સાંબા, મહુવા તાલુકો, સુરત જિલ્લો
સાંબા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°01′15″N 73°08′12″E / 21.02092°N 73.136581°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરત |
તાલુકો | મહુવા, સુરત જિલ્લો |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ડાંગર, શેરડી, તુવર દિવેલી કેળાં, કેરી તેમજ શાકભાજી |
સાંબા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના મહુવા તાલુકાનું ગામ છે. સાંબા જવા માટે મહુવાથી અનાવલ જતા રાજ્ય ધોરી માર્ગ પર આવેલા વલવાડા ગામથી પશ્ચિમ દિશામાં કાંકરીયા તરફ જતા રસ્તા દ્વારા જઇ શકાય છે. આ ઉપરાંત ભગવાનપુરા વાંક તેમ જ ગુણસવેલ થઇને પણ અહીં પહોંચી શકાય છે. અનાવલ તેમ જ જોગવાડથી કુમકોતર, કાંકરીયા થઇને પણ અંહી પંહોચી શકાય છે. આ ગામની ઉત્તર-પશ્ચિમ દિશામાં ઓલણ નદી, ઉત્તર-પૂર્વ દિશામાં ભોરિયા ગામ, દક્ષિણ દિશામાં અંબિકા નદી તેમ જ દક્ષિણ-પશ્ચિમ દિશામાં કાંકરીયા ગામ આવેલું છે.
અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. શેરડી, કેરી, ડાંગર તથા વિવિધ શાકભાજીઓ અંહીની મુખ્ય ખેતપેદાશો છે. અંહી કાકરાપાર સિંચાઇ યોજનાની નહેરનું પાણી નાની શાખા દ્વારા આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, દૂધ ઉત્પાદક સહકારી મંડળી, ઉત્તર બુનિયાદી શાળા, પંચાયતઘર તેમ જ આંગણવાડી જેવી સવલતો ઉપલબ્ધ થયેલી છે. સાંબા ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. આ ગામ બે નદીઓની વચ્ચે આવેલું છે, જેની જમીન મોટેભાગે સમતળ નથી. ગામના કેટલાક ભાગમાં જંગલ પણ આવેલું છે.
-
સાંબા દુધ ઉ. સહકારી મંડળી
-
સાંબા ગામની મુખ્ય નિશાળ પાસેથી પસાર થતો ફુલવાડી- વલવાડા માર્ગ
-
હનુમાનજી મંદિર
-
કોમ્યુનિટી હોલ, સાંબા
-
લીંલુંછમ વૃક્ષ
-
સાંબા ગામ પાસે અંબિકા નદીનો પટ (બામણીયા ભુત)