મોરીયાણા

વિકિપીડિયામાંથી
મોરીયાણા
—  ગામ  —
મોરીયાણાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°43′35″N 72°54′54″E / 21.726464°N 72.91505°E / 21.726464; 72.91505
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
તાલુકો વાલિયા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો કપાસ, તુવર, શાકભાજી,જુવાર,

મકાઈ

કોડ
  • • પીન કોડ • ૩૯૩૧૨૫
    • ફોન કોડ • +૦૨૬૪૩
    વાહન • GJ-16

મોરીયાણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગ અને દક્ષિણ ભાગને જોડતા ભરુચ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા વાલિયા તાલુકાનું એક ગામ છે. આ ગામ રાજ્ય ધોરીમાર્ગ ૧૩ (GJ SH 13) દ્વારા અંકલેશ્વરથી પૂર્વ દિશા તરફ ૪૨ કિલોમિટર તથા નેત્રંગથી પશ્ચિમ તરફ ૪ કિલોમિટરનાં અંતરે જોડાયેલ છે. આ ગામના મુખ્ય ક્ષેત્રો રાજ્ય ધોરીમાર્ગ-૧૩ (SH 13) તેમજ રાજ્ય ધોરીમાર્ગ-૧૩થી ઉત્તર અને દક્ષિણ ભાગમા આવેલા છે. આ ગામના રાજ્ય ધોરીમાર્ગ-૧૩ પાસેના ક્ષેત્રને સ્થાનિક ભાષામાં મોરીયાણાનુ પાટિયું તરીકે ઓળખવામા આવે છે. મોરીયાણાના પાટિયાથી ઉત્તર દિશા તરફ્ના માર્ગમા એક ખાડી છે. આ ખાડીથી ઉત્તર તરફનુ ક્ષેત્ર ઝઘડીયા તાલુકામા ગણાય છે તેથી તે ક્ષેત્ર મોરીયાણા (તા.ઝઘડીયા) તરીકે ઓળખાય છે. મોરીયાણા ગામની ખાડીથી દક્ષિણ દિશા તરફના ક્ષેત્રો વાલિયા તાલુકામા ગણાય છે. મોરીયાણાના પાટિયાથી દક્ષિણ દિશા તરફ્ના ક્ષેત્રને કાળી કંપની તરીકે ઓળખવામા છે. મોરીયાણાના પાટિયાથી નૈઋત્ય દિશા તરફના ક્ષેત્રને લાલ ટેકરી તરીકે ઓળખવામા આવે છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પંચાયતઘર, દૂધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે.

આ ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન જેવાં કાર્યો કરે છે. આ ઉપરાંત કેટલાક લોકો સરકારી કે ખાનગી નોકરી પણ કરે છે. જુવાર, તુવર, મકાઈ, કપાસ તથા અન્ય શાકભાજી અહીંના મુખ્ય ખેત-ઉત્પાદનો છે. આ ઉપરાંત કેટલાક લોકો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે.