ગામને પાદરે તળાવ આવેલું છે. તળાવની પાર પર રામજી મંદિર આવેલું છે. રામજી મંદિરની સામે પાધર દેવનો ઓટલો આવે છે જેની સામે ગામનું પ્રવેશદ્વાર આવેલું છે. ત્યાર બાદ ચબુતરો અને તેની સામે ગામના પ્રવેશદ્વાર માં લીમડાનું વિશાળ વૃક્ષ આવેલું છે.
ગામમાં રામજી મદિર તેમ જ સ્વામિનારાયણ મંદિર આવેલાં છે. ત્યાંથી ૧ કિ.મી દુર હનુમાનજી (બાલા હનુમાન) મંદિર આવેલું છે. આ મંદિર પાસે દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે.