લખાણ પર જાઓ

ભીમોરા (તા. ચોટીલા)

વિકિપીડિયામાંથી
ભીમોરા
—  ગામ  —
ભીમોરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°25′25″N 71°11′42″E / 22.423611°N 71.195°E / 22.423611; 71.195
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો ચોટીલા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

ભીમોરા (તા. ચોટીલા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ચોટીલા તાલુકામાં આવેલું એક ગામ છે. ભીમોરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

ભીમોરા ઝાલાવાડ પ્રાંતનું બીજા દસ ગામ સાથેનું એક નાનું રજવાડું હતું, જેના શાસકો ખાચર કાઠી દરબાર હતા, જેઓ ચોટીલાના હતા. ભીમોરા પહેલાં ભીમપુરી તરીકે ઓળખાતું હતું એવું મનાય છે. અહીં પથ્થરમાંથી કોતરેલી પ્રાચીન ગુફા[] (રાજ્ય સંરક્ષિત સ્મારક ક્રમાંક S-GJ-208) આવેલી છે.[]

ભીમોરાની આજુબાજુનો પ્રદેશ પર્વતીય છે અને લીંબડીની ભોગાવો નદીનું ઉદ્ગમ સ્થાન અહીં નજીકમાં છે.[]

ભીમોરાની વસ્તી ૧૮૭૨માં ૫૧૩ અને ૧૮૮૧માં ૧૦૯ હતી.[] ૧૯૦૧માં વસ્તી વધીને ૧૨૦૪ થઇ, તે દરમિયાન ભીમોરા રજવાડાની આવક ૧૦,૧૫૫ રૂપિયા મુખ્યત્વે જમીનમાંથી હતી અને તેમાંથી ૩૭૧ રૂપિયાનો કર બ્રિટિશરો અને જુનાગઢ રજવાડાને અપાતો હતો.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "સુરેન્દ્રનગર | પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક - રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર". archaeologymuseum.gujarat.gov.in (અંગ્રેજીમાં). મેળવેલ ૩ એપ્રિલ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૯૯.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા પ્રકાશન Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૯૯. માંથી માહિતી ધરાવે છે.