લખાણ પર જાઓ

વાસણ (તા. પાલનપુર)

વિકિપીડિયામાંથી
વાસણ
—  ગામ  —
વાસણનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°10′56″N 72°31′56″E / 24.1822°N 72.5323°E / 24.1822; 72.5323
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો વડગામ
સરપંચ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

વાસણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૨ (બાર) તાલુકાઓ પૈકીના એક એવા પાલનપુર તાલુકામાં આવેલું એક ગામ છે.[] પાલનપુરની પૂર્વ દિશામાં ૧૦ કિમીનાં અંતરે આવેલા આ ગામની વસ્તી આશરે ૨૫૦૦ની છે. વાસણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ગામમાં અંબાજીનું અને ભગવાન શિવનું મંદિર અવેલું છે. નવરાત્રીની આઠમના દિવસે અંબાજી માતાનાં મંદિરે હવન થાય છે. ઉમરદશી નદીને કિનારે આવેલા આ ગામમાં હાથીપગા નામનું તળાવ છે. પગપાળા અંબાજી જતા લોકો અહીં વિશ્રામ કરે તે માટે વિશ્રામગૃહ બનાવેલું છે. અહીથી ૧૦ કિ.મી.નાં અંતરે બાલારામ નામનુ પર્યટન સ્થળ આવેલું છે. આ ઉપરાંત બાજોટીયા અને હર ગંગેશ્વર મહાદેવ પણ નજીકમાં આવેલાં છે. વાસણ ગામમા આવવા માટે પાલનપુરથી બસ સેવા મળી રહે છે. ગોળા, જલોત્રા, ધાણધા, માલણ એ આસપાસના ગામો છે.

વાસણ ગામ [http:https://geohack.toolforge.org/geohack.php?pagename=%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A3_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0)&params=24_18_22_N_72 ૨૪° 18 ૨૨° N] અક્ષાંશ-રેખાંશ પર આવેલુ છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Banaskantha District Panchayat | My Taluka|Palanpur-Taluka". banaskanthadp.gujarat.gov.in (અંગ્રેજીમાં). મૂળ માંથી ૨૩ જાન્યુઆરી ૨૦૧૯ પર સંગ્રહિત. મેળવેલ ૧૩ નવેમ્બર ૨૦૧૭. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)