લખાણ પર જાઓ

દહીંવડા

વિકિપીડિયામાંથી
દહીંવડા
ઉદ્ભવભારત
વિસ્તાર અથવા રાજ્યભારતીય ઉપમહાદ્વીપ
મુખ્ય સામગ્રીવડા, દહીં, મસાલા
વિવિધ રૂપોરાજસ્થાની દહીં બડા, દિલ્હી દહીં ભલ્લા, ઓડિયા દહીં બારા[સંદર્ભ આપો]
  • Cookbook: દહીંવડા
  •   Media: દહીંવડા સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર દેવગઢ બારિયા રાજા રજવાડા વખતનું સ્થાપત્ય અને ટાઉન પ્લાનિંગથી સુસજ્જ નગર છે.

દહીં વડાભારતીય ઉપખંડમાં ખવાતો તાજો નાસ્તો છે અને સમગ્ર દક્ષિણ એશિયામાં લોકપ્રિય છે.[] તે જાડા દહીં (દહીં) માં વડા (તળેલા લોટના દડા) પલાળી કે બોળીને તૈયાર કરવામાં આવે છે.[]

દહીં વડા ઉર્દુમાં "દહીં બરે" (دہی بڑے) તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને પંજાબીમાં દહીં ભલ્લા અને તમિળમાં થૈયર વડા[] કહે છે. મલયાલમમાં થૈરુ વડા, તેલુગુ માંપેરુગુ વડા, કન્નડામાં મોસારુ, ઓડિયામાં દહીં બારા (ଦହି ବରା) અને બંગાળીમાં દોઈ બોરા (દઇ બરા) કહેવાય છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

હાલના કર્ણાટક ના ૧૨મી સદીના શાસક સોમેશ્વર ત્રીજાએ સંકલિત્ કરાવેલા સંસ્કૃત જ્ઞાનકોશ મનસોલ્લસામાં ક્ષીરવટા તરીકે દહીં વડાની પાકવિધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.[]

તૈયારી

[ફેરફાર કરો]

અડદની દાળને ધોઈને રાતભર પલાળો. પલળેલી દાળને વાટી તેલમાં તળીને તેના વડા તૈયાર કરવામાં આવે છે. તૈયાર વડાને પાણીમાં પલાળી જાડા ફેંટેલા દહીંમાં મુકવામાં આવે છે. પીરસતી વખતે તેમાં કિશમીશ ઉમેરવામાં આવે છે. વડાના ખીરામાં ધાણા અથવા ફુદીના પાંદડા, મરચાંની ભૂકી, વાટેલા કાળા મરી, ચાટ મસાલો, જીરું, ખમણેલું નારિયેળ, લીલું મરચું, બુંદી, ખમણેલું આદુ અથવા દાડમ સાથે પીરસી શકાય છે. ભારતમાં કેટલાક સ્થળોએ મીઠી દહીંને પ્રાધાન્ય આપવામાં આવે છે, ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં , જોકે સુશોભન સમાન રહે છે. કોથમીર અને આમલીના ચટણીનો મિશ્રણ ઘણી વખત સુશોભન માટે વપરાય છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]
  1. "Soft, crisp vadas!".
  2. "Express Recipes: How to make the perfect Dahi Vada".
  3. "சோள தயிர் வடை /கார்ன் தஹி வடா". મૂળ માંથી 2018-09-20 પર સંગ્રહિત. મેળવેલ 2019-01-17.
  4. K.T. Achaya (2003). The Story of Our Food. Universities Press. પૃષ્ઠ 85. ISBN 978-81-7371-293-7.