મકાજી મેઘપર (તા. કાલાવડ)

વિકિપીડિયામાંથી
મકાજી મેઘપર
મેઘાણા
—  ગામ  —
મકાજી મેઘપરનો આકાશી નજારો
મકાજી મેઘપરનો આકાશી નજારો
મકાજી મેઘપરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°20′05″N 70°29′12″E / 22.3346389°N 70.4866111°E / 22.3346389; 70.4866111
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
તાલુકો કાલાવડ
સરપંચ મયુરધ્વજસિંહ જાડેજા
વસ્તી

• ગીચતા

૧,૯૪૨[૧] (૨૦૧૧)

• 83/km2 (215/sq mi)

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

23.44 square kilometres (9.05 sq mi)

• 53 metres (174 ft)

સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ કપાસ, મગફળી, ઘઉં
પિન કોડ ૩૬૦૧૧૦
ફલક લિપીમાં મકાજી મેઘપર
ભવાની માતા મંદિર, ઉંડ નદી નજીક.

મકાજી મેઘપર (તા. કાલાવડ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કાલાવડ તાલુકામાં આવેલું એક ગામ છે. મકાજી મેઘપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

જાણીતા વ્યક્તિઓ[ફેરફાર કરો]

ગુજરાતી લેખક હરિલાલ ઉપાધ્યાય આ ગામના વતની છે.[૨]

ઇતિહાસ[ફેરફાર કરો]

મકાજી મેઘપરની સ્થાપના વર્ષ ૧૭૫૪માં (વિ.સં. ૧૮૧૧) ધ્રોલ રાજ્યના કુંવર મકનજી દ્વારા કરવામાં આવી હતી. કુંવર મકનજીને વારસામાં મળેલી જાગીર દોમડા હતી પરંતુ તેનું મેઘપર નામાંત્તર કરવામાં આવ્યુ હતું, પાછળથી તેમના નામને ગામના નામ સાથે જોડી મકાજી મેઘપર કરવામાં આવ્યુ હતું. ૧૮મી સદી દરમિયાન ગામમાં આવીને વસેલાં બ્રાહ્મણ, વણીક, પટેલ અને અન્ય જ્ઞાતિ સમુહોએ ગામને સમૃદ્ધ બનાવ્યું.[સંદર્ભ આપો]

ગામના લેખક હરિલાલ ઉપાધ્યાયે એ લખેલી નવલિકા ઓતરાદા વાયરાં ઉઠો ઉઠોમાં મેઘપર અને આસપાસના ગામોનાં જાહેરજીવન ને દર્શાવાયું છે. બ્રિટીશ કાળમાં નવાનગર રાજ્યના કાલાવડ પરગણાં અંતર્ગત રહેલા મકાજી મેઘપરનું ભારતીય સંઘ સાથે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ ના રોજ જોડાણ થયું. આઝાદી બાદ સૌરાષ્ટ્ર રાજ્યના જામનગર જિલ્લામાં ગામનો સમાવેશ કરવામાં આવ્યો.

વસ્તી[ફેરફાર કરો]

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ગામમાં ૩૮૩ પરિવારો રહે છે અને ગામની વસ્તી ૧૯૪૨ છે, જેમાંથી ૯૮૩ પુરૂષો અને ૯૫૯ સ્ત્રીઓ છે.[૧]

૦ થી ૬ વર્ષની વયના બાળકોની મકાજી મેઘપર ગામમાં વસ્તી ૨૫૯ છે જે ગામની કુલ વસ્તીના ૧૩.૩૪% જેટલી છે. મકાજી મેઘપર ગામનું સરેરાશ જાતિ પ્રમાણ ૯૭૬ છે, જે ગુજરાત રાજ્યની સરેરાશ ૯૧૯ કરતાં ઊંચું છે. જનસંખ્યા પ્રમાણે મકાજી મેઘપકનું બાળ જાતિપ્રમાણ ૮૩૭ છે, કે જે ગુજરાતની સરેરાશ ૮૯૦ થી ઓછું છે. મકાજી મેઘપર ગામ ગુજરાતની સરખામણીએ ઓછો સાક્ષરતા દર ધરાવે છે. ૨૦૧૧ માં, મકાજી મેઘપર ગામનો સાક્ષરતા દર ૭૪.૪૫% હતો. જ્યારે ગુજરાતનો ૭૮.૦૩% હતો. આ ગામમાં પુરુષ સાક્ષરતા દર ૮૦.૮૮% અને સ્ત્રી સાક્ષરતા દર ૬૮.૦૧% છે.[૧]

વસ્તી માહિતી પત્રક[ફેરફાર કરો]

વિગતો કુલ પુરુષો ♂ સ્ત્રીઓ ♀
વસ્તી ૧,૯૪૨ ૯૮૩ ૯૫૯
બાળકો(૦-૬) ૨૫૯ ૧૪૧ ૧૧૮
અનુસુચિત જાતિ ૪૨૪ ૨૨૯ ૧૯૫
સાક્ષરતા ૭૪.૪૫% ૮૦.૮૮% ૬૮.૦૧%
કુલ કામકરનારા ૭૨૯ ૫૯૩ ૧૩૬

જાતિવિષયક[ફેરફાર કરો]







મકાજી મેઘપરમાં જ્ઞાતિઓ (૨૦૧૧)      સવર્ણ (52.42%)     સામાજીક અને શૈક્ષણીક પછાત (25.75%)     અનુસુચિત જાતિ (21.83%)

આ ગામમાં અનુસૂચિત જાતિની વસ્તી ૨૧.૮૩% છે અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિની કુલ વસ્તીના ૨૫.૭૫% છે. સવર્ણો ગા વસ્તીના ૫૨.૪૨% છે.

રોજગારવિષયક[ફેરફાર કરો]

મકાજી મેઘપરની કુલ વસ્તી પૈકી ૭૨૯ લોકો રોજગાર હતા. ૮૭.૩૮% લોકો તેમના કામનું વર્ણન મુખ્ય(રોજીંદા) કામ તરીકે કરે છે, જ્યારે ૧૨.૬૨% લોકો છ મહિનાથી ઓછા સમય સુધી જીવનધોરણ પૂરું પાડવા માટે સીમાંત પ્રવૃત્તિમાં સામેલ હતા. મુખ્ય કામમાં રોકાયેલા ૭૨૯ કર્મચારીઓમાંથી, ૪૪૮ ખેડૂતો હતા અને ૧૧૬ ખેતમજુરો હતા.[૧]

સંસ્કૃતિ[ફેરફાર કરો]

મકાજી મેઘપર ગામના બધા જ લોકો હિંદુ ધર્મી છે. ગામની મુખ્ય ભાષા ગુજરાતી છે, તદ્દઉપરાંત હિન્દીભાષી ખેતમજુરો ની વસ્તી નોંધપાત્ર છે. ક્રિકેટ અને કબડ્ડી આ ગામની લોકપ્રિય રમતો છે.[૧][૩]

વહિવટ[ફેરફાર કરો]

ગામનું સંચાલન મકાજી મેઘપર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે,[૪] હાલમાં ગ્રામ પંચાયતના પ્રમુખ મયુરધ્વજસિંહ જાડેજા છે અને સુરેશ ભાઈ વાળા ગ્રામ પંચાયતના વર્તમાન સેક્રેટરી છે.

વટિવટી વિભાગો[ફેરફાર કરો]

આ ગામ મુખ્ય ૪ વિભાગોમાં વિભાજીત છે જેનું ૮ વહિવટી વિભાગોમાં વિભાજન કરવામાં આવ્યુ છે. બધા વિભાગો ના પ્રતીનિધીઓ પોતપોતાના ક્ષેત્રોનું પ્રતિનિધીત્વ ગ્રામ પંચાયતમાં કરે છે. મકાજી મેઘપર ગ્રામ્ય સંકુલમાં મુખ્ય ગામ સિવાય પરું, મંગલપુર અને શિવપુર નામના ત્રણ પરાવિસ્તાર આવેલાં છે.

ભુગોળ[ફેરફાર કરો]

મકાજી મેઘપર ગામ સમુદ્ર સપાટીથી સરેરાશ ૫૩ મીટરની ઉંચાઈ પર કેટલીક નાની-મોટી કેન્દ્રગામી નદીઓ વચ્ચે દ્વિપકલ્પિત ભુશિર પર વસેલું છે. ગામનો કુલ વિસ્તાર ૨૩.૪૪ વર્ગ કિલોમીટર છે, મકાજી મેઘપર તાલુકાનું ૧૧મું સૌથી મોટું ગામ છે. ઊંડ અને દોમડી આ ગામમાં આવેલી સૌથી મોટી નદીઓ છે.

સંપર્ક[ફેરફાર કરો]

મકાજી મેઘપર ગામ પડધરી, કાલાવડ અને આસપાસના ગામો સાથે પાકી સડકોથી જોડાયેલ છે. હડમતિયા સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે અને રાજકોટ હવાઈમથક નજીકનું હવાઈ મથક છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "Makaji Meghpar Population - Jamnagar, Gujarat". મેળવેલ ૨૯ ડિસેમ્બર ૨૦૧૬.
  2. "A Few Words about Shri Harilal Upadhyay..." મેળવેલ ૨૯ ડિસેમ્બર ૨૦૧૬.
  3. Majmudar, Boria (2016). Lost Histories Of Indian Cricket: Battles Of The Pitch. Psychology Press. પૃષ્ઠ 8. ISBN 9780415358859. મેળવેલ 23 November 2012.
  4. "Gram Panchayat Identification Codes" (PDF). Saakshar Bharat Mission. પૃષ્ઠ 120. મૂળ (PDF) માંથી 18 ઑગસ્ટ 2017 પર સંગ્રહિત. મેળવેલ 5 July 2016. Check date values in: |archive-date= (મદદ)