નારીપ્રતિષ્ઠા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નારીપ્રતિષ્ઠા
Nari Pratishtha first page.jpg
'નારીપ્રતિષ્ઠા' નિબંધનું પ્રથમ પાનુ (સ્ત્રોત: 'મણિલાલના ત્રણ લેખો'; સંપાદક: ધીરુભાઈ ઠાકર)
લેખકમણિલાલ નભુભાઈ દ્વિવેદી
મૂળ શિર્ષકનારીપ્રતિષ્ઠા
ભાષાગુજરાતી
પ્રકારનિબંધ
પ્રકાશન તારીખ૧૮૮૪
પ્રથમ પ્રકાશિતગુજરાતી (સાપ્તાહિક)
વિકિસ્ત્રોતનારીપ્રતિષ્ઠા at Gujarati Wikisource

નારીપ્રતિષ્ઠા ગુજરાતી મણિલાલ નભુભાઈ દ્વિવેદી દ્વાર લખાયેલ નિબંધ છે. ૧૮૮૪માં લખાયેલ આ નિબંધ એ જ વર્ષમાં 'ગુજરાતી' સાપ્તાહિકમાં આઠ હપ્તે પ્રગટ થયો હતો અને ત્યારબાદ ૧૮૮૫માં પુસ્તકસ્વરૂપે પ્રગટ થયો હતો.

ઈતિહાસ[ફેરફાર કરો]

૧૮૮૨માં મણિલાલ 'ગુજરાતી સોશિયલ યુનિયન' નામે ઓળખાતી મુંબઈના ગુજરાતી ગ્રેજ્યુએટોની મંડળીના સભ્ય બન્યા. આ મંડળીમાં એકવાર પુર્નલગ્નના વિષય ઉપર ચર્ચા ચાલી. બધાએ એમ માનેલું કે ગ્રેજ્યુએટોની મંડળી તો પુર્નલગ્નની તરફેણમાં જ હોય; પરંતુ મણિલાલે બધાથી વિરુદ્ધ પોતાનો મત આપ્યો અને પુર્નલગ્નનો વિરોધ કર્યો. આથી આ ચર્ચા એક કલાકને બદલે એક માસ પર્યન્ત ચાલી. બંને પક્ષ દ્વારા કોઈ નિર્ણય લઈ શકાયો નહિ, આથી આ વિવાદ કશા પણ તારણ વગર બંધ કરવામાં આવ્યો. મણિલાલે પોતાની રોજનીશીમાં લખ્યું છે કે, ચર્ચા દરમ્યાન બે ગૃહસ્થો પોતાની તરફેણમાં હતા.[૧]

આ પ્રસંગે મણિલાલે પુર્નલગ્નના વિવિધ પાસાઓ પર વિચાર કર્યો. આને આધારે પાછળથી તેમણે 'નારીપ્રતિષ્ઠા' નામનો વિસ્તૃત લેખ તૈયાર કરો હતો. આ લેખ બે-ત્રણ વર્ષ સુધી તેમની પાસે અપ્રગટ સ્થિતિમાં પડ્યો રહ્યો. ૧૮૮૪માં ફ્રેન્ચ તત્ત્વચિંતક ઑગુસ્ત કૉમ્તનું 'પૉઝિટિવ પૉલિટી' નામનું પુસ્તક વાંચવામાં આવતાં તેમાંના નારીવિષયક વિચારો મણિલાલને પોતાના વિચારોની સાથે મળતા આવતા માલૂમ પડ્યા. આથી તેમને એ જ વર્ષે આ લેખ 'ગુજરાતી' સાપ્તાહિકમાં આઠ હપ્તે પ્રગટ કર્યો. તેમાં પાછળથી પુર્નલગ્નનો ભાગ ઉમેરીને તેમણે ૧૮૮૫ના ઑક્ટોબર માસમાં એ લેખ પુસ્તકરૂપે પ્રસિદ્ધ કર્યો.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ઠાકર, ધીરુભાઈ (May 2011). કેટલાક સાહિત્યિક વિવાદો (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. pp. ૩૦–૩૨. OCLC 741752210.

બાહ્ય કડિઓ[ફેરફાર કરો]