ગુલાબસિંહ

વિકિપીડિયામાંથી
ગુલાબસિંહ
પ્રથમ આવૃત્તિનું મુખપૃષ્ઠ; ૧૮૯૭
લેખકમણિલાલ દ્વિવેદી
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારરહસ્યવાદી નવલકથા
પ્રકાશન તારીખ
૧૮૯૭
દશાંશ વર્ગીકરણ
891.473
મૂળ પુસ્તકગુલાબસિંહ વિકિસ્રોત પર

ગુલાબસિંહ એ ગુજરાતી લેખક મણિલાલ દ્વિવેદી દ્વારા લખવામાં આવેલ નવલકથા છે. આ નવલકથા લૉર્ડ લિટન કૃત અંગ્રેજી રહસ્યવાદી નવલકથા 'ઝેનોની' પર આધારિત છે.

પ્રકાશનનો ઈતિહાસ[ફેરફાર કરો]

મણિલાલે ઓગસ્ટ ૧૮૮૫થી પોતાના સામયિક 'પ્રિયંવદા'માં ગુલાબસિંહ નવલકથા હપ્તાવાર છાપવાની શરૂઆત કરી હતી, જે જૂન ૧૮૯૫ના સુદર્શનના અંકમાં પૂરી થઈ હતી. આ નવલકથા ૧૮૯૭ના જૂન મહિનામાં પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ હતી.[૧]

કથાવસ્તુ[ફેરફાર કરો]

સાત તરંગમાં વહેંચાયેલી આ નવલકથા લૉર્ડ લિટનની અંગ્રેજીમાં લખાયેલ રહસ્યવાદી નવલકથા 'ઝેનોની'ની વસ્તુસંકલનાને અનુસરે છે અને ભારતીય દેશકાળને અનુરૂપ એનો વિન્યાસ અપનાવે છે. આ નવલકથાનું કથાનક જ્ઞાનમાર્ગી મત્સેન્દ્ર અને પ્રેમમાર્ગી ગુલાબસિંહ તેમજ રમાની આસપાસ ગૂંથાયેલું છે.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ઠાકર, ધીરુભાઈ (1956). મણિલાલ નભુભાઇ: સાહિત્ય સાધના. અમદાવાદ: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૨૧૫–૨૧૬. OCLC 80129512.
  2. ટોપીવાળા, ચન્દ્રકાન્ત; સોની, રમણ; દવે, રમેશ ર., સંપા. (૧૯૯૦). ગુજરાતી સાહિત્ય કોશ: અર્વાચીનકાળ. ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. p. ૧૦૩. OCLC 26636333.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]