લખાણ પર જાઓ

વલસાડ જિલ્લો

વિકિપીડિયામાંથી
(વલસાડ જીલ્લો થી અહીં વાળેલું)
વલસાડ જિલ્લો
ગુજરાતમાં વલસાડનું સ્થાન
ગુજરાતમાં વલસાડનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 20°36′36″N 72°55′33″E / 20.61005°N 72.925873°E / 20.61005; 72.925873
દેશ ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકવલસાડ
વિસ્તાર
 • કુલ૨,૯૪૭.૪૯ km2 (૧૧૩૮.૦૩ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૧૭,૦૫,૬૭૮
 • ગીચતા૫૮૦/km2 (૧૫૦૦/sq mi)
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૩૯૬૦૦૧
ટેલિફોન કોડ+૯૧૨૬૩૨
વાહન નોંધણીGJ-15
સૌથી મોટું શહેરવલસાડ
લિંગ પ્રમાણ૯૨૨
વેબસાઇટvalsad.nic.in

વલસાડ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની દક્ષિણમાં છેવાડે, મહારાષ્ટ્ર રાજ્યની તથા સંઘ પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલી સેલ્વાસને અડીને આવેલ સરહદી જિલ્લો છે. વલસાડ જિલ્લાની ઉત્તરે નવસારી જિલ્લો, પશ્ચિમે અરબી સમુદ્ર તથા દમણ (નાની, મોટી), પૂર્વે દાદરા અને નગરહવેલી સેલવાસ તથા દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ આવેલ છે.

ભૌગોલીક સ્થાન

[ફેરફાર કરો]
  • ૨૦.૮ થી ૨૧.૯ ઉ.અક્ષાંશ
  • ૬૨.૩૯ થી ૭૩.૩૦.૫ રેખાંશ

તાલુકાઓ

[ફેરફાર કરો]

વલસાડ જિલ્લાના છ તાલુકા છે.

આ છ તાલુકાની કુલ વસ્તી સને ર૦૦રના સાલની વસ્તી ગણતરી મુજબ ૧૪,૧૦,૬૮૦ની છે. વલસાડ જિલ્લામાં કુલ ૪૬૮ ગામોનો સમાવેશ થાય છે.

અત્રેના જિલ્લાના વલસાડ, પારડી અને ઉમરગામ તાલુકાને અરબી સમુદ્રની દરિયાઈ સરહદ લાગે છે. જ્યારે કે ધરમપુર તથા કપરાડા વિસ્તાર મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતો અને ડુંગરાળ પ્રદેશ છે, જેને અડીને મહારાષ્ટ્રની સરહદ આવેલ છે.

વલસાડ જિલ્લાની દરિયાઈ સરહદ ૭૦ કિ.મી.ની છે. જે દરિયાઈ સરહદ ઉપર (૧) વલસાડ ટાઉન પો.સ્ટે. (ર) વલસાડ રૂરલ પો.સ્ટે. (૩) ડુંગરી પો.સ્ટે. (૪) પારડી પો.સ્ટે. (પ) વાપી ટાઉન પો.સ્ટે. (દમણનો દરિયો) (કોલક ખાડી) અને, (૬) ઉમરગામ પો.સ્ટે. આવેલાં છે.

પર્વતો

[ફેરફાર કરો]
  • ૩૧૩૧ મી.મી.

હવામાન

[ફેરફાર કરો]
  • વધુમાં વધુ ૩૫ સે. થી ૪૧ સે.
  • ઓછામાં ઓછુ ૧૨ સે. થી ૧૫ સે.

ઉદ્યોગ

[ફેરફાર કરો]

આ વિસ્તારમાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ ૬૦ કિ.મી. નો છે. જેને કારણે સમગ્ર વિસ્તારની પૂર્વ તથા પશ્ચિમ દિશામાં ઔઘોગિક વિકાસ થયેલો છે. આ ઔઘોગિક એકમો મુખ્યત્વે રાસાયણિક તથા પ્લાસ્ટિક અને જીવજંતુનાશક દવાઓના છે. જિલ્લાની આબોહવા મુખ્યત્વે ડાંગર, શેરડી, તેમ જ ફળાઉ ઝાડો માટે સાનુકુળ હોઇ, જિલ્લાના મોટા ભાગના વિસ્તારો ખેતી ઉપર આધારિત તથા દરિયાઈ પટ્ટી ઉપર વસતા માછીમારો મચ્છીમારીના ધંધા અર્થે સ્થાયી થયેલ છે. ઔઘોગિક એકમોના કારણે પરપ્રાંતમાથી લાખોની સંખ્યામાં કામ ધંધા અર્થે આવીને લોકોએ વસવાટ કરેલ છે.

જિલ્લાની સામાન્ય રૂ૫રેખા

[ફેરફાર કરો]

રેલ્વે

[ફેરફાર કરો]
  • ૭૫ કિ.મી.

રસ્તા‍

[ફેરફાર કરો]
  • રાજય ધોરીમાર્ગ - ૩૭૨ કિ.મી.
  • પંચાયત માર્ગ - ૨૬૦૫.૯૪ કિ.મી પાકા, ૨૪૨.૭૯ - કિ.મી. કાચા

ઇતિહાસ

[ફેરફાર કરો]

ભારતભરમાં સૌ પ્રથમ સંજાણ બંદરેથી પારસીઓ પ્રવેશ્યા હતા. સંજાણ ખાતે પગ મૂકીને ભારતભરમાં ફેલાયેલા પારસી સમુદાયનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ "આતશ બહેરામ" અને "ફાયર ટેમ્પલ" વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ખાતે આવેલ છે એટલું જ નહીં ઉદવાડા નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલ બગવાડા ખાતે જૈનોનું પ્રાચીન તીર્થસ્થળ આવેલ છે.

પારડી તાલુકામાં સ્વ. ઇશ્વરભાઈ દેસાઇએ આદરેલો "ખેડ સત્યાગ્રહ" અથવા ઘાસીયા આંદોલને પારડીને દેશ અને વિશ્વ સમક્ષ મૂકાયો હતો. પારડી તાલુકાના વાપી ખાતે વિશ્વની સૌથી વિશાળ ઔદ્યોગિક વસાહત આવેલી છે.[સંદર્ભ આપો]

વલસાડ તાલુકાના અને વલસાડથી પારડી તરફ પાંચ-છ કિલોમીટરના અંતરે આવેલ છત્રપતિ મહારાજના કિલ્લા તરીકે ઓળખાતો પારનેરાનો ડુંગર ખૂબ જ આકર્ષણ ધરાવે છે અને નવરાત્રી દરમિયાન આઠમનો મોટો મેળો ભરાય છે.

આ ડુંગર પર હજારો ભકતો ચંદ્ગિકા માતાજી, કાલીકા માતાજી, હનુમાનજીના મંદિર, શંકર ભગવાનના મંદિર ના દર્શન કરી પાવન થાય છે. સાથે સાથે મુસ્લિમ બિરાદરો માટે દરગાહના દર્શન વંદનીય છે.

ભારત રત્ન તથા ભૂતપૂર્વ પ્રધાન મંત્રી શ્રી મોરારજી દેસાઈ જેવા રાષ્ટ્રીય મહામાનવના જન્મસ્થાનના લીધે વલસાડ જિલ્લો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચામાં આવો હતો. એ સિવાય વલસાડી હાફુસ કેરી અને અતુલ ખાતે આવેલ રંગ રસાયણના વિશ્વ વિખ્‍યાત કારખાનાઓ, મોટી ઉદ્યોગ વસાહત વાપી તેમજ તમામ ગુણોથી સમૃદ્ધ એવું વલસાડી સાગ લાકડાંથી વલસાડ જિલ્લો ખૂબ જ પરિચિત છે. વલસાડ જિલ્લો ગુજરાતના દક્ષિણે આવેલું છે અને એની પશ્ચિમે ભુરો અરબી સમુદ્ગ છે.

પૂર્વમાં સહ્યાદ્રિ પર્વતમાળાઓ આવેલ છે. ૧૪,૧૦,૬૮૦ વસ્તી ધરાવતો અને ૨,૯૪૭.૪૯ ચો.કી.મી. વિસ્તાર ધરાવતો વલસાડ જિલ્લો ભારતના તમામ ક્ષેત્રો કરતાં સારી સુવિધાઓ, સારૂં જીવનધોરણ ધરાવતું ક્ષેત્ર છે. વલસાડ ખાતે રેલ્‍વે સુરક્ષા દળનું મુખ્‍ય મથક તેમજ ટ્રેનીંગ સેન્ટર ધરાવે છે. વલસાડ ખાતેનું રેલવે તંત્ર લોકો શેડ, દવાખાનું, એરીયા મેનેજરી કચેરી જેવા મહત્વના વિભાગો ધરાવે છે અને વિશાળ રેલવે વસાહતો પણ આવેલ છે. વલસાડ ખાતે કેરી સહિત પ્રખ્‍યાત ચીકુ તથા અન ખેતી ઉત્પાદનોના વેચાણ માટે વિશાળ એમ.પી.એમ.સી. માર્કેટ આવેલ છે.

વલસાડથી પાંચ કિ.મી. પર આવેલ તીથલ ગામ આજે એક ૫ર્યટક સ્થળ ઊપરાંત એક તીર્થ સ્થળ તરીકે પણ વિકસી રહ્યું છે. જયાં સાંઇબાબા મંદિરનું રમણીય સંકુલ, પ્રખ્‍યાત જૈન મુનીઓ, પૂ. બંધુ ત્રિપુટીજીનું સાધના કેન્દ્ગ "શાંતિનિકેતન સંકુલ", અક્ષરપુરૂષોત્તમ બોચાસણવાસી સંપ્રદાયનું "સ્વામીનારાય મંદિર" વગેરે આવેલ છે જે વિવિધ ક્ષેત્રોના સહેલાણીઓને ખૂબ જ સહજતાથી આકર્ષ‍િ રહ્યા છે. જેનું મુખ્‍ય કારણ તીથલ એ રમણીય દરિયા કિનારો છે. જયાં ગુજરાત સરકારના પ્રવાસન નિગમની હોટલ "તોરણ" રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગનો ગેસ્ટ હાઉસ, હોટલ તીથલ વગેરેમાં નિવાસ વવસ્થા છે ઉપરાતં વલસાડ શહેરમાં પણ ઘણી બધી હોટલો આવેલ છે. જેનો લાભ સહેલાણીઓલેતા હોય છે. વિશેષમાં વલસાડ તાલુકાના અને ધરમપુર રોડ પર આવેલ પાથરી ગામ ખાતે "ભગવાન દત્તાત્રેય"નું મંદિર અને સંકુલ વલસાડ જિલ્લાવાસીઓ માટે ખૂબ જ શ્રદ્ધા અને આકર્ષણ ના કેન્દ્ગ તરીકે ખૂબ જ ઝડપથી ઉપસી રહ્યું છે.

વલસાડ જિલ્લાના ધરમપુર તેમ જ કપરાડા તાલુકા મોટાભાગે આદિવાસી ક્ષેત્ર છે અને સહ્યાદ્ગિ પર્વતમાળાઓના ખોળામાં ઝુલે છે. અહીંના હીલ સ્ટેશનો ભારતના કોઇપણ હીલ સ્ટેશની સરખામણીમાં ઊભા રહી શકે તેવા છે, પણ આ વિસ્તારમાં તેના દુર્ગમપણાને કારણે સહેલાણીઓ માટે રહેવા તથા જમવાની વ્‍યવસ્થા નહિંવત છે. વહેતી નદીઓને ઝરણાં, ઉંચા પહાડો, ગાઢ વનરાજીને જંગલ ધરાવતું આ ક્ષેત્ર તેના અપ્રિતમ કુદરતી સૌદર્ય ને કારણે પ્રવાસન ક્ષેત્રે વિકાસની વિપુલ તાકાત ધરાવે છે.

ધરમપુર ખાતે વિજ્ઞાનના જુદા જુદા નિયમોના પ્રદર્શન તથા નિદર્શન ની વવસ્થા ધરાવતું આધુનિક વૌજ્ઞાનિક સાધનોવાળું સરકારનું " જિલ્લા વિજ્ઞાન સેન્ટર" આવેલું છે. જે વલસાડ જિલ્લા માટે જ નહીં મહારાષ્ટ્ર, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી તથા અન જિલ્લાઓમાંના વિજ્ઞાન પ્રેમીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ગ બની રહ્યું છે. ત્‍યાં જ મહામંડલેશ્વર પૂ. વિદ્યાનંદજી સરસ્વતી મહારાજ દ્વારા નિર્મિત બરૂમાળ ખાતે "ભાવ ભાવેશ્વર" ભગવાનની અષ્ટ ઘાતુની મૂર્તિનું ભવ્‍ય મંદિર અને લોકો૫યોગી સંકુલન પણ એક તીર્થ તરીકે ઉપસી રહ્યો છે. કપરાડા તાલુકાના દાબખલ ખાતે જંગલ વિભાગે અને ખાસ કરીને વલસાડ દક્ષિણ વિભાગના તત્કાલીન ડી.એફ.ઓ. શ્રી પી.એસ. વળવીના દેખરેખ હેઠળ તૈયાર થયેલ "સહ્યાદ્ગિ સૃષ્ટિ સેન્ટર" વલસાડ અને નાસીક વચ્ચેના મુસાફરો માટે ખૂબજ આકર્ષણનું કેન્દ્ગ છે. જયાં કુદરતના અણમોલ ખજાનામાંથી અસંખ્‍ય ઔષધીઓનો ખજાનો ભરેલો છે. અહીંના આદિવાસી વનવાસીઓની સંપત્તિ છે. તેમાં રપ૦ જાતના વૃક્ષો તથા રરપ થી વધુ જાતની ઔષધીઓના છોડ છે.

આબોહવા

[ફેરફાર કરો]
  • શિયાળો - ઓકટોબરના મઘ્‍ય ભાગથી ફેબ્રુઆરી.
  • ઉનાળો - માર્ચ માસથી જૂનના મઘ્‍ય ભાગ સુધી.
  • ચોમાસુ - જૂન માસના મઘ્‍ય ભાગથી ઓકટોબરના મઘ્‍ય ભાગ સુધી.

જોવાલાયક સ્‍થળો

[ફેરફાર કરો]
  • તિથલ
  • ઉદવાડા
  • વિલ્સન હીલ, ધરમપુર: ધરમપુર થી લગભગ ૩૦ કી.મી. દુર આવેલ પંગારબારીથી ૬૭૬.૧૮ ની ઉચાઇએ આવેલ વિલ્સન હીલ હવા ખાવાનાં સ્થળ તરીકે વિકસી રહયું છે. ૧૯૨૮માં અહી અંગ્રેજ ગર્વનર વિલ્સનની મુલાકાત વખતે આકર્ષક છત્રી અને એમની પ્રતિમાં મુકી આ સ્થળને વિલ્સનહીલ નામ અપાયું હતું. આજે એ પ્રતિમા ધરમપુરનાં સંગ્રહાલયમાં રાખવામાં આવેલી છે. અહીંથી દેખાતું સૂર્યાસ્તનું દૃષ્ય જોવા માટે સહેલાણીઓ આવે છે.
  • પારનેરા ડુંગર
  • ધરાસણા
  • પારડી પલસાણા: પારડીનું અન્ય નામ કિલ્લા પારડી છે. જે ૧૬ મી સદીમાં બનેલા કિલ્લાને કારણે પ્રખ્યાત છે. નજીકનાં દમણમાં પોર્ટુગીઝોનાં અમલનાં વખતમાં પારડી એક મહત્વનું સરકારી થાણું હતું. નજીકના પલસાણા ગામમાં ગંગેશ્વર મહાદેવનું મંદિર અને પાણીનાં કુંડ આવેલા છે. અને અહી શિવરાત્રી પ્રસંગે મેળો ભરાઈ છે. આઝાદી પછી ખેડ સત્યાગ્રહને કારણે પણ આ ગામ જાણીતું છે.
  • જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર: ગુજરાત રાજયમાં સૌ પ્રથમ ધરમપુર તાલુકા ખાતે, રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય દ્વારા સંચાલિત એવું આ કેન્દ્ર ૨૭ એપ્રિલ, ૧૯૮૪નાં રોજ ભારત સરકારનાં સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રાલય દ્વારા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું.[સંદર્ભ આપો] આ કેન્દ્ર દ્વારા કુદરતી અને પર્યાવરણ વિષયક સાચવણી અને આ વિસ્તારનો સાંસ્કૃતિક વારસો સાચવવા જેવા વિષય પર ભાર મુકાયો છે. યુવાનો અને મહીલાઓમાં રચનાત્મક અને સર્જનાત્મક કૌશલ્યો કેળવીને રોજગારલક્ષી તાલીમ આપીને રાષ્ટ્રનો સાંસ્કૃતિ વારસો જાળવી રાખવા અને તેમનું જતન કરવું તથા વૈજ્ઞાનિક રીત ભાત શીખવવી એ આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ છે. આ કેન્દ્ર ખાતે બાળ પુસ્તકાલય, બાળ ઉદ્યાન, બાળકો માટેનું મીની થીયેટર તથા રમકડાનો વર્કશોપ આકર્ષક છે.

રાજકારણ

[ફેરફાર કરો]

વિધાન સભા બેઠકો

[ફેરફાર કરો]
મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૧૭૮ ધરમપુર (ST) અરવિંદ પટેલ ભાજપ
૧૭૯ વલસાડ ભરત પટેલ ભાજપ
૧૮૦ પારડી કનુભાઇ દેસાઇ ભાજપ
૧૮૧ કપરાડા (ST) જીતુભાઇ ચૌધરી ભાજપ
૧૮૨ ઉમરગામ (ST) રમણલાલ પાટકર ભાજપ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Valsad District Population Census 2011-2020, Gujarat literacy sex ratio and density". www.census2011.co.in.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]