લખાણ પર જાઓ

સોપારી

વિકિપીડિયામાંથી
સોપારી

સોપારી, એ સોપારી વૃક્ષનું, (Areca catechu) ફળ છે. જે ઉષ્ણકટિબંધીય પ્રશાંત કિનારે, એશિયામાં ભારત સમેત ફીલીપાઈન્સ, જાવા, શ્રીલંકા, બ્રહ્મદેશ વગેરે દેશોમાં અને માડાગાસ્કર તેમજ પૂર્વ આફ્રિકાના કેટલાંક વિસ્તારમાં તથા ભારતમાં તામિલ નાડુ, મૈસૂર, દક્ષિણ મહારાષ્ટ્ર, બંગાળ અને આસામમાં બહોળા પ્રમાણમાં થાય છે. સહ્યાદ્રિમાં પણ તેના ઝાડ સારાં પ્રમાણમાં થાય છે. સોપારીનું મૂળ ઉત્પતિસ્થાન શોધી શકાયું નથી. સામાન્યપણે તે પાનપત્તામાં મેળવી અને ખાવામાં આવે છે તેથી અંગ્રેજીમાં તેને ‘betel nut’ (betel = પાન) પણ કહેવામાં આવે છે. જો કે, સોપારી એ ખરેખર ગરવાળું ફળ (nut) નથી પણ ઠળિયાવાળું ફળ (drupe) છે. ભારતમાં ધાર્મિક અને માંગલિક કાર્યોમાં તથા મુખવાસ તરીકે સોપારી અતિ પ્રસિધ્ધ છે. સોપારી વિશેષ કરી ભોજન કર્યા બાદ મુખશુદ્ધિ માટે ખવાય છે તેમજ મુખવાસરુપે ઝીણી કાતરીને પાનમાં નંખાય છે. શેકેલી સોપારી સ્વાદિષ્ટ લાગે છે.

સોપારીને ભુખરી, સહેલાઇથી ભુકો થાય તેવી તેમજ જેમાંથી પાણી વહી શકે તેવી જમીન વધુ માફક આવે છે. સોપારીનાં વૃક્ષ, તાડ અને નારિયેળીના વૃક્ષની માફક ડાળીઓ વગરનાં અને પચાસ-સાઠ ફૂટ ઊંચા થાય છે. તેના પાન ચારથી છ ફૂટ લાંબા હોય છે. તેનાં ઝાડ ચિકણાં હોય છે. સોપારીનાં ફળ કાચાં હોય ત્યારે લીલા રંગના અને પાકે ત્યારે સંતરા જેવા રંગના કે લાલ હોય છે.

કેટલાંક સ્થાનિક નામો

[ફેરફાર કરો]
સોપારી વૃક્ષ અને તેના ફળ દર્શાવતું ૧૯મી સદીનું ચિત્ર

સંદર્ભો

[ફેરફાર કરો]