઞાની સગપણ દર્શાવવાં માટે કરવામાં આવે છે. આ રીતે, જીવવિજ્ઞાનની વંશપરંપરાની જે સામાન્ય માન્યતાઓ છે કે જે વંશીય સમુદાયોને વર્ણવતા લક્ષણ છે તેને વાસ્તવિક જીવવિજ્ઞાનનાં ઇતિહાસનું પ્રતિનિધિત્વ કરે છે તે રીતે સમજવું પડશે. વંશીયતા પરનાં આ વિચારમાં એક મુશ્કેલી એ છે કે તે વારંવાર એમ દર્શાવતી પ્રત્યક્ષ વસ્તુસ્થિતિ નથી કે જેમાં વિશિષ્ટ વંશીય સમુદાયનાં પ્રાચીન દંતકથા વિષયક તત્વોનો જ્ઞાત જીવવિજ્ઞાનનાં ઇતિહાસની સાથે સીધો વિરોધ હોય.[૩૧]
  • ગીર્ત્ઝનો અસ્તિત્વવાદ ”, માનવશાસ્ત્રના જ્ઞાતા ક્લિફર્ડ ગીર્ત્ઝ નોંધનીય રીતે તેને ટેકો આપતાં એવી દલીલ કરે છે કે માણસો તેમના સામાન્ય આરોપણમાં આદિકાળનાં લોકો દ્વારા “આપવામાં આવેલા” જેમ કે લોહીનાં સંબંધો, ભાષા, ક્ષેત્ર અને સાંસ્કૃતિક અસામનતાઓમાં દુર્નિવાર શક્તિ ધરાવે છે. ગીર્ત્ઝના મત મુજબ, વંશીયતા ખુદ પોતે અસ્તિત્વ ધરાવતી નથી પરંતુ માણસો તેમ સમજે છે કેમ કે તે તેમનાં દુન્યવી અનુભવમાં વણાયું છે.[૩૧]
 • સનાતનવાદ ” માને છે કે વંશીયતા સતત બદલાતી રહે છે, અને એ કે વંશીયતાની વિભાવના સદાકાળથી વિદ્યમાન છે, જ્યાં સુધી વંશીય સીમાંકનને નવી ભાત પ્રમાણે પુન: પ્રસ્થાપિત કરવામાં નહોતાં આવ્યા ત્યાં સુધી વંશીય જૂથો સામાન્યત ટૂંકું જીવન જીવતા હતાં. વિરોધી સનાતનવાદી વિચારસરણી વળી એવો મત ધરાવે છે કે સમગ્ર ઐતિહાસિક કાળ દરમ્યાન જ્યારે વંશીયતા અને વંશીય જૂથતા વિદ્યમાન હતી, ત્યારે પણ તે નિયત કુદરતી વ્યવસ્થાનો ભાગ નહોતાં.
  • "શાશ્વત સનાતનવાદ ” માને છે કે વિશિષ્ટ વંશીય જુથો સમગ્ર ઐતિહાસિક પરિવેશમાં લગાતાર હાજર હતાં.
  • સંજોગોની માન્યતા પર આધારિત સનાતનવાદ ” માને છે કે રાષ્ટ્રો અને જુથો બને છે, બદલાય છે, અને સમય જતાં ઇતિહાસમાં અદૃશ્ય થઈ જાય છે. આ વિચારધારાનો મત એવો છે કે વંશીયતાની વિભાવના સામાન્યપણે રાજકીય જૂથો દ્વારા ઉપયોગમાં લેવાયેલું એવું ઓજાર છે જેનાં વડે તેઓ પોતાનાં જૂથ-વિશેષનાં હિત માટે સંપત્તિ, સત્તા, વિસ્તાર કે માન-મોભો જેવાં સંસાધનોને ચાલાકીથી મેળવી શકતાં હતાં. તદનુસાર, વંશીયતાનો ઉદભવ ત્યારે થયો જ્યારે તેને આગળ સામુહિક હિત માટે અને સમાજમાં સ્થાન પામતાં રાજકીય બદલાવો પ્રમાણે બદલાવા માટે સુસંગત ગણવામાં આવી. વંશીયતાના અસ્તિત્વવાદી અર્થઘટનનાં ઉદાહરણો જે બાર્થ, અને સિડનર પાસેથી પણ પ્રાપ્ત થાય છે, તે વંશીયતાને નિરંતર સામાજિક વાટાઘાટો અને વાર્તાલાપો દ્વારા સ્થાપિત લોકોનાં જૂથો વચ્ચે કાયમ બદલાતી સીમા તરીકે જુએ છે.
  • "નિમિત્તવાદી અસ્તિત્વવાદ ", વંશીયતાને પ્રાથમિક સ્વરૂપે જુએ છે અને સાથે એક એવાં સર્વતોમુખી ઓજાર તરીકે જુએ છે જે વિવિધ વંશીય જુથો અને તેમની મર્યાદાને સમયના અનુબંધમાં બાંધે છે, ત્યારે એવો ખુલાસો આપે છે કે વંશીયતા સામાજિક સ્તરીકરણની રચના છે, જેનો અર્થ એવો કરી શકાય કે વંશીયતા વ્યક્તિગત સ્તરીકરણની વ્યવસ્થાનો આધાર છે. ડોનાલ્ડ નોએલ, એક સમાજશાસ્ત્રી જેણે વંશીય સ્તરીકરણના ઉદ્ભવનો સિદ્ધાંત વિકસિત કર્યો છે, તેઓના મત મુજબ વંશીય સ્તરીકરણ “સ્તરીકરણની એક એવી વ્યવસ્થા છે જેમાં કેટલાંક સંબંધિત જૂથ સભ્યપદ (દા.ત. જાતિ, ધર્મ કે રાષ્ટ્રીયતા) ને સામાજિક દરજ્જાઓ આપવા માટે પ્રમુખ માપદંડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે”.[૩૩] વંશીય સ્તરીકરણ ઘણાં બધા વિવિધ પ્રકારના સામાજિક સ્તરીકરણમાનું એક છે, જેમાં સામાજિક-આર્થિક દરજ્જો, જાતિ, કે લિંગ આધારિત સ્તરીકરણનો સમાવેશ થાય છે. ડોનાલ્ડ નોએલના મત મુજબ, વંશીય સ્તરીકરણ ત્યારે જ સ્થાન પામે છે જ્યારે વિશિષ્ટ વંશીય જૂથોને એકબીજાનાં સમ્પર્કમાં લાવવામાં આવે છે, અને માત્ર ત્યારે જ કે જ્યારે તે જૂથોનું નૃવંશ કેન્દ્રવાદ, પ્રતિસ્પર્ધા, અને પરિસ્થિતિ પ્રમાણે સત્તા-સોંપણીનાં ઉચ્ચ પ્રમાણ દ્વારા ચરિત્ર-ચિત્રણ કરવામાં આવે. નૃવંશ કેન્દ્રવાદ પ્રાથમિક રીતે દુનિયાને સ્વયંની સંસ્કૃતિની સાપેક્ષતાથી જોવાની, અને પોતાની સંસ્કૃતિમાં નિહિત સિવાયના બધાં જ જુથોને ઉતારી પાડવાની વૃત્તિ છે. કેટલાંક સમાજશાસ્ત્રીઓ, જેમ કે લૉરેંસ બોબો અને વિંસેંટ હચિંગ્સ, જણાવે છે કે વંશીય સ્તરીકરણ ઉત્પત્તિ વંશીય પૂર્વાગ્રહને લઈને વ્યક્તિગત સ્વભાવ પર અવલંબિત છે, જે નૃવંશ કેન્દ્રવાદના સિદ્ધાંતની સાથે સંબંધ ધરાવે છે.[૩૪] નોએલના સિદ્ધાંતની સાથે આગળ વધીએ, તો એમ કહી શકીએ કે વંશીય સ્તરીકરણના ઉદભવ માટે કેટલાંક અંશે પરિવર્તનશીલ સત્તાની ઉપસ્થિતિ હોવી જ જોઇએ. અન્ય શબ્દોમાં, વંશીય જૂથોની વચ્ચે સત્તાની અસમાનતા એટલે “એ લોકો એવી રીતે અસમાન સત્તા ભોગવી રહ્યા છે કે કોઈપણ વ્યક્તિ આસાનીથી પોતાની મરજી અન્ય વ્યક્તિ પર લાદી શકે છે”.[૩૩] પરિવર્તનશીલ સત્તાની સાથોસાથ, વંશીય કાર્યપ્રણાલીની રીતોમાં મહદ અંશે સ્પર્ધાત્મક સંરચના વંશીય સ્તરીકરણ માટેની એક પૂર્વશરત છે. વિવિધ વંશીય જૂથો એક સહિયારા ઉદ્દેશ્ય માટે સ્પર્ધામાં હોવા જરૂરી છે, જેમ કે સત્તા કે પ્રભાવ, કે ભૌતિક રસ-જેમ કે સંપત્તિ કે વિસ્તાર. લૉરેંસ બોબો અને વિંસેંટ હચિંગ્સનો પ્રસ્તાવ છે કે સ્પર્ધા સ્વ-રુચિ અને વિરોધથી પ્રભાવિત હોવી જોઇએ, અને તેના પરિણામ અનિવાર્ય સ્તરીકરણ અને સંઘર્ષમાં આવવાં જોઇએ.[૩૪]
 • રચનાવાદ ” અસ્તિત્વવાદી અને સનાતનવાદી એમ બન્ને વિચારધારા અપૂર્ણ હોવાનું જુએ છે,[૩૪] અને પાયાની માનવીય દશા તરીકે વંશીયતાની કલ્પનાને નકારી કાઢે છે. તે માને છે કે વંશીય જૂથો માત્ર માનવીય સામાજિક ક્રિયા-પ્રતિક્રિયાની ઊપજ છે, જેને ત્યાં સુધી જ જાળવી રાખવામાં આવશે જ્યાં સુધી તે સમાજમાં પ્રમાણભૂત સામાજિક રચનાઓ તરીકે જાળવી શકાશે.
  • સુધારાવાદી રચનાવાદ " વંશીયતાના ઉદભવને આધુનિક કાળની શરૂઆતમાં થયેલી રાષ્ટ્ર-રાજ્ય માટેની ચળવળ સાથે સાંકળે છે.[૩૫] આ સિદ્ધાંતના પ્રસ્તાવકર્તા, જેમ કે એરિક હોબ્સબૉન, એવી દલીલ રજૂ કરે છે કે વંશીયતા અને વંશીય ગૌરવની કલ્પના, જેવી કે રાષ્ટ્રીયતા, સંપૂર્ણત: આધુનિક શોધ છે, જે દુનિયાના ઇતિહાસમાં માત્ર આધુનિક કાળ દરમ્યાન જ નજરે પડે છે. તેઓ એમ માને છે કે આના પહેલાં, મોટાં ગજાનાં સમાજોનાં નિર્માણમાં વંશીય એકરૂપતાને એક આદર્શ કે જરૂરી પરિબળ ગણવામાં આવતી નહોતી.

વંશીયતા અને જાતિ

[ફેરફાર કરો]

વેબર પહેલાં, જાતિ અને વંશીયતાને કાયમ એક જ વસ્તુના બે પાસાં તરીકે જોવામાં આવતા હતાં. 1900ની આસપાસ અને વંશીયતાની તત્વવાદી અસ્તિત્વવાદી સમજ પ્રભાવ ધરાવતી હતી તે પહેલાં, લોકોની વચ્ચેના સાંસ્કૃતિક ભેદને વારસામાં ઉતરી આવેલાં વિશિષ્ટ લક્ષણો અને વૃત્તિઓ તરીકે જોવામાં આવતાં હતાં.[૩૬] આ એ સમય હતો જ્યારે “વિજ્ઞાન” જેવાં કે મસ્તિષ્ક સામુદ્રિકશાસ્ત્ર માટે એવો દાવો કરવામાં આવતો હતો કે તે જુદી-જુદી વસતીના વર્તણુંક અને સાંસ્કૃતિક લક્ષણોને તેમની બાહ્ય શારીરિક લાક્ષણિકતાઓ, જેવી કે તેમની ખોપરીના આકાર વિગેરેનો એકબીજા સાથે સંબંધ દર્શાવી શકે છે.

વેબર દ્વારા સામાજિક રચનાનો પરિચય વંશીયતા તરીકે આપવામાં આવ્યો તે સાથે જ, જાતિ અને વંશીયતાનો એકબીજાની સાથે વિચ્છેદ થઈ ગયો. જીવ વિજ્ઞાનની રીતે સારી રીતે વ્યાખ્યા કરવામાં આવેલ જાતિઓ અંગેની સામાજિક માન્યતા ટકી રહી. 1950માં, યુનેસ્કો દ્વારા આપવામાં આવેલાં નિવેદન, “ધ રેસ ક્વેશ્ચન”- જાતિ અંગેનો વિવાદ, તે સમયના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વિદ્વાનો (જેમાં એશ્લે મોંટેગ્યુ, ક્લૉડ લેવી-સ્ટ્રૉસ, [[ગન્નર મિર્ડેલ[[]], જુલિયન હક્સ્લી]] વિગેરેનો સમાવેશ થાય છે.), માં એવું સુચન કર્યું હતું કે: “જરૂરી નથી કે રાષ્ટ્રીય, ધાર્મિક, ભૌગોલિક, ભાષાઓનાં, અને સાંસ્કૃતિક જૂથો જાતીય રીતે એક હોય: અને આ પ્રકારના જૂથોનાં સાંસ્કૃતિક વિશિષ્ટ લક્ષણોમાં ક્યાંય જાતીય લક્ષણો સાથે જનનશાસ્ત્રને લગતાં કોઈ સંબંધ જોવામાં આવ્યાં નથી. જ્યારે સામાન્ય બોલચાલમાં “જાતિ” શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આદતનાં જોરે આ પ્રકારની ગંભીર ભૂલો થઈ જતી હોવાને કારણે, જ્યારે માનવીય જાતિઓ વિશે બોલતાં હોઇએ ત્યારે ‘જાતિ’ શબ્દને સમૂળગો પડતો મૂકીને ‘વંશીય જૂથો’ બોલવું સારૂં રહેશે.”[૩૭]

1982માં અમેરિકાના સાંસ્કૃતિક માનવશાસ્ત્રના જ્ઞાતાઓએ, માનવજાતના ફેલાવા પરના ચાલીસ વર્ષનાં સંશોધનોને એકત્ર કરી તારણ આપ્યું કે, જાતીય અને વંશીય શ્રેણીઓ દુનિયાના અલગ-અલગ ભાગમાંથી જુદી-જુદી રીતે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં એકત્ર થયાં તેની પ્રતીકાત્મક નિશાની હતી:

વિરોધી હિતસંબંધીઓ કે જેમણે કામમાં રોકાયેલા વર્ગોને વિભાજિત કર્યાં હતાં તેમણે આગળ જતાં “વંશીય” અને “જાતીય” વ્યક્તિત્વોને વિનંતીઓ દ્વારા વધુ મજબુત બનાવ્યું. આવી અપીલો વિવિધ શ્રેણીઓનાં કામદારોને મજૂર વર્ગના બજારો માટેનાં પગથિયાં ઉપલબ્ધ કરાવે છે, દૂષણ જાહેર કરવામાં આવેલી વસતીને નીચી પાયરી પર ઉતારે છે અને સમૂહમાં ઉચ્ચ સ્થાને બેઠેલાં લોકોને નીચેથી પુરી પડતી પ્રતિસ્પર્ધાની સામે આવરણ ઉપલબ્ધ કરાવે છે. મૂડીવાદ વંશીયતા અને જાતિની એ બધી જ શ્રેષ્ઠતાની રચના નથી કરતું જે કામદારોની શ્રેણીઓ નક્કી કરવા માટે કાર્ય કરે છે. એ તો, તથાપિ, મૂડીવાદ અંતર્ગત કામદારોનાં અભિપ્રેરણની એવી પ્રક્રિયા છે જે આ શ્રેષ્ઠતાને તેનાં અસરદાર મૂલ્યો પ્રદાન કરે છે.

વુલ્ફ અનુસાર, યુરોપિયન વ્યાપાર વિસ્તરણનાં સમયગાળા દરમ્યાન જાતિની રચના અને તેને કાયદેસરતા આપવામાં આવી, અને વંશીય જૂથો મૂડીવાદી વિસ્તરણનાં સમયગાળા દરમ્યાન અસ્તિત્વમાં આવ્યાં.<સંદર્ભ>

આ રીતે બારીકાઈથી જોઇએ તો, જાતિની શ્રેષ્ઠતા વંશીય ભિન્નતા કરતાં કેટલેક અંશે જુદાં સૂચિતાર્થ ધરાવે છે. જાતીય તફાવતો, જેમ કે “ઇંડિયન” કે “આફ્રિકન અમેરિકન”, યુરોપિયન વ્યાપાર વિસ્તરણ દરમ્યાન વસતીઓને તાબામાં લેવાનું પરિણામ છે. શબ્દ “ઇંડિયન”, અને પછી “અમેરિકાના મૂળ નિવાસી”, નવી દુનિયાની જીતવામાં આવેલી વસતી માટે પ્રયોજવામાં આવે છે, જેમાં તેમની વચ્ચેના કોઈ સાંસ્કૃતિક કે શારીરિક તફાવતોને ધ્યાને લેવામાં આવતાં નથી. આ જ રીતે “નિગ્રો”, અને પછીથી “આફ્રિકન અમેરિકન”, શબ્દનો ઉપયોગ પણ સાંસ્કૃતિક અને શારીરિક રીતે ફેરફાર પામેલા આફ્રિકન, એવાં લોકો કે જે ગુલામ તરીકે સુસજ્જ કરવામાં આવતા હતાં, તેમજ ગુલામો માટે કરવામાં આવ્યો. ઇંડિયંસ જીતવામાં આવેલા એવાં લોકો હતાં કે જેમની પાસે જબરદસ્તીથી મજૂરી કરાવાતી હતી કે તેમને ખંડણી તરીકે આપ-લે કરવામાં આવતી હતી; નિગ્રો લોકો “લાકડાં વાઢનારા તેમજ પાણી સિંચનારા” લોકો હતાં, જે હિંસક બળપ્રયોગ દ્વારા મેળવવામાં આવ્યા હતાં અને સખ્તીથી કામ પર લગાવવામાં આવતાં હતાં. આ બન્ને પરિભાષાઓને તદનુસાર પ્રાથમિક એકાગ્રતા માટે એકરૂપ કરી દેવામાં આવી છે, જેનું ઐતિહાસિક તથ્ય એ છે કે આ વસતીને મહારાજાઓના નવાં વર્ગની મદદ માટે ગુલામ બનાવી મજૂરી કરાવવામાં આવતી હતી. એવી જ રીતે, કેટલીક પરિભાષાઓ, જેવી કે “શ્વેત લોકો”, દરેક મોટી શ્રેણીમાં સાંસ્કૃતિક અને શારીરિક તફાવતની અવગણના કરતા અને, કોઇ પણ પ્રકારની બંધારણીય જૂથ રાજનૈતિક, આર્થિક કે વિચારસરણીને લગતી તેની પોતાની ઓળખને નકારતા હતા.
જાતીય પરિભાષાઓ રાજકીય પ્રક્રિયાનું પ્રતિબિંબ પાડતી હતી જેનાથી સમગ્ર ખંડની વસતીને સખ્તીથી વધારાની મજૂરી કરનારાઓ તરીકે બદલી નાંખવામાં આવતા હતાં. મૂડીવાદ અંતર્ગત, આ પરિભાષાઓએ નાગરિક અક્ષમતા સાથેનો પોતાનો સમાયોગ ખોયો નહોતો. તેમણે તો આ પ્રકારના તાબેદાર લોકોમાંથી તથાકથિત વંશ ઉદગમને બોલાવવાનું જારી રાખ્યું હતું જેથી મજૂરોની બજારનાં ઉપલાં સ્તરથી કલ્પિત વંશજોને દૂર રાખી શકાય. “ઇન્ડિયંસ” અને “નિગ્રોસ” ને તેથી ઔદ્યોગિક સેનાના નિમ્ન કોટીનાં હોદ્દા પર રાખવામાં આવ્યાં કે ઔદ્યોગિક અનામતમાં દબાયેલાં રાખવામાં આવ્યા. મૂડીવાદ અંતર્ગત જાતીય શ્રેણીઓનાં કાર્યકલાપોને બહિષ્કૃત ગણવામાં આવતા હતાં. તેઓ જૂથોની નિંદા કરતા હતાં જેથી તેમને વધુ મહેનતાણું આપતી નોકરીઓથી બાકાત રાખી શકાય અને તેમના દેહાંતદંડ માટે જરૂરી માહિતીની પહોંચથી દૂર રાખી શકાય. તેઓ વધુ ફાયદાકારક મજૂરોને નીચેથી પૂરી પડતી પ્રતિસ્પર્ધાથી દૂર રાખતા હતાં, જેથી નોકરીદાતાઓ માટે દૂષિત લોકોનો સસ્તાં વિકલ્પ તરીકે કે હડતાલ પર ઊતરેલા કામગારની જગ્યાએ કામ કરનાર તરીકે ઉપયોગ કરવો મુશ્કેલ બની જાય. આખરે, તેઓ આ પ્રકારનાં જૂથોની શક્તિને નબળી પાડી દેતાં હતા જેથી તેઓને તેમનાં પોતાનાં જોરે રાજકીય રીતે એકત્ર કરીને અવારનવાર કામે લગાડી શકાય અને એ રીતે તેમની વચ્ચે પરસ્પરની સ્પર્ધાને અપૂરતાં અને સ્થળાંતર પામતાં સંસાધનો માટે સઘન બનાવી શકાય.
જ્યારે જાતિની શ્રેણીઓ પ્રાથમિક રીતે લોકોને ઔદ્યોગિક સૈન્યમાં નિમ્ન સ્તરના જૂથો સુધી સીમિત રાખવા સિવાય બધાંથી બાકાત રાખતી હતી, વંશીય શ્રેણીઓ એવાં રસ્તા દર્શાવતી હતી કે કોઈ ખાસ વર્ગના લોકો આગળ આવીને તેમને સોંપવામાં આવતા કામદાર બજારનાં વિભાગો સાથે પોતાનો સંબંધ સ્થાપિત કરે. આ પ્રકારની શ્રેણીઓ બે સ્ત્રોતમાંથી બહાર આવતી હતી, એક જે જૂથ હોય તેની બહારથી, અને બીજું આંતરિક. જેમ દરેક જૂથ ઔદ્યોગિક પ્રક્રિયામાં પ્રવેશ કરતું હતું, બહારના લોકો તેને કલ્પિત મૂળની પરિભાષામાં શ્રેણીબદ્ધ કરી શકતા હતાં અને કામદાર બજારનાં કોઈ ખાસ વિભાગ સાથે તેની સામ્યતાની ધારણા બાંધી લેતા હતાં. બરાબર એ જ સમયે, જૂથનાં સભ્યો આપમેળે જ જૂથમાં સભ્યપદની મૂલવણી કરવા આવી જતાં જેની વ્યાખ્યા આર્થિક અને રાજકીય દાવાઓ કરવાં માટેની યોગ્યતા તરીકે કરવામાં આવતી હતી. આવી વંશીયતાઓ ઔદ્યોગિક રંગરૂટોની સાથે શરૂઆતની સ્વ-ઓળખમાં જવલ્લે જ ઐક્યતા સાધી સકતી, કેમ કે તે પોતાને જર્મન કરતાં સવિશેષ હેનોવેરિયંસ કે બવેરિયંસ તરીકે જોતાં, પોલ્સ કરતાં તેમનાં ગામનાં સભ્યો કે તેમનાં પેરિશ (ઑકિલોકા )ના, અને "ન્યાસાલેન્ડર્સ" કરતાં વધુ ટોંગા કે યાઓ તરીકે વધુ વિચારતાં હતાં. જેમ વધારે વ્યાપક શ્રેણીઓ બહાર આવવા લાગી, માત્ર કેટલાંક ખાસ મજૂર-જૂથોને જ કામદાર બજારો સુધી પહોંચવાનો લાભ મળ્યો અને તેઓએ પોતાની એ પહોંચને સામાજિક અને રાજકીય એમ બન્ને રીતે પ્રતિકાર કરવાના સંસાધન તરીકે ગણવા માંડી. આ વંશીયતાને એટલે જ “આદિકાળથી અસ્તિત્વ ધરાવતી” સામાજિક સગપણ સંબંધ ગણવામાં આવતી નથી. તેઓ તો મૂડીવાદી પ્રથા હેઠળ કામદાર બજારનાં વર્ગીકરણની ઐતિહાસિક પેદાશ છે. એરિક વુલ્ફ, 1982, “યુરોપ એન્ડ ધ પીપલ વિધાઉટ હિસ્ટ્રી ”, બર્કલે: યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા પ્રેસ. 380-381 </સંદર્ભ>

અનેક વખત, વંશીયતા સહિયારી સંસ્કૃતિ, ભાષાની, આચરણ કે ધાર્મિક વૃત્તિને સૂચિત કરે છે. દાખલા તરીકે, કોઈને પણ જ્યુઈશ કે આરબ કહેવું એટલે તરત જ ભાષા, ધર્મ, સાંસ્કૃતિક અને જાતીય લક્ષણો જે પ્રત્યેક વંશીય શ્રેણીમાં એક સમાન હોય છે, તેને સંબોધન આપ્યું કહેવાય. આ પ્રકારની વિસ્તૃત વંશીય શ્રેણીઓને દીર્ઘ વંશીયતા તરીકે પણ પરિભાષિત કરવામાં આવે છે.[૩૮] આ તેને નાનાં, વધારે વિષયાત્મક વંશીય લક્ષણો, જેને અનેક વખત સૂક્ષ્મ વંશીયતા તરીકે ઓળખવામાં આવે છે, કરતાં અલગ પાડે છે.[૩૯][૪૦]

વંશીયતા અને રાષ્ટ્ર

[ફેરફાર કરો]

કેટલાંક કિસ્સાઓમાં, ખાસ કરીને જેમાં આંતરરાષ્ટ્રીય સ્થાનાંતર, કે વસાહતોનો ફેલાવો સામેલ હોય, ત્યાં વંશીયતાને રાષ્ટ્રીયતા સાથે જોડવામાં આવે છે. માનવશાસ્ત્રના જ્ઞાતાઓ અને ઇતિહાસકારો, અર્નેસ્ટ ગેલનર[૪૧] અને બેનેડિક્ટ એન્ડર્સન[૪૨] દ્વારા સુચવવામાં આવેલી વંશીયતાની આધુનિકતાવાદી સમજને અનુસરતાં, રાષ્ટ્રો અને રાષ્ટ્રીયતાને, સત્તરમી સદીમાં આધુનિક રાજ્ય વ્યવસ્થાનાં ઉદભવની સાથે વિકાસશીલ વસ્તુ તરીકે જુવે છે. તે અંતમાં “રાષ્ટ્ર-રાજ્યો” ના ઊગમમાં પરિણમી, જેમાં રાષ્ટ્રની સંભવનીય સીમાઓ (કે કેવળ કલ્પનાતીત થતી) ને રાજ્યની સીમાઓ સાથે એક ગણાવી. એટલે, પશ્ચિમમાં, રાષ્ટ્ર અને જાતિની જેમ જ, યુરોપિયન વસાહતોના વિસ્તરણના સંદર્ભમાં વંશીયતાની કલ્પનાનો વિકાસ એવાં સમયે થયો, જ્યારે વાણિજ્યવાદ અને મૂડીવાદ લોકોની વૈશ્વિક હિલચાલને પ્રોત્સાહન પુરું પાડી રહ્યાં હતાં અને બરાબર એ જ સમયે રાજ્યની સીમાઓને વધુ સ્પષ્ટ અને જડતાથી નક્કી કરવામાં આવી રહી હતી. ઓગણીસમી સદીમાં, આધુનિક રાજ્યો સામાન્યપણે કાયદેસર રીતે “રાષ્ટ્રો” નું પ્રતિનિધિત્વ ધરાવવા માગતા હતાં. જો કે, રાષ્ટ્ર-રાજ્યો, સ્થિરપણે એવી વસતીનો સમાવેશ કરતા જતાં હતા જેને એક યા અન્ય કારણસર રાષ્ટ્રીય જીવનમાંથી બાકાત રાખવામાં આવ્યાં હોય. બાકાત કરવામાં આવેલાં જૂથોનાં સભ્યો, તેથી, કાં તો સમાનતાના આધારે સમાવેશ કરવાની માંગ કરતા હતાં, અથવા તો સ્વાયત્તતા ઇચ્છતા હતાં, ક્યારેક તો પોતાનાં જ રાષ્ટ્ર-રાજ્યમાં સંપૂર્ણ રાજકીય વિચ્છેદ સુધીની માંગ કરતા હતાં.[૪૩] આ પરિસ્થિતિ અંતર્ગત – જ્યારે લોકો એક રાજ્યથી બીજા રાજ્યમાં સ્થાનાંતર કરે,[૪૪] કે એક રાજ્યને જીતી લે, લોકોને તેમની રાષ્ટ્રીય સીમાથી અલગ રાખીને તેઓની વસાહતો ઉભી કરે – ત્યારે એવાં લોકો દ્વારા વંશીય જૂથો બનાવવામાં આવતા હતાં જેમની ઓળખ તો એક રાષ્ટ્ર સાથે હોય પરંતુ તે અન્ય રાજ્યમાં નિવાસ કરતાં હોય.

નૃવંશ રાષ્ટ્રીય સંઘર્ષ

[ફેરફાર કરો]

ક્યારેક વંશીય જૂથો પૂર્વગ્રહયુક્ત મનોવૃત્તિના અને રાજ્ય કે તેના ઘટકોનાં શિકાર બની જતાં હતાં. વીસમી સદીમાં, લોકોએ એવી દલીલ કરવાની શરૂઆત કરી કે વંશીય જૂથો વચ્ચે કે વંશીય જૂથોનાં સભ્યો અને રાજ્ય વચ્ચેનાં સંઘર્ષોને બે માંથી એક પ્રકારે ઉકેલી શકાય અને ઉકેલવો જોઇએ. જુર્ગેન હેબર્મસ અને બ્રુસ બેરી જેવાં કેટલાંકે એવી દલીલ કરી કે આધુનિક રાજ્યોની કાયદેસરતા સ્વાયત્ત વ્યક્તિગત વિષયોનાં રાજકીય અધિકારોની કલ્પના પર આધારિત હોવી જોઇએ. આ વિચાર પ્રમાણે, રાજ્ય દ્વારા વંશીય, રાષ્ટ્રીય કે જાતીય ઓળખનો સ્વીકાર કરવાને બદલે બધાં જ વ્યક્તિઓને રાજકીય અને કાયદેસરની સમાનતા લાગુ થાય તેવાં પ્રયત્નો થવા જોઇએ. ચાર્લ્સ ટેલર અને વિલ કાઈમ્લિકા જેવાં, અન્યની દલીલ છે કે સ્વાયત્ત વ્યક્તિત્વની કલ્પના પોતાનામાં જ એક સાંસ્કૃતિક રચના છે. આ મત મુજબ, રાજ્યોએ વંશીય ઓળખને માન્ય કરવી જોઇએ અને એવી પ્રક્રિયાઓ વિકસાવવી જોઇએ કે જેનાં દ્વારા વંશીય જૂથોની વિશેષ જરૂરિયતોને રાષ્ટ્ર-રાજ્યની સીમાઓમાં સમાવિષ્ટ કરી શકાય.

જ્યારે જાતિ અંગેની વિભાવના રાષ્ટ્રીયતા સાથે સૌ પ્રથમ જર્મન સિદ્ધાંતકાર જોહાન્ન ગોટ્ફ્રાઈડ વૉન હર્ડર દ્વારા સંલગ્વીન કરવામાં આવી ત્યારે ઓગણીસમી સદીએ વંશીય રાષ્ટ્રીયતાની રાજકીય વિચારધારાનો વિકાસ જોયો. એવાં બનાવો કે જ્યાં ઇતિહાસ કે ઐતિહાસિક સંદર્ભોને જ્યાં સમાજો દ્વારા વંશીય જોડાણો પર ધ્યાન કેંદ્રિત કરવામાં આવ્યું હોય ત્યાંથી દલીલો દ્વારા પ્રયત્નપૂર્વક દૂર રાખવાના પ્રયાસો કરવામાં આવ્યાં હોય, રાષ્ટ્રવાદી લક્ષ્યોને ન્યાય આપવામાં પરિણ્મ્યાં છે. આ બાબતને લગાતાર ઉદાહરણ તરીકે આલેખવા જે બે સમયગાળાને જોવામાં આવે છે તેમાં ઓગણીસમી સદીમાં જર્મન સામ્રાજ્યને મજબૂત કરવા અને વિસ્તરણ કરવા તેમજ વીસમી સદીમાં ત્રીજા (બહોળા જર્મન) રીચ મહત્વનાં છે. દરેકે સમગ્ર વંશીય વિચાર પ્રોત્સાહિત કર્યો કે આ સરકારો માત્ર એવી જમીન સંપાદન કરી રહી છે જે વંશીય જર્મનો દ્વારા રહેવા માટે ઉપયોગમાં લેવાતી હતી. રાષ્ટ્ર-રાજ્યના નમુનામાં મોડેથી પ્રવેશ કરનારાઓનો ઇતિહાસ, જેમ કે જે લોકો પૂર્વ નજીક અને દક્ષિણ પૂર્વીય યુરોપમાં ઑટોમન અને ઑસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્યનાં વિઘટન બાદ બહાર આવનારા, તેમજ જે લોકો પૂર્વ યુએસએસઆરમાંથી બહાર આવતા હતાં, તેઓ આંતર-વંશીય સંઘર્ષો દ્વારા નિશાનીબદ્ધ છે. આવાં સંઘર્ષો સામાન્યપણે બહુ-વંશીય રાજ્યોમાં જ, વિશ્વના અન્ય ભાગોની જેન જ, તેમની વચ્ચેના વિરોધને કારણે બનતા હતાં. એટલે, આ સંઘર્ષો જ્યારે તે બહુ-વંશીય રાજ્ય અંતર્ગત આંતર-વંશીય સંઘર્ષ હોય ત્યારે તેને ખોટી રીતે આંતર વિગ્રહ તરીકે ગેરમાર્ગે દોરે તે રીતે ચીતરવામાં આવતા હતાં.

ચોક્કસ દેશોમાં વંશીયતા

[ફેરફાર કરો]

યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં, “વંશીયતા” શબ્દનો ઉપયોગ અન્ય કેટલાંક દેશોમાં કરવામાં આવે છે તેનાં કરતાં ઘણાં વિસ્તૃત અર્થમાં ઉપયોગમાં લેવાય છે. વંશીયતાને સામાન્ય સંદર્ભમાં સંબંધિત જૂથોની સામૂહિકતા સાથે, જેનો સંબંધ રાજકીય સીમાઓ કરતાં વધુ તો આકાર વિજ્ઞાન, ખાસ કરીને ચામડીનાં રંગ સાથે જોડવામાં આવે છે. આ હેતુ માટે “રાષ્ટ્રીયતા” શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે વધુ કરવામાં આવે છે (દા.ત. ઈટાલીયન, જર્મન, ફ્રેંચ, રશિયન, જાપાનીઝ, વગેરે રાષ્ટ્રીયતાઓ છે.) યુ,એસ. માં સૌથી વધુ તો, લેટિન અમેરિકનમાંથી ઉતરી આવેલી વસતીને “હિસ્પેનિક” કે “લેટિનો” વંશીયતા ધરાવતાં જૂથો તરીકે ઓળખવામાં આવે છે. પહેલાં ઑરિએંટલ વંશીય જૂથો તરીકે નક્કી કરવામાં આવેલાં ઘણાં બધા જૂથોને ગણતરીમાં લઈ શકાય તે માટે હવે એશિયન જાતીય જૂથો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.

બ્લેક” અને “આફ્રિકન અમેરિકન” આ પરિભાષાઓ, અલગ-અલગ હોવા છતાં, બન્નેને યુ.એસ. માં વંશીય શ્રેણીઓ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. 1980નાં દશકનાં ઉત્તરાર્ધમાં “આફ્રિકન અમેરિકન” શબ્દને સૌથી ઉપયુક્ત અને રાજકીય રીતે સાચી જાતીય ઉપાધિ તરીકે મૂકવામાં આવ્યો હતો.[૪૫] જ્યારે તેને ઘણીવાર “અશ્વેત જાતિ” ના ઐતિહાસિક વિચારો સાથે જોડાયેલાં અમેરિકાના ભૂતકાળની જાતીય અસમાનતાઓથી દૂર લઈ જવાનો હેતુપૂર્વકનો ઈરાદો કરવામાં આવ્યો, ત્યારે તે બ્લેક, કલર્ડ, નિગ્રો, અને તેના જેવી અનેક પરિભાષાઓ માટે સરળતાથી વપરાશમાં લઈ શકાય તેવો શબ્દ બની ચુક્યો હતો, જે કોઈપણ ઘેરાં રંગની ચામડી ધરાવતાં વ્યક્તિને તેનાં ભૌગોલિક વંશ ઉદગમથી પર રહીને ઉલ્લેખ કરતો હતો. એવી જ રીતે, આફ્રિકાથી આવેલાં હળવા રંગની ચામડી ધરાવતાં અમેરિકનોને “આફ્રિકન અમેરિકન” ગણવામાં આવતાં નથી. ઘણાં બધાં આફ્રિકન અમેરિકનો બહુજાતિય હોય છે. અડધાંથી પણ વધારે આફ્રિકન અમેરિકંસ એક પેઢીની સમકક્ષનું યુરોપીય કુળ ધરાવતાં હોય છે, અને પાંચ ટકા મૂળ અમેરિકન કુળ ધરાવે છે જે લગભગ એક પેઢી સુધી આગળ જાય છે.[૪૬]

“શ્વેત” શબ્દ સામાન્યપણે એવાં લોકોને વર્ણવે છે જેમનાં કુળને યુરોપ સુધી લંબાવી શકાય છે જેમાં યુરોપિયન લોકો જ્યાં આવીને વસ્યા છે તેવા દેશો જેવાં કે આર્જેંટીના, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીલી, ક્યુબા, ન્યુઝીલેંડ, અને સાઉથ આફ્રિકા અને અન્ય ઘણાં બધાં દેશોનો સમાવેશ કરી શકાય.) અને જેઓ હવે યુનાઇટેડ સ્ટેટ્સમાં વસે છે. મધ્ય પૂર્વીય લોકોનો પણ ક્યારેક “શ્વેત” ની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવે છે. આમાં દક્ષિણ પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકા, તેમજ, આરબ રાષ્ટ્રો, ઈરાન, અફઘાનિસ્તાન, અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. ઉપરોક્ત દર્શાવવામાં આવેલાં બધાને, યુ.એસ. વસતી ગણતરીના વર્ગીકરણ મુજબ, “શ્વેત” જાતીય જૂથ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ શ્રેણીઓને બે જૂથોમાં વિભાજિત કરવામાં આવી છે: હિસ્પેનિક્સ અને નૉન-હિસ્પેનિક્સ ( દા.ત. શ્વેત નૉન-હિસ્પેનિક અને શ્વેત હિસ્પેનિક.) જો કે પૂર્વ એશિયાનાં લોકોની ચામડી વિશિષ્ટ પ્રકારે હળવો રંગ ધરાવતી હોય છે, એટલે તેમનાં મોંગોલોઇડ મૂળના કારણે “શ્વેત” તરીકે તેમનો સમાવેશ કરવામાં આવતો નથી, જે જાતીય જૂથોનાં સામાજિક-રચનાના લક્ષણને પ્રતિબિંબિત કરે છે.

યુનાઇટેડ કિંગડમમાં, ઔપચારિક અને અનૌપચારિક, ઘણાં અલગ-અલગ વંશીય વર્ગીકરણોને, ઉપયોગમાં લેવાય છે. કદાચ સૌથી વધારે સ્વીકૃત રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર વર્ગીકરણ છે, જે 2001માં ઈંગ્લેંડ અને વેલ્સની (વંશીયતા (યુનાઇટેડ કિંગડમ) જુઓ) વસતી ગણતરી માં ઉપયોગમાં લેવાયેલાને બરાબર મળતું આવે છે. શ્વેત બ્રિટીશ વર્ગીકરણનો ઉપયોગ મૂળ બ્રિટીશ લોકોનાં સંદર્ભમાં ઉપયોગ કરવામાં આવે છે. ઑરિએંટલ શબ્દનો ઉલ્લેખ ચીન, જાપાન, કોરિઆ અને પેસિફિક કિનારાનાં લોકોનાં સંદર્ભમાં કરવામાં આવે છે જ્યારે એશિયન શબ્દ ભારતીય ઉપખંડ; ભારત, પાકિસ્તાન અને બાંગ્લદેશીય લોકોનો ઉલ્લેખ સૂચવે છે.

ચીનમાં અધિકૃત રીતે 56 વંશીય જૂથો ઓળખી કાઢવામાં આવ્યાં છે, જેમાં સૌથી મોટું હાન ચાઈનીઝ છે. ઘણી વંશીય લઘુમતિઓએ પોતાની સંસ્કૃતિ, ભાષા અને ઓળખ જાળવી રાખી છે, જો કે કેટલીક વધુ પશ્ચિમી બની રહી છે. હાન-ચાઈનીઝ ચીનનાં મોટા ભાગનાં વિસ્તારોમાં, વસ્તીને લગતાં વિજ્ઞાન અને રાજકીય રીતે વર્ચસ્વ ધરાવે છે, જો કે તિબેટ અને ઝિનજિયાંગ પ્રાંતમાં કે જ્યાં હાન હજુ પણ લઘુમતિમાં છે, ઓછું વર્ચસ્વ ધરાવે છે. હાન ચાઈનીઝ એકમાત્ર એવું વંશીય જૂથ છે જે એક-બાળકની નીતિને સ્વીકારીને ચાલે છે. (વધુ વિગતો માટે, ચીનમાં વંશીય જૂથોની સૂચિ અને ચીનમાં વંશીય લઘુમતિઓની સૂચિ જુઓ).

ફ્રાંસમાં, સરકાર વંશીય શ્રેણીઓની સાથે વસતી ગણતરીની વિગતો એકત્ર કરતી નથી. વિચી શાસનના ભ્રષ્ટાચારોની યાદમાં ધારાસભાએ સરકારને વંશીય વસતીના આંકડાઓને એકત્ર કરવાં, તેને જાળવી રાખવાં કે તેનો ઉપયોગ કરવાથી રોકવા માટેના કાનૂન માટેનાં ખરડાંઓ પસાર કર્યાં હતાં.[૪૭] ઢાંચો:Reference necessary.

ભારતમાં, વંશીય શ્રેણીઓની સરકાર દ્વારા ઓળખ કરવામાં આવતાં નથી. વસતીને, 1652 બોલાતી માતૃભાષાઓ અને/અથવા 645 અનુસૂચિત જાતિઓ કે જેમાં વ્યક્તિઓ સભ્ય હોય છે, તેનાં આધારે વર્ગીકૃત કરવામાં આવે છે.

રશિયામાં, ટોફલર કે ટોફ લોકો જે સાઈબેરિયા વિસ્તારના ટોફેલેરિયામાં વસે છે, તેમને વિશ્વના સૌથી નાના વંશીય જૂથ તરીકે માનવામાં આવે છે. [સંદર્ભ આપો]

 1. સ્મિથ 1987ઢાંચો:Page number
 2. માર્કસ બેંક્સ, એથ્નિસિટી: એંથ્રોપોલોજિકલ કંસ્ટ્રક્શંસ (1996), પી. 151 “એથ્નિક ગ્રુપ્સ” ઈંવેરિએબલી સ્ટ્રેસ કૉમન એંસેસ્ટ્રી ઑર એન્ડોગેમી”.
 3. "એંથ્રોપોલોજી. The study of ethnicity, minority groups, and identity," Encyclopaedia Britannica, 2007. ધ સ્ટડી ઑફ એથ્નિસિટી, માઈનૉરિટી ગ્રુપ્સ, એન્ડ આઈડેંટિટી," એંસાઈક્લોપિડીયા બ્રિટાનિકા, 2007.
 4. Bulmer, M. (1996). "The ethnic group question in the 1991 Census of Population". માં Coleman, D and Salt, J. (સંપાદક). Ethnicity in the 1991 Census of Population. HMSO. પૃષ્ઠ 35.CS1 maint: multiple names: editors list (link)
 5. સ્ટેટીસ્ટીક્સ કેનેડા[હંમેશ માટે મૃત કડી]
 6. ફ્રેડરીક બાર્થ એડ. 1969 એથ્નિક ગ્રુપ્સ એન્ડ બાઉંડ્રીઝ: ધ સોશ્યલ ઑર્ગેનાઈઝેશન ઑફ કલ્ચરલ ડિફરેંસ; એરિક વુલ્ફ 1982 યુરોપ એન્ડ ધ પિપલ વિધાઉટ હિસ્ટ્રી પી.381
 7. હૉબ્સબૉવ્મ એન્ડ રેંજર (1983), ધ ઈંવેંશન ઑફ ટ્રેડીશન , સાઈડર 1993 લુમ્બી ઇંડિયન હિસ્ટ્રીઝ .
 8. સિડનર,(1982), એથ્નિસિટી, લેંગ્વેજ, એંડ પાવર ફ્રોમ અ સાઈકોલિંગ્વિસ્ટીક પર્સ્પેક્ટીવ , પીપી. 2-3
 9. ગીર્ત્ઝ, ક્લિફર્ડ, ઇડી. (1967) Old Societies and New States: The Quest for Modernity in Africa and Asia . ઑલ્ડ સોસાયટીઝ એંડ ન્યુ સ્ટેટ્સ: ધ ક્વેસ્ટ ફોર મૉડ્ર્નિટી ઈન આફ્રિકા એન્ડ એશિયા . ન્યુયોર્ક: ધ ફ્રી પ્રેસ.
 10. કોહેન, એબ્નર (1969) કસ્ટમ એંડ પૉલિટીક્સ ઈન અર્બન આફ્રિકા: અ સ્ટડી ઓફ હૌસા માઈગ્રંટ્સ ઈન અ યોરુબા ટાઉન. લંડન: રાઉટ્લેજ એન્ડ કેગન પૉલ.
 11. એબ્નર કોહેન (1974) ટુ ડાઈમેંશનલ મેન: એન એસ્સે ઓન પાવર એન્ડ સિમ્બોલિઝ્મ ઈન કોમ્પ્લેક્ષ સોસાયટી . લંડન: રાઉટ્લેજ એન્ડ કેગન પૉલ.
 12. જે. હચીંસન એન્ડ એ.ડી. સ્મિથ(ઈડીએસ.), ઓક્સ્ફર્ડ રીડર્સ: એથ્નિસિટી (ઓક્સ્ફર્ડ 1996), “ઈંટ્રોડક્શન”, 8-9
 13. ગેલનર, અર્નેસ્ટ (1983) નેશંસ એન્ડ નેશનાલિઝ્મ . ઓક્ષ્ફોર્ડ: બ્લેકવેલ.
 14. અર્નેસ્ટ ગેલનર (1997) નેશનાલિઝ્મ. લંડન: વિડનફિલ્ડ એન્ડ નિકલસન.
 15. સ્મિથ એંથની ડી. (1986) ધ એથ્નિક ઓરીજિંસ ઓફ નેશંસ. ઓક્ષ્ફર્ડ: બ્લેકવેલ.
 16. એંથની સ્મિથ (1991) નેશનલ આઇડેંટિટી . હાર્મંડ્સ્વર્થ: પેંગ્વિન.
 17. ટી.એચ. એરિક્સન “એથ્નિક આઈડેંટિટી, નેશનલ આઈડેંટિટી એન્ડ ઈંટર્ગ્રુપ કોંફ્લિક્ટ: ધ સિગ્નિફિકેંસ ઓફ પર્સનલ એક્સપિરીયંસિઝ” ઈન એશ્મોર, જુસ્સિમ, વિલ્ડર(ઈડીએસ.): સોશ્યલ આઈડેંટિટી, ઈંટરગ્રુપ કોંફ્લિક્ટ, એન્ડ કોંફ્લિક્ટ રીડક્શન , પીપી. 42-70. ઓક્ષ્ફર્ડ: ઓક્ષ્ફર્ડ યુનિવર્સિટી પ્રેસ’. 2001
 18. ઓક્ષ્ફર્ડ ઈંગ્લિશ ડિક્ષનરી સેકંડ એડીશન, ઑનલાઈન વર્ઝન એઝ ઓફ 2008-01-12, "એથ્નિક, એ. એન્ડ એન.". સાઇટ્સ સર ડેનિયલ વિલસન, ધ આર્કિયોલોજી એન્ડ પ્રિહિસ્ટોરિક એનલ્સ ઓફ સ્કોટલેન્ડ 1851' (1863)
 19. ઓક્ષ્ફર્ડ ઈંગ્લિશ ડિક્ષનરી સેકંડ એડીશન, ઑનલાઈન વર્ઝન એઝ ઓફ 2008-01-12, "એથ્નિક, એ. એન્ડ એન.". સાઈટીંગ હક્ષલે એન્ડ હેડ્ડન(1935), વી યુરોપિયંસ, પીપી. 136,181
 20. કોહેન, રોનાલ્ડ. (1978) "એથ્નિસિટી: પ્રોબ્લેમ એન્ડ ફોકસ ઈન એંથ્રોપોલોજી” એન્ન.રેવ.એંથ્રોપોલ. 1978. 7:379-403
 21. ગ્લેઝર, નેથન અને ડેનિઅલ પી. મોયનીહન (1975) એથ્નિસિટી – થિયરી એન્ડ એક્સપિરીયંસ, કેમ્બ્રીજ, માસ. હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ
 22. Oxford English Dictionary Second edition, online version as of 2008-01-12, "ethnic, a. and n."
 23. વૉલમેન,એસ. "એથ્નિસિટી રીસર્ચ ઈન બ્રિટેન", કરંટ એંથ્રોપોલોજી , વી. 18, એન. 3, 1977, પીપી. 531–532.
 24. એરિક્સન 1993 પી. 2
 25. મેક્સ વેબર [1922]1978 ઈકોનોમી એન્ડ સોસાયટી ઇડીએસ. ગ્યુંથર રોથ એન્ડ ક્લૌસ વિટ્ટીક્, ટ્રાંસ. એફ્રૈમ ફિસ્કોફ , વોલ્યુમ. 2 બર્કલે: યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયા પ્રેસ, 389
 26. બેન્ટોન, માઈકલ. (2007) "વેબર ઓન એથ્નિક કોમ્યુનિટીઝ: અ ક્રિટીક", નેશંસ એન્ડ નેશનાલિઝ્મ 13 (1), 2007, 19–35.
 27. ૨૭.૦ ૨૭.૧ ૨૭.૨ ૨૭.૩ ૨૭.૪ રોનાલ્ડ કોહેન 1978 “એથ્નિસિટી: પ્રોબ્લેમ એન્ડ ફોકસ ઈન એંથ્રોપોલોજી”, એન્યુઅલ રિવ્યુ ઓફ એંથ્રોપોલોજી 7: 383 પાલો અલ્ટો: સ્ટેનફોર્ડ યુનિવર્સિટી પ્રેસ સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "cohen" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
 28. જોઆન વિંસેંટ 1974, "ધ સ્ટ્રક્ચર ઓફ એથ્નિસિટી ઇન હ્યુમન ઑર્ગેનાઈઝેશન 33(4): 375-379
 29. (Smith 1999, p. 12)
 30. ૩૦.૦ ૩૦.૧ ડેલંટી, જેરાર્ડ એન્ડ ક્રિશન કુમાર (2006) ધ સેજ હેંડબૂક ઓફ નેશંસ એન્ડ નેશનાલિઝ્મ. સેજ. આઈએસબીએન 1-41290101-4 p. 171
 31. ૩૧.૦ ૩૧.૧ ૩૧.૨ ૩૧.૩ (Smith 1999, p. 13)
 32. ઇંટ્રોડક્શન ટુ સોશિયોલોજી, 7th એડીશન. એંથની જીડેંસ, મિશેલ ડુનિઅર, રિચાર્ડ એપલબૉમ, ડેબ્રાહ કાર
 33. ૩૩.૦ ૩૩.૧ Noel, Donald L. (1968). "A Theory of the Origin of Ethnic Stratification". Social Problems. 16 (2): 157–172. doi:10.1525/sp.1968.16.2.03a00030.CS1 maint: ref=harv (link)
 34. ૩૪.૦ ૩૪.૧ ૩૪.૨ Bobo, Lawrence; Hutchings, Vincent L. (1996). "Perceptions of Racial Group Competition: Extending Blumer's Theory of Group Position to a Multiracial Social Context". American Sociological Review. American Sociological Association. 61 (6): 951–972. doi:10.2307/2096302.CS1 maint: multiple names: authors list (link) CS1 maint: ref=harv (link)
 35. (Smith 1999, pp. 4–7)
 36. બેંટન માઈકલ. (2007) "વેબર ઓન એથ્નિક કમ્યુનિટીઝ: અ ક્રિટિક", નેશંસ એન્ડ નેશનાલિઝ્મ 13 (1), 2007, 19–35.
 37. એ. મેટ્રોક્ષ (1950) "યુનાઈટેડ નેશંસ ઈકોનોમિક એન્ડ સિક્યુરિટી કાઉંસિલ સ્ટેટમેંટ બાય એક્ષ્પર્ટ્સ ઓન પ્રોબ્લેમ્સ ઓફ રેસ", અમેરિકન એંથ્રોપોલોજિસ્ટ 53(1): 142-145)
 38. મારિયા રોસ્તવોરોવસ્કી, "ધ ઈંકાઝ" સંગ્રહિત ૨૦૧૦-૧૦-૧૭ ના રોજ વેબેક મશિન, પેરૂ કલ્ચર
 39. "પેરૂ કલ્ચર, માઈક્રો એથ્નિસિટી ઈન ફિલોલોજિકલ એથ્નોહિસ્ટ્રી" (PDF). મૂળ (PDF) માંથી 2014-05-27 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-10.
 40. ક્રિસ્ટોફર લાર્કોશ, “જે મે સોવિએંસ...ઔસ્સી: માઈક્રોએથ્નોસિટી એન્ડ ધ ફ્રેજીલિટી ઓફ મેમરી ઈન ફ્રેંચ-કેનેડીયન ન્યુ ઈંગ્લેંડ” સંગ્રહિત ૨૦૧૦-૦૫-૨૮ ના રોજ વેબેક મશિન ટોપિઆ: જર્નલ ફોર કેનેડીયન કલ્ચરલ સ્ટડીઝ , ઈસ્યુ 16 (ટોરોંટો, 2006). પીપી. 91-108
 41. ગેલનર 2006 નેશંસ એન્ડ નેશનાલિઝ્મ બ્લેકવેલ પબ્લિશિંગ
 42. એન્ડર્સન 2006 ઈમેજીંડ કોમ્યુનિટીઝ વર્સન
 43. વૉલ્ટર પોહ્લ, “કંસેપ્શંસ ઓફ એથ્નિસિટી ઈન અર્લી મિડાઈવલ સ્ટ્ડીઝ", ડીબેટીંગ ધ મિડ્ડલ એજિસ: ઈસ્યુઝ એન્ડ રીડીંગ્સ , એડ. લેસ્ટર કે. લિટ્ટલ એન્ડ બાર્બરા એચ. રોસેનવિન, (બ્લેકવેલ), 1998, પીપી 13-24, એવી નોંધ કરે છે કે ઇતિહાસકારોએ 19મી સદીનાં રાષ્ટ્ર-રાજ્યોને જન્મ અને વિકાસનાં જીવવિજ્ઞાની રૂપકો લગાવીને સમયની દૃષ્ટીએ પછાત હોવાનાં વિચારને પ્રકાશિત કર્યો હતો: “કે સ્થાનાંતરણ સમયગાળા દરમ્યાન લોકોને પરાક્રમી કહેવવા (કે ક્યારેક બ્રુટિશ) સાથે કંઈ લાગતું વળગતું નહોતું, તેને હવે ઇતિહાસકારો સ્વીકારતાં થયાં છે” એવું તેમણે નોંધ્યું છે. મધ્યકાલીન સમયની શરૂઆતનાં લોકો ધાર્યાં કરતાં ઓછાં દેશી હતાં, અને પોહ્લ આ બાબતે રીનહાર્ડ વેંસ્કુસને અનુસરે છે, સ્ટેમ્મસબિલ્ડંગ અન્ડ વર્ફાસ્સુંગ (કોલોન એન્ડ ગ્રેઝ) 1961, જેનાં જર્મન પ્રજાનાં “એથ્નો જીનેસિસ” સંશોધનોએ તેને ખાતરી કરાવી હતી કે સામાન્ય મૂળનો વિચાર, જે રીતે ઇસીડોર ઓફ સેવિલે વ્યક્ત ર્કયું હતું કે જેન્સ એસ્ટ મલ્ટિટ્યુડો અબ ઉનો પ્રિન્સિપિઓ ઓર્ટા (માણસ કોઇ એક મૂળમાંથી મોટી સંખ્યામાં પ્રવાહિત થયો છે જે ઓરિજીનલ એટિમોલોજીએ IX.2.i માં પણ દેખાડવામાં આવ્યો છે) "સીવે અબ એલિયા નેશને સેકન્ડમ પ્રોપ્રિયમ કલેશનેમ ડિસ્ટિન્ક્ટા (કે "પોતાનાં યોગ્ય બંધનો કરતાં અન્ય લોકોથી ભિન્ન છે) એક કલ્પના માત્ર છે.
 44. ઐહ્વે ઑંગ 1996 “કલ્ચરલ સિટીજનશીપ ઈન ધ મેકિંગ” ઈન કરંટ એંથ્રોપોલોજી 37(5)
 45. એંસાઈક્લોપિડીયા ઓફ પબ્લીક હેલ્થ, બાય ધ ગેલ ગ્રુપ, ઈંક[હંમેશ માટે મૃત કડી]
 46. હેનરી લુઈસ ગેટ્સ, જુનિ., ઈન સર્ચ ઓફ અવર રૂટ્સ: હાઉ 19 એક્સ્ટ્રાઓર્ડીનરી આફ્રિકન અમેરિકંસ રીક્લેમ્ડ ધેર પાસ્ટ , ન્યુયોર્ક: ક્રાઉન પબ્લીશર્સ, 2009, પીપી. 20-21.
 47. ઢાંચો:Fr article 8 de la loi Informatique et libertés, 1978: "Il est interdit de collecter ou de traiter des données à caractère personnel qui font apparaître, directement ou indirectement, les origines raciales ou ethniques, les opinions politiques, philosophiques ou religieuses ou l'appartenance syndicale des personnes, ou qui sont relatives à la santé ou à la vie sexuelle de celles-ci."

સંદર્ભો

[ફેરફાર કરો]
 • અબીઝાદેહ, આરશ, “એથ્નિસિટી, રેસ, એન્ડ અ પોસ્સિબલ હ્યુમેનિટી” વર્લ્ડ ઓર્ડર , 33.1 (2001): 23-34 (વંશીયતા અને જાતિની સામાજિક રચનાને તપાસતો લેખ.)
 • બાર્થ, ફ્રેડરીક. વંશીય જૂથો અને સીમાઓ. સાંસ્કૃતિક ભિન્નતાનું સામાજિક સંગઠન , ઓસ્લો: યુનિવર્સિટેટ્સ્ફોર્લાગેટ, 1969
 • બિલીંગર, માઈકલ એસ.((2007), “એનધર લૂક એટ એથ્નિસિટી એઝ એ બાયોલોજિકલ કૉંસેપ્ટ : મુવિંગ એંથ્રોપોલોજી બિયોંડ ધ રેસ કૉંસેપ્ટ” સંગ્રહિત ૨૦૦૯-૦૭-૦૯ ના રોજ વેબેક મશિન, ક્રિટીક ઑફ એંથ્રોપોલોજી 27 , 1:5-35.
 • કૉલ,સી.એલ. “નાઈકી’ઝ અમેરિકા/અમેરિકા’ઝ માઈકલ જૉર્ડન”, માઈકલ જૉર્ડન ઈંકૉર્પોરેશન: કૉર્પોરેટ સ્પૉર્ટ, મિડીયા કલ્ચર, એન્ડ લેઇટ મોર્ડન અમેરિકા . (ન્યુયોર્ક: સની પ્રેસ, 2001).
 • ડુન્ન્હૉપ્ટ, ગેર્હાર્ડ, “ધ બિવાઈલ્ડરીંગ જર્મન બાઉંડ્રીઝ”, ઈન: ફેસ્ટ્સ્ક્રિફ્ટ ફોર પી.એમ.મિશેલ (હિડેલબર્ગ: વિંટર 1989).
 • આયસેંક, એચ.જે., રેસ, એજ્યુકેશન એન્ડ ઈંટેલિજંસ (લંડન: ટેમ્પલ સ્મિથ, 1971) (આઈએસબીએન 0-8511-7009-9)
 • હાર્ટમાન, ડ્ગ્લાસ. “નોટ્સ ઑન મિડનાઈટ બાસ્કેટબૉલ એન્ડ ધ કલ્ચરલ પૉલિટીક્સ ઑફ રિક્રિએશંસ, રેસ એન્ડ એટ-રિસ્ક અર્બન યુથ", જર્નલ ઑફ સ્પોર્ટ્સ એન્ડ સોશ્યલ ઈસ્યુઝ . 25 (2001): 339-366.
 • હૉબ્સબૉવ્મ, એરિક, એન્ડ ટેરેંસ રેંજર, એડિટર્સ, ધ ઈંવેંશન ઑફ ટ્રેડીશન . (કેમ્બ્રિજ: કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ, 1983).
 • થૉમસ હાઈલેંડ એરિક્સન (1993) એથ્નિસિટી એન્ડ નેશનાલિઝ્મ: એંથ્રોપોલોજિકલ પર્સ્પેક્ટીવ્સ , લંડન : પ્લુટો પ્રેસ
 • લેવિંસન, ડેવિડ, એથ્નિક ગ્રુપ્સ વર્લ્ડવાઈડ: અ રેડી રેફ્રેંસ હેંડબુક , ગ્રીનવુડ પબ્લિશીંગ ગ્રુપ (1998), આઈએસબીએન 9781573560191.
 • મોરાલ્સ-ડાયઝ, એંરિક્: ગેબ્રિઅલ એનરિક્; એન્ડ માઈકલ સ્લેટ્ચર, “એથ્નિસિટી”, ઈન માઈકલ સ્લેટ્ચર, એડ., ન્યુ ઈંગ્લેંડ , (વેસ્ટપોર્ટ,સીટી, 2004).
 • ઑમ્ની, માઈકલ એન્ડ હૉવર્ડ વિનેંટ. રેસિયલ ફોર્મેશન ઈન ધ યુનાઈટેડ સ્ટેટ્સ ફ્રોમ ધ 1960s ટુ 1980s . (ન્યુયોર્ક: રૉઉટ્લેજ એન્ડ કેગન પૉલ, ઈંક,.1986).
 • સિડનર, સ્ટેનલી એસ. એથ્નિસિટી, લેંગ્વેજ, એન્ડ પાવર ફ્રોમ અ સાઈકોલિંગ્વિસ્ટીક પર્સ્પેક્ટીવ . (બ્રુક્ષેલ્સ: સેંટર દા રેચેર્ચે સ્યુર લા પ્લ્યુર્લૈંગુઇઝ્મ 1982).
 • સાઈડર, ગેરાલ્ડ, લુમ્બી ઇંડિયન હિસ્ટ્રીઝ (કેમ્બ્રિજ: કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ, 1983).
 • Smith, Anthony D. (1987). "The Ethnic Origins of Nations". Blackwell. Cite journal requires |journal= (મદદ)CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
 • Smith, Anthony D. (1999). "Myths and memories of the Nation". Oxford University Press. Cite journal requires |journal= (મદદ)CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
 • ^ [[• યુ.એસ. સેંસસ બ્યુરો]] સ્ટેટ એન્ડ કાઉંટી ક્વીક ફેક્ટ્સ: રેસ સંગ્રહિત ૨૦૦૯-૦૮-૩૧ ના રોજ વેબેક મશિન.

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]