થાવર (તા. ધાનેરા)
થાવર | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 24°30′52″N 72°01′24″E / 24.514444°N 72.023385°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
તાલુકો | ધાનેરા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી. |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | મકાઈ, બાજરી, તુવર, શાકભાજી |
થાવર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા ધાનેરા તાલુકામાં આવેલું એક ગામ છે. થાવર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, મગફળી, તમાકુ તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. ગામમાં અનુપમ પ્રાથમિક શાળા, શ્રી સરસ્વતી પ્રાથમિક શાળા, શ્રીમતી આર. પી. ભુરીયા આદર્શ માધ્યમિક વિદ્યાલય, શ્રીમતી ડી. ટી. કાગ ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલય, સરકારી પ્રાથમિક શાળા પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી, સેવા સહકારી મંડળી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ગામમાં શિવ મંદિર, રામદેવ મંદિર, શ્રીચામુંડા માતાનું મંદિર, અચળ પૂરી બાપજીનો મઠ, હનુમાનજીનું મંદિર, ગરબા ચોક અને સુંદરપૂરી ગૌશાળા આવેલાં છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |