ગાંગપુર

વિકિપીડિયામાંથી
ગાંગપુર
—  ગામ  —
ગાંગપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°05′07″N 72°58′43″E / 21.08538°N 72.978535°E / 21.08538; 72.978535
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો પલસાણા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, શેરડી, કેળાં, સૂરણ,
પપૈયાં, કેરી તેમજ શાકભાજી
ગાંગપુર ગામ
ગાંગપુરનું દર્શન
ગાંગપુરનું ગૌરવ- ડો.ભીખુભાઈ પટેલ
હેનીશા પટેલ
ડો.ભીખુભાઈ પટેલ અમેરીકાના પૂર્વરાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિનટન સાથે
જુનું પટેલ ફળીયું
ગાંગપુરનું આધુનિક સ્થાપત્ય
ગાંગપુર હળપતિવાસ

ગાંગપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા પલસાણા તાલુકામાં આવેલું ગામ છે. ભારત દેશને આઝાદી મળી તે અગાઉ આ ગામ ખાતે ગાયકવાડી શાસન હતું, તેમ છતાં ગામવાસીઓએ આઝાદીની લડતમાં પોતાનું સક્રિય યોગદાન આપ્યું હતું. ગામમાં કણબી પટેલો, હરીજનો તેમ જ હળપતિઓની વસ્તી છે. ગામ મુખ્યત્વે ખેતી વ્યવસાય સાથે સંકળાયેલું છે. અહીં મુખ્યત્વે શેરડી, ડાંગર, કેળાં તેમ જ કેરીનું ઉત્પાદન લેવામાં આવે છે.

ભૂગોળ[ફેરફાર કરો]

ભૌગોલિક રીતે બારડોલી તાલુકાના મોતા તેમ જપલસાણા તાલુકાના બારસાડી ગામની વચ્ચે ગાંગપુર ગામ આવેલુ છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ પર કડોદરા-બારડોલી વચ્ચે ગાંગપુર પાટીયાથી ૧ કિલોમીટરના અંતરે પાકા સડક માર્ગ દ્વારા ગાંગપુર ગામ ખાતે જઇ શકાય છે. આ ગામમાં નવું પાટીદાર ફળીયું, નવું પાટીદાર ફળીયું, ૨૮ ગાળા હળપતિવાસ, ૨૨ ગાળા હળપતિવાસ, ૧૧ ગાળા હળપતિવાસ, ડેરી ફળીયું તથા માહ્યાવંશી મહોલ્લો એમ કુલ સાત ફળીયાં આવેલાં છે. ગાંગપુર ખાતે નાની પ્રાથમિક શાળા, પંચાયતઘર, દૂધની ડેરી તેમ જ આંગણવાડી જેવી પાયાની સવલતો પ્રાપ્ય થયેલી છે, પરંતુ અંહીના આગેવાનોના તન-મન-ધનના મુખ્ય સહયોગને કારણે જ સને ૧૯૨૪ના વર્ષમાં ગંગાધરા ખાતે માધ્યમિક શાળાની સ્થાપના શક્ય બની હતી.

ગૌરવ[ફેરફાર કરો]

ગાંગપુરના ડો.ભીખુભાઈ નરસિંહભાઈ પટેલ, જેમણે પોતાની શિક્ષક તરીકેની કારકિર્દી વેળા તેમ જ નિવૃત થયા પછી પણ અનેકવાર બહુમાનો મેળવી ગામને ગૌરવ અપાવ્યું છે. આજે પણ તેઓ સહકારી તેમ જ શિક્ષણક્ષેત્રે પોતાની સેવાઓ અગ્રેસર રહી આપી રહ્યા છે.
આ ઉપરાંત ગાંગપુરની નાનકડી હેનીશા પટેલ પણ ગામની વિશ્વમાં ઓળખાણ કરાવી ચુકી છે. રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી આ બાળા ૧૪ વર્ષની નાની વયમાં જાપાનના ઇન્ટરનેશનલ સોબુકન કરાટે એસોસીએશનનો બ્લેક બેલ્ટ મેળવી ચુકી છે. આ હેનીશા પટેલ એપ્રિલ ૨૦૦૬માં શ્રીલંકામાં કોલંબો ખાતે યોજાયેલ ત્રીજી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં ૧૧ વર્ષ કન્યા વિભાગમાં ગોલ્ડ મેડલ મેળવી ગામને અનેરું બહુમાન અપાવ્યું છે.