ગોઢા (તા. લાખણી)

વિકિપીડિયામાંથી
ગોઢા
—  ગામ  —
ગોઢાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°02′20″N 71°56′29″E / 24.0389°N 71.9415°E / 24.0389; 71.9415
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો લાખણી
વસ્તી ૧,૭૧૬[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

ગોઢા (તા. લાખણી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા લાખણી તાલુકામાં આવેલું એક ગામ છે. ગોઢા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

ગામમાં ઓગડનાથ મહારાજનું પૌરાણિક મંદિર આવેલું છે જ્યાં ભાઈ બીજના દિવસે મેળો ભરાય છે. ગોઢા ગામમાં વેજુબાઈ માતાજીનું એક પૌરાણિક મંદિર છે, જે માતાજીના દર મહિનાની બીજ પર મેળો ભરાય છે, અને ત્યાં ગામ ગામથી ભક્તો બીજ ભરવા આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Godha Village Population, Caste - Deesa Banaskantha, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૭ ઓગસ્ટ ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]