નલિયા (તા. અબડાસા)
નલિયા/નલીયા | |||
— નગર — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 23°15′39″N 68°49′35″E / 23.260834°N 68.826331°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
વસ્તી | ૮,૯૬૮ (૨૦૦૧[૧]) | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
નલિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક છે.[૨] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૨].
ઇતિહાસ
[ફેરફાર કરો]નલિયા ભૂતકાળમાં સમૃદ્ધ વ્યાપારી નગર હતું જે ઝાંઝીબાર અને મુંબઈ સાથે વ્યાપારી સંબંધો ધરાવતું હતું. ૧૮૮૦માં તેની વસતી ૫૨૩૮ હતી.[૩]
પ્રવાસન
[ફેરફાર કરો]નલિયા જૈન દેરાસર
[ફેરફાર કરો]નલિયામાં સદીઓ પહેલાં બંધાયેલું જૈન દેરાસર આવેલું છે.[૪][૫] તે પ્રખ્યાત જૈન તીર્થ છે અને અબડાસાની પંચતીર્થી તરીકે ઓળખાતા પાંચ જૈન દેરાસરોમાંનું એક છે. આ મંદિરના સ્થાપત્યકારો કચ્છના મિસ્ત્રીઓ હતા.[૬][૭] અહીં મુખ્ય મૂર્તિ ચંદ્રપ્રભુની છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Census 2001 Population Finder: Gujarat: Kachchh: Abdasa: Naliya". Office of The Registrar General & Census Commissioner, Ministry of Home Affairs, Government of India. મૂળ સંગ્રહિત માંથી ૩ જૂન ૨૦૧૩ પર સંગ્રહિત.
- ↑ ૨.૦ ૨.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર અબડાસા તાલુકાના ગામોની યાદી". જિલ્લા પંચાયત, કચ્છkutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2011-01-03 પર સંગ્રહિત. મેળવેલ 2020-04-23.
- ↑ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૪૪.
- ↑ "Welcome to Yatratojaintemples.com". www.yatratojaintemples.com. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-06.
- ↑ "www.Jinalaya.com - Shri Naliya Tirth - Jain Temples in Gujarat". www.jinalaya.com. મૂળ માંથી 2016-05-16 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-06.
- ↑ Kutch Gurjar Kshatriya Samaj : A brief History & Glory: by Raja Pawan Jethwa. (2007) Calcutta.pp:28-29
- ↑ Nanji Bapa ni Nondh-pothi published in Gujarati in year 1999 from Vadodara.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |