મણિલાલ નભુભાઈ: જીવનરંગ
લેખક | ધીરુભાઈ ઠાકર |
---|---|
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
વિષય | મણિલાલ નભુભાઈ દ્વિવેદી |
પ્રકાર | જીવનચરિત્ર |
પ્રકાશન તારીખ | ૧૯૫૭ |
મણિલાલ નભુભાઈ: જીવનરંગ એ ગુજરાતી લેખક ધીરુભાઈ ઠાકર દ્વારા લખાયેલ મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું જીવનચરિત્ર છે જે ૧૯૫૭માં પ્રકાશિત થયું હતું.[૧]
પાર્શ્વભૂમિ
[ફેરફાર કરો]ગુજરાતી વિવેચક, સાહિત્યના ઈતિહાસકાર અને ગુજરાતી વિશ્વકોશના સંપાદક ધીરુભાઈ ઠાકરે તેમના પીએચ.ડી.ના વિષય તરીકે મણિલાલ નભુભાઈ દ્વિવેદીને પસંદ કર્યા હતા. આ મહાનિબંધ ૨ ગ્રંથરૂપે પ્રગટ થયો હતો: (૧) 'મણિલાલ નભુભાઈ: સાહિત્યસાધના', અને (૨) 'મણિલાલ નભુભાઈ: જીવનરંગ'. આ દ્વિતીય ગ્રંથમાં મણિલાલના જીવનનું આલેખન કરવામાં આવ્યું છે.[૨]
ધીરુભાઈએ આ ચરિત્ર લખવામાં પૂર્વે પ્રગટ થયેલ અને અંબુભાઈ પુરાણીએ લખેલ મણિલાલના જીવનચરિત્રનો ઉપરાંત આનંદશંકર ધ્રુવ પાસે સચવાયેલ મણિલાલના આત્મવૃત્તાંતનો તથા મણિલાલના પત્રો, ફાઈલો, વસિયતનામું, સ્વજનોની મુલાકાતો વગેરેનો ઉપયોગ કર્યો છે.[૨] આ સામગ્રીઓનો અભ્યાસ કરીને મણિલાલના જીવનના અગત્યના પાસાંઓ, જેને લીધે દંતકથાઓ અને અફવાઓ ચાલેલી હોય તેવા પાસાંઓ પર પ્રકાશ પાડવાનો લેખકે પ્રયત્ન કરેલો છે.[૧]
પુસ્તક સંક્ષેપ
[ફેરફાર કરો]પુસ્તકની શરુઆતમાં લેખકે મણિલાલના જન્મ સમયના યુગનો પરિચય આપ્યો છે. લેખકે બીજા પ્રકરણથી મણિલાલના જીવનની ક્રમશ: માહિતી આપી છે અને પ્રકરણવાર તેમના જીવનના પ્રસંગો, પ્રવૃત્તિઓ, આંતરજીવન અને જાહેરજીવન આલેખ્યું છે.[૨]
આવકાર
[ફેરફાર કરો]બહેચરભાઈ પટેલ નોંધે છે કે ધીરુભાઈ ઠાકરે આ ચરિત્ર દ્વારા 'મણિલાલના જીવનને 'ઊંચા પર્વત, ઊંડી ખીણ' તરીકે પ્રતિપાદિત કર્યું છે'. તેમજ અનંતરાય રાવળ કહે છે કે 'એમ કરવામાં તેમની વૈજ્ઞાનિક ચોક્સાઈ, તારતમ્યબુદ્ધિ, સમભાવ અને તાટસ્થ્ય જણાઈ આવે છે'.[૨]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ પટેલ, પ્રેમાભાઈ સોમાભાઈ (૧૯૯૮). "પ્રકરણ 5: સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી જીવનકથાઓની તપાસ". સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ચરિત્રસાહિત્ય (આત્મચરિત્ર – જીવનચરિત્ર) (Ph.D.). અમદાવાદ: ગુજરાતી વિભાગ, ગુજરાત યુનિવર્સિટી. પૃષ્ઠ ૯૯–૧૦૧. hdl:10603/47195.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ પટેલ, બહેચરભાઈ (૨૦૧૮). ગુજરાતીના ગૌરવગ્રંથો. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૨૬૩–૨૬૭. ISBN 978-81-7468-210-9.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- મણિલાલ નભુભાઈ: જીવનરંગ ઇન્ટરનેટ અર્કાઇવ પર