વિકિપીડિયા ચર્ચા:ઉમદા લેખ
[Piyush:]There should be 7 different categories (science, history, mytholoy/religion, geography, city, literature) etc.And one article from each of the category. Currently someone kept three cities in first 7 articles and gave it importance of 9. that's not fair.
- I am trying to come up with 7 articles that can be taken to featuresd level as fast as possible. Because I want to kick off featured category as fast as possible. If you can make featured level articles in any categories, I would gladly put them further ahead. Thanks --સ્પંદન (Spundun) ૧૬:૫૮, ૨૯ March ૨૦૦૭ (UTC)
- [Piyush:] Spundun - actually I am not too familiar with Wikipedia. but I can update some pages. What is "featured level articles?" what will make current articles in the featured level list "featured level"?
- Featured level article just means a very high qualilty article. An article that is much better than an average wikipedia article. For more info you can read the page about this on English wikipedia over here: en:Wikipedia:Featured articles and en:Wikipedia:Featured article criteria. Of course the english wikipedia has a HUGE workforce so their Featured article criteria is much stricter and the bar is set much higher, but it will give you some idea of what I mean. --સ્પંદન (Spundun) ૧૮:૧૬, ૨૯ March ૨૦૦૭ (UTC)
ઉમદા લેખ, ઉત્તમ લેખ અને સરસ લેખ
[ફેરફાર કરો]સભ્ય:ધવલનાં ચર્ચાનાં પાના પર શરૂ થયેલી ચર્ચા ત્યાંથી ખસેડીને અહિં લાવ્યા શ્રી.ધવલભાઈ, આપણાં ઉત્સાહી સભ્યશ્રી હર્ષભાઈએ "ઉત્તમ લેખ", "પ્રસ્તુત લેખ" વગેરે માટે ઉપયોગી એવા ઢાંચાઓ પર કાર્ય કરી તેને વપરાશમાં લાવવા લાયક બનાવ્યા છે. (જો કે શક્ય બને તો આપણે તે ઢાંચાઓને પણ અનુરૂપ એવા ગુજરાતી નામ આપીશું) આપણે અહીં પણ હવે ઘણા લેખ ઉપરોક્ત શ્રેણીમાં આવી શકે કે ઉત્સાહી સભ્યશ્રીઓ થોડી મહેનત લઈ તેવા બનાવી શકે તેવા છે. તો મારૂં નમ્ર સૂચન છે કે આપણે કાર્યરત અને ઉત્સાહી એવા બે કે ત્રણ સભ્યશ્રીને આવા લેખો શોધવા, તે પર ચર્ચા, સહમતી કરી યોગ્ય ઢાંચો જોડવા, જેવા કાર્યની સ્વૈચ્છીક જવાબદારી માટે પ્રોત્સાહન આપીએ. મુખપૃષ્ઠ પર આવા સ_રસ લેખો દેખાય (જેમ કે, પ્રસ્તુત લેખ છે તેમ) અને દર નિયત સમયે બદલાતા રહે તેવું એ જવાબદારી લેનાર સમિતિ નક્કી કરે અને કાર્ય કરે તેવું કંઈક ગોઠવીએ. મેં માત્ર ઉપરછલ્લો વિચાર રજૂ કર્યો છે. આપ અને અન્ય મિત્રો તે પર યોગ્ય માર્ગદર્શન કરો તેવી વિનંતી છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૦૩, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- ચોક્કસ, કેમ નહી. શરૂ કરીએ એ દિશામાં કાર્ય. સૌ પ્રથમ તો આપણે તે શ્રેણીઓ માટે સુયોગ્ય નામો નક્કી કરીએ. પ્રસ્તુત લેખ મને યોગ્ય લાગતું નથી, અંગ્રેજી ફિચર્ડ આર્ટિકલનું બેઠેબેઠું ગુજરાતી છે, પણ પ્રસ્તુત એવો શબ્દ સામાન્ય રીતે ગુજરાતીમાં રજૂઆત કે પ્રગટીકરણ માટે વપરાય છે. ફિચર્ડ માટે મેં ઉમદા લેખ એવો શબ્દ વાપર્યો છે, એ જ વપરાશમાં રાખી શકીએ અથવા અન્ય શબ્દ શોધી શકીએ. એ જ રીતે તેથી ચઢતી ઊતરતી શ્રેણીઓના નામો પણ નિર્ધારિત કરીને આગળ વધીએ તો સારૂં.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૫૭, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- ધન્યવાદ. ’ઉમદા લેખ’ એ શબ્દ ઉમદા જ છે. તે તો રાખીએ જ. પછીના ક્રમમાં;ઉત્તમ લેખ, સુંદર લેખ (જે ખાસ તો ચિત્રો અને જરૂરી ઢાંચાઓ તથા ગોઠવણીની દૃષ્ટીએ સુંદર હોય) તથા સરસ લેખ (જે જાણકારીની દૃષ્ટિએ સ_રસ, સૌને રસ પડે તેવો, હોય) જેવી બે-ત્રણ શ્રેણી રાખીએ. જો કે આ માત્ર એક સૂચન છે. નક્કી થયા પછી દરેક માટે વાજબી ઢાંચો અને મુખપૃષ્ઠ પર તેને દર્શાવવાની રીત અને સમિતિની રચના પણ વિચારીએ. (હર્ષભાઈ તો આ કાર્યમાં સહયોગ અર્થે સહમત છે, રસ ધરાવતા અન્ય એક કે બે મિત્રો આમાં સ્વૈચ્છાએ જોડાય તેવી અપીલ છે.) સઘળા મિત્રો સૂચન આપે તેવી આશા. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૫૭, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- ધવલભાઇ તમે અને અશોકભાઇ તમે બંને બાકીના મેમ્બર સમિતિના થઈ જાવ. અને અશોકભાઈ તમારા આપેલા નામ સાથે હું સહમત છુ. અને હા આ ચર્ચા પ્રસ્તુત લેખના ચર્ચા પર લઈ જઈએ તો?-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૨:૪૭, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- અશોકભાઈ, તમે સુચવેલા નામો યોગ્ય જ છે. મારા મતે આપણે ૨ કે ત્રણથી વધુ શ્રેણીઓ ના બનાવીએ. એનું કારણ એ છે કે જેટલું વધુ વર્ગીકરણ એટલો વધુ ગુંચવડો. અને ફક્ત ગુંચવડો જ નહિ, પણ ભવિષ્યમાં એટલા જ વધુ ઝઘડા. કાલે કોઈ નવા સભ્ય આવીને લેખને મઠારે, તેમની અપેક્ષા હોય કે એટલીસ્ટ બીજી કક્ષામાં તેમનો લેખ આવે અને આપણે છેક ચોથીમાં મુકીએ તો વાદ-વિવાદો શરૂ થાય. એના કરતા ઉમદા, ઉત્તમ અને સરસ એવી ત્રણ જ શ્રેણીઓ રાખીએ તો? અને હર્ષભાઈ, ચોક્કસ આ ચર્ચા કોઈ કેન્દ્રીય પાનાં પર ખસેડીએ પણ પ્રસ્તુત લેખ પર નહી, કેમકે એ શીર્ષક આપણે રાખવું જ નથી. આવા કેન્દ્રીય પાનાં માટે પણ યોગ્ય ગુજરાતી નામ પહેલા વિચારી લઈએ, પછી આપણે ચર્ચા ત્યાં લઈ જઈએ. શું કહો છો અશોકભાઈ?--ધવલચર્ચા/યોગદાન ૦૦:૦૩, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- ધવલભાઇ તમે અને અશોકભાઇ તમે બંને બાકીના મેમ્બર સમિતિના થઈ જાવ. અને અશોકભાઈ તમારા આપેલા નામ સાથે હું સહમત છુ. અને હા આ ચર્ચા પ્રસ્તુત લેખના ચર્ચા પર લઈ જઈએ તો?-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૨:૪૭, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- બરાબર ધવલભાઈ. તમે આમાં જોડાવો કેમકે તમારું અને અશોકભાઈનું માર્ગદર્શન વગર આ નહિ થાય. અને રહી વાત નામની તો
- ઉમદા લેખ
- ઉત્તમ લેખ
- સરસ અથવા સુંદર લેખ
-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૦:૨૪, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- ઉમદા, ઉત્તમ અને સરસ. સહમત. ધવલભાઈ આપની વાત વાજબી છે. વધુ શ્રેણી, વધુ વિવાદ. ચર્ચા ફેરવવા સહમત. એક સૂચન; આમે આપણે ’પ્રસ્તુત લેખ’ને બદલે ’ઉમદા લેખ’ રાખવા વિચારીએ છીએ તો ’પ્રસ્તુત લેખ’ પાનાનું જ નામફેર ’ઉમદા લેખ’ કરી નાખો તો ? અને પછી આ ચર્ચા ત્યાં ખસેડાય. સમિતિ વિષયે મારો મત એવો છે કે હર્ષભાઈ ઉપરાંત અન્ય બે સભ્યો રહે (સ્વેચ્છાએ). પ્રબંધકો આ પસંદગી કાર્યમાં માત્ર, સમિતિને જરૂર જણાય ત્યારે, માર્ગદર્શક તરીકે સેવા આપે. સમિતિ દ્દવારા દર માસે એક લેખ, ત્રણે શ્રેણીનો પસંદ થાય, બનાવાય. કાર્ય ગતિ પકડે તો દર પંદર દહાડે અને આગળ દર સપ્તાહે ત્રણે શ્રેણીમાં એક એક લેખ ઉમેરાતા જાય. અને એ વળી આકર્ષક રીતે મુખપૃષ્ઠ પર દેખાય. હા, બાકીના સર્વે સભ્યશ્રીઓ પણ કોઈ લેખને આ ત્રણમાંની એક શ્રેણીમાં મુકવા, સમિતિ માટે બનાવેલા પાને, સૂચન કરી શકે. પણ તેમાંથી કયો લેખ, અને કઈ શ્રેણીમાં મેલવો તે નિર્ણય સમિતિ જ લે. કે પછી સૂચવેલા લેખને હજુ મઠારવા કે જરૂરી ફેરફાર કરવાનું સૂચન પણ સમિતિ કરી શકે. અને સર્વએ એ નિર્ણય માન્ય રાખવાનું સૌજન્ય તો દાખવવું જ રહેશે. આ સૂચન માત્ર છે. કૃપયા માન.સભ્યશ્રીઓ આગળ ચર્ચા કરે અને સૂચનો આપે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૫૪, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- સહમત. એક કોમન પેજ રાખી લેવાનું. જેમાં લેખ મુકવાના અને પછી નિર્ણય લઈને શ્રેણીમાં ઉમેરી દેવાના. અને એક પ્રબંધક રહે આ સમિતિમાં તો સારુ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૧:૦૫, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- અશોકભાઈ સાથે સંપૂર્ણ સહમત. પ્રબંધકો ફક્ત માર્ગદર્શક તરીકે જ સેવા આપે, અને તે પણ જરૂર જણાય તો. બાકી સ્વયંસેવક સમિતિ જ નિર્ણય લે. વધુમાં આ સમિતિના નિયમો પણ ઘડી કાઢવા. અને 'પ્રસ્તુત લેખ' પાનાનું નામફેર ઉમદા લેખ કરવામાં આપણા ત્રણેની સંમતિ સમજીને કંકુના કરૂં છું અને આ ચર્ચાને પણ ત્યાં ખસેડું છું. અને હર્ષભાઈ, સમિતિ પર દેખરેખ રાખવા માટે તો અમે બંને પ્રબંધકો હોઈશું જ. બહાર રહીને જરૂર પડે ત્યારે નિર્ણયમાં અને અન્ય ચર્ચાઓમાં તો ભાગ લેતા જ રહીશું. હાલમાં દર મહિને એક-એક લેખ આ ત્રણે કક્ષાના તૈયાર થાય એવું કરીએ. વધુમાં લક્ષ્ય એવું રાખવું કે આજે જે લેખ સરસ લેખ બન્યો હોય તેને આવતી કાલે ઉત્તમ લેખ બનાવવો અને પરમ દિવસે ઉમદા લેખની કક્ષાએ લઈ જવો.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૧, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- અત્યારે પરિયોજનાના પાનાં પર રહેલું કોષ્ટક અને તેમાં રહેલા લેખો આપણી શ્રેણીઓમાં ગોઠવવા કરતા, તેને ત્યાંથી દૂર કરીને નવું કોષ્ટક બનાવીને એ પાનાની નવેસરથી શરૂઆત કરીએ તો વધુ વ્યાજબી રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૮, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- સહમત. એક કોમન પેજ રાખી લેવાનું. જેમાં લેખ મુકવાના અને પછી નિર્ણય લઈને શ્રેણીમાં ઉમેરી દેવાના. અને એક પ્રબંધક રહે આ સમિતિમાં તો સારુ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૧:૦૫, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- આભાર ધવલભાઈ. અને હા ત્યાંથી કોષ્ટક કાઢી નાખીએ. અને હા બધુ નક્કી થાય એટ્લે આપડે ઢાંચા અને શ્રેણી બધુ બદલી નાખીએ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૯:૪૧, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- સહમત, સમિતી ગઠનમાં મારી જરૂર હોય તો જણાવશો. આમ તો સ્રોત પરના કાર્યને કારાને વધુ સમય તો નહિ ફાલવી શકું પણ શક્ય તે પ્રયત્ન કરીશ. --sushant (talk) ૧૧:૦૫, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
સમિતિનું પુનર્ગઠન
[ફેરફાર કરો]આ કામગીરી ફરી શરુ કરવા માટે સમિતિનું પુનર્ગઠન કરવૌં જરુરી છે. તેમજ નવેસરથી નિતીનિયમો નક્કી કરવા ચર્ચાનો આરંભ કરું છું ઉપરાંત આ સમિતિમાં જોડાવા માગતા સભ્યો નીચે સહી કરીને પોતાની ભાગીદારી નોંધાવે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૭:૨૮, ૮ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
જોડાવા માટે
[ફેરફાર કરો]- -યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૭:૨૮, ૮ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
- -Nizil Shah (ચર્ચા) ૨૩:૩૫, ૮ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
ટિપ્પણી
[ફેરફાર કરો]- પુનર્ગઠન માટે સહમત --એ. આર. ભટ્ટ ૧૭:૪૦, ૮ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
- પુનર્ગઠન માટે સહમત --Sushant savla (ચર્ચા) ૧૭:૫૫, ૯ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
- આભાર ભટ્ટજી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૭:૫૪, ૮ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
- હમણા થોડો સમય અંગત કામમાં એટલો ગળાડુબ છુ કે આમાં સક્રીય ભાગ તો નથી લઇ શકતો. મારી તમામ શુભેચ્છાઓ આપની સાથે ગણવા વિનંતિ. --એ. આર. ભટ્ટ ૧૦:૫૫, ૯ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
ઉપરોક્ત લેખને ઉમદા લેખ તરીકે મૂકી શકાય એમ હોય તો જોશો. સુધારા વધારાને અવકાશ છે. સૂચન કરશો. --Gazal world (ચર્ચા) ૦૧:૪૪, ૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)
- તરફેણ --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૫૨, ૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)
- ટિપ્પણી ખ્યાલ કરતા વિચાર કે સિદ્ધાંત શબ્દ યોગ્ય લાગે છે.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૯:૦૮, ૬ જાન્યુઆરી ૨૦૨૦ (IST)
મારા મતે આ લેખ ઉત્તમ લેખ કે સરસ લેખનાં ધોરણો પાર કરે છે. સુધારાને અવકાશ છે. આપનો મત જણાવવા વિનંતી.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૧:૦૩, ૮ જાન્યુઆરી ૨૦૨૦ (IST)
- ઉમદા લેખમાં આ મૂકી શકાય? @Aniket, KartikMistry, અને Gazal world: આપ મત જણાવશો.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૦:૧૦, ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૦ (IST)