થરા (તા. કાંકરેજ)
થરા | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 24°02′20″N 71°56′29″E / 24.0389°N 71.9415°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
તાલુકો | કાંકરેજ |
વસ્તી | ૩,૧૧૩ (૨૦૧૧[૧]) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, સેવા સહકારી મંડળી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | મકાઈ, બાજરી, તુવર, શાકભાજી |
થરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકામાં આવેલું એક મહત્વનું નગર છે. થરાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ નગરમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. અહીં શ્રી થરા પટેલવાસ સેવા સહકારી મંડળી લિ. અને શ્રી સરદાર ખેડૂત સેવા કો.ઓ. સોસાયટી આવેલી છે. અહીં દેના બેંક, બનાસ બેંક, પ્રગતિ બેંક અને બેંક ઓફ બરોડાની શાખાઓ પણ આવેલી છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]કાંકરેજ થરા
[ફેરફાર કરો]થરા તાલુકો કાંકરેજ થરાની સૌથી મહત્વની જાગીર હતો જેમાં ૨૪ ગામો અને કાંકરેજ થાણાની ૫ અન્ય સહભાગી જાગીરોનો સમાવેશ થતો હતો. ૧૯૦૧ની વસતી ગણતરી પ્રમાણે જાગીરનો કુલ વિસ્તાર 78 square miles (200 km2) હતો અને વસતી ૮,૮૬૦ વ્યક્તિઓની હતી. ૧૯૦૩-૦૪માં કુલ આવક ૩૧,૧૩૮ રૂપિયા હતી. બે મુખ્ય જાગીરદારો અત્યંત મર્યાદિત માત્રામાં કામદારની નિમણૂક વડે કાનૂની સત્તા ધરાવતા હતા.
થરાના મુખ્ય પાંચ જાગીરદારો બે મુખ્ય પાટીઓ અથવા શાખાઓ સરદારસિંહજી અને જશભાઇ જાગીરોમાં વહેંચાયેલા હતા. સરદારસિંહજીની જાગીર વડાનું મૃત્યુ થવાથી ૧૯૦૬માં બ્રિટિશ વ્યવસ્થા હેઠળ મૂકવામાં આવી હતી. ૧૯૨૬માં મદારસિંહજી સરદારસિંહજી (૯ જૂન ૧૯૦૬) અને ગોદડસિંહજી ગજસિંહજી (૧૬ એપ્રિલ ૧૮૬૭) સત્તા પર આવ્યા. તેઓ વાઘેલા રાજપૂતો હતા અને આ વિસ્તારમાં ૧૮મી સદીમાં સ્થાયી થયા હતા. શાસન પુત્રો વડે વંશપરંપરાગત રીતે ચાલતું હતું.
બ્રિટિશ શાસન
[ફેરફાર કરો]કાંકરેજ જાગીર મહી કાંઠા એજન્સનો ભાગ હતી પરંતુ ૧૮૪૪માં પાલનપુર રજવાડું નજીક હોવાથી પાલનપુર એજન્સીમાં આવી. આ જાગીરના વડાઓ મહી કાંઠા એજન્સીના ૧૮૧૨ના કાયદાઓને આધિન હતા. ૧૯૨૫માં પાલનપુર એજન્સી બનાસકાંઠા એજન્સી બની. ૧૯૩૩માં પાલનપુર રજવાડું રાજપુતાના એજન્સીમાં ભેળવવામાં આવ્યું અને બાકીની બનાસ કાંઠા એજન્સી મહી કાંઠા એજન્સીમાં ભેળવીને સાબર કાંઠા એજન્સી બનાવવામાં આવી જે પશ્ચિમ ભારત રાજ્ય એજન્સી હેઠળ હતી. ૧૧ નવેમ્બર ૧૯૪૪ના રોજ પશ્ચિમ ભારત રાજ્ય એજન્સી બરોડા અને ગુજરાત રાજ્ય એજન્સીમાં ભેળવી દેવાઈ.
સ્વતંત્રતા પછી
[ફેરફાર કરો]૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી આખો પ્રદેશ બોમ્બે રાજ્યમાં આવ્યો અને ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી થરા ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવ્યું.
ધાર્મિક સ્થળો
[ફેરફાર કરો]અહીં ભરવાડ સમાજનું ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવનું મંદિર અને ગુરૂ ગાદી આવેલાં છે. આ ઉપરાંત ગામમાં રામજી મંદિર, બહુચર માતાજી, સદુભાપાટી, હીંગળાજ માતાજીનું મંદિર આવેલ છે. પટેલવાસમાં શ્રી બ્રહ્માણી માતા, સિકોતર માતા, હીંગળાજ માતાજી, વેરાઈ માતાજી તેમજ બારવટી સિકોતર માતાજીનાં મંદિરો અને જુમ્મા મસ્જીદ તેમજ મદની મસ્જીદ આવેલાં છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Thara Population - Banaskantha, Gujarat". મેળવેલ ૧૮ નવેમ્બર ૨૦૧૬.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |