લખાણ પર જાઓ

માધવસિંહ સોલંકી

વિકિપીડિયામાંથી
માધવસિંહ સોલંકી
ગુજરાતના ૭માં મુખ્યમંત્રી
પદ પર
૨૪ ડિસેમ્બર, ૧૯૭૬ – ૧૦ એપ્રિલ, ૧૯૭૭
પુરોગામીરાષ્ટ્રપતિ શાસન
અનુગામીબાબુભાઈ જશભાઈ પટેલ
પદ પર
૭ જૂન, ૧૯૮૦ – ૬ જુલાઇ, ૧૯૮૫
પુરોગામીરાષ્ટ્રપતિ શાસન
અનુગામીઅમરસિંહ ચૌધરી
પદ પર
૧૦ ડિસેમ્બર, ૧૯૮૯ – ૪ માર્ચ, ૧૯૯૦
પુરોગામીઅમરસિંહ ચૌધરી
અનુગામીચીમનભાઈ પટેલ
અંગત વિગતો
જન્મ(1927-07-30)30 July 1927
પીલુદરા, મહેસાણા જિલ્લો, બરોડા રાજ્ય
મૃત્યુ9 January 2021(2021-01-09) (ઉંમર 93)
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
સંતાનોભરતસિંહ સોલંકી

માધવસિંહ સોલંકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા, ગુજરાતના મુખ્ય મંત્રી અને ભારતના વિદેશ મંત્રી હતા. તેઓએ ત્રણ વખત ગુજરાતનું મુખ્યમંત્રી પદ સંભાળેલું. તેઓ "ખામ થિયરી" માટે જાણીતા થયા, જે વડે તેઓ ૧૯૮૦માં ગુજરાતમાં સત્તામાં આવેલા.[]

કારકિર્દી

[ફેરફાર કરો]

૧૯૮૧માં ગુજરાત સરકાર દ્વારા સામાજીક અને આર્થિક પછાત વર્ગ માટે આરક્ષણ રજૂ કરવામાં આવ્યું હતું, જે બક્ષી પંચની ભલામણો પર આધારિત હતું. તેના વિરોધમાં સમગ્ર રાજ્યમાં દેખાવો થયા હતા, જે પાછળથી કોમી રમખાણોમાં પરિણમ્યા હતા. માધવસિંહ સોલંકીએ ૧૯૮૫માં રાજીનામું આપ્યું હતું પરંતુ તેમની ખામ મત ‍થિયરી (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ સમુદાયના મતો) વડે તેઓ ૧૮૨માંથી ૧૪૯ બેઠકો જીતીને સત્તા પર પરત ફર્યા હતા.[]

૯ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ તેમનું અવસાન થયું હતું.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. DelhiNovember 6, D. P. Bhattacharya New; November 6, 2012UPDATED:; Ist, 2012 16:26. "Looking past 2012". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2021-01-11.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. Langa, Mahesh (23 August 2015). "Quota agitation in Gujarat heading for caste conflicts?". The Hindu. મેળવેલ 23 August 2015.
  3. "ગુજરાત કોંગ્રેસમાં 'સોલંકી' યુગ સમાપ્ત: લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન, આજે અંતિમ વિધિ, રાહુલ-પ્રિયંકા આવશે". Divya Bhaskar. 2021-01-09. મેળવેલ 2021-01-14.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]