લખાણ પર જાઓ

વીંછણ (તા. માંડલ)

વિકિપીડિયામાંથી
વીંછણ
—  ગામ  —
વીંછણનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°24′24″N 72°02′43″E / 23.406605°N 72.045143°E / 23.406605; 72.045143
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
તાલુકો માંડલ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય પાક ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી

વીંછણ (તા. માંડલ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા માંડલ તાલુકામાં આવેલું એક ગામ છે. માંડલ તાલુકામાં,ચુંવાળના પરઞણામાં વીંછણ નામની એક નાનકડી ગામડી આવેલી છે. આશરે ૧૦૦૦ જેટલી વસ્તી અને અંદાજે ૩૨૫ જેટલા ખોરડા વીંછણમાં આવેલા છે. આમ વીંછણ નાનકડુ ગામ હોવા છતાં તેના નામ પ્રમાણે વીંછીના ડંખ જેવી તેની આગવી અને અનોખી પ્રતિભા જોવા મળે છે.વીંછણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. વિંછણ ગામમાં મુખ્યત્વે પટેલ, ઠાકૉર, હરિજન, બ્રાહ્મણ, રબારી, કુંભાર, દરજી, વાળંદ જ્ઞાતિના લોકો રહે છે. શિક્ષણનું સ્તર આઝાદી સમયથી ઘણું જ ઉપર રહેલ છે, કારણ કે પ્રાથમિક શાળાની સુવિધા ઇ. સ. ૧૯૩૨ના વર્ષથી ઉપલબ્ધ છે. સમાજના દરેક ક્ષેત્ર જેવાં કે મેડીકલ, એન્જિનીયરીંગ, વિજ્ઞાન, જ્યોતીષ, શિક્ષણ, ખેતી જેવા અનેક ક્ષેત્રોમાં ઉચ્ચ સ્થાન પર વિંછણ ગામના લોકો સેવા આપી રહ્યા છે.

વિંછણ ગામમાં કનૈયાગિરિ બાપુનો આશ્રમ આવેલો છે, જ્યાં અન્નક્ષેત્ર પણ ચાલે છે. આસ્થાના પ્રતીક સમા રામજી, મહાદેવજી, નાગદેવજી, શક્તિમા, વેરાઇમા, જૈન દેરાસર જેવા વિવિધ મંદિરો આવેલા છે. પટેલોમાં મુખ્ત્વે બે સમાજનાં ઘર છે. ૪૮ અને ૭૨ કડવા પાટીદાર સમાજ. બન્ને સમાજના આગેવાનો પોતાના સમાજમાં ઉચ્ચ સ્થાને સેવા આપી રહયા છે. ગુજરાત સરકારના નિર્મળ ગામનો હોદો પણ આ ગામ ધરાવે છે.

માંડલ તાલુકામાં આવેલાં ગામો