પોરબંદર
પોરબંદર | |||||||
સુદામાપુરી | |||||||
— શહેર — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 21°38′N 69°36′E / 21.63°N 69.6°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | પોરબંદર | ||||||
વસ્તી | ૧,૫૨,૭૬૦[૧] (૨૦૧૧) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 0 metres (0 ft) | ||||||
કોડ
|
પોરબંદર ભારતના ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં આવેલું સમુદ્રકાંઠાનું શહેર છે. તે મહાત્મા ગાંધી અને સુદામાના જન્મસ્થાન તરીકે પણ પ્રસિદ્ધ છે અને પોરબંદર તાલુકા અને જિલ્લાનું વડુંમથક પણ છે. પોરબંદર અરબી સમુદ્ર પરનું મહત્વનું બારમાસી બંદર છે. મહાત્મા ગાંધી સાથે સંબંધ ધરાવતું હોવાને કારણે, પોરબંદર આજે આંતરરાષ્ટ્રીય પ્રવાસ સ્થળ બન્યું છે અને રેલ્વેલાઇનથી જોડાયેલું છે. અહીંનુ બંદર લગભગ ૨૦મી સદીના અંતભાગમાં બનાવવામાં આવ્યું છે.
નામ
[ફેરફાર કરો]પોરબંદર નામ બે શબ્દોની સંધિ વડે બનેલું છે: "પોરઇ", સ્થાનિક માતાજીનુ નામ અને "બંદર" એટલે કે પોર્ટ. ઘણી જગ્યાએ આ સ્થળને 'પૌરવેલાકુલ' તરીકે પણ ઓળખાવેલ છે. આ નામ ૧૦મી સદી સુધી વપરાશમાં હોવાનું જણાય છે[સંદર્ભ આપો] આ શહેરને 'સુદામાપુરી' તરીકે પણ ઓળખવામાં આવે છે. સુદામા કૃષ્ણ ના બાલસખા હતા જે અહીં નિવાસ કરતા.
ભૂગોળ
[ફેરફાર કરો]પોરબંદરનું ભૌગોલીક સ્થાન ૨૧.૬૩° N ૬૯.૬° E છે.[૨] અને સમુદ્રથી ઊંચાઇ ૦ મીટર છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]હડપ્પન સંસ્કૃતિ (ઇસ. પૂર્વે. ૧૬૦૦-૧૪૦૦)
[ફેરફાર કરો]પોરબંદર અને આસપાસમાં કરવામાં આવેલા પૂરાતત્વીય સંશોધનોથી જાણવા મળે છે કે આ વિસ્તાર ઇસવિસન પૂર્વ ૧૬મીથી ૧૪મી સદીની હડપ્પન સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે. જે બેટ દ્વારકા સંલગ્ન પણ છે. પોરબંદર હડપ્પન સમયમાં સૌરાષ્ટ્ર વિસ્તારનું મહત્વનું સમૂદ્રી બંદર હશે તેમ અહીંની ખાડીમાં મળી આવેલ પ્રાચીન જેટી તથા અન્ય પૂરાવાઓથી જાણવા મળે છે.
રાજાશાહી પોરબંદર (ઇ.સ. ૧૬૦૦ પછી)
[ફેરફાર કરો]અંગ્રેજ શાસન સમયમાં પોરબંદર રજવાડું હતું. રાજ્યકર્તાઓ જેઠવા વંશના રાજપૂત રાજાઓ હતા, જેમણે ૧૬મી સદીના મધ્યભાગમાં રાજ્ય સ્થાપ્યું હતું.રાજ્યનું ક્ષેત્રફળ ૧૬૬૩ ચો. કિ.મી. ૧૦૬ ગામડાઓ અને વસ્તી ૧,૦૦,૦૦૦ ઉપર (ઇ.સ. ૧૯૨૧) હતી. ૧૯૪૭માં રાજ્યની મહેસૂલી આવક રૂ. ૨૧,૦૦,૦૦૦/- હતી. રાજ્યકર્તાને "મહારાજા રાણાસાહેબ"નો ખિતાબ અને ૧૩ તોપની સલામી હતી.
સાંપ્રત સ્થિતિ
[ફેરફાર કરો]મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ હોવાના કારણે અહીં દેશ વિદેશનાં પ્રવાસીઓ આવે છે, પરંતુ પ્રવાસી સગવડોનો હજુ થોડો અભાવ છે. કિર્તીમંદિર આસપાસનો વિસ્તાર પુન:નિર્માણ કરી અને તેને 'શાંતિનું મંદિર' બનાવવાનું કામ ચાલુ છે. પોરબંદરનો સુંદર દરિયાકિનારો અને ચોપાટી પર સત્તાવાળાઓએ સરસ બેઠકો તથા સ્કેટીંગરીંગ વગેરે બનાવેલ છે.
ફીશરીઝ અને માછલાની નિકાસ પોરબંદરના મુખ્ય રોજગાર છે. જે પુષ્કળ માણસોને રોજીરોટી પુરી પાડે છે. અહીં દેશ અને રાજ્યનાં ટોચના નિકાસકારો છે.
વસ્તી
[ફેરફાર કરો]ભારતની ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર[૧] પોરબંદરની વસ્તી ૧,૫૨,૭૬૦ હતી જેમાં પુરૂષો ૭૮,૦૯૭ અને મહિલાઓ ૭૩,૬૭૩ હતી. શિક્ષણનો દર ૮૫.૭૬% હતો. પુરૂષ શૈક્ષણીકતા ૯૦.૬૮% અને સ્ત્રી શૈક્ષણીકતા ૮૦.૫૭% હતી.
પોરબંદર મેટ્રોપોલિટન વિસ્તારોમાં છાંયા, ખાપટ, પોરબંદર અને ઝાવર (આંશિક)નો સમાવેશ થાય છે.[૧]
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]- કીર્તિ મંદિર (મહાત્મા ગાંધીની જન્મભૂમિ)
- સુદામા મંદિર
- ભારત મંદિર
- ગાયત્રી મંદિર
- રોકડીયા હનુમાન મંદિર
- સાંદિપની વિદ્યાનિકેતન
- પક્ષી અભ્યારણ
- રાણાસાહેબનો મહેલ
- ચોપાટી
- સત્યનારાયણનું મંદિર
- કમલાનહેરૂ બાગ
- સાંઇબાબા મંદિર
- શ્રીહરી મંદિર
- તારા મંદિર
- સ્વામીનારાયણ મંદિર
શૈક્ષણિક સંસ્થાઓ
[ફેરફાર કરો]- પોરબંદરનું આર્ય કન્યા ગુરૂકુલ આખાય ભારતમાં સ્ત્રી શિક્ષણ ક્ષેત્રે ખૂબજ પ્રખ્યાત અને મહત્વનું શૈક્ષણીક સંકુલ છે. આ અનોખી સંસ્થામાં પ્રાચીન વૈદિક ભારતની અને આધુનિક શિક્ષણ પધ્ધતીના સમન્વયરૂપ શિક્ષા આપવાનમાં આવે છે. આ સંસ્થા શ્રી નાનજી કાલીદાસ મહેતાએ સ્થાપી છે.
- એમ.ઇ.એમ. સ્કુલ: પોરબંદરની પ્રથમ ઇંગલીશ મિડીયમ સ્કુલ જેમાં ઘણા ડોક્ટર, વકીલો, પ્રોફેસરોએ શિક્ષણ મેળવેલ છે [સંદર્ભ આપો].
- વિક્ટોરીયા જ્યુબીલી મદ્રેસા બોયસ & ગર્લસ હાઇસ્કુલ: શેઠ હાજી અબદુલ્લા ઝવેરીએ આ ૧૨૦ વર્ષ જૂની શૈક્ષણીક સંસ્થાનો પાયો નાખેલ, તેઓ નાતાલ ઇન્ડીયન કોન્ગ્રેસના સ્થાપક પ્રમુખ હતા. તેમણે ગાંધીજીને પ્રથમ વખત દ. આફ્રીકા બોલાવેલા. વિ.જે.એમ. ગર્લસ હાઇસ્કુલ IGNOUનું પોરબંદર ખાતે સ્પેશીયલ સ્ટડી સેન્ટર ધરાવે છે. આ સંસ્થાનો કારભાર પોરબંદર મદ્રેસા ટ્રસ્ટ, ડરબન (દ.આફ્રીકા) કરે છે.
- ડૉ. વી.આર. ગોઢાણીયા કોલેજ: સંચાલન શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ, પોરબંદર કરે છે. આ કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. કોલેજમાં ફક્ત બહેનો માટે સવારે વાણિજ્ય અને વિનયન શાખાના સ્નાતક કક્ષા (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ), વિજ્ઞાન સ્નાતક (ગૃહ વિજ્ઞાન-Home Science)ના અભ્યાસક્રમોમાં બી.એ., બી.કોમ, અને બી.એસસી, (હોમ સાયંસ) ચાલે છે. અને બપોર પછી સહશિક્ષણમાં બી.સી.એ., પી.જી.ડી.સી.એ., ડી.સી.એસ., બી.બી.એ., બી.એસ.ડબલ્યુ., વિનયન શાખાના અનુસ્નાતક કક્ષાએ એમ.એ. (અંગ્રેજી લિટરેચર), વાણિજ્ય વિદ્યાશાખા(કોમર્સ)માં એમ.કોમ. (અંગ્રેજી માધ્યમ) અને બી.એડ.ના અભ્યાસક્રમો ચાલે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી, ગુજરાત દ્વારા અહીં Digital English Language Laboratory (DELL)પણ ચાલે છે. Knowledge Leb અને eLibrary પણ છે. IGNOUનું સ્પેશીયલ સ્ટડી સેન્ટર ચાલે છે જેમાં એમ.એ., એમ.કોમ, એમ.સી.એ., એમ.બી.એ. સહિતના અનેક અભ્યાસક્રમો ચાલે છે internet lab પણ છે. અને IGNOUનું પરીક્ષા કેન્દ્ર પણ અહી છે. નિયમિત રીતે કાઉન્સેલિંગ પણ અપાય છે. કોલેજના કમ્પાઉન્ડમાં જ બે મહિલા હોસ્ટેલ છે.
- મહારાજા ભાવસિંહજી હાઈસ્કુલ, મહારાજા ભાવસિંહજી મિડલ સ્કુલ, મહારાજા ભાવસિંહજી ટેકનિકલ હાઈસ્કુલ (ધોરણ - ૮, ૯ અને ૧૦માં ટેકનિકલ શિક્ષણ આપતી એક માત્ર શાળા હતી.) પોરબંદર સ્ટેટના મહારાજા સાહેબે આ શૈક્ષણીક સંસ્થાઓ બંધાવેલી હતી જે ભૂતકાળમાં ખૂબ જ ધમધમતી હતી. મહાત્મા ગાંધીજીએ ત્યાં શિક્ષણ લીધુ હતુ. હાલમાં બંધ ખંડેર હાલતમાં છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "Porbandar City Census 2011 data". મેળવેલ ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૬.
- ↑ Falling Rain Genomics, Inc - Porbandar
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- પોરબંદર જિલ્લા કલેક્ટરનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૦૮-૧૨-૦૫ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |