મહુવાસ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મહુવાસ
—  ગામ  —
મહુવાસનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 20°45′58″N 73°21′43″E / 20.766135°N 73.362028°E / 20.766135; 73.362028
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો વાંસદા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી , પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી, શાકભાજી, તુવર
બોલી કુકણા, ધોડીયા,ગામીત,


મહુવાસ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા વાંસદા તાલુકાનું ગામ છે. મહુવાસ ગામમાં પ્રાથમિક શાળા, સરકારી દવાખાનું, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. અંહીના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. અહીંની મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી તેમ જ શાકભાજી છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે. અંહીના લોકો કુકણા બોલી,ગામીત અને ધોડીયા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષા થી એકદમ અલગ હોય છે.

આ ગામમાંથી ચિખલીથી વાંસદા, વઘઇ થઇને આહવા જતો રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે. આ ગામ આ માર્ગ પર વાંસદાથી વઘૈ રસ્તા તરફ આગળ વધતા ચારણવાડા અને આંબાબારીની વચ્ચે આવેલું છે. આ ઉપરાંત અહીંથી ઉત્તર દિશામાં પાકા સડક માર્ગ દ્વારા સરા તેમ જ તોરણિયા ડુંગર અને દક્ષિણ દિશામાં પાકા સડક માર્ગ દ્વારા સીતાપુર તથા મનપુર ગામ જઇ શકાય છે.