લખાણ પર જાઓ

ખરવાણ

વિકિપીડિયામાંથી
ખરવાણ
—  ગામ  —
ખરવાણનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°01′15″N 73°08′12″E / 21.02092°N 73.136581°E / 21.02092; 73.136581
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો મહુવા, સુરત જિલ્લો
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, શેરડી, તુવર દિવેલી
કેળાં, કેરી તેમજ શાકભાજી

ખરવાણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના મહુવા તાલુકાનું ગામ છે. ખરવાણ ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે.

ખરવાણ ગામ જવા માટેનો રસ્તો મહુવાથી અનાવલ જતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલા કરચેલીયાથી પશ્ચિમ દિશામાં આવેલો છે. આ ઉપરાંત નવસારીથી મહુવા જતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલા ફુલવાડીથી અને ઝેરવાવરાથી પણ ખરવાણ જવાય છે.

ખરવાણ ગામના લોકો મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન નો વ્યવસાય કરે છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, શેરડી, તુવર, કેરી, તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સવલતો છે. ગામની ‘શ્રી ખરવાણ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.’ ડેરીની અને ગ્રાહક ભંડારની સેવા પુરી પાડે છે તેમજ વિવિધ સામાજિક કાર્યો સાથે પણ સંકળાયેલી છે.