ઝુલાસણ (તા. કડી)
Appearance
ઝુલાસણ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°17′52″N 72°19′52″E / 23.29785°N 72.331003°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહેસાણા |
તાલુકો | કડી |
વસ્તી | ૮,૦૦૦ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી |
ઝુલાસણ (તા. કડી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા કડી તાલુકામાં આવેલું એક ગામ છે. ઝુલાસણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, સામાજિક પ્રસંગો માટે સભાખંડ તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
વિશેષતા
[ફેરફાર કરો]ઝુલાસણ, કડી તાલુકાનાં સૌથી વધુ વિક્સિત ગામો પૈકીનું એક છે. આ ગામ સુનીતા વિલિયમ્સ, નાસાની વૈજ્ઞાનિક અને અવકાશયાત્રી ના પિતા દિપક પંડ્યા[૧]નું ગામ છે.
ગામમાં ઘણા ખનીજ તેલના કુવા આવેલા છે. અહીં ઘણા મોટા મંદિરો પણ આવેલાં છે, જેમા દોલા માતાજીનું મંદિર જાણીતું છે.
સંદર્ભ
[ફેરફાર કરો]આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |