ચોંઢા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ચોંઢા
—  ગામ  —
ચોંઢાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 20°36′01″N 73°18′16″E / 20.600302°N 73.30438°E / 20.600302; 73.30438
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો વાંસદા
વસ્તી ૨,૫૫૧ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી , પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, કેરી, શાકભાજી, તુવર
બોલી કુકણા

ચોંઢા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા વાંસદા તાલુકાનું ગામ છે. ચોંઢા ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા (મોરારજી દેસાઈ માધ્યમિક શાળા), અંધજન શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે, જેમાં ડાંગર, કેરી,રતાળુ તેમ જ શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી છે. અહીંના લોકો કુકણા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે અને મરાઠી ભાષા ને મળતી આવે છે. ગામમાં હનુમાન મંદિર આવેલુ છે.

વસતી[ફેરફાર કરો]

વસતી ગણતરી ૨૦૧૧ મુજબ ગામમાં કુલ ૫૧૯ કુટુંબો મળી કુલ વસતી ૨૫૫૧ છે, જેમાં ૧૨૫૬ પુરુષ અને ૧૨૯૫ સ્ત્રી છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]