સાકરિયા (તા. મોડાસા)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સાકરિયા
—  ગામ  —
સાકરિયાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 23°27′36″N 73°17′43″E / 23.460087°N 73.295399°E / 23.460087; 73.295399
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અરવલ્લી
તાલુકો મોડાસા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,
દિવેલી, શાકભાજી

સાકરિયા (તા. મોડાસા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા મોડાસા તાલુકામાં આવેલું એક ગામ છે. સાકરિયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આ ગામ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર અમદાવાદથી ૧૦૦ કિમી અને તાલુકા મુખ્ય મથક મોડાસાથી ૪ કિમીના અંતરે આવેલું છે.[૧] ગામમા બે તળાવ આવેલ છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

ગામમાં સાંકળેશ્વર મહાદેવ અને ભીડભંજન હનુમાન મંદિર આવેલાં છે.

હનુમાનજીનું ઐતિહાસિક મંદિર[ફેરફાર કરો]

સાકરિયા ગામમાં આવેલા શ્રધ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા આ મદિરમાં હનુમાનજીની ૧૦ ફૂટ લાંબી અને સૂતેલી મૂર્તિ છે. જે ભારતભરમાં માત્ર અલ્હાબાદ અને ત્યારબાદ સાકરિયા ખાતે જૉવા મળે છે.[૧] અહીં હનુમાન જયંતીના દિવસે મારુતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ""મહાભારતના સાક્ષી છે, સ્વયંભૂ પ્રગટેલા હનુમાનજી!"". દિવ્ય ભાસ્કર. ૧૮ એપ્રિલ ૨૦૧૧. Retrieved ૧૯ ડિસેમ્બર ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (help)