બેનઝિર ભુટ્ટો

વિકિપીડિયામાંથી
બેનઝીર ભુટ્ટો
બેનઝિર ભુટ્ટો
بينظير بھٹو
પાકિસ્તાનના ૧૧માં વડાપ્રધાન
પદ પર
૧૯ ઓક્ટોબર, ૧૯૯૩ – ૫ નવેમ્બર, ૧૯૯૬
રાષ્ટ્રપતિવસિમ સજ્જાદ
ફારૂક લેઘારી
પુરોગામીમોઈનુદ્દિન અહેમદ કુરેશી (કાર્યકારી)
અનુગામીમલીક મેરાજ ખાલીદ (કાર્યકારી)
પદ પર
૨ ડિસેમ્બર, ૧૯૮૮ – ૬ ઓગસ્ટ, ૧૯૯૦
રાષ્ટ્રપતિગુલામ ઈશાક ખાન
પુરોગામીમહમદખાન જુણેજા
અનુગામીગુલામ મુસ્તફા જતોઈ (કાર્યકારી)
વિપક્ષના નેતા
પદ પર
૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૭ – ૧૨ ઓક્ટોબર, ૧૯૯૯
પુરોગામીનવાઝ શરીફ
અનુગામીફઝલ-ઉલ-રહેમાન
પદ પર
૬ નવેમ્બર, ૧૯૯૦ – ૧૮ એપ્રિલ, ૧૯૯૩
પુરોગામીખાન અબ્દુલ વલિ ખાન
અનુગામીનવાઝ શરીફ
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ
પદ પર
૧૨ નવેમ્બર, ૧૯૮૨ – ૨૭ ડિસેમ્બર, ૨૦૦૭
૧૦ જાન્યુઆરી, ૧૯૮૪ સુધી કાર્યરત
પુરોગામીનુસરત બુટ્ટો
અનુગામીઆસિફ અલી ઝરદારી
બિલાવલ ઝરદારી ભુટ્ટો
અંગત વિગતો
જન્મ(1953-06-21)21 June 1953
કરાચી, સિંધ, પાકિસ્તાન
મૃત્યુ27 December 2007(2007-12-27) (ઉંમર 54)
રાવલપીંડી, પંજાબ (પાકિસ્તાન)
જીવનસાથીઆસિફ અલી ઝરદારી(૧૯૮૭-૨૦૦૭)
સંબંધોભુટ્ટો કુટુંબ
સંતાનોબિલાવલ, બખ્તાવર, આસિફા
માતા-પિતાઝુલ્ફિકાર અલી ભુટ્ટો, નુસરત ભુટ્ટો
માતૃ શિક્ષણસંસ્થાહાવર્ડ યુનિવર્સિટી
ઓક્સફર્ડ
કરાંચી સ્કૂલ
સહી
વેબસાઈટઅધિકૃત વેબસાઈટ
ધર્મઇસ્લામ

બેનઝિર ભુટ્ટો (સિંધી ભાષા بينظير ڀٽو, ઉર્દૂ: بینظیر بھٹو, (beːnəziːɾ bʱʊʈːoː); (૨૧ જૂન, ૧૯૫૩ – ૨૭ ડિસેમ્બર, ૨૦૦૭) પાકિસ્તાનનાં ૧૧માં વડાપ્રધાન હતા. તેઓ ૧૯૮૮-૯૦ અને ૧૯૯૩-૯૬ એમ બે મુદ્દત સુધી વડાપ્રધાન પદે રહ્યા હતા. તેઓ પાકિસ્તાનનાં શક્તિશાળી રાજકિય પરિવાર, ભુટ્ટો પરિવારનાં, સભ્ય હતા, તેમનાં પિતા ઝુલ્ફિકાર અલી ભુટ્ટો પણ માજી વડાપ્રધાન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સ્થાપક હતા. તેઓ પાકિસ્તાનના પ્રથમ અને આજ સુધીના એકમાત્ર મહિલા વડા પ્રધાન છે.[૧]

તેમનું કુટુંબ સિંધીઓની ભુટ્ટો જાતિ સાથે સંબંધ ધરાવતું હતું. ભુટ્ટો એ સિંધી વંશના પાકિસ્તાની અને ધર્મથી શિયા મુસ્લિમ એવા દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ઝુલ્ફિકર અલિભુટ્ટો અને ઇરાનિયન-કુરદિશ વંશના પાકિસ્તાની અને ધર્મથી શિયા મુસ્લિમ એવા બેગમ નુસરત ભુટ્ટોના સૌથી મોટા સંતાન હતા. તેમના દાદાજી સર શાહ નવાઝ ભુટ્ટો ભારતના હરિયાણા રાજ્યમાં આવેલા તેમના મૂળ વતન ભટ્ટો કલાનમાંથી સ્વતંત્રતા પહેલા સિંધના લરકાના જિલ્લામાંથી આવ્યા હતા. [૨][૩]

ભુટ્ટો વર્ષ 1988માં 35 વર્ષની વયે પ્રથમ વખત વડા પ્રધાન બન્યા હતા, પરંતુ તે સમયના રાષ્ટ્રપતિ ગુલામ ઇશાક ખાનના આદેશથી ભ્રષ્ટાચારના આરોપસર 20 મહિના બાદ તેમને પદેથી દૂર કરવામાં આવ્યા હતા. વર્ષ 1993માં તેઓ ફરી ચૂંટાયા હતા, પરંતુ ફરીથી વર્ષ 1996માં સમાન આરોપસર તેમને રાષ્ટ્રપતિ ફારૂક લેગહરિ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. તેઓ વર્ષ 1998માં સ્વયં સ્વદેશત્યાગ કરીને દૂબઇ જતા રહ્યા હતા.

રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ સાથે સમજૂતિ બાદ 18 ઓક્ટોબર, 2007ના રોજ ભુટ્ટો પાકિસ્તાન પરત ફર્યા હતા. તેમના દ્વારા ભુટ્ટોને ક્ષમા આપવામાં આવી હતી અને બધાજ ભ્રષ્ટાચારના આરોપો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. વર્ષ 2008ની પાકિસ્તાની સામાન્ય ચૂંટણીઓના બે સપ્તાહ પહેલા, 27 ડિસેમ્બર, 2007ના રોજ પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં પીપીપી (PPP)સરઘસમાંથી છૂટા પડ્યા બાદ તેમનું ખૂન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીઓમાં તેઓ અગ્રણી વિરોધી ઉમેદવાર હતા.

ત્યાર બાદના તેઓ વર્ષમાં માનવીય હકોના ક્ષેત્રમાં યુનાઇટેડ નેશન્સના પારિતોષિકના સાત વિજેતાઓમાં સ્થાન પામ્યા હતા. [૪]

શિક્ષણ અને વ્યક્તિગત જીવન[ફેરફાર કરો]

બેનઝિર ભુટ્ટો લરકાનાના અગ્રણી મુસ્લિમ કુટુંબના બેગમ નુસરત ઇસ્પાહાનિ અને ઝુલ્ફિકર અલિભુટ્ટોને ત્યાં 21 જૂન, 1953ના રોજ પાકિસ્તાનના રાજ્ય કરાચિમાં જન્મ્યા હતા. તેમણે કરાચિની લેડી જેન્નીંગ્સ નર્સરી સ્કૂલ અને કોન્વેન્ટ ઓફ જિસસ એન્ડ મેરિ ખાતે શાળાકીય શિક્ષણ લીધું હતું. [૫] રાવલપિંડી પ્રેઝન્ટેશન કોન્વેન્ટ ખાતે બે વર્ષના શાળાકીય અભ્યાસ બાદ, તેમને મરિ ખાતેની જિસસ એન્ડ મેરિ કોન્વેન્ટ મોકલવામાં આવ્યા હતા. તેમણે 15 વર્ષની વયે O-કક્ષાની પરિક્ષા પાસ કરી હતી. [૬] ત્યારબાદ તેમને એ-કક્ષાનું શિક્ષણ પૂર્ણ કરવા માટે કરાચિ ગ્રામર સ્કૂલ ખાતે મોકલવામાં આવ્યા હતા.

પાકિસ્તાનમાં પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ, તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ ખાતે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતું. વર્ષ 1969થી 1973 દરમિયાન, તેમણે હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે રેડક્લિફ કોલેજમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેમણે કમ લોડ ઓનર્સ કમ્પેરેટિવ સરકાર સાથે આર્ટ્સ વિષયમાં સ્નાતકની ડીગ્રી મેળવી હતી. [૭] તેઓ ફિ બેટા કપ્પામાં પણ પસંદગી પામ્યા હતા. [૬] ભુટ્ટોએ પાછળથી આ હાર્વર્ડ ખાતે પસાર કરેલા સમયને "મારા જીવનના સૌથી યાદગાર ચાર વર્ષ" તરીકે ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે આ સમયે તેમની લોકશાહી પરની શ્રદ્ધાનો પાયો નાખ્યો હતો. ત્યારબાદ વર્ષ 1995માં વડા પ્રધાન તરીકે, તેમણે પાકિસ્તાની સરકાર તરફથી હાર્વર્ડ લો સ્કૂલને ભેટ આપી હતી. [૮] જૂન 2006માં તેમને યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો તરફથી માનદ એલએલ.ડી પદવી એનાયત થઇ હતી. [૯]

શિક્ષણનો બીજો તબક્કો તેમણે યુનાઇટેડ કિંગ્ડમ ખાતે ગાળ્યો હતો. વર્ષ 1973થી 1977 વચ્ચે ભુટ્ટોએ લેડી માર્ગરેટ હોલ, ઓક્સફોર્ડ ખાતે તત્વજ્ઞાન, રાજકારણ અને અર્થશાસ્રનો અભ્યાસ કર્યો હતો, તે દરમિયાન તેમણે આંતરરાષ્ટ્રીય કાયદા અને મુત્સદ્દીગીરી વિષયમાં વધારાનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો. [૧૦] એલએમએચ (LMH) બાદ તેમણે ઓક્સફોર્ડની સેઇન્ટ કેથરિન્સ કોલેજ[૧૧] ખાતે અભ્યાસ કર્યો હતો અને ડિસેમ્બર 1976માં તેઓ ઓક્સફોર્ડ યુનિયનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા અને વિખ્યાત ડિબેટીંગ સોસાયટીનું અધ્યક્ષપદ મેળવનારા પ્રથમ એશિયન મહિલા બન્યા હતા. [૬]

18 ડિસેમ્બર, 1987ના રોજ તેઓ કરાચિમાં આસિફ અલિ ઝરદારી સાથે પરણ્યા હતા. આ દંપતિને ત્રણ બાળકો હતા: બિલાવલ, બખ્તવર અને અસીફા.

કુટુંબ[ફેરફાર કરો]

બેનઝિર ભુટ્ટોના પિતા, વડા પ્રધાન ઝુલ્ફિકર અલિભુટ્ટોને વર્ષ 1977માં લશ્કરી વડા જનરલ મુહમ્મદ ઝીયા-ઉલ-હકની આગેવાની હેઠળના લશ્કરી બળવા બાદ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા, જેમણે માર્શલ લો લાદ્યો હતો, પરંતુ ત્રણ મહિનાના ગાળામાં ચૂંટણી યોજવાનું વચન આપ્યું હતું. સામાન્ય ચૂંટણીઓ યોજવાના વચનને પૂર્ણ કરવાને બદલે, જનરલ ઝીયાએ ઝુલ્ફિકર ભુટ્ટો પર વિરોધી પક્ષના રાજકારણી એહમદ રઝા કસૂરીના પિતાના ખૂનના કાવતરામાં સામેલ હોવાનો આરોપ મુક્યો હતો. ઝુલ્ફિકર અલિભુટ્ટોને માર્શલ લો કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

તેમના પર મુકવામાં આવેલા આરોપને જાહેર જનતા દ્વારા શંકાની નજરે [૧૨] જોવામા આવતા હોવા છતાં અને વિદેશી નેતાઓ દ્વારા દયાની ઘણી વિનંતીઓ કરવામાં આવી હોવા છતાં ઝુલ્ફિકર અલિભુટ્ટો 4 એપ્રિલ, 1979ના રોજ ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા હતા. દયા માટેની વિનંતીઓ કાર્યકારી રાષ્ટ્રપતિ જનરલ ઝીયા દ્વારા ફગાવી દેવામાં આવી હતી. બેનઝિર ભુટ્ટો અને તેમના માતાને ત્યાર બાદ મે માસના અંત સુધી "પોલિસ કેમ્પ"માં રાખવામાં આવ્યા હતા. [૧૩]

વર્ષ 1985માં, બેનઝિર ભુટ્ટોના ભાઈ શાહનવાઝનું ફ્રાન્સ ખાતે ખૂબ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. ત્યારબાદ વર્ષ 1996માં તેમના અન્ય ભાઈ મિર મુર્તઝાની હત્યાએ તેમની વડા પ્રધાન તરીકેની બીજી અવધિને અસ્થિર બનાવવામાં ભાગ ભજવ્યો હતો.

વડા પ્રધાન[ફેરફાર કરો]

ચિત્ર:Benazir in Parliament.jpg
વર્ષ 1998-1999માં સંસદના સત્ર દરમિયાન ડાબેરી તરફ ડાબેરી તરફથી: ચૌધરી મહોમ્મદ બરજીસ તાહિર, અજમલ ખટ્ટક, ઐતઝાઝ એહસાન, બેનઝિર ભુટ્ટો
બેનઝિર ભુટ્ટો વર્ષ 1989માં વોશિંગ્ટન ડી.સી.ની મુલાકાતે

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પાકિસ્તાન પરત આવેલા ભુટ્ટોને તેમના પિતાના જેલવાસ અને ત્યાર બાદની પ્રક્રિયા ચાલતી હોવાથી હાઉસ અરેસ્ટનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 1984માં યુનાઇટેડ કિંગ્ડમ પરત ફરવાની પરવાનગી મળ્યા બાદ, તેઓ સ્વદેશ ત્યાગ દરમિયાન તેમના પિતાના પક્ષ પીપીપીના નેતા બન્યા હતા, જોકે તેઓ જનરલ મુહમ્મદ જીયા-ઉલ-હકના મૃત્યુ સુધી પાકિસ્તાનમાં રાજકીય હાજરી આપવામાં સક્ષમ ન હતા. તેઓ પીપીપીના વડા તરીકેનું તેમનું સ્થાન લેવામાં સફળ રહ્યા હતા અને ઝીયા-ઉલ હકના શાસન સામે લોકશાહી વિરોધ ઉભો કર્યો હતો.

બેનઝિર ભુટ્ટોએ જે બેઠક પરથી વડા પ્રધાનના પદ માટે ઉમેદવારી નોંધાવી હતી તે એ જ બેઠક હતી કે જેના પરથી તેમના પિતાએ ચૂંટણી લડી હતી, જેનું નામ એનએ 207 હતું. આ બેઠક પરથી સિંધની સૌપ્રથમ ચૂંટણીમાં વર્ષ 1926માં સરદાર વાહિદ બક્સ ભુટ્ટોએ પ્રથમ ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણી ભારતની સેન્ટ્રલ લેજિસ્લેટીવ એસેમ્બલી માટે હતી. સરદાર વાહિદ બક્સ જીત્યા હતા અને તેઓ ફક્ત લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલી સંસદના સિંધ તરફથી સૌપ્રથમ પ્રતિનીધી જ નહીં, પરંતુ 27 વર્ષની વયે સેન્ટ્રલ લેજિસ્લેટીવ એસેમ્બલીના સૌથી યુવા વયના સભ્ય પણ બન્યા હતા. વાહિદ બક્સની આ સિદ્ધી યાદગાર હતી, કેમકે તેઓ સરકારમાં ચૂંટાયેલા પ્રથમ ભુટ્ટો બન્યા હતા કે જે બેઠક પરથી ત્યાર બાદ તેમના કુટુંબના સભ્યો હંમેશા પોતાની ઉમેદવારી નોંધાવતા આવ્યા છે. આથી તેમણે પ્રથમ સફળતા અપાવી હતી અને આ પરંપરાની શરૂઆત કરી હતી. સરદાર વાહિદ બક્સ બોમ્બે કાઉન્સિલમાં પણ ચૂંટાયા હતા. 33 વર્ષની વયે વાહિદ બક્સના અકાળે અને રહસ્યમય મૃત્યુ બાદ, તેમના નાના ભાઈ નવાબ નબી બક્સ ભુટ્ટો સમાન બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને તેમની નિવૃત્તિ સુધી તેઓ અજેય રહ્યા હતા.તેમણે જ ઝુલ્ફિકર અલિભુટ્ટોને આ બેઠક લડવા માટે આપી હતી.

16 નવેમ્બર, 1988ના રોજ, એક દાયકાની સૌપ્રથમ સ્વતંત્ર ચૂંટણીમાં ભુટ્ટોની પીપીપીએ સૌથી વધુ બેઠકો સાથે રાષ્ટ્રીય વિધાનસભાની ચૂંટણી જીતી લીધી હતી. ભુટ્ટો બીજી ડિસેમ્બરના રોજ જોડાણ વાળી સરકારના વડા પ્રધાન બનતા, તેઓ 35 વર્ષની વયે સૌથી યુવા અને આધુનિક સમાજમાં મુસ્લિમ સમુદાય ધરાવતા દેશમાં સરકારનું પ્રતિનિધીત્વ કરવાવાળા પ્રથમ મહિલા બન્યા હતા. વર્ષ 1989માં, બેનઝિરને લિબરલ ઇન્ટરનેશનલ દ્વારા પ્રાઇઝ ફોર ફ્રિડમથી નવાજવામાં આવ્યા હતા. ભુટ્ટોના કાર્યકાળ દરમિયાનની તેમની સિદ્ધીઓમાં રાષ્ટ્રીય સુધારણા અને અદ્યતનીકરણ માટેના પ્રયાસોનો સમાવેશ થતો હતો, જેને કેટલાક રૂઢીચૂસ્ત લોકોએ પશ્ચિમીકરણ તરીકે ગણાવ્યું હતું. વર્ષ 1990માં ભ્રષ્ટાચારના આરોપસર ભુટ્ટોની સરકારને પદ પરથી દૂર કરવામાં આવી હતી, કે જેના માટે તેમણે ક્યારેય પ્રયત્નો કર્યા ન હતા. ઝીયાના આશ્રિત નવાઝ શરિફ ઓક્ટોબર 1990ની ચૂંટણીઓ બાદ સત્તા પર આવ્યા હતા. તે સમયે ભુટ્ટો વિરોધપક્ષના નેતા બન્યા હતા, જ્યારે પછીના ત્રણ વર્ષ માટે શરિફ વડા પ્રધાન બન્યા હતા.

ઓક્ટોબર 1993માં ચૂંટણીઓ ફરી યોજાઇ અને ફરી પીપીપી (PPP)જોડાણનો વિજય થયો, જેને પગલે ભુટ્ટોએ ફરી સત્તા હાંસલ કરી અને તેમના સુધારણાના પ્રયત્નો અવિરત રહ્યા. પત્રકાર શ્યામ ભાટિયાની માહિતી પ્રમાણે, ભુટ્ટો મુલાકાત સમયે ઉત્તર કોરિયાને યુરેનિયમ એનરિચમેન્ટ ડેટા ધરાવતી સીડીઓની દાણચોરી કરતા હતા અને બદલામાં મિસાઇલ તકનીકો અંગેની માહિતી મેળવતા હતા. [૧૪] વર્ષ 1996માં, વિવિધ ભ્રષ્ટાચારના કૌભાંડો વચ્ચે તે સમયના રાષ્ટ્રપતિ ફારૂક લેગહરીએ સરકારની સત્તાનો અંત લાવવાની આઠમી સુધારણાની મુનસફી નિર્ણયો લેવાની સત્તાનો ઉપયોગ કરીને ભુટ્ટોનો પદ પરથી દૂર કરી દીધા હતા. સુપ્રિમ કોર્ટે 6-1 આદેશમાં રાષ્ટ્રપતિ લેગહરીના નિર્ણયને સમર્થન આપ્યું હતું. [૧૫] ભુટ્ટોનો વિરોધ કરનારા કેટલાક પંજાબી ઉચ્ચ વર્ગના શક્તિશાળી જમીનદારોના કુટુંબનો લોકો તરફથી તેમને ટીકા સામનો કરવો પડ્યો હતો. તેમણે આ વિરોધને પાકિસ્તાનની અસ્થિરતા માટે કારણભૂત ગણાવ્યો હતો. મુશર્રફે ભુટ્ટોના કાર્યકાળને "શરમજનક લોકશાહીના યુગ" તરીકે ગણાવ્યો હતો અને અન્ય લોકોએ તેને ભ્રષ્ટ અને નિષ્ફળ સરકારનો સમય ગણાવ્યો હતો. [૧૬]

મહિલાઓ માટેની નીતિઓ[ફેરફાર કરો]

ચૂંટણી ઝુંબેશ દરમિયાન ભુટ્ટોની સરકારે મહિલાઓના સામાજિક અને આરોગ્યને લગતા મુદ્દાઓ અંગે ચિંતાનો સૂર વ્યક્ત કર્યો હતો, જેમાં મહિલાઓ સામે ભેદભાવ રાખવાની બાબતનો પણ સમાવેશ થાય છે. ભુટ્ટોએ મહિલા માટેના પોલિસ સ્ટેશન્સ, કોર્ટ્સ અને મહિલા વિકાસ બેન્કોની સ્થાપના કરવાના આયોજનની જાહેરાત કરી હતી. આ પ્રકારના આયોજનો છતાં, ભુટ્ટોએ મહિલાઓના કલ્યાણ માટેની સેવાઓમાં સુધારો લાવવા માટે કોઇ પણ કાયદાની દરખાસ્ત મુકી ન હતી. તેમની ચૂંટણી ઝુંબેશ દરમિયાન, ભુટ્ટોએ વિવાદિત કાયદાઓ (જેવાકે હુદૂડ અને ઝીના ધાર્મિક વિધી) રદ કરવાનું વચન આપ્યું હતું, જે પાકિસ્તાનમાં મહિલાઓના હકો પર કાપ મુકતા હતા. [૧૭] ભુટ્ટો જીવનપ્રેમી હતી અને મુખ્યત્વે કેઇરોમાં વસ્તી અને વિકાસ અંગેની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં કડક શબ્દોમાં ગર્ભપાત અંગે વિશ્વને જણાવ્યું હતું, જ્યાં તેમણે "પશ્ચિમના દેશો પર પુખ્ત વયના લોકોને ગર્ભપાત, મૈથુન સહિતની અન્ય બાબતોથી વ્યક્તિઓ, સમાજ અને ધર્મને અજાણ રાખવાનો આરોપ મુક્યો હતો,જેમના પોતાના સામાજિક બંધનો હતા. "[૧૮]

જૂલાઇ 2006માં પરવેઝ મુશર્રફ દ્વારા બહાર પાડવામાં આવેલા રાષ્ટ્રપતિના વટહુકમ દ્વારા ઝીનાને અંતે રદ કરવામાં આવ્યો હતો. [૧૯]

ભુટ્ટો હાલના અને ભૂતપૂર્વ વડા પ્રધાનો અને રાષ્ટ્રપતિઓના નેટવર્ક કાઉન્સિલ ઓફ વિમેન વર્લ્ડ લિડર્સના સક્રિય અન સ્થાપના સમયથી સભ્ય રહ્યા હતા. [૨૦]

તાલિબાન પરની નીતિ[ફેરફાર કરો]

તાલિબાને સપ્ટેમ્બર 1996માં કાબુલમાં સત્તા મેળવી હતી. ભુટ્ટોના શાસન દરમિયાન તાલિબાનને અફઘાનિસ્તાનમાં પ્રાધાન્ય મળ્યું હતું. [૨૧] તે સમયના ઘણા નેતાઓની જેમ તેઓના મતે તાલિબાન એવું જૂથ છે કે જે અફઘાનિસ્તાનને સ્થિરતા બક્ષી શકે છે અને કેન્દ્રીય એશિયન લોકશાહીઓ સાથે વેપારનો માર્ગ મોકળો કરી શકે છે, તેમ લેખક સ્ટિફન કોલ માને છે. [૨૨] તેમણે એવો દાવો કર્યો હતો કે યુનાઇટેડ સ્ટેટ્સની જેમ, તેની સરકારે તાલિબાન સરકારને લશ્કરી અને નાણાકીય ટેકો આપ્યો હતો અને અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની લશ્કરનું નાનું જૂથ પણ મોકલ્યું હતું.

તાજેતરમાં જ તેમણે તાલિબાન વિરોધી વલણ અપનાવ્યું હતું અને તાલિબાન અને તેમના ટેકેદારો દ્વારા કરવામાં આવેલી ત્રાસવાદી પ્રવૃત્તિને તેમણે વખોડી કાઢી હતી. [૨૩]

ભ્રષ્ટાચારના આરોપો[ફેરફાર કરો]

ફ્રેન્ચ, પોલિશ, સ્પેનીશ અને સ્વિસ દસ્તાવેજોએ ભુટ્ટો અને તેમના પતિ પરના ભ્રષ્ટાચારના આરોપોને બળ પૂરુ પાડ્યું હતું. તેમણે સંખ્યાબંધ કાયદાકીય કાર્યવાહીઓનો સામનો કર્યો હતો, જેમાં સ્વિસ બેન્ક દ્વારા નાણાંની ઉચાપતના આરોપોનો પણ સમાવેશ થાય છે. તેમના પતિ આસિફ અલિ ઝરદારીએ ગુનેગાર સાબિત ન થયા હોવા છતાં સમાન ભ્રષ્ટાચારના આરોપસર આઠ વર્ષ જેલમાં ગાળ્યા હતા. વર્ષ 2004માં જામિન પર છુટકારો મેળવ્યા બાદ, ઝરદારીએ જણાવ્યું હતું કે તેમના જેલવાસ દરમિયાન તેમના પર શારીરિક અને માનસિક જૂલમ કરવામાં આવ્યો હતો અને માનવીય હકોના જૂથોએ તેમના એવા દાવાને ટેકો આપ્યો હતો કે તેમના હકોની અવગણના કરવામાં આવી હતી. [૨૪]

વર્ષ 1998ના ન્યૂ યોર્ક ટાઇમ્સ ના સંશોધક અહેવાલમાં [૨૫] એવો દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાનના તપાસકો પાસે એવા દસ્તાવેદો છે કે જે સ્વિટ્ઝરલેન્ડમાં કુટુંબના વકીલો સાથે જોડાયેલા બધા જ બેન્કના ખાતાના નેટવર્કને બહાર પાડે છે, જેમાં આસિફ અલિ ઝરદારી મુખ્ય હિસ્સેદાર હતા. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, ફ્રેન્ચ સત્તાધિકારીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા દસ્તાવેજો એવું સૂચન કરતા હતા કે ઝરદારીએ ફ્રાન્સના એરક્રાફ્ટનું ઉત્પાદન કરતા ડેસોલ્ટને એર ફોર્સના લડાકુ વિમાનોને બદલવાના વિશેષ હકો આપ્યા હતા, જેના બદલામાં ઝરદારી દ્વારા સંચાલિત સ્વિસ કોર્પોરેશનને પાંચ ટકા દલાલી આપવાનું નક્કી કર્યું હતું. અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે દૂબઇની કંપનીને પાકિસ્તાનમાં સોનાની આયાત કરવા માટેનું વિશેષ લાઇસન્સ આપવામાં આવ્યું હતું, જેના બદલામાં આસિફ ઝરદારીને તેના દૂબઇસ્થિત સિટીબેન્કના ખાતામાં 10 મિલિયન ડોલર મળ્યા હતા. કંપનીના માલિકે ઝરદારીને કોઇ ચૂકવણી કરી હોવાનો ઇનકાર કર્યો હતો અને આ દસ્તાવેજોને બનાવટી ગણાવ્યા હતા.

ભુટ્ટોએ જણાવ્યું હતું કે તેમના અને તેમના પતિ વિરૂદ્ધ કરવામાં આવેલા આરોપો સંપૂર્ણ રીતે રાજકીય રીતે સંચાલિત છે. [૨૬][૨૭] ઓડિટર જનરલ ઓફ પાકિસ્તાન (એજીપી)ના અહેવાલે ભુટ્ટોના દાવાને સમર્થન આપ્યું હતું. તેમાં એવી માહિતી પ્રસ્તુત કરવામાં આવી હતી કે બેનઝિર ભુટ્ટોને તે સમયના રાષ્ટ્રપતિ ગુલામ ઇશક ખાન દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોને પરિણામે વર્ષ 1990માં તેમને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા. એજીપીના અહેવાલોમાં એવું જણાવવામાં આવ્યું હતું કે ખાને વર્ષ 1990-92 દરમિયાન ભુટ્ટો અને તેમના પતિ વિરૂદ્ધ ભ્રષ્ટાચારના 19 કેસ કરવા માટે કાનૂની સલાહકારોને ગેરકાયદેસર રીતે 28 મિલિયન રૂપિયા ચૂકવ્યા હતા. [૨૮]

ત્યાર બાદ પણ ભુટ્ટો અને તેમના પતિની સંપત્તિની તપાસ ચાલુ રહી હતી અને તે વિષે અટકળો પણ ફેલાતી હતી. ફરિયાદીઓએ એવો આરોપ મુક્યો હતો કે તેમના સ્વિસ બેન્કના ખાતામાં 740 મિલિયન પાઉન્ડ જેટલી માતબર રકમ છે. [૨૯] ઝરદારીએ યુકેમાં ઇંગ્લેન્ડ ખાતેના સરેમાં નિયો ટ્યૂડર મેન્સન અને ચાર મિલિયન પાઉન્ડની મિલકતો ખરીદી હતી. [૩૦][૩૧] પાકિસ્તાનના તપાસકર્તાઓએ અન્ય વિદેશી સંપત્તિઓને ઝરદારીના કુટુંબ સાથે જોડી દીધી હતી. તેમાં ઝરદારીના માતાપિતાની માલિકીના નોરમાન્ડી ખાતે આવેલા 2.5 મિલિયન ડોલરના મેનોરનો પણ સમાવેશ થાય છે, જેમની પાસે લગ્ન સમયે ખૂબ સામાન્ય અસ્ક્યામતો હતી. [૨૫] ભુટ્ટોએ આ પ્રકારની વિદેશી મિલકતોની માલિકીનો ઇનકાર કર્યો હતો.

સ્વિત્ઝરલેન્ડ[ફેરફાર કરો]

23 જૂલાઇ, 1998ના રોજ, સ્વિસ સરકારે પાકિસ્તાનની સરકારને દસ્તાવેજો સુપરત કર્યા હતા જે બેનઝિર ભુટ્ટો અને તેમના પતિ સામેના ભ્રષ્ટાચારના આરોપો સાથે સંબંધ ધરાવતા હતા. [૩૨] આ દસ્તાવેજોમાં ઝરદારીની વિરૂદ્ધમાં સ્વિસ સત્તાધિકારીઓ દ્વારા મની લોન્ડરીંગના અગાઉ કરવામાં આવેલા આરોપોનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનની સરકારે વર્ષ 1997માં સ્વિસ સત્તાધિકારીઓ દ્વારા સુષુપ્ત કરવામાં આવેલી 13.7 મિલિયન ડોલરની રકમ માટે ઉંડી તપાસ હાથ ધરી હતી, જે રકમ ભુટ્ટો અને તેમના પતિ દ્વારા એકત્ર કરી હોવાનું કહેવાતું હતું. પાકિસ્તાનની સરકારે તાજેતરમાં જ 1.5 અબજ ડોલરની તપાસ કરવા માટેના પ્રયત્નોમાં ભુટ્ટો વિરૂદ્ધ કાનૂની કેસ દાખલ કર્યો હતો, જે નાણાં તેમણે અને તેમના પતિ દ્વારા વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા મેળવ્યા હોવાનો આરોપ હતો. [૩૩] આ દસ્તાવેજો એવું દર્શાવતા હતા કે ઝરદારી દ્વારા મેળવવામાં આવેલા નાણાનો ઉપયોગ બેનઝિર ભુટ્ટો દ્વારા કરવામાં આવતો હતો અને તેનો ઉપયોગ 1,75,000 ડોલરથી વધુની કિંમત ધરાવતા હિરાના નેકલેસની ખરીદીનો સમાવેશ થાય છે. [૩૪] પીપીપીએ આ આરોપોને ખોટા ગણાવીને જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે પાકિસ્તાનની સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા ખોટા દસ્તાવેજોને પગલે સ્વિસના સત્તાધિકારીઓ ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.

6 ઓગસ્ટ, 2003ના રોજ સ્વિસ મેજિસ્ટ્રેટે ભુટ્ટો અને તેમના પતિને મની લોન્ડરીંગના કેસમાં દોષી ઠેરવ્યા. [૩૫] તેમને છ મહિનાની સસ્પેન્ડેડ જેલવાસ, પ્રત્યેકને 50,000 ડોલરનો દંડ અને પાકિસ્તાનની સરકારે 11 મિલિયન ડોલર ચૂકવી આપવાનો આદેશ આપવામાં આવ્યો. છ વર્ષ સુધી ચાલેલા કેસમાં એવો નિષ્કર્ષ નીકળ્યો કે ભુટ્ટો અને ઝરદારી પાકિસ્તાનમાં કોન્ટ્રેક્ટની સામે સ્વિસ કંપની દ્વારા તેમને આપવામાં આવેલા 10 મિલિયન ડોલર તેમણે સ્વિસ ખાતામાં જમા કરાવ્યા હતા. બંનેએ જણાવ્યું હતું કે તેઓ આ ચૂકાદા વિરૂદ્ધ અપિલ કરશે. પાકિસ્તાની તપાસકર્તાએ જણાવ્યું કે ઝરદારીએ વર્ષ 1995માં જિનીવા ખાતે સિટીબેન્કમાં ખાતું ખોલાવ્યું હતું, જેના દ્વારા તેણે પાકિસ્તાનમાં ઉદ્યોગ કરતી વિદેશી કંપનીઓ પાસેથી મેળવેલા 100 મિલિયન ડોલરમાંથી 40 મિલિયન ડોલર જેટલી રકમ તેમાં મુકી હતી. [૩૬] ઓક્ટોબર 2007માં જિનીવાના કેન્ટોનના મુખ્ય ફરિયાદી ડેનિયલ ઝેપેલ્લીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝિર ભુટ્ટો સામેની મની લોન્ડરીંગ અંગેની તપાસનો સારાંશ તેમને 29 ઓક્ટોબરના રોજ મળ્યો છે, પરંતુ તે વાત અસ્પષ્ટ છે કે સ્વિત્ઝરલેન્ડમાં તેમના વિરૂદ્ધ વધુ કોઇ કાનૂની પગલા ભરવામાં આવશે કે નહીં. [૩૭]

પોલેન્ડ[ફેરફાર કરો]

પોલિશ સરકારે બેનઝિર ભુટ્ટો અને તેમના પતિ વિરૂદ્ધના ભ્રષ્ટાચારના આરોપો સાથે સંબંધિત 500 પાનાનો દસ્તાવેજ પાકિસ્તાનને આપ્યો છે.વર્ષ 1997ના સોદામાં 8,000 ટ્રેક્ટરની ખરીદી સાથે આ આરોપો સંબંધ ધરાવે છે. [૩૮][૩૯] પાકિસ્તાનના અધિકારીઓના મતે, પોલિશ સરકારના પુરાવામાં ટ્રેક્ટર કંપનીઓ દ્વારા તેમના કોન્ટ્રેક્ટ અંગે સંમત થવાના બદલામાં ચૂકવવામાં આવેલા ગેરકાયદેસર કમિશન અંગેની વિગતો સામેલ છે. [૪૦] એવો આરોપ મુકવામાં આવ્યો છે કે આ ગોઠવણથી બદલામાં 103 મિલિયન રૂપિયા મેળવવામાં આવ્યા હતા. [૨૬] પોલેન્ડ પાસેથી મળેલી દસ્તાવેજી સાબિતીઓ એવું સાબિત કરે છે કે આસિફ અલિ ઝરદારી અને બેનઝિર ભુટ્ટો આવામી ટ્રેક્ટર યોજનાની રજૂઆતના નામે ગેરકાયદેસર નાણાં મેળવ્યા હતા, તેમ એપીપીએ જણાવ્યું હતું. ભુટ્ટો અને આસિફ અલિ ઝરદારીએ તેમના માણસો જેન્સ સ્ક્લેગેલમિલ્ચ અને ડિદીયર પ્લેન્ટીન એસ.એ. દ્વારા કરવામાં આવેલી ખરીદી પર 7.15% કમિશન મેળવ્યું હોવાનું કહેવાય છે, કે જેમણે 5,900 ઉર્સુસ ટ્રેક્ટર્સ મોકલીને આશરે 1,969 મિલિયન ડોલર મેળવ્યા હતા. [૪૧]

ફ્રાન્સ[ફેરફાર કરો]

સૌથી વધુ નાણાં મેળવી આપતા આ સોદામાં સંકળાયેલા દસ્તાવેજોમાં ફ્રાન્સની મિલિટરીના કોન્ટ્રેક્ટર ડેસોલ્ટ એવિએશનના પ્રયત્નો પણ સામેલ હતા. ફ્રેન્ચ સત્તાધિકારીઓએ એવો વર્ષ 1998માં એવો સંકેત આપ્યો હતો કે ભુટ્ટોના પતિ ઝરદારીએ સ્વિત્ઝરલેન્ડમાં તેમના દ્વારા સંચાલિત કોર્પોરેશનમાં પાંચ ટકા કમિશન ચૂકવવાના બદલામાં એર ફોર્સના લડાકૂ વિમાનોને બદલવાનો સંપૂર્ણ હક આપવાની ડેસોલ્ટને ઓફર કરી હતી. [૪૨]

તે સમયે ફ્રાન્સના ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓએ ફ્રાન્સના અધિકારીઓની લાંચને વર્જિત ગણાવી હતી, પરંતુ વિદેશી અધિકારીઓને ચૂકવણી કરવાની મંજૂરી આપી હતી અને તે ચૂકવણીને ફ્રાન્સમાં કરબાદ ગણાવી હતી. આમ છતાં, ફ્રાન્સે વર્ષ 2000માં કાયદામાં ફેરફાર કર્યો હતો. [૪૩]

હેલિકોપ્ટર કૌભાંડ[ફેરફાર કરો]

વર્ષ 1998-1999માં, હેલિકોપ્ટરની ખરીદી અંગે સંસદની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (પીએસી) દ્વારા જાણકારી મેળવવા માટે તપાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેસમાં 2.168 મિલિયન ડોલર જેટલી જંગી રકમ અને 1.1 મિલિયન ડોલર જેટલા જાહેર નાણાની છેતરપિંડી સંકળાયેલી હતી. નોંધ એવું દર્શાવે છે કે કેસ યોગ્ય રીતે ચલાવવામાં આવ્યો ન હતો કે હાથ પર લેવામાં આવ્યો ન હતો. 1998ની એફઆઇઆર નંબર 1 કેબિનેટ વિભાગની ફરિયાદને આધારે ફેડરલ ઇન્વેસ્ટીગેશન એજન્સી સ્ટેટ બેન્ક સર્કલ રાવલપિંડી ખાતે નોંધવામાં આવી હતી. ચૌધરી મોહમ્મદ બરજીસ તાહિરની આગેવાની હેઠળ અન્ય બે સભ્યો, ફરિદુલ્લાહ જમાલિ અને જમશૈદ અલિ શાહની સમિતી દ્વારા ખૂબ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, સમિતીના અધ્યક્ષ બરજીસ તાહિરે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફારૂક લેગહરિ અને પૂર્વ વડા પ્રધાન બેનઝિર ભુટ્ટો બંને તથા અન્ય લોકોને સમન્સ આપ્યા હતા અને તેમની તપાસ હાથ ધરી હતી.

આ કેસને પાકિસ્તાનમાં અને પાકિસ્તાનની બહાર માધ્યમોએ બહોળું સ્થાન આપ્યું હતું. ફાઇલમાંથી મેળવવામાં આવેલી સમિતીની ભલામણો નીચે મુજબ છે:

6.1: આ એફઆઇઆર કાલાબાગના (1)મલિક અલ્લાહ યાર ખાન, (2)ઝીયા પરવેઝ હુસેન અને (3) ડો. એમ.એ. ખાન વિરૂદ્ધ દાખલ કરવામાં આવી હતી અને સરકાર સાથે છેતરપિંડી કરવા બદલ કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.

6.2: મલિક અલ્લાહ યાર ખાન, જીયા પરવેઝ હુસેન અને ડો. એમ.એ. ખાન પાસેથી 2.168 મિલિયન ડોલર વસૂલ કરવા માટે તેમની પાકિસ્તાન અને વિદેશમાં રહેલી મિલકતોને આ હેતુથી ટાંચમાં લેવામાં આવશે. એફઆઇએ જો જરૂર પડશે તો ઇન્ટરપોલ દ્વારા આ નાણાં વસૂલ કરવા માટે પગલા લેશે. આ કૌભાંડ સાથે સંકળાયેલા હોય તેવા કોઇ પણ બેન્કર અથવા વિદેશી રાષ્ટ્રીયની ફેડરલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા તપાસ કરવામાં આવશે.

6.3: સરકારી તિજોરીમાં થયેલા નુક્શાન માટે બેનઝિર ભુટ્ટોને સ્પષ્ટ રીતે જવાબદાર ગણાવતા, આ કરાર સાથે સંબંધિત મુખ્ય નિર્ણયો તેમની મંજૂરી અથવા આદેશથી લેવામાં આવ્યા હતા અને પૂર્વ પીએસ પીએમ (એહમદ સાદિક) દ્વારા કેબિનેટ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા, વડા પ્રધાન તરીકેના તેમના હોદ્દાનો દૂરુપયોગ કરીને દેશને નુક્શાન કરવા બદલ તેમના વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે અને કાનૂની કાર્યવાહી કરાશે.

6.4: ફારૂક લેગહરિ તેમનું નામ આ કેસમાં સામેલ થશે તેવું જાણતા હોવાથી તેમણે નિર્દોષ માટેની અરજી કરી હતી અને એ વાત અકલ્પનીય છે કે જેઓ આ કૌભાંડ સાથે સંકળાયેલા હોય તેઓ કેબિનેટ સચિવ, વડા પ્રધાનના મુખ્ય સચિવ અને પોતે વડા પ્રધાન જેવા ઉચ્ચ કક્ષાના લોકો સુધી પણ સંપર્ક ધરાવતા હશે અને રાષ્ટ્રપતિનો સક્રિય ટેકો ધરાવતા હોય, તેમના વિરૂદ્ધ એફઆઇઆ નોંધવામાં આવશે અને કાનૂની કાર્યવાહીની શરૂઆત કરવામાં આવશે.

6.5: વડાપ્રધાનના પૂર્વ અંગત સચિવ અહેમદ સાદિક, હુમાયુ ફૈઝ રસુલ અને પૂર્વ કેબિનેટ સચિવ સાહિબઝાદા ઇમ્તિયાઝ જેવા વરિષ્ઠ અધિકારીઓ સંકળાયેલા હોવાથી તેમના વિરૂદ્ધ કોઇ પગલા શકાશે નહીં, કેમકે હાલમા તેઓ નિવૃત્ત અથવા પેન્શન પર છે.

આ કેસ વધુ તપાસ માટે વર્ષ 2000-02માં નેશનલ એકાઉન્ટેબિલીટી બ્યૂરોને સોંપવામાં આવ્યો હતો, પરંતુ કોઇ પગલા લેવામાં આવ્યા ન હતા.

પશ્ચિમ એશિયા[ફેરફાર કરો]

સૌથી મોટી એકાંકી ચૂકવણીની તપાસ દરમિયાન એવું બહાર પડ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ગોલ્ડ બુલિયન વેપારીએ તેને ભુટ્ટો સરકાર દ્વારા પાકિસ્તાનના જ્વેલરી ઉદ્યોગને સ્થિરતા આપનાર સોનાની આયાત માટે ઇજારો આપ્યા બાદ ઝરદારીના ખાતામાં 10 મિલિયન ડોલર જમા કરાવ્યા હોવાનું મનાય છે. આ નાણાં ઝરદારીના દૂબઇમાં આવેલી સિટીબેન્કના ખાતામાં જમા કરાવ્યા હોવાનું મનાય છે. પાકિસ્તાનના કરાચી શહેરથી ઇરાનની સરહદ સુધી વિસ્તરેલો અરેબિયન દરિયાના કિનારો સોનાના દાણચોરો માટે સ્વર્ગ સમાન રહ્યો છે. ભુટ્ટોના બીજા કાર્યકાળની શરૂઆત સુધી, પ્રતિ વર્ષ બજારો મિલિયનનો થતો વેપાર અનિયંત્રિત હતો. ચાંદી અને સોનું બિસ્કીટ સ્વરૂપમાં અને મોટા જથ્થામાં બુલિયન પર્સિયન ખાડી વચ્ચે વિમાનો અને હોડીઓમાં લઇ જવામાં આવતું હતું અને પાકિસ્તાનના કિનારાઓ મોટે ભાગે રક્ષણ વિનાના હતા.

વર્ષ 1993માં ભુટ્ટો વડા પ્રધાન પદે પરત ફર્યાના થોડા સમયમાં જ દૂબઇમાં રહેલા પાકિસ્તાનના બુલિયન વેપારી રઝાક યાકુબે એક સોદો કર્યો હતો: સોનાની આયાતના વિશેષ હક આપવા સામે રઝાક સરકારને વેપારને નિયંત્રિત કરવામાં મદદ કરશે. નવેમ્બર 1994માં, પાકિસ્તાનના વાણિજ્ય પ્રધાને માહિતી આપતા પત્ર લખ્યો હતો કે તેને સરકાર દ્વારા આપવામાં આવેલા પરવાનાને કારણે આગામી બે વર્ષ માટે પાકિસ્તાનના એકમાત્ર અધિકૃત સોનાના આયાતકાર રહેશે. દૂબઇમાં આવેલી તેની ઓફિસ ખાતે રઝાકે એક મુલાકાતમાં સ્વીકાર્યું હતું કે તેણે પાકિસ્તાનમાં સોનામાં 500 મિલિયન ડોલરની આયાત કરવા માટે પરવાનાનો ઉપયોગ કર્યો હતો, અને તેણે ભુટ્ટો અને ઝરદારીને મળવા માટે ઘણી વાર ઇસ્લામાબાદનો પ્રવાસ કર્યો હતો. તેણે કોઇ ભ્રષ્ટાચાર કે ગુપ્ત સોદો થયા હોવાનો ઇનકાર કર્યો હતો. તેણે જણાવ્યું હતું, "મેં ઝરદારીને એક પૈસો પણ ચૂકવ્યો નથી." રઝાકે એવો દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માગતા કોઇ વ્યક્તિએ નાણાં જમા કરાવનાર તરીકે ખોટી રીતે આ કંપનીને ફસાવી છે. તેણે જણાવ્યું હતું, "બેન્કના કોઇ વ્યક્તિએ મારા દુશ્મન સાથે મળીને ખોટા દસ્તાવેજો બનાવ્યા છે." [૪૪][૪૫][૪૬][૪૭]

ભુટ્ટોની ભત્રીજી અને અન્ય લોકોએ જાહેરમાં ભુટ્ટો પર એવો આરોપ મુક્યો હતો કે તેઓ જ્યારે વડા પ્રધાન હતા ત્યારે વર્ષ 1996માં ગણવેશ પહેરેલા પોલિસ અધિકારીએ તેના ભાઈ મુર્તઝા ભુટ્ટોના ખૂનમાં સંડોવાયેલા હતા. [૪૮]

વર્ષ 2000ના દાયકાના પ્રારંભમાં[ફેરફાર કરો]

વર્ષ 2002માં, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે વડા પ્રધાનને બે સત્રથી વધુ પદ પર રહેવા પર પ્રતિબંધ મુકવા માટે પાકિસ્તાનના બંધારણમાં સુધારો કર્યો હતો. તેને પગલે ભુટ્ટોને ફરી ક્યારેય પદ મેળવવા માટે ગેરલાયક બનાવી દીધા હતા. આ નિર્ણય ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝિર ભુટ્ટો અને નવાઝ શરિફ પર પ્રત્યક્ષ પ્રહાર હોવાનું વિસ્તૃતપણે મનાય છે. 3 ઓગસ્ટ, 2003ના રોજ, ભુટ્ટો મિનહજ અલ કુરાન ઇન્ટરનેશનલના (એક આંતરરાષ્ટ્રીય મુસ્લિમ શૈક્ષણિક અને કલ્યાણ સંસ્થા) સભ્યા બન્યા હતા. [૪૯][૫૦][૫૧]

યુનાઇટેડ આરબ એમિરેટ્સના દૂબાઇમાં વસવાટ દરમિયાન, તેઓ તેમના ત્રણ બાળકો અને તેમની માતાની સંભાળ રાખતા હતા, જેઓ અલ્ઝાઇમર રોગની પિડાતા હતા. આ દરમિયાન તેઓ ભાષણ આપવા અને પીપીપીના ટેકેદારો સાથે સંપર્ક જાળવી રાખવા માટે પ્રવાસ કરતા હતા. પાંચ વર્ષના સમયગાળા બાદ, ડિસેમ્બર 2004માં તેઓ ફરી તેમના પતિ સાથે એક થયા હતા. [૫૨][૫૩][૫૪][૫૫] વર્ષ 2006માં ઇન્ટરપોલે પાકિસ્તાનની વિનંતીને પગલે ભ્રષ્ટાચારના આરોપોસર ભુટ્ટો અને તેમના પતિની ધરપકડની વિનંતી ઇસ્યુ કરી હતી. ભુટ્ટોએ ઇન્ટરપોલને લખેલા પત્રમાં વિનંતીના કાનૂની મહત્ત્વ અંગે પ્રશ્નાર્થ ઉભો કર્યો હતો. [૫૬] 27 જાન્યુઆરી, 2007ના રોજ, તેમને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા જ્યોર્જ ડબ્લ્યૂ. બુશ અને રાષ્ટ્રીય ધારાસભા તથા રાજ્યના વિભાગીય અધિકારીઓ સાથે વાતચીત કરવા માટે આમંત્રણ આપ્યું હતું. [૫૭] ભુટ્ટોએ માર્ચ 2007માં યુકેમાં બીબીસી ટીવીના એક કાર્યક્રમ ક્વેશ્ચન ટાઇમ માં પેનલિસ્ટ તરીકે દેખા દીધી હતી. તેમણે બીબીસીની જીવંત ઘટનાઓના કાર્યક્રમ ન્યૂઝનાઇટ માં ઘણી વાર ભાગ લીધો હતો. તેમણે મોહમ્મદ ઇજાઝ-ઉલ-હક દ્વારા નાઇટહૂડ ઓફ સલમાન રશ્દી અંગે મે 2007માં કરવામાં આવેલી ટિપ્પણીને એવું કહેતા ધુત્કારી દીધી હતી કે તેને વિદેશી નાગરિકોના ખૂન કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. [૫૮][૫૯][૬૦]

ભુટ્ટોએ વર્ષ 2007 દરમિયાન પાકિસ્તાનમાં પરત ફરવાના ઇરાદાની જાહેરાત કરી હતી અને વર્ષ 2007ના અંતમાં કે 2008ના પ્રારંભમાં દેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓ અગાઉ તેમને પાકિસ્તાનમાં પ્રવેશવાની મંજૂરી ન આપવા અંગે મુશર્રફે મે 2007માં કરેલા નિવેદન છતાં તેઓ પરત ફર્યા હતા.ત્યારે એવી અટકળો હતી કે તેમને ફરી વડા પ્રધાન પદ માટેની ઓફર કરવામાં આવી હતી. [૬૧][૬૨][૬૩]

યુએસના ઇતિહાસકાર, આર્થર હર્મને ૧૪ જૂન, 2007ના રોજ ધી વોલ સ્ટ્રિટ જર્નલ માં છપાયેલા એક વિવાદિત પત્રમાં રાષ્ટ્રપતિ અને તેમની નીતિઓના ટીકાકાર ભુટ્ટોના અહેવાલના જવાબમાં ભુટ્ટોને ઇતિહાસમાં દક્ષિણ એશિયાના સૌથી અપૂર્ણ નેતાઓમાંના એક ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ અને પાકિસ્તાનના અન્ય ઉચ્ચ વર્ગના લોકો મુશર્રફને ધીક્કારે છે, કેમકે તેઓ વર્ષ 1947માં સ્વતંત્રતા દરમિયાન પાકિસ્તાનમાં આવી ગયેલા ઘણા ભારતીય મુસ્લિમોના પુત્ર, મુહાજિર હતા. હર્મને એવો દાવો કર્યો હતો કે "તેઓ પાકિસ્તાનની રચના સામે વિરોધ કરવાવાળા મુહાજિર્સ હોવા છતાં, પાકિસ્તાનના ઘણા વતની તેમને તિરસ્કરા ભરી નજરથી જોવે છે અને તેમની સાથે ત્રીજી કક્ષાના નાગરિકો જેવો વ્યવહાર કરે છે." [૬૪][૬૫][૬૬]

વર્ષ 2007ના મધ્યમાં યુએસએ એ વ્યવહાર માટે દબાણ કર્યું, જેમાં મુશર્રફ રાષ્ટ્રપતિ પદે રહેશે, પરંતુ લશ્કરી વડા તરીકેનું પદ છોડી દેશે અને ભુટ્ટો અથવા તેમના દ્વારા નિમવામાં આવેલી વ્યક્તિ વડા પ્રધાન બનશે. [૬૩]

11 જૂલાઇ,2007ના રોજ એસોસિએટેડ પ્રેસે લાલ મસ્જિદના અકસ્માત બાદના પ્રત્યાઘાતો અંગેના એક લેખમાં, લખ્યું :

પૂર્વ વડા પ્રધાન અને વિરોધ પક્ષના નેતા બેનઝિર ભુટ્ટો સ્વદેશત્યાગમાંથી પરત ફરે અને એક વર્ષ સુધી ચાલેલી સામાન્ય ચૂંટણી બાદ સત્તાની વહેંચણીના સોદા સાથે મુશર્રફ સાથે જોડાઇ જાય તેવી શક્યતા છે અને તેમણે લાલ મસ્જિદના મુદ્દે તેમણે લીધેલા પગલાના વખાણ પણ કર્યા હતા.

ભુટ્ટોએ બ્રિટનના સ્કાય ટીવીને મંગળવારના રોજ જણાવ્યું હતું, "હું એ વાતથી ખૂબ ખુશ છું કે મસ્જિદમાં ત્રાસવાદીઓ સાથે શસ્રવિરામનો વિકલ્પ અપનાવવામાં આવ્યો ન હતો, કેમકે શસ્રવિરામથી આતંકીઓને પ્રોત્સાહન પૂરુ પાડે છે." "આ કાર્યની કદાચ તીવ્ર નકારાત્મક પ્રક્રિયા હોઇ શકે, પરંતુ કેટલાક સમયે આપણે આતંકનીઓનો રોકવા પડે છે." [૬૭]

લાલ મસ્જિદ અંગેના તેમના આ પ્રકારના નિવેદનોને કારણે પાકિસ્તાનમાં અફરાતફરી ફેલાઇ ગઇ હતી, કેમકે હજારો યુવાન વિદ્યાર્થીઓના મૃત્યુ બળવાથી થયું હતું અને બાકીના લોકો હજુ પણ મળતા નથી અને અન્ય કેસોની સુનાવણી પાકિસ્તાનના સુપ્રિમ કોર્ટમાં ખોવાઇ ગયેલા વ્યક્તિઓના મુદ્દા અંગે કરવામાં આવી રહી છે. આ અને ત્યારબાદ મુશર્રફને સતત ટેકો પૂરો પાડતા ભુટ્ટોના ખાર જેવા સાથીઓએ જાહેરમાં તેમની ટીકા કરી હતી. ઢાંચો:Facts

આમ છતાં, ભુટ્ટોએ મુશર્રફને મુખ્ય ન્યાયમૂર્તિ સાથેના ઝઘડાના પ્રાથમિક તબક્કામાં તેમને ફરી સ્થાપિત કરવાની સલાહ આપી હતી. તેમની પીપીપી (PPP)તેના સીઇસી સભ્ય અને મુખ્ય ન્યાયમૂર્તિના વડા બેરિસ્ટર ઐતઝાઝ એહસાન પર તેમને સફળતાપૂર્વક સ્થાપિત કરવાનો લાભ લઇ શકી ન હતી. તેને બદલે તેમને એક દુશ્મન તરીકે જોવામાં આવ્યા હતા અને તેમને દૂર રાખવામાં આવ્યા હતા.

2002ની ચૂંટણી[ફેરફાર કરો]

ભુટ્ટોની આગેવાની હેઠળની પીપીપીએ ઓક્ટોબર 2007ની સામાન્ય ચૂંટણીઓમાં સૌથી વધુ મત (28.42%) અને 80 બેઠકો મેળવી હતી. [૬૮] પાકિસ્તાન મુસ્લિમ લીગ (N) (પીએમએલ-એન) ફક્ત 18 બેઠક પર જીત મેળવવામાં સફળ થઇ હતી. પીપીપીના કેટલાક ચૂંટાયેલા સભ્યઓએ તેમના પોતાના પક્ષની સ્થાપના કરી હતી, જેને પીપીપી-પેટ્રિયોટ્સ કહેવામાં આવી હતી અને તેની આગેવાની ભુટ્ટોની આગેવાની હેઠળની પીપીપીના પૂર્વ વડા મખદૂમ ફૈઝલ સલેહ હયાત દ્વારા કરવામાં આવતી હતી. ત્યાર બાદ તેમણે મુશર્રફના પક્ષ પીએમએલ-ક્યૂ સાથે જોડાણ વાળી સરકારની રચના કરી હતી.

પાકિસ્તાનમાં ફરી પ્રવેશ[ફેરફાર કરો]

મુશર્રફ સરકાર સાથેનો શક્ય સોદો[ફેરફાર કરો]

વર્ષ 2002ની મધ્યમાં મુશર્રફે વડા પ્રધાનો પર બે સત્રની મર્યાદા મુકી હતી. ભુટ્ટો અને મુશર્રફના અન્ય મુખ્ય પ્રતિસ્પર્ધી, નવાઝ શરીફ વડા પ્રધાન પદે તેમની બે અવધિ પૂરી કરી ચૂક્યા હતા. [૬૯] સંસદમાં મુશર્રફના સાથી પક્ષો અને તેમાં પણ વિશેષ રૂપે પીએમએલક્યૂ વડા પ્રધાનને ત્રીજી અવધિની મંજૂરી આપવા માટેના નિર્ણયમાં ફરેફાર કરે તેવી શક્યતા ન હતી કે તેઓ ભુટ્ટો અથવા શરિફ માટે અપવાદ પણ ઉભો કરવા માગતા ન હતા.

જૂલાઇ 2007માં, ભુટ્ટોનું કેટલુંક છુપાવી રાખેલું ભંડોળ બહાર પડ્યું હતું. [૭૦] ભુટ્ટોએ સતત ભ્રષ્ટાચાર અંગેના આરોપોનો સખત સામનો કરવો પડતો હતો. 8 ઓગસ્ટ, 2007ના રોજ કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનને આપેલી એક મુલાકાતમાં ભુટ્ટોએ એવી જાહેરાત કરી હતી કે આ બેઠકમાં પાકિસ્તાનની 2008ની સામાન્ય ચૂંટણી માટે પરત ફરવાની ઇચ્છા પર ભાર મુકવામાં આવ્યો હતો અને મુશર્રફ તેનું રાષ્ટ્રપતિ પદ જાળવી રાખશે અને ભુટ્ટો વડા પ્રધાન બનશે. 29 ઓગસ્ટ, 2007ના રોજ, ભુટ્ટોએ એવી જાહેરાત કરી કે મુશર્રફ લશ્કરના વડા પદનો ત્યાગ કરશે. [૭૧][૭૨] 1 સપ્ટેમ્બર, 2007ના રોજ ભુટ્ટોએ બહુ જલ્દી પાકિસ્તાન પરત ફરવાની જાહેરાત કરી, પછી ભલે તે મુશર્રફ સાથેના સત્તા વહેંચણીના સોદામાં સફળ થાય કે નહીં. [૭૩]

17 સપ્ટેમ્બર, 2007ના રોજ, ભુટ્ટોએ મુશર્રફના સાથી પક્ષો પર લોકશાહીની સુધારણા અને સત્તા-વહેંચણીનો ઇનકાર કરીને પાકિસ્તાનને કટોકટીમાં ધકેલી દેવાનો આરોપ મુક્યો. છ અરજીઓ પર સુનાવણી કરી રહેલી સુપ્રિમ કોર્ટના નવ ન્યાયમૂર્તિઓની સમિતીએ (જેમાં પાકિસ્તાનના સૌથી મોટા મુસ્લિમ જૂથ, જમાત-એ-ઇસ્લામિની અરજીનો પણ સમાવેશ થાય છે)એવું જણાવ્યું હતું કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિના સ્થાન માટે ઉમેદવારી નોંધાવવા મુશર્રફ ગેરલાયક છે. ભુટ્ટોએ એવું જણાવ્યું કે તેનો પક્ષ કોઇ એક વિરોધી જૂથ અને સંભવિત રીતે નવાઝ શરિફ સાથે જોડાઇ શકે. એટર્ની-જનરલ મલિક મોહમ્મદ કય્યામે એવું સૂચવ્યું હતું કે ચૂંટણી પંચ પેન્ડન્ટ લાઇટ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીની જાહેરાત કરવામાં અનિચ્છા દર્શાવતું હતું. ભુટ્ટોના પક્ષના ફરહતુલ્લાહ બાબરે એવું જણાવ્યું કે પાકિસ્તાનનું બંધારણ મુશર્રફને રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી લડતા રોકી શકે છે, કેમકે તેઓ અગાઉથી લશ્કરના વડા છે. "જનરલ મુશર્રફ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠર્યા હોવાથી તેમણે પાકિસ્તાનના બંધારણમાં ખોટી અને ગેરકાયદેસર રીતે ચેડા કરવા ચૂંટણી પંચ પર પ્રભુત્વ મેળવ્યું હતું." [૭૪]

મુશર્રફ સશસ્ત્ર દળોના કમાન્ડર-ઇન-ચીફના પદેથી રાજીનામું આપીને એક સામાન્ય નાગરિક તરીકેની ભૂમિક ભજવવા માટે તૈયાર હતા. તેઓ ફરી ચૂંટાવા માટે હજુ પણ કાનૂની અવરોધોનો સામનો કરી રહ્યા છે. 2 ઓક્ટોબર, 2007ના રોજ જનરલ મુશર્રફે લેફ્ટનન્ટ જનરલ અશફાક કયાનીને 8 ઓક્ટોબરના રોજથી એ હેતુ સાથે આર્મીના સહાયક વડા બનાવ્યા કે જો મુશર્રફ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી જાય તો તેઓ લશ્કરી પદ પરથી રાજીનામું આપશે અને કયાની લશ્કરના વડા બનશે. આ દરમિયાન, પ્રધાન શેખ રશિદ એહમદે એવું જણાવ્યું હતું કે બાકી રહેલા ભ્રષ્ટાચારના આરોપો સાથે અધિકારીઓ બેનઝિર ભુટ્ટોને માફી આફવા માટે સંમત થયા છે. તેમણે સરળ પ્રવાસ અને નાગરિક કાયદાઓ હેઠળ આવવા પર ભાર મુક્યો હતો અને પરવેઝ મુશર્રફને લશ્કરી પદનો ત્યાગ કરવા જણાવ્યું હતું. [૭૫] 5 ઓક્ટોબર, 2007ના રોજ મુશર્રફે પૂર્વ વડા પ્રધાન નવાઝ શરિફ સિવાય ભુટ્ટો અને અન્ય રાજકીય નેતાઓને માફી આપતા નેશનલ રિકન્સીલેશન ઓર્ડિનન્સ પર હસ્તાક્ષર કર્યા હતા અને શરિફ સામે ભ્રષ્ટાચારના આરોપો સહિતના બધા જ કોર્ટ કેસોને ચાલુ રાખ્યા હતા. આ વટહુકમ મુશર્રફ મહત્ત્વની રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી લડ્યા તેના એક દિવસ પહેલા કરાયો હતો. ભુટ્ટોના બંને વિરોધી પક્ષો પીપીપી (PPP)અને શાસક પક્ષ પીએમએલક્યૂ આ સોદા અંગે અગાઉથી વાટાઘાટોમાં સામેલ હતા. [૭૬] તેના બદલામાં ભુટ્ટો અને પીપીપીએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનો વિરોધ ન કરવાની સંમતિ દર્શાવી. [૭૭] 6 ઓક્ટોબર, 2007ના રોજ મુશર્રફ રાષ્ટ્રપતિ પદ માટેની સંસદીય ચૂંટણીમાં વિજય મેળવ્યો. આમ છતાં, સુપ્રિમ કોર્ટે એવું ઠરાવ્યું કે મુશર્રફ આર્મીના જનરનલના પદ સાથે રાષ્ટ્રપતિ બને તે કાયદેસર છે કે કેમ તે નક્કી થાય ત્યાં સુધી કોઇ વિજેતા અધિકૃત રીતે હોદ્દો ધારણ કરી શકે નહીં. ભુટ્ટોનો પીપીપી (PPP)પક્ષ ચૂંટણીનો બહિષ્કાર કરનારા અન્ય વિરોધ પક્ષો સાથે જોડાયો ન હતો, પરંતુ તે મતદાનથી દૂર રહ્યો હતો. [૭૮] ત્યારબાદ, ભુટ્ટોએ રાષ્ટ્રપતિને સમાન સલામતી કવચની માગણી કરી હતી. ભુટ્ટો પાતાના રક્ષણ માટે કેટલીક વિદેશી સલામતી સંસ્થાઓ સાથે પણ કરાર કર્યા હતા.

પરત[ફેરફાર કરો]

નજર કેદ હેઠળ, બેનઝિર ભુટ્ટોએ તેમના ઘરની બહાર ટેકેદારો સાથે વાત કરી હતી.

ભુટ્ટો અગાઉથી પોતાના રહેલા જોખમ વિષે જાણતા હતા કે લાંબા સ્વદેશત્યાગ બાદ નેતાના પદ માટે લડવા માટે પરત આવી રહ્યા હોવાથી તેનું આ પરિણામ આવી શકે છે. 28 સપ્ટેમ્બર, 2007ના રોજ એક મુલાકાતમાં સીએનએન પર પત્રકાર વોલ્ફ બ્લિટ્ઝર સમક્ષ તેમના પર હુમલાની શક્યતાનો સ્વીકાર કર્યો હતો. [૭૯]

દૂબઇ અને લંડનમાં આઠ વર્ષના દેશવટા બાદ, ભુટ્ટો 18 ઓક્ટોબર, 2007ના રોજ 2008ની રાષ્ટ્રીય ચૂંટણીઓની તૈયારી માટે કરાચિ પરત ફર્યા હતા. [૮૦][૮૧][૮૨][૮૩]

18 ઓક્ટબોર, 2007ના રોજ કરાચિમાં એક જાહેર સરઘસના માર્ગમાં ભુટ્ટોના આગમનના થોડા સમયમાં જ બે ધડાકા થયા હતા અને તેમણે જિન્નાહ ઇન્ટરનેશનલ એરપોર્ટ છોડી દીધું હતું. તેઓ ઘાયલ ન થયા પરંતુ પાછળથી ખબર પડી કે આ ધડાકા આત્મઘાતી બોમ્બ હુમલા હતા, જેમાં 136 લોકો મૃત્યુ પામ્યા અને 450 ઘાયલ થયા હતા. મૃતકોમાં તેમના પક્ષ પીપીપીના 50 સલામતી રક્ષકોનો સમાવેશ થયો હતો કે જેમણે સંભવિત બોમ્બરોની તેમને બચાવવા માટે ટ્રક ફરતે માનવ સાંકળની રચના કરી હતી. આ ઉપરાંત તેમાં છ પોલિસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ઘણા વરિષ્ઠ અધિકારીઓને તેમાં ઇજા પામ્યા હતા. કરાચિમાં દસ કલાકની પરેડ બાદ ભુટ્ટો સ્ટીલ કમાન્ડ સેન્ટરમાં તેમના સૂજી ગયેલા પગમાંથી સેન્ડલ કાઢવા માટે નીચે વળ્યા તેની થોડી મિનીટો પહેલા જ બોમ્બ ફુટ્યો હતો. [૮૪] તેમને આ સ્થાનેથી કોઇ પણ ઇજા વિના બચાવી લેવાયા હતા. [૮૫]

ત્યારબાદ ભુટ્ટોએ એવો દાવો કર્યો હતો કે તેમણે પાકિસ્તાનની સરકારને એવી ચેતવણી આપી હતી કે તેમના પાકિસ્તાન પરત આવવાથી આત્મઘાતી બોમ્બરોની ટુકડી તેમના પર હુમલો કરશે, પરંતુ સરકાર તે અંગે કોઇ પગલા લેવામાં નિષ્ફળ રહી હતી.તેમણે ખુબ જ સંભાળીને આ હુમલા માટે પરવેઝ મુશર્રફને જવાબદાર ગણાવ્યા ન હતા અને તેના બદલે સરકારમાં રહેલા એવા લોકો કે જેઓ મુસ્લિમ બળવાખોરોને ઉત્તજેન આપવા માટે તેમના સ્થાન અને સત્તાનો દૂરૂપયોગ કરી રહ્યા છે તેવા લોકો પર આરોપ મુક્યો હતો. તેમની જાન લેવા માટે કરવામાં આવેલા પ્રયત્નના થોડા સમયમાં ભુટ્ટોએ આ હુમલા પાછળ જવાબદાર ચાર શંકાસ્પદ વ્યક્તિઓના નામ સાથેનો એક પત્ર મુશર્રફને લખ્યો હતો. આ નામોમાં વિરોધી પક્ષ પીએમએલ-ક્યૂના રાજકારણી અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન, ચૌધરી પરવેઝ ઇલાહી, ઇન્ટર સર્વિસીઝ ઇન્ટેલિજન્સના પૂર્વ ડિરેક્ટર, હમિદ ગુલ અને દેશની તપાસ સંસ્થાના અન્ય અધિકારી ડિરેક્ટર જનરલ ઓફ ઇન્ટેલિજન્સ બ્યૂરો, ઇજાઝ શાહનો સમાવેશ થતો હતો. આ વ્યક્તિઓ જનરલ મુશર્રફના ખૂબ નજીકના સાથીદારો હતા. ભુટ્ટો મુખ્યત્વે પાકિસ્તાનની મુખ્ય મિલિટરી તપાસ સેવા અને સરકારના અન્ય વિભાગો પર તેમના વિરૂદ્ધ કામ કરવાનો આરોપો મુકવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે, કેમકે તેઓ ભુટ્ટોના ઉદાર અને સાંપ્રદાયિક એજન્ડાના વિરોધી હતા. ભુટ્ટોએ એવો દાવો કર્યો હતો કે આઇએસઆઇએ દાયકાઓ સુધી કાશ્મિર અને અફઘાનિસ્તાનમાં બળવાખોરોના મુસ્લિમ જૂથોને ટેકો આપ્યો છે. [૮૫] તેણી તેમના વાહનો અને માનવીય સાંકળ બનાવીને ઉભેલા ટેકેદારોએ તેમને રક્ષણ પુરુ પાડ્યું હતું, જેમણે સંભવિત બોમ્બરોને તેમની નજીક આવતા રોકવા માટે તેમના ફરતે માનવ સાંકળ રચી હતી. પીપીપીના સૂત્રોના મતે, ઘાયલ થયેલા કુલ વ્યક્તિઓની સંખ્યા 1000 હતી અને ઓછામાં ઓછામાં 160 વ્યક્તિઓના મોત થયા હતા. (ન્યૂયોર્ક ટાઇમ્સ ના અહેવાલ પ્રમાણે ૧૩૪ના મૃત્યુ થયા હતા અને ૪૫૦ વ્યક્તિઓ ઘવાયા હતા).

થોડા દિવસો બાદ, ભુટ્ટોના વકીલ સેનેટર ફારૂક એચ. નાઇકે જણાવ્યું કે તેમના અસીલના મોતની ધમકી આપતો એક પત્ર તેમને મળ્યો છે.

2007ની કટોકટીની સ્થિતી અને પ્રતિભાવો[ફેરફાર કરો]

3 નવેમ્બર, 2007ના રોજ, રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટ દ્વારા લેવામાં આવેલા પગલા અને રાષ્ટ્રમાં ધાર્મિક ઉગ્રતાવાદનું કારણ આપીને પાકિસ્તાનમાં કટોકટીની જાહેરાત કરી. દૂબઇમાં કુટુંબની મુલાકાત થંભાવીને ભુટ્ટો દેશમાં પરત ફર્યા. એરપોર્ટ પર ટેકેદારો દ્વારા નારા બોલીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું. કેટલાક કલાકો સુધી વિમાનમાં રહ્યા બાદ હજારો ટેકેદારો સાથે તેમણે તેમના લાહોર ખાતેના ઘર તરફ પ્રયાણ કર્યું હતું. પાકિસ્તાન રાજકીય કટોકટીનો સામનો કરી રહ્યું હોવાનું સ્વીકારતા ભુટ્ટોએ જણાવ્યું હતું કે મુશર્રફે લાદેલી કટોકટી પાછી ખેંચવામાં નહીં આવે તો દેશમાં ઉચિત ચૂંટણીની યોજના મુશ્કેલીભરી બની જશે. તેમણે એવી ટિપ્પણી કરી હતી કે "ઉગ્રવાદીઓ માટે સરમુખત્યારશાહીની અને સરમુખત્યારશાહી માટે ઉગ્રવાદીઓની જરૂર હોય છે." [૮૬][૮૭][૮૮]

8 નવેમ્બર, 2007ના રોજ, ભુટ્ટો કટોકટીની સ્થિતીનો વિરોધ કરવા માટેના સરઘસની નેતાગીરી અને સંબોધન કરવા માટે જઇ રહ્યા હતા તે અગાઉ થોડા કલાકો માટે તેમને નજરકેદમાં રાખવામાં આવ્યા હતા.

યુનાઇટેડ સ્ટેટ્સમાં નેશનલ પબ્લિક રેડિયો સાથેની મુલાકાતમાં, શ્રીમતી ભુટ્ટોએ જણાવ્યું, "મને ઘરમાં હિલચાલની સ્વતંત્રતા છે.ઘરની બહાર મને હિલચાલની કોઇ સ્વતંત્રતા નથી. તેમણે ઘરમાં મોટા પ્રમાણમાં પોલિસના જવાનો મુક્યા છે. અમારા ઘરની પ્રત્યેક ચાર દિવાલની પાસે 1,000 એમ કુલ 4,000 જવાનો તૈનાત છે. તેમણે પાડોશીઓના ઘરમાં પણ પ્રવેશ કરી લીધો છે. અને હું એક પોલિસ જવાનને કરી રહી હતી કે, તમે અમારા પછી અહીંયા રહેશો? તમારે ઓસામા બિન લાદેનને શોધવા ન જવું જોઇએ? અને તેણે કહ્યું, 'મને માફ કરો, આ મારી નોકરી છે.' અમે એ જ કરી રહ્યા છીએ જે અમને કહેવામાં આવ્યું છે.'"[૮૯]

બીજા દિવસે, પાકિસ્તાન સરકારે એવી જાહેરાત કરી કે ભુટ્ટોની ધરપકડનો વોરન્ટ પાછો ખેંચી લેવામાં આવે છે અને હવે તે પ્રવાસ કરવા અને જાહેર સભાઓમાં ભાગ લેવા માટે સ્વતંત્ર છે. આમ છતાં, અન્ય વિરોધી રાજકીય પક્ષોના નેતાઓ પર જાહેરમાં બોલવા પર પ્રતિબંધ જારી રહ્યો.

2008ની ચૂંટણીઓ માટે તૈયારી[ફેરફાર કરો]

2 નવેમ્બર, 2007ના રોજ, ભુટ્ટો અલ જઝારા ટીવી પર ડેવિડ ફ્રોસ્ટ સાથેની એક મુલાકાતમાં ભાગ લીધો, જ્યારે તેણે એવો દાવો કર્યો કે ઓસામા બિન લાદેનું ખૂન અહેમદ ઓમર સઇદ શેખ દ્વારા કરવામાં આવ્યું છે, જે યુ.એસ.ના પત્રકાર ડેનિયલ પર્લના અપહરણ અને ખૂનના કેસના આરોપીમાંનો એક છે. ફ્રોસ્ટે બિન લાદેન મૃત્યુ પામ્યા છે અંગે કોઇ પ્રતિપ્રશ્ન ક્યારેય ન કર્યો. [૯૦]

24 નવેમ્બર, 2007ના રોજ, ભુટ્ટોએ જાન્યુઆરીની સંસદીય ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્ર સુપરત કર્યું; બે દિવસ બાદ, તેણે લરકાના મતદારક્ષેત્રમાં બે નિયમિત બેઠકો માટે ઉમેદવારી પત્ર ભર્યું. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરિફ સાઉદી અરેબિયામાં સાત વર્ષ લાંબા દેશવટા બાદ પાકિસ્તાનમાં આવી ઉમેદવારી નોંધવી હોવાથી ભુટ્ટોએ તેમ કર્યું હતું. [૯૧]

લશ્કરના વડા પદનો ત્યાગ કર્યા બાદ 30 નવેમ્બર, 2007ના રોજ બીજી વખત પણ આ વખત નાગરિક રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ, મુશર્રફે 16 ડિસેમ્બરના રોજ પાકિસ્તાન પરથી કટોકટી ઉઠાવી લેવાના આયોજનની જાહેરાત કરી હતી. ભુટ્ટોએ આ જાહેરાતને આવકારી હતી અને તેમના પક્ષના સ્થાનિક મુદ્દાઓ સાથે ચૂંટણી ઢંઢેરાની રૂપરેખાની જાહેરાત કરી હતી. ભુટ્ટોએ ઇસ્લામાબાદ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે તેમનો પક્ષ, પીપીપી (PPP)પાંચ ઇ પર ધ્યાન કેન્દ્રીત કરશે: એમ્પ્લોયમેન્ટ, એજ્યુકેશન, એનર્જી, એન્વાયર્નમેન્ટ, ઇક્વાલિટી. [૯૨][૯૩]

4 ડિસેમ્બર, 2007ના રોજ, ભુટ્ટો એ વાત જાહેર કરવા માટે નવાઝ શરિફને મળ્યા હતા કે મુશર્રફે જાન્યુઆરીની સંસદીય ચૂંટણી પહેલા કટોકટીનો અંત લાવવાનું વચન પૂર્ણ કર્યું છે અને તેઓ અનુસાર નહીં વર્તે તો મતદાનનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. તેમણે સમિતની સ્થાપના કરવાનું વચન આપ્યું હતું કે જે એવી માગોની યાદી મુશર્રફ સમક્ષ પ્રસ્તુત કરશે જેના પર તેમની ચૂંટણીમાં ઉમેદવારી આધારિત હતી. [૯૪][૯૫]

8 ડિસેમ્બર, 2007ના રોજ, ત્રણ અજાણ્યા ગનમેન બલુચિસ્તાનના દક્ષિણ પશ્ચિમ પ્રાંતમાં આવેલી ભુટ્ટોની પીપીપી (PPP)ઓફિસમાં ધસી આવ્યા હતા. ભુટ્ટોના ત્રણ ટેકેદારો માર્યા ગયા હતા. [૯૬]

હત્યા[ફેરફાર કરો]

27 ડિસેમ્બર, 2007ના રોજ (બોક્સિંગ ડે, વર્ષ 2004ના ભારતીય દરિયામાં આવેલા ભૂકંપ બાદની ત્રીજી વરસી), લિયાકત નેશનલ બાગ ખાતે પીપીપી (PPP)માટે ઝુંબેશ સભા માટે નીકળતા ભુટ્ટોનું ખૂન કરવામાં આવ્યું હતું, જ્યાં તેમણે જાન્યુઆરી 2008ની સંસદીય ચૂંટણી માટે પક્ષના ટેકેદારોને તેજાબીભર્યું ભાષણ કર્યું હતું. તેમના બુલેટપ્રુફ વાહનમાં પ્રવેશ્યા બાદ, ભુટ્ટો સનરૂફમાંથી કાર્યકરોનું અભિવાદન કરવા માટે ઉભા થયા હતા. આ સમયે, ગનમેને તેમના પર ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ વાહન પાસે ફેકેલા વિસ્ફોટકોને કારણે આશરે 20 લોકોનું મોત નિપજ્યું હતું. [૯૭] ભુટ્ટો ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક રાવલપિંડી જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. તેમને 17:35ના સ્થાનિક સમયે સર્જરીમાં લઇ જવામાં આવ્યા હતા અને 18:16 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.[૯૮][૯૯][૧૦૦]

ભુટ્ટોનો મૃતદેહ સિંધના લરકાના જિલ્લામાં ગર્હી ખુદા બક્સ લઇ જવામાં આવ્યો હતો અને તેમના કુટુંબની કબરોમાં તેમના પિતાની કબરની બાજુમાં જ દાટવામાં આવ્યા હતા, જેમાં હજારો-લાખો શોકાતુર લોકોએ ભાગ લીધો હતો. [૧૦૧][૧૦૨][૧૦૩]

મૃત્યુના મૂળ કારણ અંગે કેટલાક મતભેદ પ્રવર્તતા હતા. ભુટ્ટોના પતિએ મૃત્યુ બાદ કરવામાં આવનાર ઓટોપ્સી કે પોસ્ટ-મોર્ટમ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. [૧૦૪] 28 ડિસેમ્બર, 2007ના રોજ પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે એવું જણાવ્યું હતું, "ભુટ્ટો વાહનમાં નીચે બેસીને પોતાનો બચાવ કરવા ગયા ત્યારે તેમનું મૃત્યુ થયું હતું અને ધડાકાને કારણે તેમનું માથું સનરૂફ સાથે જોડાયેલા લિવર સાથે ભટકાયું હતું અને તેને પગલે તેમની ખોપરીમાં ઇજા થઇ હતી". [૧૦૫] આમ છતાં, હોસ્પિટલના પ્રવક્તાએ અગાઉ જણાવ્યું હતું કે તેમના માથામાં બોમ્બ ફુટતા વેરાયેલા ધાતનું ટુકડાને કારણે ઇજા થઇ હતી અને તે મોતનું કારણ બન્યું હતું. [૧૦૬][૧૦૭] ભુટ્ટોના સહાયકોએ પણ ગૃહ મંત્રાલયના કારણોને ખોટા ગણાવ્યા હતા. [૧૦૮] 31 ડિસેમ્બરના રોજ, સીએનએને પીડીએફ ફાઇલ તરીકે કહેવાતો ઇમર્જન્સી રૂમ એડમીશન રિપોર્ટ મુક્યો હતો. આ દસ્તાવેજમાં બધા જ ફિઝીશીયનો દ્વારા હસ્તાક્ષર કરાયો હોય તેવું લાગતું હતું, જેમાં એવું નોંધવામાં આવ્યું હતું કે ઇજામાં કોઇ આંતરિક વસ્તુ મળી આવી ન હતી. [૧૦૯]

અલ-કાઇદા કમાન્ડર મુસ્તફા અબુ અલ-યાઝિદે ભુટ્ટોને "અમેરિકાની સૌથી મૂલ્યવાન સંપત્તિ" ગણાવીને આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. [૧૧૦] પાકિસ્તાનની સરકારે પણ એવું જણાવ્યું હતું કે આ હત્યા પાછળ અલ-કાઇદા જવાબદાર હોવાના પુરાવા તેમની પાસે હતા. સીએનએન માટેના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું: "ગૃહ મંત્રાલયે પાકિસ્તાનના જીયો ટીવીને અગાઉ જણાવ્યું હતું કે આત્મઘાતી બોમ્બરો અલ-કાઇદા સાથે જોડાણ ધરાવતા બળવાખોરોના જૂથ લશ્કર આઇ ઝંગ્વી સાથે સંકળાયેલા હતા, જેન પાકિસ્તાનની સરકાર હજારો લોકોના મૃત્યુ માટે જવાબદાર માને છે." [૧૧૧] પાકિસ્તાનની સરકારે એવો દાવો કર્યો હતો કે બેઇતુલ્લાહ મેહસૂદ આ હત્યા પાછળનો માસ્ટર માઇન્ડ હતો. [૧૧૨] વર્ષ 1999માં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરિફની પણ હત્યા કરવાનો પ્રયત્ન કરનાર, અલ-કાઇદા સાથે જોડાયેલા વહાબી મુસ્લિમ ઉગ્રવાદી સંઠન લશ્કર આઇ ઝંગ્વી 54 વર્ષીય ભુટ્ટો સાથે અન્ય 20 લોકોના મૃત્યુ માટે જવાબદાર હોવાનું મનાય છે, પરંતુ ભુટ્ટોના કુટુંબ અને પીપીપી (PPP)દ્વારા એ વાતનો ઉગ્ર વિરોધ થયો કે ભુટ્ટોની હત્યા બેઇતુલ્લાહ મેહસૂદે કરી છે. [૧૧૩] 3 જાન્યુઆરી, 2008ના રોજ, રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે સત્તાવાર રીતે બેનઝિર ભુટ્ટોની હત્યામાં સંકળાયેલા હોવાનો કે તેમને પૂરતી સલામતી પૂરી પાડવામાં નિષ્ફળ ગયા હોવાનો ઇનકાર કર્યો હતો. [૧૧૪][૧૧૫]

પાકિસ્તાનમાં પ્રત્યાઘાતો[ફેરફાર કરો]

હત્યા બાદ, પ્રારંભમાં ફાટી નીકળેલા તોફાનોને પગલે આશરે 20 મૃત્યુ થયા હતા, જેમાંથી ત્રણ પોલિસ અધિકારીઓ હતા. આશરે 250 કાર બાળવામાં આવી; ભુટ્ટોના ગુસ્સે ભરાયેલા અને હતાશ થયેલા ટેકેદારોએ ભુ્ટ્ટોને જ્યાં રાખવામાં આવ્યા હતા તે હોસ્પિટલની બહાર પથ્થરમારો કર્યો હતો. [૧૦૨] પાકિસ્તાની સરકારે જણાવ્યું હતું કે 29 ડિસેમ્બર, 2007 સુધીમાં હુલ્લડે નવ ચૂંટણી કાર્યાલયો, 176 બેન્કો, 34 ગેસ સ્ટેશન્સ, 72 ટ્રેન કાર, 18 રેલવે સ્ટેશન અને હજારો કાર તથા દુકાનોમાં તોડફોડ કરી હતી. [૧૧૬] પ્રતિસ્પર્ધી વિરોધ પક્ષ, પાકિસ્તાન મુસ્લિમ લિગ (એન)ના વડા નવાઝ શરિફે જણાવ્યું હતું, "આ ભુટ્ટોના પક્ષ, અમારા પક્ષ અને સમગ્ર રાષ્ટ્ર માટે કરૂણાંતિકા છે." [૧૧૭] રાષ્ટ્રપતિ મુશર્રફે ત્રણ દિવસ માટે શોક જાહેર કર્યો હતો.

30 ડિસેમ્બર, 2007ના રોજ, પીપીપી (PPP)નેતાગીરીની બેઠક બાદની ન્યૂઝ કોન્ફરન્સમાં, ભુટ્ટોના વિધુર આસિફ અલી ઝરદારી અને પુત્ર બિલાવલ ભુટ્ટો ઝરદારીએ એવી જાહેરાત કર હતી કે 19 વર્ષના બિલાવલ તેમની માતાને સ્થાને પક્ષના વડા તરીકેનું સ્થાન ગ્રહણ કરશે, તેના પિતા અસરકારક રીતે પક્ષનું સંચાલન કરશે જ્યાં સુધી તેમના પુત્ર ક્રિસ્ટ ચર્ચ, ઓક્સફોર્ડ ખાતે અભ્યાસ પૂર્ણ કરે. બિલાવલે જણાવ્યુ, "જ્યારે હું પાછો ફરીશ ત્યારે મારી માતા ચાહતા હતા તે રીતે હું પક્ષની આગેવાની કરવાનું વચન આપું છું." પીપીપીએ 8 જાન્યુઆરી, 2008ના રોજ આયોજિત સંસદીય ચૂંટણી માટે હાકલ કરી હતી અને આસિફ અલિ ઝરદારીએ જણાવ્યું કે પક્ષના ઉપાધ્યક્ષ મખદૂમ અમિન ફાહિમ વડા પ્રધાન પદ માટે પક્ષના શક્ય ઉમેદવાર બનશે. (બિલાવલ સંસદ માટે કાયદાકીય ઉંમર ધરાવતા ન હતા.) [૧૧૮]

30 ડિસેમ્બરના રોજ, ભુટ્ટોના રાજકીય પક્ષ, પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (પીપીપી) બેનઝિરના મૃત્યુ માટેની તપાસ માટે યુકે સરકાર અને યુનાઇટેડ નેશન્સની મદદ માગી હતી. [૧૧૯] બિલાવલ ભુટ્ટો ઝરદારીની નિમણુંક તેમના માતાના પાકિસ્તાનના વિરોધ પક્ષના અધ્યક્ષ તરીકે થઇ હતી. બિલાવલ ફક્ત 19 વર્ષના છે.[૧૨૦] 5 ફેબ્રુઆરી, 2008ના રોજ, પીપીપીએ શ્રીમતી ભુટ્ટોના રાજકીય વારસાની જાહેરાત કરી હતી, જે તેમણે પાકિસ્તાન પરત ફર્યાના બે સપ્તાહ પહેલા અને તેમની હત્યાના ફક્ત 12 સપ્તાહ પહેલા લખ્યો હતો, જેમાં તેમણે એવું જણાવ્યું હતું કે પક્ષમાં નવા નેતાની નિમણુંક ન થાય ત્યાં સુધી તેમના પતિ આસિફ અલિ ઝરદારી વડા તરીકે રહેશે.

આંતરરાષ્ટ્રીય પ્રતિભાવો[ફેરફાર કરો]

ભુટ્ટોની હત્યા માટેના આંતરરાષ્ટ્રીય પ્રતિભાવોમાં સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાયે જંગી રીતે વખોડી નાખ્યો હતો. UN Security Councilયુએન સિક્યોરિટી કાઉન્સિલે એક તાત્કાલિક બેઠક બોલાવી હતી અને સર્વસંમતિથી હત્યાને વખોડી કાઢી હતી. [૧૨૧] આરબ લિગ સેક્રેટરી જનરલ આમ્ર મૌસ્સાએ જણાવ્યું હતું, "અમે આ હત્યા અને આંતકવાદી કૃત્યને વખોડી કાઢીએ છીએ અને તેમની આત્માને શાંતિ મળે તે માટે ખુદાની બંદગી કરી છીએ." [૧૨૨] ભારતના વડા પ્રધાન મનમોહન સિંઘે જણાવ્યું કે તેઓ શ્રીમતિ બેનઝિર ભુટ્ટોની હત્યાના સમાચાર સાંભળીને તેમને ઉંડો આંચકો અને આઘાત લાગ્યો છે. ... મારૂ હદયમાં આ ભયંકર આંચકાનો સામનો કરી રહેલા તેમના કુટુંબ અને અન્ય પાકિસ્તાનીઓ પ્રત્યે સહાનુભૂતિ છે." [૧૨૩] બ્રિટનના વડા પ્રધાન ગોર્ડન બ્રાઉને જણાવ્યું, "બેનઝિર ભુટ્ટોની હત્યા કદાચ આતંકવાદીઓએ કરી હશે, પરંતુ પાકિસ્તાનમાં લોકશાહી ખતમ કરવા માટે આતંકવાદીઓને મંજૂરી આપવી જોઇએ નહીં અને આ ઘોર કૃત્યથી આંતકવાદીઓને અહીં, ત્યાં કે વિશ્વના કોઇ પણ ખૂણે નહીં જીતવા દઇએ તેવો વિચાર વધુ દ્રઢ બન્યો છે." [૧૨૪] યુરોપિયન કમિશનના રાષ્ટ્રપતિ જોઝ મેન્યુઅલ બેરોસોએ આ હુમલાને "લોકશાહી અને પાકિસ્તાનની વિરૂદ્ધનો" ગણાવીને વખોડી કાઢ્યો હતો અને આવી "આશા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાન લોકશાહી શાસનમાં પરત ફરવા માટે મજબૂત રીતે આગળ વધતું રહેશે." [૧૨૪] યુએસના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યૂ બુશે આ હત્યાને ઘાતકી "ઉગ્રવાદીઓ દ્વારા ભરવામાં આવેલું કાયરતાભર્યું પગલું" ગણાવી વખોડી કાઢ્યું હતું અને "બેનઝિર ભુટ્ટોની યાદોને અંજલી અર્પણ કરી લોકશાહી પ્રક્રિયા સાથે આગળ વધવું જોઇએ, જેના માટે તેમણે નિર્ભયતાથી પોતાનો જીવ આપ્યો છે."[૧૨૫] વેટિકન સેક્રેટરી ઓફ સ્ટેટ ટેર્કિસીયો બર્ટોને પોપ બેનિડીક્ટ સોળમાનું દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું, "પવિત્ર ફાધર ભુટ્ટોના કુટુંબના સભ્યો અને સમગ્ર પાકિસ્તાના રાષ્ટ્ર પ્રત્યે કરૂણા અને આધ્યાત્મિકતાની લાગણી વ્યક્ત કરે છે." [૧૨૪] ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા કિન ગેન્ગે જણાવ્યું કે હતું કે ચીનને પાકિસ્તાનના "વિરોધ પક્ષના નેતાના બેનઝિર ભુ્ટ્ટોની હત્યાથી આઘાત લાગ્યો હતો" અને તેઓ "આતંકવાદી કૃત્યને વખોડી કાઢે છે."[૧૨૬][૧૨૭][૧૨૮]યુરોપિયન કમિશનના અધ્યક્ષ

સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા તપાસ[ફેરફાર કરો]

પાકિસ્તાન સરકાર દ્વારા બ્રિટનના તપાસ નિષ્ણાતોને હત્યા અંગે તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. ગુનાના ઘટના સ્થળેથી બધુ ઉઠાવી લેવામાં આવ્યું હોવાથી અને આસિફ અલિ ઝરદારીએ પોસ્ટ મોર્ટમની મંજરી આપવાનો ઇનકાર કરતા તપાસમાં તકલીફ પડતી હોવાનું વ્યક્ત કરતા તેમણે 8 ફેબ્રુઆરી, 2008ના રોજ એવી જાહેરાત કરી કે બેનઝિર ભુટ્ટોનુ મૃત્યુ બોમ્બ ધડાકા બાદ સન રૂફની મૂઠ વાગવાથી થયું હતું.

બેનઝિરના જીવન પર ચલચિત્ર[ફેરફાર કરો]

બોલિવુડની અભિનેત્રી સુસ્મિતા સેન કરાચિ પ્રોડક્શન કંપની વોક્સ વિઝન અને લેકેસ્ટરસ્થિત સમ ફિલ્મ્સના અનુક્રમે ઝૈદ અઝિજ અને હેના રાય દ્વારા સાથે પ્રસ્તુત થનારા ચલચિત્રમાં બેનઝિર ભુટ્ટોની ભૂમિક ભજવશે. શક્યત: "બેનઝિર ભુટ્ટો: ધ મુવી", નામ હેઠળ બનનારા આ ચલચિત્રના દ્રશ્યો પાકિસ્તાન, યુએસ, બ્રિટન અને દૂબઇની કેટલીક જગ્યાઓ પર કંડારવામાં આવ્યા હતા, જ્યાં ભુટ્ટોએ એક વિદ્યાર્થીની અને ત્યારબાદ રાજકીય નેતા તરીકે દેશવટામાં વર્ષો ગાળ્યા હતા. સુસ્મિતા સેનને આ મોટી ભૂમિકા અંગે પૂછવામાં આવતા, તેણે ખૂબ ખુશીથી જણાવ્યું, "હા, હું આ ભૂમિકા અદા કરવા માટે આતુર છું."[૧૨૯]

ઉત્તર કોરિયાને ન્યુક્લિઅર સિક્રેટ આપ્યા હોવાનો આરોપ[ફેરફાર કરો]

ભારતીય પત્રકાર, શ્યામ ભાટિયાએ તેના પુસ્તક ગુડબાય શહઝાદી માં એવો આરોપ મુક્યો હતો કે વર્ષ 1993માં, ભુટ્ટોએ બેલિસ્ટીક મિસાઇલ્સના વિકાસ માટે માહિતી મેળવવાના બદલામાં ઉત્તર કોરિયાને યુરેનિયમ એનરિચમેન્ટ અંગે માહિતી આપવા ગુપ્ત માહિતીઓ ડાઉનલોડ કરી હતી. ભાટિયાએ એવો આરોપ પણ મુક્યો હતો કે ભુટ્ટોએ તેને આ વાત જીવનભર ન કહેવા જણાવ્યું હતું. ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ સિક્યોરિટીના ન્યુક્લિઅર નિષ્ણાત ડેવિડ ઓલ્બ્રાઇટે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાની ન્યુક્લિઅર હિલચાલના સમયને જોતા આ આરોપમાં તથ્ય હોવાનું લાગે છે. કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસના જ્યોર્જ પર્કોવિચે ભાટિયાના "ચપળ અને ગંભીર વ્યક્તિ" ગણાવ્યા હતા. સેન્ટર ફોર ઇન્ટરનેશનલ પોલિસીના સેલિગ હેરિસને "ભુટ્ટો અંગે ભાટિયાને વિશ્વાસપાત્ર" વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું. વોશિંગ્ટન ડી.સી.માં પાકિસ્તાનની એલચીએ આ દાવાને પોકળ ગણાવ્યા હતા અને યુનાઇડેટ સ્ટેટ્સના અધિકારીએ તેને એવું કહેતા વિખેરી દીધા હતા કે ઉત્તર કોરિયાને (ત્યારબાદા અને ભાટિયાના પુસ્તક પહેલા જ તેમણે અસ્વીકાર કર્યો હતો) વધારો કરવા અંગેની ગુપ્ત માહિતી આપવાનો આરોપી, અબ્દુલ કાદિર ખાન મુખ્ય સ્રોત હતો.[૧૩૦]

અંજલિ[ફેરફાર કરો]

પાકિસ્તાનની સરકારે ઇસ્લામાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટને ભુટ્ટોનું નામ આપીને જન્મ તીથીએ તેમને અંજલિ આપી હતી. વડા પ્રધાન યુસુફ રઝા ગિલાની, ભુટ્ટોની પીપીપીના સભ્યએ રાષ્ટ્રપતિ મુશર્રફને ભુટ્ટોને અંજલિ આપવા તેમના જન્મ દિવસે મૃત્યુના કિસ્સાના આરોપીઓને માફી આપવા જણાવ્યું હતું. [૧૩૧]

બેનઝિર ભુટ્ટોના પુસ્તકો[ફેરફાર કરો]

 • બેનઝિર ભુટ્ટો, (1983), પાકિસ્તાન: ધી ગેધરીંગ સ્ટોર્મ , વિકાસ પબ્લી. હાઉસ, ISBN 0-7069-2495-9
 • Benazir Bhutto (1989). Daughter of the East. Hamish Hamilton. ISBN 0-241-12398-4.

ડોટર ઓફ ધી ઇસ્ટ પણ પ્રસ્તુત થઇ હતી:

 • Benazir Bhutto (1989). Daughter of Destiny: An Autobiography. Simon & Schuster. ISBN 0-671-66983-4.

ભુટ્ટોના મૃત્યુ સમયે, તેમના ત્રીજા પુસ્તક, રિકન્સીલેશન: ઇસ્લામ, ડેમોક્રસી એન્ડ ધી વેસ્ટ ની હસ્તલિખિત પ્રત હાર્પરકોલિન્સને મળી હતી. માર્ક સિગેલ દ્વારા લખવામાં આવેલું પુસ્તક ફેબ્રુઆરી 2008ના રોજ પ્રકાશિત થયું હતું. [૧૩૨]

 • Benazir Bhutto (2008). Reconciliation: Islam, Democracy, and the West. HarperCollins. ISBN 978-0-06-156758-2.

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "બેનઝિર ભુટ્ટો: ડોટર ઓફ ટ્રેજડી" મોહમ્મદ નજીબ, હસન ઝૈદી, સૌરભ શુક્લા અને એસ. પ્રસન્નારાજન દ્વારા, ઇન્ડિયા ટૂડે , 7 જાન્યુઆરી, 2008
 2. "Benazir Bhutto's Biography".
 3. "Pakistan Times! » Blog Archive » Biography of PPP Chairperson Benazir Bhutto". મૂળ માંથી 2009-08-13 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-01.
 4. http://www.un.org/apps/news/story.asp?NewsID=29090&Cr=human+rights&Cr1=prize
 5. "Story of Pakistan — Benazir Bhutto". 2003-06-01.
 6. ૬.૦ ૬.૧ ૬.૨ "Bookrags Encyclopedia of World Biography entry".
 7. એન્સાઇક્લોપિડીયા બ્રિટાનીકા પ્રવેશ સંગ્રહિત ૨૦૧૩-૦૯-૨૩ ના રોજ વેબેક મશિન about.com દ્વારા
 8. હાર્વર્ડ ખાતેના સહવિદ્યાર્થીનીઓ શરમાળ છોકરી 'પિન્કી'ને યાદ કર છે. 28 ડિસેમ્બર, 2007
 9. "honorary degree recipients".
 10. "WIC Biography - Benazir Bhutto".
 11. "Note at St. Catherine's web site". મૂળ માંથી 2009-01-13 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-01.
 12. પાકિસ્તાનની અગ્રણી ભુટ્ટોને નજર કેદમાં રખાયા હતા, ન્યૂયોર્ક ટાઇમ્સ , 5 નવેમ્બર, 1996, જોહ્ન એફ. બર્ન્સ દ્વારા
 13. પાકિસ્તાન ફ્રીઝ વિડો અન્ડ ડોટર ઓફ ભુટ્ટો, ન્યૂયોર્ક ટાઇમ્સ , 29 મે, 1979
 14. Kessler, Glenn (2008-06-01). "Bhutto Dealt Nuclear Secrets to N. Korea, Book Says". Washington Post. મેળવેલ 2008-06-01.
 15. "Pakistan Supreme Court Upholds Benazir Bhutto's Dismissal on the basis of Corruption and Extra-Judicial Killings of MQM Workers and Supporters". મૂળ માંથી 2009-10-14 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-01.
 16. ઘણા પાકિસ્તાનીઓએ નેતાઓના લાંબા સમય સુધી વર્ચસ્વ ધરાવતા જોયા છે 14 જાન્યુઆરી, 2008
 17. "Women in Pakistan: Disadvantaged and denied their civil rights". Amnesty International. 1995-12-06. મૂળ માંથી 2008-10-12 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-04.
 18. ટર્નર બ્રેઇન એસ. (2003) ઇસ્લામ: ક્રિટીકલ કોન્સેપ્ટ્સ ઇન સોશિયોલોજી (પી. 118) રાઉટલેજ
 19. "Pakistan ends zina". The Hindu Business Line. 2007-02-23. મેળવેલ 2008-08-04.
 20. "Council Members". Council of Women World Leaders. મેળવેલ 2008-08-04.
 21. "Bhutto's deadly legacy". મૂળ માંથી 2008-01-09 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-01.
 22. એસ. કોલ, "ઘોસ્ટ વોર્સ: ધી સિક્રેટ હિસ્ટરી ઓફ ધી સીઆઇએ, અફઘાનિસ્તાન, એન્ડ બિન લાદેન, ફ્રોમ ધી સોવિએટ ઇન્વેઝન ટુ 10 સપ્ટેમ્બર, 2001" , પેંગ્વિન પ્રેસ એચસી, યુએસ 2004
 23. "Bhutto blames Taliban, al-Qaida for explosions". msnbc.com. 2007-10-19. મેળવેલ 2008-09-13.[હંમેશ માટે મૃત કડી]
 24. "C'wealth apprised of Asif's 'illegal' detention - Dawn Pakistan".
 25. ૨૫.૦ ૨૫.૧ ભુટ્ટો કેન લીવ્ઝ ટ્રેઇલ ઓફ કરપ્શન ઇન પાકિસ્તાન સંગ્રહિત ૨૦૦૬-૧૦-૨૯ ના રોજ વેબેક મશિન, જોહ્ન એફ. બર્ન્સ દ્વારા, ધી ન્યૂયોર્ક ટાઇમ્સ , 1998-01-09
 26. ૨૬.૦ ૨૬.૧ ભુટ્ટોના પતિની અપિલ 11 મે, 1999
 27. વર્લ્ડ ન્યૂઝના સમાચારો; ભુટ્ટોના જેલમાં રહેલા પતિએ સેનેટર તરીકે શપથ લીધા 30 ડિસેમ્બર, 1997
 28. "The Bhutto saga takes a new turn". મૂળ માંથી 2009-09-21 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-01.
 29. ભ્રષ્ટાચારમાં મળેવી માફી ભુટ્ટો માટે કરોડો છૂટા કરશે, ધી સન્ડે ટાઇમ્સ, 14-10-2007
 30. આસિફ ઝરદારીએ યુકેમાં 4 મિલિયન પાઉન્ડની સંપત્તિનો દાવો કર્યો, ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, 22-08-2004
 31. 4 મિલિયન પાઉન્ડનું સરે મેન્શન ભુટ્ટોના ભ્રષ્ટાચારના ભરડામાં, ધી સન્ડે ટાઇમ્સ, 21-11-2004
 32. દક્ષિણ એશિયા ભુટ્ટોના ભ્રષ્ટાચારના દસ્તાવેજો પાકિસ્તાન પહોંચ્યા,, ગુરૂવાર, 23 જૂલાઇ, 1998
 33. ભુટ્ટો પર પાકિસ્તાનમાં મની લોન્ડરિંગનો કેસ ચાલે તેવી સ્વિસની ઇચ્છા[હંમેશ માટે મૃત કડી], 20 ઓગસ્ટ, 1998, ગુરૂવાર, એલિઝાબેથ ઓલ્સન દ્વારા
 34. ભુટ્ટો પર પાકિસ્તાનમાં મની લોન્ડરિંગનો કેસ ચાલે તેવી સ્વિસની ઇચ્છા[હંમેશ માટે મૃત કડી], 20 ઓગસ્ટ, 1998, ગુરૂવાર, એલિઝાબેથ ઓલ્સન દ્વારા
 35. એશિયા: પાકિસ્તાન: ભુટ્ટોને સ્વિટ્ઝરલેન્ડમાં સજા કરવામાં આવી 6 ઓગસ્ટ, 2003
 36. ધી ભુટ્ટો મિલિયન્સ; એ બેકગ્રાઉન્ડ ચેક ફાર ફ્રોમ ઓર્ડિનરી[હંમેશ માટે મૃત કડી], 9 જાન્યુઆરી, 1998, ગુરૂવાપ, જ્હોન એફ. બર્ન્સ દ્વારા (એનવાયટી)
 37. સ્વિસના ફરિયાદીઓને ભુટ્ટો વિરૂદ્ધ કેસ મળ્યો, 29 ઓક્ટોબર, 2007, સોમવાર, ધી એસોશિએટેડ પ્રેસ દ્વારા
 38. 4 મિલિયન પાઉન્ડનું સરે મેન્શન ભુટ્ટોના ભ્રષ્ટાચારના ભરડામાં 21 નવેમ્બર, 2004
 39. પોલેન્ડે ભુટ્ટોની 2 મિલિયન ડોલરની લાંચ અંગે પાકિસ્તાનને પુરાવા આપ્યા[હંમેશ માટે મૃત કડી] 6 મે, 1999
 40. વિશ્વ: દક્ષિણ એશિયા પોલેન્ડ ભુટ્ટોના ભ્રષ્ટાચારના આરોપો સાથે જોડવામાં આવ્યા, શુક્રવાર, 7 મે 1999
 41. એનએબીએ જણાવ્યું કે સ્વિસના ઓર્ડરમાં બેનઝિર:ઉર્સસ ટ્રેક્ટર કેસનો ઉલ્લેખ છે 22 જૂલાઇ, 2004
 42. "Sweet Economic-Political Deal". મૂળમાંથી અહીં સંગ્રહિત 2007-06-19. મેળવેલ 2013-08-16.CS1 maint: bot: original URL status unknown (link)
 43. "Steps taken by France to implement and enforce the Convention on Combating Bribery of Foreign Public Officials in International Business Transactions".[હંમેશ માટે મૃત કડી]
 44. હાઉસ ઓફ ગ્રાફ્ટ: ટ્રેસીંગ ધી ભુટ્ટો મિલિયન્સ -- એક વિશેષ અહેવાલ.; ભુટ્ટોના વંશજે ભ્રષ્ટાચારની માયાજાળ છોડી દીધી 9 જાન્યુઆરી, 1998
 45. ભુટ્ટો અને તેમનો વારસો: રાવલપિંડીમાં મૃત્યુ[હંમેશ માટે મૃત કડી] 28 ડિસેમ્બર, 2007
 46. ધી ગોલ્ડ કનેક્શન, ન્યૂયોર્ક ટાઇમ્સ, 1998
 47. બેનઝિર વિરૂદ્ધના લાંચના આરોપો તેમને યુકે લઇ ગયા સંગ્રહિત ૨૦૦૮-૦૩-૦૩ ના રોજ વેબેક મશિન 14 એપ્રિલ, 1998
 48. "મુર્તઝા ભુટ્ટોસ મર્ડર" ફાતિમા ભુટ્ટો દ્વારા સંગ્રહિત ૨૦૦૯-૦૯-૧૨ ના રોજ વેબેક મશિન 30 ડિસેમ્બર, 2007
 49. મિન્હાજ-ઉલ-કુરાન ઇન્ટરનેશનલ સંગ્રહિત ૨૦૦૮-૦૨-૨૮ ના રોજ વેબેક મશિન, જાવેદ ઇકબાલ દ્વારા
 50. બેનઝિર ભુટ્ટોએ જાહેર કર્યું કે તેઓ કુરદિશ છે 21 જૂલાઇ, 2003
 51. Storyofpakistan.com profile 01 જૂન, 2003
 52. "Asia Times - Bhutto on Al-Qaeda". Asia Times - Bhutto on Al-Qaeda. મૂળ માંથી 2008-12-17 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-01. Check date values in: |year= (મદદ)
 53. પાકિસ્તાનની પોલિસે ટુકડીઓ તૈનાત કરી, લાહોર બંધ: વિરોધ પક્ષના નેતા પરત ફર્યા તે પહેલા હજારો લોકોની ધરપકડ સંગ્રહિત ૨૦૦૮-૦૩-૧૧ ના રોજ વેબેક મશિન 16 એપ્રિલ, 2005
 54. બીબીસી ન્યૂઝ - ભુટ્ટોને ભ્રષ્ટાચારના આરોપોમાંથી મુક્ત કરાયા 30 નવેમ્બર, 2005
 55. ભુટ્ટોના જીવનમાં નવો વળાંક સંગ્રહિત ૨૦૨૧-૦૨-૧૪ ના રોજ વેબેક મશિન 25 જૂલાઇ, 2006
 56. "Pakistan seeks arrest of Bhutto, BBC News, 26 January 2006".
 57. પાકિસ્તાન ટાઇમ્સ, પાકિસ્તાના ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝિર ભુટ્ટો રાષ્ટ્રપતિ બુશને મળશે સંગ્રહિત ૨૦૦૮-૦૬-૦૯ ના રોજ વેબેક મશિન, ખલિદા મઝહર દ્વારા, 25 જાન્યુઆરી, 2007
 58. વિદેશી સંબંધો અંગેની સમિતી ખાતે ભુટ્ટો સંગ્રહિત ૨૦૦૭-૧૧-૧૮ ના રોજ વેબેક મશિન 15 ઓગસ્ટ, 2007
 59. એ પીસ ઓફ પોલિટીકલ થિયેટર સંગ્રહિત ૨૦૦૭-૧૦-૧૨ ના રોજ વેબેક મશિન 19 ઓક્ટોબર, 2007
 60. ભુટ્ટો સાથે ડેવિડ ફ્રોસ્ટની મુલાકાત 3 નવેમ્બર, 2007
 61. પૂર્વ નેતાની પરત ફરવાની અને કદાચ સત્તા પર આવવાની વાટાઘાટો[હંમેશ માટે મૃત કડી] 4 જૂન, 2007
 62. ભુટ્ટોએ એવો દાવો કર્યો કે શરિફ સત્તા-વહેંચણી માટે સંમત 18 જૂન, 2007
 63. ૬૩.૦ ૬૩.૧ બેક ટુ ભુટ્ટો? સંગ્રહિત ૨૦૦૮-૧૨-૦૨ ના રોજ વેબેક મશિન 28 જૂન, 2007
 64. ભુટ્ટને ફરી પાકિસ્તાનમાં રસ ઉભો થયો, યુએસ કદાચ પૂર્વ વડા પ્રધાનનો સ્વીકાર કરે -- તેમનો દેશ કરશે? 1 જૂલાઇ, 2007
 65. ભુટ્ટો અને પ્રબુદ્ધો શા માટે મુશર્રફનો વિરોધ કરે છે 14 જૂન, 2007
 66. બેનઝિર, પ્રબુદ્ધો મુશર્રફનો વિરોધ તેમની વંશીયતાને કારણે કરે છે, તેવો યુએસના લેખકે દાવો કર્યો સંગ્રહિત ૨૦૦૮-૦૩-૦૯ ના રોજ વેબેક મશિન 15 જૂન, 2007
 67. મસ્જિદની કટોકટી મુશર્રફના સ્થાનને વધુ પ્રોત્સાહન આપે તેવી શક્યતા 11 જૂલાઇ, 2007
 68. "2002 election results by ECP (Election Commission of Pakistan)". મૂળ માંથી 2010-08-20 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-01.
 69. "Pakistan Court Bars Former Prime Minister From Election".
 70. "Bhutto's accounts de-frozen for deal with Musharraf: reports - India News". મૂળ માંથી 2009-09-21 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-01.
 71. ભુટ્ટો: 'મુશર્રફ લશ્કરના વડા તરીકેનું પદ છોડવા તૈયાર છે' 29 ઓગસ્ટ, 2007
 72. મુશર્રફ લશ્કરી વડા તરીકેનું પદ છોડ તેવી ભુટ્ટોને અપેક્ષા 29 ઓગસ્ટ, 2007
 73. "BBC NEWS, Bhutto vows early Pakistan return".
 74. "AP: Pakistani court hears cases on Musharraf".
 75. "New York Times, Maneuvering Before Vote in Pakistan".
 76. "Musharraf signs national reconciliation ordinance".
 77. "Musharraf wins presidential vote".
 78. "BBC NEWS, Musharraf 'wins presidency vote'".
 79. વોલ્ફ બ્લિત્ઝરની મુલાકાત 28 સપ્ટેમ્બર, 2007
 80. "Supporters flock to Karachi for Bhutto's return". CBC News. 2007-10-17.
 81. "Huge crowds greet Bhutto return". BBC News. 2007-10-18. મેળવેલ 2007-10-18.
 82. વિરોધ પક્ષનો વોક આઉટ: દેશના માધ્યમોએ બેનઝિર પર આરોપ મુક્યો December 15, 2005
 83. "Bhutto returns to Pakistan after 8 years". 2007-10-18.
 84. એ રોંગ મસ્ટ બી રાઇટ્ડ પાકિસ્તાનમાં ગેઇલ શીહી દ્વારા લેવામાં આવેલી મુલાકાતમાં, જણાવાયું: "હું તે છું જેનાથી ત્રાસવાદીઓ સૌથી વધુ ડરે છે", પરેડ સામાયિકમાં પ્રકાશિત, રવિવાર 6 જાન્યુઆરી, 2008:
 85. ૮૫.૦ ૮૫.૧ "After Bombing, Bhutto Assails Officials' Ties". New York Times. 2007-10-20.
 86. મુશર્રફે પાકિસ્તાનમાં કટોકટી જાહેર કરી, મેથ્યુ પેનિંગ્ટન, એપી, 3 નવેમ્બર, 2007
 87. "Pakistani opposition leader Bhutto returns to Karachi". PR Inside. 2007-11-03. મૂળ માંથી 2007-11-06 પર સંગ્રહિત. મેળવેલ 2007-11-03. Check date values in: |date= (મદદ)
 88. "Benazir returns to Pak, faces no problem". IBN Live. 2007-11-03. મેળવેલ 2007-11-03. Check date values in: |date= (મદદ)
 89. સ્ટીવ ઇનસ્કીપ સાથે એનપીઆર ટેલિફોન મુલાકાત 13 નવેમ્બર, 2007
 90. "So who did kill Benazir Bhutto?". 2009-06-11. મૂળ માંથી 2009-06-11 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-01.
 91. "Sharif, Bhutto set aside differences". 2007-12-04.
 92. "Musharraf: State of emergency will end before elections". 2007-11-29.
 93. "Pakistan's Bhutto launches election manifesto". 2007-11-30. મૂળ સંગ્રહિત માંથી 2008-05-16 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-01.
 94. "Sharif, Bhutto and the ex-general". 2007-11-29. મૂળ માંથી 2008-02-20 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-01.
 95. "Ultimatum Delivered: Pakistan's leading opposition leaders have united (sort of) against President Pervez Musharraf. But their impact will probably be minimal". 2007-12-04.
 96. "Gunmen kill Bhutto's supporters". 2007-12-08.
 97. "Scotland Yard: Bomb blast killed Bhutto". 2008-02-08.
 98. ભુટ્ટોનો ફોટોગ્રાફર: 'ગોળીઓ છુટી અને તેઓ નીચે પડી ગયા' સીએનએન
 99. "Benazir Bhutto 'killed in blast'". BBC News. 2007-12-27.
 100. "Benazir Bhutto assassinated". 2007-12-27.
 101. "Bhutto's body in Larkana for burial". 2007-12-28. મેળવેલ 2007-12-28.[હંમેશ માટે મૃત કડી]
 102. ૧૦૨.૦ ૧૦૨.૧ "Bhutto's body flown home". CNN Asia. 2007-12-27.
 103. પાકિસ્તાને ભુટ્ટોને દાડ્યા અને વધુ તોફાન માટે મજબૂત બન્યા 29 ડિસેમ્બર, 2007.
 104. ભુટ્ટોની હત્યા: એક ચાવીરૂપ પ્રશ્ન 31 ડિસેમ્બર, 2007.
 105. "Bhutto Assassination: Bhutto's Last Moments Captured on Tape". Reuters. 2007-12-28. મૂળ માંથી 2007-12-31 પર સંગ્રહિત. મેળવેલ 2007-12-29.
 106. સન રૂફના ફટકા બાદ ભુટ્ટોનું મૃત્યું થયું હતું. 28 ડિસેમ્બર, 2007.
 107. પાકિસ્તાન: ભુટ્ટોનું મૃત્યુ ખોપરી ફાટવાથી થયું હતું.[હંમેશ માટે મૃત કડી]ધી એસોશિએટેડ પ્રેસ દ્વારા પ્રકાશિત: 28 ડિસેમ્બર, 2007. NewYorkTimes.com દ્વારા સુપરત
 108. "Bhutto death explanation 'pack of lies'". Herald Sun. મૂળ માંથી 2007-12-30 પર સંગ્રહિત. મેળવેલ 2007-12-28.
 109. "Bhutto's murder: Many theories, many questions". CNN. 2007-12-31. મેળવેલ 2008-01-01.
 110. "Al-Qaida claims Bhutto assassination". 2007-12-28. મૂળ માંથી 2008-01-01 પર સંગ્રહિત. મેળવેલ 2007-12-28.
 111. સન રૂફના ફટકા બાદ ભુટ્ટોનું મૃત્યુ થયું હતું. 28 ડિસેમ્બર, 2007.
 112. "Named: the al-Qaeda chief who 'masterminded murder'". 2007-12-29. મેળવેલ 2007-12-29.
 113. "Bhutto's Party Rejects Al-Qaeda Claim as Riots Spread (Update5)". 2007-12-29. મેળવેલ 2007-12-29.
 114. "Musharraf Denies Allegations Of Involvement in Bhutto Killing". Wall Street Journal. 2008-01-03. મેળવેલ 2008-01-03.
 115. "Named: the al-Qaeda chief who 'masterminded murder'". 2007-12-29. મેળવેલ 2007-12-29.
 116. "Mourners converge on Benazir's house ahead of meeting on poll plans". Associated Press via The Hindu. 2007-12-30. મેળવેલ 2007-12-30.[હંમેશ માટે મૃત કડી]
 117. Salman Masood (2007-12-28). "Bhutto Assassination Ignites Disarray". New York Times. મેળવેલ 2007-12-28. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
 118. "Bhutto's son named as successor". BBC News. 2007-12-30. મેળવેલ 2007-12-31.
 119. BBC (2007-12-30). "PPP ask UK and UN for help". BBC. મેળવેલ 2007-12-30.
 120. "Mohtarma Benazir Bhutto (shaheed)". મૂળ માંથી 2007-12-29 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-01. Cite has empty unknown parameter: |3= (મદદ)
 121. "Security Council, in presidential statement, condemns 'in strongest terms' suicide attack that killed former prime minister of Pakistan". UN Department of Public Information. 2007-12-27. મેળવેલ 2007-12-28.[હંમેશ માટે મૃત કડી]
 122. "Arab League condemns Bhutto's assassination". Kuwait News Agency (KUNA). 2007-12-27. મેળવેલ 2007-12-28.
 123. Roy, Nilova (2007-12-27). "India expresses shock, horror at Bhutto's assassination". Hindustan Times. મૂળ માંથી 2007-12-30 પર સંગ્રહિત. મેળવેલ 2007-12-27.
 124. ૧૨૪.૦ ૧૨૪.૧ ૧૨૪.૨ "Reactions to Bhutto assassination". BBC. 2007-12-27. મેળવેલ 2007-12-27.
 125. "Bhutto's death heightens democracy concerns". CNN. 2007-12-27. મેળવેલ 2007-12-27.
 126. "Global outrage over assassination". Al-Jazeera. 2007-12-27. મેળવેલ 2007-12-27.
 127. લાઇફ ઇન પિક્ચર્સ, બીબીસી, છેલ્લી સુધારણા: ગુરૂવાર, 27 ડિસેમ્બર, 2007, 14:53 GMT
 128. ભુટ્ટોની નિર્ણાયક પળ, 4 ઓક્ટોબર, 1993, માહિતી ધી ન્યૂ યોર્કર મેરી એની વેવર દ્વારા
 129. Punn, Goher (28 January 2009). "Sushmita Sen roped in to play Benazir Bhutto". Radio Sargam. મેળવેલ 28 January 2009. Check date values in: |access-date= and |date= (મદદ)
 130. "એનટીઆઇ: ગ્લોબલ સિક્યોરિટી ન્યૂઝવાયર - સોમવાર,2 જૂન, 2008". મૂળ માંથી 2010-04-11 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-01.
 131. "Pakistan pays tribute to Bhutto". Reuters. 2008-06-21. મેળવેલ 2008-06-24.
 132. ભુટ્ટોનું પુસ્તકનું અતિમહત્વ. સંગ્રહિત ૨૦૦૯-૦૧-૧૧ ના રોજ વેબેક મશિનહાર્પરકોલિન્સે હસ્તલિખીત પ્રતને છાપકામ કરાવી સંગ્રહિત ૨૦૦૯-૦૧-૧૧ ના રોજ વેબેક મશિન 28 ડિસેમ્બર, 2007

બેનઝિર ભુટ્ટો વિષે પુસ્તકો[ફેરફાર કરો]

 • ડબ્લ્યૂ.એફ.પીપર, (1983), બેનઝિર ભુટ્ટો , ડબ્લ્યૂએફ પીપર, ISBN 0-946781-00-1
 • Rafiq Zakaria (1990). The Trial of Benazir. Sangam Books. ISBN 0-861-32265-7.
 • કેથરિન એમ. દોહેર્ટી, ક્રેઇગ એ. દોહેર્ટી , (1990), બેનઝિર ભુટ્ટો (ઇમ્પેક્ટ બાયોગ્રાફીઝ શ્રેણી) , ફ્રેન્કલીન વોટ્સ, ISBN 0-531-10936-4
 • રફિક ઝકરિયા, (1991), ધી ટ્રાયલ ઓફ બેનઝિર ભુટ્ટો: એન ઇન્સાઇટ ઇનટુ ધી સ્ટેટસ ઓફ વિમેન ઇન ઇસ્લામ , યુરેકા પબ્લિકેશન, ISBN 967-978-320-0
 • ડાયેની સેન્સેવીયર-ડ્રેહર,(1991), બેનઝિર ભુટ્ટો (ચેન્જિંગ અવર વર્લ્ડ શ્રેણી) , બેન્ટમ બુક્સ (Mm), ISBN 0-553-15857-0
 • ક્રિસ્ટીના લેમ્બ, (1992), વેઇટીંગ ફોર અલ્લાહ , પેંગ્વિન બુક્સ લિમિટેડ, ISBN 0-14-014334-3
 • એમ. ફાધર્સ (1992), બાયોગ્રાફી ઓફ બેનઝિર ભુટ્ટો , ડબ્લ્યૂ.એચ. એલન / વર્જિન બુક્સ, ISBN 0-245-54965-X
 • એલિઝાબેથ બાઉચર્ડ, (1994), બેનઝિર ભુટ્ટો: પ્રાઇમ મિનીસ્ટર (લાઇબ્રેરી ઓફ ફેમસ વિમેન) , બ્લેકરિચ પીઆર ઇન્ક, ISBN 1-56711-027-4
 • ઇકબાલ આખુંદ, (2000), ટ્રાયલ એન્ડ એરર: ધી એડ્વન્ટ એન્ડ એક્લિપ્સ ઓફ બેનઝિર ભુટ્ટો , ઓયુપી પાકિસ્તાન, ISBN 0-19-579160-6
 • લિબ્બી હ્યુજીસ, (2000), બેનઝિર ભુટ્ટો: ફ્રોમ પ્રિઝન ટુ પ્રાઇમ મિનીસ્ટર , બેકઇનપ્રિન્ટ.કોમ, ISBN 0-595-00388-5
 • ઇકબાલ આખુંદ,(2002), બેનઝિર હુકૂમત: પહેલા દૌર, ક્યા ખોયા, ક્યા પાયા? , ઓયુપી પાકિસ્તાન, ISBN 0-19-579421-4
 • મર્સિડીઝ એન્ડર્સન, (2004), બેનઝિર ભુટ્ટો (વિમેન ઇન પોલિટીક્સ) , ચેલ્સિયા હાઉસ પબ્લિશર્સ, ISBN 0-7910-7732-2
 • મેરી એંગલાર,(2007), બેનઝિર ભુટ્ટો: પાકિસ્તાન પ્રાઇમ મિનીસ્ટર એન્ડ એક્ટિવીસ્ટ , કમ્પાસ પોઇન્ટ બુક્સ, ISBN 0-7565-1798-2
 • આયેશા સિદ્દીક આગા, (2007), મિલિટરી ઇન્ક.: ઇન્સાઇડ પાકિસ્તાન્સ મિલિટરી ઇકોનોમિ , પ્લુટો પ્રેસ, ISBN 0-7453-2545-9

અન્ય સંબંધિત પ્રકાશનો[ફેરફાર કરો]

 • અબ્દુલ્લાહ મલિક, (1988), ભુટ્ટો સે બેનઝિર તક: સિયાસી તાજઝીયે , મક્તાબાહ-યી ફિક્ર ઓ દાનીશ, ASIN B0000CRQJH
 • બશિર રિયાઝ, (2000), બ્લાઇન્ડ જસ્ટીસ , ફિક્શન હાઉશ, ASIN B0000CPHP8
 • ખત્મ-આઇ નબુવત, ASIN B0000CRQ4A
 • મુજાહિદ હુસૈન, (1999), કૌન બારા બાદ °ઉનવન: બેનઝિર ઔર નવાઝ શરિફ કે બાદ °unvaniyon par tahqiqati dastavez , Print La'in Pablisharz, ASIN B0000CRPC3
 • અહેમદ એજાઝ, (1993), બેનઝિર ભુટ્ટોસ ફોરેન પોલિસી: એ સ્ટડી ઓફ પાકિસ્તાન્સ રિલેશન્સ વીથ મેજર પાવર્સ , ક્લાસિક, ASIN B0000CQV0Y
 • લુબના રફિક, (1994), બેનઝિર & બ્રિટીશ પ્રેસ, 1986-1990 , ગૌતમ, ASIN B0000CP41S
 • સય્યદ અફઝલ હૈદર, (1996), ભુટ્ટો ટ્રાયલ , નેશનલ કમિશન ઓન હિસ્ટરી એન્ડ કલ્ચર, ASIN B0000CPBFX
 • મુમતાઝ હુસૈન બાઝ્મી, (1996), ઝિંદાનો સે એઇવોનન તક , al-Hamd Pablikeshanz, ASIN B0000CRPOT
 • અજાણ્યો લેખક, (1996), નાપાક સાઝિશ: તૌહિન-આઇ રિસાલત કી સઝાનો ખતમ કરને કા બેનઝિર સરકારી મનસુબા , Intarnaishnal Institiyut af Tahaffuz-i

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સપ્ટેમ્બર 2007માં બેનઝિર ભુટ્ટો કેપિટલ હિલ પર