હુક્કો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ઇજીપ્તિયન હૂકા (શિશા) વાટકી ઉપર પવન રક્ષક સાથે અને સીરિયન ટોટી.

હૂકો (હિંદુસ્તાની: हुक़्क़ा (દેવનાગરી),حقّہ (નસ્તલિક) huqqā )[૧] અથવા વોટરપાઇપ [૨]તમાકુનું ધુમ્રપાન કરવા માટેનું એક કે વધુ નળી ધરાવતું (મોટેભાગે કાચ આધારિત) સાધન છે. જેમાં ધુમાડાને પાણીમાંથી પસાર કરીને ઠંડો પાડવામાં તેમજ ગાળવામાં આવે છે.[૩] મૂળ ભારતના ગણાતાં,[૪][૫] [૬][૭]હૂકાએ ખૂબ લોકપ્રિયતા મેળવી છે, ખાસ કરીને મધ્યપૂર્વના દેશોમાં. અને હાલમાં તે ઉત્તર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલમાં લોકપ્રિય થઇ રહ્યો છે.[૧]

નામો[ફેરફાર કરો]

માલિ બાર ખાતે હૂકો પીતો માણસ

જે-તે પ્રદેશ પ્રમાણે, હૂકાઓ અથવા શિશાઓ વિવિધ નામે ઓળખાય છે: અરેબિક ભાષામાં તેને શિશા (شيشة) અથવા નારગીલા (نرجيلة) અથવા અરગીલા (أركيلة\أرجيلة) તરીકે લખાય છે અને સમગ્ર આરબ વિશ્વમાં તેનો વપરાશ થાય છે; નારગુલેહ (પણ ક્યારેક અરગીલાહ ઉચ્ચારણ) નામ તુર્કી, ઇજીપ્ત, ગ્રીસ, સાયપ્રસ, આર્મેનિયા, અઝરબૈઝાન, લેબેનોન, ઇરાક, જોર્ડન અને સીરિયામાં સર્વસામાન્ય રીતે પ્રચલિત છે.[સંદર્ભ આપો] નારઘીલે શબ્દ પર્સિયન શબ્દ nārghile પરથી આવ્યો છે જેનો અર્થ નાળિયેર થાય છે, વળી આ શબ્દ સંસ્કૃત શબ્દ nārikela (નારિકેલા) (नारिकेला)પરથી આવ્યો છે, જે સૂચવે છે કે પહેલાના હૂકા નાળિયેરના કાચલાને કોતરીને બનાવવામાં આવતાં હતાં.[૮][૯]

આલ્બેનિયા, બોસ્નિયા, ક્રોએશિયા દેશોમાં હૂકાને લુલા અથવા રોમાનીમાં લુલવા કહે છે જેનો અર્થ "પાઇપ" થાય છે. શિશે શબ્દ ખરેખર શીશીના ટુકડા પરથી લેવામાં આવ્યો છે.[સંદર્ભ આપો]

સર્બિયા(સર્બિયન રીપબ્લિક ઓફ બોસ્નિયા અને હર્ઝગોવિના)માં, અને દક્ષિણ યુગોસ્લાવિયામાં, પાઇપ માટે "નારગીલે" (Наргиле) અથવા "નાગિલે"(Нагиле) શબ્દનો ઉપયોગ થાય છે. "સિસા" (Нагиле) એટલે તેની અંદર ફૂંકાતી નિકોટીન અને કોલસારહીત તમાકુ. તેની અંદરની પાઇપોને હંમેશા એક કે બે ટોટી હોય છે. હૂકાનો ઉપયોગ સામાન્ય રીતે બે વ્યક્તિ કરતી હોય છે. પાણીની ઉપર લહેજતદાર તમાકુને મૂકવામાં આવે છે અને પછી કાણું પાડેલા પતરાં પર ગરમ કોલસા મૂકવામાં આવે છે, ધુમાડાને ઠંડો પાડવા અને ગાળવા માટે તેને ઠંડા પાણીમાંથી પસાર કરીને ખેંચવામાં આવે છે.

પર્સિયન શબ્દ શિશે (شیشه)પરથી આવેલા શિશા (شيشة)શબ્દનો અર્થ કાચ થાય છે. ઇજીપ્ત અને પર્સિયન અખાતના આરબ દેશો (કુવૈત, બહેરિન, કતાર, ઓમાન, યુએઇ અને સાઉદી અરેબિયા સહિત) તેમજ મોરોક્કો, ટ્યુનિસિયા, સોમાલિયા અને યેમેનમાં હૂકા માટે આ શબ્દ જ જાણીતો છે.

હૂકા જ્યાં "કાચિમ્બા" નામથી ઓળખાય છે તેવા સ્પેનમાં પણ આ શબ્દ સામાન્ય છે.[સંદર્ભ આપો]

ઇરાનમાં હૂકાને قلیان "ગલ્યાન" કહે છે.ધુમ્રપાનના સાધન ગલ્યાનનું નામ દેખીતી રીતે Ar. √ḡlā (ઉકળવું, પરપોટા થવા) શબ્દ પરથી આવ્યું હશે. એવું માનવામાં આવે છે કે હૂકાનું પહેલું નામ પણ આ જ હતું.

ઉઝબેકિસ્તાનમાં હૂકાને "ચિલિમ" કહે છે. ભારત અને પાકિસ્તાનમાં અંગ્રેજીના હૂકા શબ્દ જેવા જ નામનો ઉપયોગ થાય છે: હુક્કા (हुक़्क़ा /حقّہ).

ભારતીય શબ્દ "હૂકા" અંગ્રેજી સાથે મળતો આવે છે તેનું કારણ છે બ્રિટિશ રાજ. બ્રિટિશોના ભારત પરના આધિપત્ય (1858–1947) દરમિયાન પોતાનો દેશ છોડીને આવેલા કેટલાય બ્રિટિશોએ પ્રથમ વખત વોટર-પાઇપનો ઉપયોગ કર્યો. 1775માં ભારતના કોલકાતામાં પહોંચ્યાના થોડા સમયમાં જ વિલિયમ હિકીએ પોતાના સંસ્મરણો માં આ નોંધ્યું છે:

The most highly-dressed and splendid hookah was prepared for me. I tried it, but did not like it. As after several trials I still found it disagreeable, I with much gravity requested to know whether it was indispensably necessary that I should become a smoker, which was answered with equal gravity, "Undoubtedly it is, for you might as well be out of the world as out of the fashion. Here everybody uses a hookah, and it is impossible to get on without" [... I] have frequently heard men declare they would much rather be deprived of their dinner than their hookah.[૧૦]

ઇતિહાસ[ફેરફાર કરો]

હૂકાની શોધના ચોક્કસ તારીખ કે સ્થળની કોઇને ખબર નથી. સીરિલ ઇલગુડ (PP.41, 110)ના મતે મુઘલ સમ્રાટ અકબર પહેલા(ઇસ 1542 - 1605)ના દરબારી પર્સિયન ચિકિત્સક હકિમ અબુલ ગિલાની (મૃત્યુ. 1588)એ તેને શોધ્યો છે. જોકે આ માહિતીના સ્ત્રોતનો તેમણે કોઇ ઉલ્લેખ કર્યો નથી.[૧૧][૧૨][૧૩] યુરોપમાંથી ભારતમાં તમાકુનો પ્રવેશ થયા બાદ, ઉત્તર ઇરાનના ગિલાન પ્રાંતના અબ્દુલ-કાદિર ગિલાનીના વંશજ હકિમ અબુલ ફતેહ ગિલાની ભારત આવ્યા, જે બાદમાં મુઘલ દરબારમાં ચિકિત્સક બન્યા. તેમણે ભારતીય ઉમરાવોમાં તમાકુનું ધુમ્રપાન લોકપ્રિય થયા બાદ ચિંતા વ્યક્ત કરી અને તરત જ ધુમાડો પાણીમાં પસાર થઇને 'ગાળવા'ની એક વ્યવસ્થા શોધી કાઢી.[૧૧] બિજાપુરના રાજદૂત અસદ બેગે અકબરને ધુમ્રપાનની લત લગાડ્યા બાદ ગિલાનીએ ḡalyān (ગલ્યાન) ચલણી બનાવ્યું.[૧૧] ઉમરાવોમાં લોકપ્રિયતાના પગલે ધુમ્રપાનનું આ નવું સાધન અમીરશાહી અને લોકવર્ગમાં પ્રતિષ્ઠાના પ્રતિકસમું બની ગયું.[૧૧][૧૩] ઉત્તર ભારતમાં, જાટ, બિશ્નોઇ અને રાજપુતોમાં હૂકો એક ખાસ પરંપરા છે. જોકે, અહલી સિરાઝીની (મૃત્યુ. 1535) કવિતાની પંક્તિઓ પણ ગલ્યાનના ઉપયોગની વાત કરે છે(Falsafī, II, p. 277; Semsār, 1963, p. 15), આમ આ રીતે જોઇએ તો તેનો ઉપયોગ શાહ તાહ્માસ્પ પહેલાના સમયમાં તો થતો જ હશે. આમ, લાગે છે કે પર્સિયામાં પહેલેથી જ પ્રચલિત ગલ્યાનને ભારતમાં દાખલ કરવાનો શ્રેય અબુલ-ફત્હ ગિલાનીને આપવો જોઇએ.

સંસ્કૃતિ[ફેરફાર કરો]

મધ્ય પૂર્વ[ફેરફાર કરો]

આરબ વિશ્વ[ફેરફાર કરો]

1920માં યુફ્રેટિસ નદી પાસે દેઇર એઝ-ઝોરના કોફીહાઉસમાં હૂકો પીતો બેદુઇન. સ્થાનિક ભાષામાં હૂકો નારગિલે તરીકે ઓળખાતો.

આરબ વિશ્વમાં લોકો તેને સંસ્કૃતિ અને પરંપરાના ભાગરૂપે પીવે છે. સામાજિક ધુમ્રપાન એક કે બે નળીથી કરવામાં આવે છે. પરંતુ ક્યારેક જલસા અથવા નાના મેળાવડાઓમાં ત્રણ અથવા ચાર જેટલી નળીઓથી પણ તે પીવામાં આવે છે. જ્યારે વ્યક્તિ તેને પીવાની પ્રક્રિયા પૂરી કરી લે છે ત્યારે બીજી વ્યક્તિ માટે તે ઉપલબ્ધ છે તે દર્શાવવા માટે નળી પાછી ટેબલ પર મૂકવામાં આવે છે, અથવા તો તેને હૂકા પર પાછી મૂકીને એક વ્યક્તિથી બીજીને હાથોહાથ અપાય છે જેથી કરીને તેની ટોટી લેનારથી દૂર રહે. એવું નોંધાયું છે કે સમગ્ર વિશ્વમાં આરબો સૌથી વધુ શિશા પીનારા છે અને તેઓ સૌથી વધુ શિશા કાફે પણ ધરાવે છે.[સંદર્ભ આપો]

મધ્યપૂર્વના મોટા ભાગના કાફે(અરેબિક: مقهىً, લિપ્યંતર: મક્હાહ : કોફીશોપ) શિશા પીવા આપે છે.[સંદર્ભ આપો] આરબ વિશ્વમાં કાફે ખૂબ મોટા પ્રમાણમાં અસ્તિત્વ ધરાવે છે અને મુખ્ય સામાજિક મેળાવડાના મહત્વના સ્થળોમાં પણ તે સ્થાન ધરાવે છે (બ્રિટનના પબ્લિક હાઉસની જેમ).[સંદર્ભ આપો] દેશ છોડીને આવેલા કેટલાક બ્રિટિશ લોકો મધ્યપૂર્વ વિસ્તારોમાં પબ ન હોવાથી તેની ખોટ પૂરવા માટે શિશા કાફેમાં જવા લાગ્યા, દારૂબંધી હોય તેવા વિસ્તારોમાં તેઓ ખાસ જતાં.

ઈરાન[ફેરફાર કરો]

કાજરી પોશાકમાં સજ્જ પર્સિયન સ્ત્રી પરંપરાગત ગલ્યાન પીતી અહીં દ્રશ્યમાન થાય છે.(1850ની આસપાસ)

ઇરાનમાં હૂકો ḠALYĀN (ગલ્યાન) તરીકે ઓળખાય છે (પર્સિયન: قليان, قالیون, غلیون, ghalyan (ઘલ્યન), ghalyaan (ઘલ્યાન) અથવા ghelyoon (ઘેલ્યૂન) પણ લખાય છે). તે અરેબિક હૂકા સાથે ઘણી સામ્યતાઓ ધરાવે છે પણ તેની કેટલીક આગવી લાક્ષણિકતાઓ છે. ઉદાહરણ તરીકે, ઘાલ્યૂનના ટોચના ભાગને 'સર' કહેવાય છે (પર્સિયન: سر=માથું), જ્યાં તમાકુને મૂકવામાં આવે છે અને તે તુર્કીમાં જોવા મળતા ભાગ કરતા મોટો હોય છે.

નળીનો ઘણોખરો ભાગ વાળી શકાય તેવો હોય છે અને નરમ સિલ્ક અથવા કપડાથી આવરેલો હોય છે, જ્યારે તુર્કી લોકો વાળી શકાતાં ભાગ જેટલો લાકડાનો ભાગ બનાવે છે.[સંદર્ભ આપો]

દરેક વ્યક્તિ પાસે આગવી ટોટી હોય છે (જેને અમજિદ કહે છે) (امجید), અમજિદને સામાન્ય રીતે લાકડા કે ધાતુથી બનાવવામાં આવે છે અને કિંમતી અથવા અન્ય પથ્થરોથી તેને શણગારવામાં આવે છે.[સંદર્ભ આપો] અમજિદને માત્ર તેના આકર્ષક દેખાવને કારણે જ ઉપયોગમાં લેવાય છે. જોકે, મોટાભાગના હૂકા બારમાં પ્લાસ્ટિકની ટોટીઓ હોય છે.[સંદર્ભ આપો]

પર્સિયામાં ગલ્યાનના પ્રથમ ઉપયોગની ચોક્કસ તારીખની કોઇને જાણ નથી. સીરિલ ઇલગૂડના જણાવ્યા પ્રમાણે (પાનાં નં. 41, 110), મુઘલ સમ્રાટ અકબર પહેલાના દરબારના પર્સિયન ચિકિત્સક અબુલ-ફત્હ ગિલાની(મૃત્યુ. 1588)એ, "સૌપ્રથમ તમાકુના ધુમાડાને ઠંડો પાડવા અને ગાળવા માટે તેને પાણી ભરેલી નાની વાટકીમાંથી પસાર કર્યો હતો અને તે રીતે તેમણે હબલ-બબલ કે હૂકો શોધ્યો હતો." જોકે, અહલી સિરાઝી (મૃત્યુ. 1535) તેની કવિતાની પંક્તિઓમાં ગલ્યાન (ફલસફી, ભાગ બીજો, પાના નં. 277; સેમસાર, 1963, પાના નં. 15)ના ઉપયોગનો ઉલ્લેખ કરે છે, આમ હૂકો તાહ્માસ્પ પહેલા (1524–76)ના સમયમાં પણ પ્રચલિત હોવાનું પ્રમાણ મળે છે. આમ, પર્સિયામાં પહેલેથી જ ઉપયોગમાં લેવાતાં ગલ્યાનને ભારતમાં દાખલ કરવાનો શ્રેય અબુલ-ફત્હ ગિલાનીને આપવો જોઇએ.

સફાવિદશાહ અબ્બાસ પહેલાએ તમાકુના ઉપયોગની ખૂબ નિંદા કરવા છતાં તેના શાસનના અંત વખતે ગલ્યાન અને કોપોક (q.v.) પીવું સમાજના દરેક સ્તરે સામાન્ય બની ગયું હતું, સ્ત્રીઓનો પણ તેમાં સમાવેશ થતો હતો. શાળાઓમાં અને શિક્ષિત વર્તુળોમાં, શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંનેનું ક્લાસમાં ગલ્યાન પીવાનું હંમેશા ચાલુ જ રહેતું હતું(ફલસફી, ભાગ બીજો, પાનાં નં. 278–80). શાહ સફીએ (શાસન 1629-42) તેના પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો, પરંતુ તેના ઉપયોગમાંથી મળતી આવક ગુમાવવી પડતી હોવાથી તે પ્રતિબંધને ઉઠાવી લેવામાં આવ્યો હતો. ગલ્યાન એટલો બધો વ્યાપક બની ગયો હતો કે ગરીબોનો એક ખાસ વર્ગ કાચની વોટરપાઇપ સાંધવાના વ્યવસાયમાં લાગી ગયો હતો. શાહ અબ્બાસના સમયમાં (શાસન 1642-1666) વોટરપાઇપ એ રાષ્ટ્રીય વ્યસન બની ગયું હતું(ચાર્ડિન, અનુવાદ, ભાગ બીજો, પાના નં. 899). શાહ પાસે તેમનો ખાનગી ગલ્યાન નોકર હતો. દેખીતી રીતે વોટરપાઇપ ટેન્ડર (ગલ્યાન્દર) આ વખતથી અસ્તિત્વમાં આવ્યા હશે. તે વખતે, પાત્રો કાચ, માટી અથવા એક પ્રકારના કોળાથી બનવવામાં આવતાં હતાં. દેશી કાચની અસંતોષકારક ગુણવત્તાને કારણે કેટલીક વખત કાચના પાત્ર વેનિસથી આયાત કરવામાં આવતાં હતાં(ચાર્ડિન, અનુવાદ, ભાગ બીજો, પાના નં. 892). શાહ સુલેમાનના સમયમાં (શાસન 1694-1722), ગલ્યાનનો ઉપયોગ વધતાં તે અતિ સુશોભિત બન્યા. સુખીસંપન્ન લોકો સોના અને ચાંદીની પાઇપ રાખતાં હતાં. પ્રજા જીવનની જરૂરિયાતો કરતાં ગલ્યાન પાછળ વધુ ખર્ચ કરવા લાગી હતી (ટાવેર્નીઅર અપુદ સેમસાર, 1963, પાના નં. 16). લૂઇસ ચૌદમાના દરબારમાં શાહ સુલતાન હોસય્નના દૂત જ્યારે વર્સેલ્સમાં રાજવીઓને મળવા જતાં ત્યારે તેમના રસાલામાં એક અધિકારી ગલ્યાન લઇને ચાલતો હતો. રસાલો ચાલતો હોય ત્યારે દૂત ગલ્યાનનો ઉપયોગ કરતા હતા(હર્બેટ્ટી, અનુવાદ, પાના નં. 7; કાસરવી, પાનાં નં. 211–12; સેમસાર, 1963, પાનાં નં. 18–19). આપણી પાસે નાદિર શાહ અફસરના દરબારમાં ગલ્યાનનો ઉપયોગ થતો હોય તેની કોઇ નોંધ નથી, જોકે તેનો ઉપયોગ અવિરત ચાલુ જ હશે તેવું લાગે છે. કરીમ ખાન ઝાંદ અને ફત્હ-અલી શાહ કાજારના વ્યક્તિચિત્રોમાં તેમને ગલ્યાન પીતા દર્શાવવામાં આવ્યા છે.[૧૪] ઇરાનના લોકો પાસે ખાન્સર નામની ખાસ તમાકુ હતી (خانسار, માન્યતા મુજબ તેની શોધ થઇ તે શહેર). લાકડાના કોલસાને ખાન્સર પર વરખ વગર મૂકવામાં આવતો. ખાન્સરમાં સામાન્ય તમાકુ કરતા ઓછો ધુમાડો થાય છે. પર્સિયાના શાહ નાસીર અલ-દિન શાહ કજાર(1848–1896) હૂકાની ટોટી જો તેમની તરફ તાકવામાં આવતી તો તેને અપમાન માનતા હતાં.[સંદર્ભ આપો]


ઇરાનમાં યુવાનોમાં હૂકો પીવાનું ખૂબ જ લોકપ્રિય છે, અને સ્થાનિક ચાની કિટલીઓ પર ઘણા યુવાન લોકો હૂકો પીતા જોઇ શકાય છે.[સંદર્ભ આપો]

હમાણા સુધી, હૂકો તમામ ઉંમરના લોકોને પીરસવામાં આવતો હતો; ઇરાનના સત્તાવાળાઓએ 20 વર્ષથી નીચેના યુવાનોના હૂકો પીવા પર પ્રતિબંધ લાદી દીધો છે.[સંદર્ભ આપો]

ઈઝરાયલ[ફેરફાર કરો]

જેરુસલેમના બજારમાં વેચાણ અર્થે મૂકવામાં આવેલા નારગિલે

ઇઝરાયેલમાં હૂકાને નારગિલા કહેવાય છે. નારગિલા પીવો એ મૂળ પેલેસ્ટાઇની અને મધ્ય-પૂર્વીય યહૂદી વસાહતીઓ(મિઝરાહી યહૂદી તરીકે જાણીતા)માં પ્રચલિત છે.[સંદર્ભ આપો] નારગિલા ઇઝરાયેલમાં વધુને વધુ લોકપ્રિય થઇ રહ્યો છે, ખાસ કરીને પ્રવાસીઓમાં તે લોકપ્રિય બની રહ્યો છે.[સંદર્ભ આપો] મોટાભાગની શેરીઓ અને બજારોમાં તેનો સમાન વેચતી દુકાનો જોવા મળે છે.[સંદર્ભ આપો] યુવાનોમાં હૂકાનો ઉપયોગ વધી જતાં 2005માં ધ ઇઝરાયેલ કેન્સર એસોસિયેશન દ્વારા નારગિલા પીવાના જોખમો સામે ચેતવણી આપવાના હેતુથી એક ઝુંબેશ શરુ કરવામાં આવી હતી. IDF દ્વારા સૈનિકોને તેમની છાવણીઓમાં નારગિલા પીવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.[સંદર્ભ આપો]

દક્ષિણ એશિયા[ફેરફાર કરો]

ભારત[ફેરફાર કરો]

મલાબાર હૂકાનું અટપટું કામ
હૂકા પરિવાર

હૂકાનો ખ્યાલ એક સમયના શ્રીમંત દેશ ભારતમાં ઉદભવ્યો હતો[૧૫], જ્યાં મુઘલ શાસન દરમિયાન તે જબરદસ્ત લોકપ્રિય હતો. ત્યારબાદ તેની લોકપ્રિયતામાં ઘટાડો થયો હતો; જોકે ફરી એક વખત તે લોકોનું ધ્યાન આકર્ષી રહ્યો છે, અને તેને પીરસનારા કાફે તેમજ રેસ્ટોરન્ટ્સ પણ લોકપ્રિય બની રહ્યા છે. પ્રાચીન ભારતમાં હૂકાનો ઉપયોગ માત્ર પરંપરા નહીં, પણ પ્રતિષ્ઠાની બાબત હતી. ધનવાન અને જમીનદાર વર્ગ હૂકા પીતા હતાં.

પરંપરાગત રીવાજો પ્રમાણે ઘણા ગામોમાં હૂકામાં તમાકુ પીવામાં આવે છે. ટોબેકો-મોલાસેસ (ભારતીય તમાકુ-ગોળના રસનું મિશ્રણવાળા) શિશા પીવાનું હવે ભારતીય યુવાનોમાં લોકપ્રિય થતું જાય છે. ભારતમાં કેટલાક ચેઇન, ક્લબો, બાર અને કોફીની દુકાનોમાં મુઆસ્સેલ(અડધી તમાકુ-અડધુ મધ કે તેના જેવું ગળ્યું પ્રવાહી)ની વિશાળ શ્રેણી પીરસવામાં આવે છે, જેમાં તમાકુ વગરની આવૃતિનો સમાવેશ પણ થાય છે.

ભારતના પશ્ચિમ કિનારે આવેલું માછીમારી પર નભતું કોયિલાંડી નગર એક સમયે મોટાપાયે હૂકા બનાવતું અને તેની નિકાસ કરતું. અહીંના હૂકા મલાબાર હૂકા કે કોયિલાંડી હૂકા તરીકે જાણીતા છે. આજે આ અટપટાં હૂકા કોયિલાંડીની બહાર મળવા મુશ્કેલ છે. એટલું જ નહીં કોયિલાંડીમાં પણ તે સરળતાથી મળી શકે તેમ નથી.

ભારતમાં હૂકાની લોકપ્રિયતા વધતી હોવાને લીધે હાલમાં જ હૂકા બાર પર સંખ્યાબંધ દરોડા પડ્યા છે અને પ્રતિબંધ લાદવામાં આવ્યા છે, ખાસ કરીને ગુજરાતમાં આવા પ્રતિબંધના કિસ્સા વધુ બન્યા છે.[૧૬]

પાકિસ્તાન[ફેરફાર કરો]

પાકિસ્તાનમાં ગ્રામીણ વિસ્તારોમાં પેઢીઓથી પરંપરાગત રીતે પ્રચલિત[૧૭], હૂકા હવે ત્યાંના પચરંગી શહેરોમાં પણ ખૂબ લોકપ્રિય થઇ રહ્યા છે. ઘણી ક્લબો અને કાફેમાં તે પીરસવામાં આવે છે. તે યુવાનો અને વિદ્યાર્થીઓમાં ખાસા લોકપ્રિય બન્યા છે. ધુમ્રપાનનું આ સ્વરૂપ સામાજિક મેળાવડા, કાર્યક્રમો અને પ્રસંગોમાં ઘણું લોકપ્રિય થયું છે. હૂકાની વિવિધતા પીરસતાં કાફે અને રેસ્ટોરન્ટ્સની સંખ્યા ઘણી મોટી છે. કરાચીમાં આ ધંધામાં વૃદ્ધિ જોવા મળી છે. ઇસ્લામાબાદ પણ હવે આ ધંધાથી સમૃદ્ધ થઇ રહ્યું છે.

દક્ષિણપૂર્વ એશિયા[ફેરફાર કરો]

ફિલિપાઈન્સ[ફેરફાર કરો]

ફિલિપાઇન્સમાં હૂકા અથવા શિશા ખાસ કરીને આરબ ફિલિપિનો લઘુમતી સમુદાય અને ભારતીય ફિલિપિનો સમુદાયમાં વાપરવામાં આવતો હતો, જોકે ખાસ કરીને સ્થાનિક મુસ્લિમ ફિલિપિનો સમુદાયમાં મધ્યપૂર્વના દેશોમાં સ્થાપિત સામાજિક અને સાંસ્કૃતિક વલણના ઐતિહાસિક અનુસરણે, હૂકાને કોટાબાટો અથવા જોલો જેવા વેપારપ્રધાન શહેરોના ઉમરાવોમાં વિરલ પણ પ્રતિષ્ઠાભરી સામાજિક ટેવ બનાવી દીધી.

20મી સદીના છેલ્લા વર્ષો સુધી ખ્રિસ્તી ફિલિપિનોમાં હૂકા વાસ્તવિક રીતે જાણીતા બન્યા ન હોવા છતાં સમકાલીન યુવાન ખ્રિસ્તીઓમાં તેની લોકપ્રિયતા વિશાળ પ્રમાણમાં વધી રહી છે. પાટનગરના સૌથી વધુ પચરંગી શહેર મકાટીના વિવિધ મોંઘા બાર અને ક્લબોમાં હૂકાના ચાહકોને તે પીરસવામાં આવે છે.

હૂકાનો ઉપયોગ સેંકડો વર્ષોથી પ્રચલિત હોવા છતાં અને તમામ ઉંમરના લોકો તેનો આનંદ માણતા હોવા છતાં, એશિયામાં તાજેતરના વર્ષોમાં જ તે યુવાનોમાં નવરાશની પળો માણવાનાં સાધન તરીકે ઉભરી આવ્યો છે. હૂકા કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાન પુખ્તોમાં સૌથી લોકપ્રિય છે, આ યુવાનો ઓછી ઉંમરના હોઇ શકે છે અને તેના કારણે સિગરેટ ખરીદી શકતાં નથી.[૧૮]


સાઉથ આફ્રિકા[ફેરફાર કરો]

દક્ષિણ આફ્રિકામાં બોલચાલની ભાષામાં હૂકો હબલી બબલી અથવા ઓક્કા પાઇપ તરીકે જાણીતો છે, અને તે કેપ મલય અને ભારતીય સમુદાયમાં લોકપ્રિય છે, જ્યાં તેને સામાજિક મનોરંજનના સાધન તરીકે પીવામાં આવે છે.[૧૯] જોકે, શ્વેત આફ્રિકનો અને તેમાં પણ ખાસ કરીને યુવાનોમાં હૂકાની લોકપ્રિયતામાં વધારો જોવાઇ રહ્યો છે. હૂકા પીરસતાં બાર મહત્વના સ્થળ તરીકે ઉભરી રહ્યા છે, જોકે ધુમ્રપાન સામાન્ય રીતે ઘરે અથવા બીચ કે પ્રવાસન સ્થળો જેવી જાહેર જગ્યા પર કરવામાં આવે છે.

દક્ષિણ આફ્રિકામાં, હૂકાના વિવિધ ભાગોની શબ્દાવલી પણ અન્ય દેશો કરતાં જુદી પડે છે. માટીના "માથું/વાટકી" "ક્લે પોટ" તરીકે ઓળખાય છે. નળીઓ "પાઇપ" અને હવા છોડતાં વાલ્વ આશ્ચર્યજનક રીતે "ક્લચ" તરીકે ઓળખાય છે.

કેટલાક વિજ્ઞાનીઓ દગ્ગા પાઇપનો આફ્રિકન મૂળના હૂકા તરીકે નિર્દેશ કરે છે.[૨૦]

યુનાઇટેટ સ્ટેટ્સ અને કેનેડા[ફેરફાર કરો]

યુનાઇટેડ સ્ટેટ્સના માસાચુસેટ્સના કેમ્બ્રિજમાં હાર્વર્ડ સ્કેવર સ્ટોરની બારીમાં હૂકો અને તેની તમાકુની વિવિધ ચીજવસ્તુઓ પ્રદર્શાનાર્થે મૂકવામાં આવી છે.

તાજેતરમાં જ ઘણા શહેરો, રાજ્યો અને દેશોએ ઇનડોર (બંધ ઓરડામાં) ધુમ્રપાન પર પ્રતિબંધ લાદ્યો છે. કેટલાક અધિકારક્ષેત્રોમાં હૂકાના ધંધાને ખાસ પરવાના દ્વારા નીતિનિયમોમાંથી બાકાત રાખી શકાય છે. જોકે કેટલાક પરવાનામાં તમાકુ અથવા આલ્કોહોલના ધંધાની આવકની ચોક્કસ ટકાવારી આપવાની શરતો હોય છે.


ઇનડોર ધુમ્રપાન પર પ્રતિબંધ ધરાવતાં શહેરોમાં હૂકા બારને બંધ કરાવવામાં આવ્યા છે અથવા તમાકુરહિત મુઆસ્સેલ તરફ વાળવામાં આવ્યા છે. જોકે ઘણા દેશોમાં, હૂકા લોન્જ લોકપ્રિયતાને લીધે આગળ વધી રહ્યા છે. 2000થી 2004 દરમિયાન 200થી વધુ નવા હૂકા કાફે ધંધાના હેતુથી ખૂલ્યા હતાં જેમાંથી મોટાભાગના યુવાન-પુખ્તોના ઉંમર વર્ગને ધ્યાનમાં રાખીને બનાવાયા હતાં,[૨૧] તેમજ ખાસ કરીને કોલેજ કેમ્પસ અથવા મધ્ય-પૂર્વના દેશોનો વિશાળ સમુદાય ધરાવતાં શહેરોમાં હતાં. માધ્યમિક કક્ષા પછીના વિદ્યાર્થીઓમાં આ પ્રવૃતિની લોકપ્રિયતા ખૂબ વધી રહી છે.


માળખું અને સંચાલન[ફેરફાર કરો]

ઘટકો[ફેરફાર કરો]

ધાતુના વાયસર(ગ્રોમિટ) સિવાય હૂકો ઘણા ઘટકો ધરાવે છે જેમાંથી ચાર તેના સંચાલન માટે અનિવાર્ય છે.

વાટકી[ફેરફાર કરો]

હૂકાના માથા તરીકે પણ ઓળખાતી વાટકી એક વસ્તુ ભરવાનું સાધન છે. સામાન્ય રીતે માટી કે આરસમાંથી બનાવવામાં આવેલા આ પાત્રમાં ધુમ્રપાન વખતે કોલસા અને તમાકુ મૂકવામાં આવે છે. વાટકીમાં તમાકુ ભરીને તેને છીદ્રવાળા નાના એલ્યુમિનિયમના વરખ અથવા કાચ અથવા ધાતુના આવરણથી ઢાંકી દેવાય છે. બાદમાં ટોચ પર સળગતાં કોલસા મૂકવામાં આવે છે જેનાથી તમાકુ યોગ્ય તાપમાને ગરમ થાય છે.

હૂકાના માથામાં વિવિધતા જોવા મળે છે જેમાં પરંપરાગત માટીની વાટકીની જગ્યાએ ફળ પણ મૂકવામાં આવે છે. માટીની વાટકીની જેમ જ સરખો આકાર-વ્યવસ્થા મેળવવા માટે આ ફળને પોલું કરી દેવામાં આવે છે અને છિદ્રિત કરવામાં આવે છે. બાદમાં અન્ય વાટકીની જેમ જ તેને મૂકવામાં આવે છે અને ઉપયોગ કરવામાં આવે છે.


છેલ્લા બે વર્ષમાં તમાકુની અંદર વિવિધ રસ સાચવી શકે તેવી ડીઝાઇનો સમાવિષ્ટ કરવા માટે આ વાટકીઓમાં ઘણો બદલાવ આવ્યો છે. The Tangiers Phunnel Bowl (ટાન્જિઅર્સ ફૂનેલ વાટકી) અને Sahara Vortex Bowl (સહારા વોર્ટેક્ષ વાટકી) હૂકાની સુધારવામાં આવેલી વાટકીના બે ઉદાહરણ છે.


પવન અવરોધક આડશ (વૈકલ્પિક)[ફેરફાર કરો]

હૂકાને રક્ષણ આપતી પવન અવરોધક આડશ વાટકીની ઉપર હોય છે જેમાં હવા જવા માટે કેટલાક છિદ્ર હોય છે. તે આગને વધુ તેજ બનતી રોકે છે અને કોલસાનું તાપમાન જાળવી રાખે છે, અને રાખ અને તણખાં આસાપાસના વાતાવરણમાં ઉડતાં અટકાવે છે. હૂકો ઊછળવા કે પડી જવાના કિસ્સામાં તે કોલસાને બહાર ફેંકતો અટકાવીને સંભવિત આગ સામે મર્યાદિત રક્ષણ પણ પૂરું પાડે છે.

ટોટી[ફેરફાર કરો]

તક્નિકી રીતે પાઇપને જો ટોટી હોય તો તે "હૂકા" નથી-આ શબ્દ ઇતિહાસની દ્રષ્ટિએ સીધા-ગળાવાળી ટ્યુબ સાથે સબંધ ધરાવે છે. આજે ટોટી (એક કે વધુ) પાતળી વાળી શકાય તેવી ટ્યુબ હોય છે જેનાથી એક અંતરથી ધુમ્રપાન થઇ શકે છે. તે ધુમાડાને શ્વાસમાં લઇએ તે પહેલા ઠંડો પાડી દે છે. તેના અંતભાગને પરંપરાગત રીતે ધાતુ, લાકડુ કે પ્લાસ્ટિકના વિવિધ આકાર, માપ, કલર અથવા સામગ્રીઓથી મઢવામાં આવે છે.

મુખ્ય ભાગ અને રબરનો પટો[ફેરફાર કરો]

હૂકાનો દેહ એક પોલી ટ્યુબ છે. ટોચ સાથે વાટકીને લગાવવામાં આવે છે. કેટલીક વખત ધુમાડાને ઠંડો પાડવાના હેતુથી મુખ્ય ભાગ અને વાટકીની વચ્ચે બરફના પાત્રને લગાવવામાં આવે છે. તળિયા પર એક પાતળી ટ્યુબ હોય છે જે પાણીમાં ડૂબાડેલી હોય છે. મુખ્ય ભાગ અને પાણીનું પાત્ર જ્યાં મળે છે તે હિસ્સાને રબરના પટાથી બાંધી દેવામાં આવે છે. તેની નજીકમાં ઓછામાં ઓછા બે કાણાં હોય છે જે પાણીના ઉપરના ભાગમાં ખૂલે છે. એક કે વધુ કાણામાં ટોટી ભરાવવામાં આવે છે.

શુદ્ધિ દ્વાર (વૈકલ્પિક)[ફેરફાર કરો]

ઘણા હૂકા શુદ્ધિ દ્વાર (વાલ્વ)થી સજ્જ હોય છે જે પાણીના પાત્રની હવાની જગ્યા સાથે જોડાયેલા હોય છે. આ દ્વાર પાત્રમાં લાંબા સમયથી પડેલા બિનઉપયોગી વાસી ધુમાડાને શુદ્ધ કરે છે. આ એકમાર્ગીય વાલ્વ આમ જોઇએ તો એક સામાન્ય દડો જ છે જે કાણાં પર મૂકવામાં આવ્યો હોય છે. આ દડો કાણાંને ગુરુત્વાકર્ષણથી ઢાંકી દે છે અને ટોટીમાં ફૂંક મારવાથી ઉત્પન્ન થતાં હકારાત્મક દબાણથી ખુલે છે. કવર પર સ્કૂથી આ દડાને પૂરી દેવામાં આવે છે. આ જગ્યા યોગ્ય રીતે ઢંકાયેલી છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે કવરને ખોલીને કચરા અને કાટથી દડાની જગ્યાને નિયમિતપણે સાફ કરવી જોઇએ.


પાણીનું પાત્ર[ફેરફાર કરો]

19મી સદીમાં દમાસીન (દમાસ્કસના રહેવાસી) લાકડાના કારીગરો હૂકા માટે લાકડું તૈયાર કરી રહ્યા છે.

હૂકાનો મુખ્ય ભાગ પાણીના પાત્ર પર ટકેલો હોય છે. હૂકાની પાતળી નળી પાણીના પાત્રના સ્તરની નીચે સુધી લટકતી હોય છે. ધુમાડો મુખ્ય ભાગમાંથી પસાર થઇને તળિયે પાતળી નળી દ્વારા પાણીમાં જાય છે જ્યાં ધુમાડાંને લીધે પરપોટાં થાય છે. આ પ્રક્રિયા ધુમાડાને ઠંડો પાડે છે અને ભેજયુક્ત બનાવે છે. ફળોના રસ જેવા પ્રવાહીને પાણીમાં મિશ્રિત કરી શકાય છે અથવા પાણીના વિકલ્પ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. ફળોના ટુકડા, ફૂદીનાના પાંદડા અને બરફની છીણ પણ તેમાં ઉમેરી શકાય છે.


પ્લેટ[ફેરફાર કરો]

કોલસાની પડતી રાખ ઝીલવા માટે પ્લેટ અથવા રાખદાની વાટકીની નીચે રાખવામાં આવે છે.

ધાતુના વાયસર[ફેરફાર કરો]

હૂકામાં ધાતુના વાયસરને સામાન્ય રીતે વાટકી અને મુખ્યભાગની વચ્ચે, મુખ્યભાગ અને રબરના પટાની વચ્ચે તેમજ મુખ્યભાગ અને ટોટીની વચ્ચે લગાવવામાં આવે છે. ધાતુના વાયસરના ઉપયોગનું કોઇ જરૂરી કારણ નથી (કાગળ અથવા સૂતરની પટ્ટીનો ઉપયોગ સામાન્ય થવા લાગ્યો છે). તે બે ભાગના સાંધાને જોડવામાં મદદ કરે છે જેથી અંદર આવતી હવાનું પ્રમાણ ઘટે અને શ્વાસમાં લેવાતાં ધુમાડાનું પ્રમાણ વધે.

વિસારક (વૈકલ્પિક)[ફેરફાર કરો]

વિસારક એ નાનકડું છિદ્રિત પ્લાસ્ટિકનું સાધન છે જે નળીના અંત ભાગ સુધી જોડાયેલું હોય છે. પાણી ભરેલા તળિયામાં જોડાયેલું આ સાધન ધુમાડો ગળાવાની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતાં પરપોટાંને તોડી નાખીને સ્વચ્છ ધુમાડો સર્જે છે તેમજ પરપોટાંના અવાજને ઓછો કરે છે. ધુમ્રપાનના વધુ સારા અનુભવ માટે તે વૈભવની વસ્તુ તરીકે વપરાય છે અને તે હૂકાનો જરૂરી ઘટક નથી.


સંચાલન[ફેરફાર કરો]

હૂકાનું પ્રતિનિધિક નમૂનાનું દ્રશ્ય

હૂકાના તળિયાના પાત્રમાં મુખ્ય ભાગની નળીનો અમુક સેન્ટિમીટર ભાગ ડૂબી શકે તેટલું પાણી ભરવામાં આવે છે. આ પાત્રને મજબૂત રીતે બંધ કરવામાં આવે છે. ઊંડુ પાણી તેના ઉપયોગ કરવા જેટલું શ્વસનપ્રક્રિયાનું બળ વધારશે. હૂકાની ટોચ પરની વાટકીમાં તમાકુને મૂકવામાં આવે છે અને તમાકુની ઉપર સળગતાં લાકડાંના કોલસા મૂકવામાં આવે છે. કેટલીક સંસ્કૃતિઓમાં વાટકીને છિદ્રિત પતરાંના વરખ અથવા ધાતુના પતરાંથી આવરીને કોલસા અને તમાકુને અલગ રાખવામાં આવે છે જેથી શ્વાસમાં ધુમાડાની સાથે કોલસાની રાખનું પ્રમાણ ઓછામાં ઓછું રહે. આનાથી તમાકુ સહન કરી શકે તેટલું તાપમાન રાખી શકાય છે અને તેથી તમાકુ સીધી જ સળગતી અટકે છે.

જ્યારે કોઇ નળી દ્વારા ધુમાડો લે છે ત્યારે વાટકીના કોલસા અને તમાકુમાંથી પસાર થઇને હવા ખેંચાય છે. કોલસાની આગથી ગરમ થયેલી હવા તમાકુનું બાષ્પીભવન કરે છે (સળગાવતી નથી), જેથી ધુમાડો ઉત્પન્ન થાય છે અને તે મુખ્ય ભાગની નળી દ્વારા પાણી ભરેલા પાત્ર સુધી જાય છે. ધુમાડો પાણીમાં પરપોટા ઉત્પન્ન કરીને ગરમી ગુમાવે છે અને પાત્રના ઉપરના ભાગમાં આવી જાય છે જ્યાં ટોટી જોડવામાં આવેલી હોય છે. ધુમ્રપાન કરનારી વ્યક્તિ જ્યારે ટોટી દ્વારા ધુમાડો ખેંચે છે, ત્યારે ધુમાડો તેના ફેફસામાંથી પસાર થાય છે. જેનાથી પાત્રમાં બદલાયેલું દબાણ કોલસામાંથી વધુ હવા ખેંચે છે. આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે.

જો હૂકાને સળગાવીને પીધા બાદ લાંબા સમય સુધી તેને મૂકી રાખવામાં આવે તો પાણીના પાત્રની અંદર એકઠો થયેલો ધુમાડો "વાસી" અને અનિચ્છનીય ગણવામાં આવે છે. શુદ્ધિ દ્વાર હોય તો તેના માધ્યમથી વાસી ધુમાડાને બહાર કાઢી શકાય છે. આ એકમાર્ગીય દ્વારને ટોટીમાં હળવી ફૂંક મારીને ખોલી શકાય છે. વધુ ટોટી ધરાવતાં હૂકામાં તમામ ટોટી જોડવામાં ન આવે ત્યાં સુધી આ દ્વાર કામ કરતો નથી. ટોટીને હાથથી ભરાવવી ન પડે તે હેતુથી કેટલીક વખત એકમાર્ગીય વાલ્વ ટોટીના ખાનામાં ભરાવવામાં આવે છે.

આરોગ્ય ઉપર અસર[ફેરફાર કરો]

હૂકાના વપરાશકારોમાં એક સામાન્ય માન્યતા એ છે કે તેનો ધુમાડો સિગરેટ કરતાં ઓછો જોખમકારક છે.[૨૨] હૂકા પ્રેરિત પાણીનો ભેજ ધુમાડાને ઓછી બળતરાવાળો બનાવે છે. જેથી પીનારાને સલામતીની ખોટી લાગણી થાય છે અને આરોગ્ય પરની અસરો અંગે તે ઓછી ચિંતા કરે છે.[૨૩]

મેયો ક્લિનિક સહિતની સંસ્થાઓના તબીબોએ જણાવ્યું છે કે, હૂકાનો ઉપયોગ સિગરેટ પીવા જેટલો હાનિકારક છે,[૨૪][૨૫] અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અભ્યાસમાં પણ આ વાતને સમર્થન આપવામાં આવ્યું છે.[૨૬]

સામાન્ય રીતે દરેક હૂકાની બેઠક 40 કરતા વધુ મિનિટ ચાલે છે અને તેમાં 50થી 200 જેટલા કસ મારવામાં આવે છે. દરેક કસમાં 0.15થી લઇને 0.50 લિટર ધુમાડો શરીરમાં જાય છે.[૨૭][૨૮] વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અમેરિકન કેન્સર સોસાયટીના અહેવાલોએ દર્શાવ્યું છે કે સિગરેટ પીતા લોકો કરતા હૂકો પીતા લોકો 100થી 200 ગણો ધુમાડો અને 70 ટકા નિકોટિન વધુ લે છે.[૨૯]


2005માં થયેલા અભ્યાસમાં શોધી કઢાયું છે કે ધુમ્રપાન ન કરનારા લોકો કરતા વોટર પાઇપ પીનારાને દાંતના પેઢાના રોગોની શક્યતા પાંચ ગણી વધુ છે. વોટર પાઇપ પીધી છે તેવા લોકોને સામાન્ય લોકો કરતાં ફેફસાંના કેન્સરનું જોખમ પાંચ ગણું હોય છે.[૩૦]


ધુમાડાને ગાળવા માટે વપરાતું પાણી તમામ જોખમી રસાયણોને દૂર કરવા માટે અસરકારક રીતે કામ કરતું નથી.[૩૧]


પાકિસ્તાનમાં હૂકા પીવા અને કેન્સર પર થયેલો એક અભ્યાસ 2008માં પ્રકાશિત થયો હતો.[૩૨] તેનો હેતુ હતો "કાયમી/માત્ર હૂકો પીતા લોકોના લોહીના પ્રવાહી અંશમાં CEAનું પ્રમાણ શોધવું. એટલે કે જે લોકોએ માત્ર હૂકો પીધો હતો (સિગરેટ, બીડી વગેરે નહીં) તેવા લોકોની અંદર. દિવસમાં 1થી 4 વખત 120 ગ્રામ (સરેરાશ વાટકીમાં 30 ગ્રામ હોય છે) સુધી તમાકુ-ગળ્યા રસનું મિશ્રણ તૈયાર કરાયું (એટલે કે 1 ગ્રામની 60 સિગરેટની તમાકુ જેટલું વજન) અને 1થી 8 બેઠકમાં તેને પીવામાં આવ્યું". કાર્સિનોએમ્બ્રીઓનિક એન્ટીજન (CEA) ઘણા પ્રકારના કેન્સરમાંથી મળી આવેલી નિશાની છે. માત્ર હૂકા પીનારામાં તેનું પ્રમાણ સિગરેટ પીતા લોકો કરતાં ઓછું હતું. જોકે આ ભેદ હૂકા પીનારા અને ધુમ્રપાન ન કરતાં લોકો વચ્ચે આંકડાકિય રીતે મહત્વનો ન હતો. અભ્યાસનો ઉપસંહાર એ હતો કે હૂકાનું અતિ સેવન (2-4 હૂકા રોજ બનાવવા, 3થી 8 બેઠક, 2થી 6 કલાક હૂકો પીવો) પ્રત્યક્ષ રીતે CEAનું પ્રમાણ વધારે છે.


સંદર્ભો[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ "Hookah". Encyclopædia Britannica. Retrieved 2008-04-08. Check date values in: |accessdate= (મદદ)
 2. WHO સ્ટડી ગ્રુપ ઓન ટોબેકો પ્રોડક્ટ રેગ્યુલેશન (ટોબરેગ) એન એડ્વાઇઝરી નોટ "વોટરપાઇપ ટોબેકો સ્મોકિંગ:હેલ્થ ઇફેક્ટસ, રીસર્ચ નીડ્સ એન્ડ રેકમન્ડેડ એક્શન્સ બાય રેગ્યુલેટર્સ", 2005
 3. "The History and Mystery of Tobacco". Harper's. June 1855.
 4. "Beyond the Smoke, There is Solidarity Among Cultures". Victoria Harben for Common Ground News Service. Retrieved 2008-12-05. Check date values in: |accessdate= (મદદ)
 5. "Metro Detroit's Hookah Scene". Terry Parris Jr for Metromode Media. Retrieved 2008-12-27. Check date values in: |accessdate= (મદદ)
 6. "Hookah History". Colors of India. Retrieved 2008-12-05. Check date values in: |accessdate= (મદદ)
 7. "XXVII - The Ruins of Futtehpore". India and Its Native Princes: Travels in Central India and in the Presidencies of Bombay and Bengal (English - UK માં) (Reprint - Asian Educational Services 2005 આવૃત્તિ.). London: Chapman and Hall. 2005 [1875]. p. 290. ISBN 8-1206-1887-4. Unknown parameter |last૧= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Check date values in: |year= (મદદ)CS1 maint: Unrecognized language (link)
 8. "Nargile". mymerhaba.
 9. [૧]
 10. Memoirs of William Hickey (Volume II આવૃત્તિ.). London: Hurst & Blackett. 1918. p. 136. Check date values in: |year= (મદદ)
 11. ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ ૧૧.૩ Sivaramakrishnan, V. M. (2001). Tobacco and Areca Nut. Hyderabad: Orient Blackswan. pp. 4–5. ISBN 8125020136. Check date values in: |year= (મદદ)
 12. Blechynden, Kathleen (1905). Calcutta, Past and Present. Los Angeles: University of California. p. 215. Check date values in: |year= (મદદ)
 13. ૧૩.૦ ૧૩.૧ Rousselet, Louis (1875). India and Its Native Princes: Travels in Central India and in the Presidencies of Bombay and Bengal. London: Chapman and Hall. p. 290. Check date values in: |year= (મદદ)
 14. http://www.iranica.com/articles/galyan-
 15. "Origins". Article Niche History of Hookah.
 16. "Hookah". Indian Express. Retrieved 2008-06-08. Check date values in: |accessdate= (મદદ)
 17. [૨]
 18. યુઝ ઓફ સિગારેટસ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટસ એમોન્ગ સ્ટુડન્ટ્સ એજ્ડ 13-15 યર્સ - વર્લ્ડવાઇડ, ૧૯૯૯-2005
 19. હબલ-બબલ એઝ કાફેસ ગો અપ ઇન સ્મોક
 20. ધ મીસ્ટીરિયસ ઓરિજિન્સ ઓફ ધ હૂકા (નારઘિલે)ધ સેક્રેડ નારઘિલે
 21. લીઓન, લિન્ડસે "ધ હેઝાર્ડ ઇન હૂકા સ્મોક". 28 જાન્યુઆરી 2008
 22. JARED MISNER (November 18, 2009). "UF study finds more teens smoke hookah". The Independent Florida Alligator. Check date values in: |date= (મદદ)
 23. Barry Knishkowy and Yona Amitai (2005). "Water-Pipe (Narghile) Smoking: An Emerging Health Risk Behaviour". Pediatrics; journal of the American Academy of Pediatrics. Check date values in: |year= (મદદ)
 24. હૂકા સ્મોકિંગ: ઇઝ ઇટ સેફર ધેન સિગરેટ્સ? -MayoClinic.com
 25. વોટર પાઇપ સ્મોકિંગ અ સિગ્નિફિકન્ટ TB રીસ્ક - ઇરિન ન્યુઝ, માર્ચ 2008
 26. ઇજીપ્તિઅન્સ વોર્નડ ઓન પાઇપ સ્મોકિંગ | ધ ઓસ્ટ્રેલિયન
 27. Alan Shihadeh, Sima Azar, Charbel Antonios, Antoine Haddad (September, 2004). "Towards a topographical model of narghile water-pipe café smoking: a pilot study in a high socioeconomic status neighbourhood of Beirut, Lebanon". Elsevier Pharmacology Biochemistry and Behavior, Volume 79, Issue 1. doi:10.1016/j.pbb.2004.06.005. Check date values in: |date= (મદદ)CS1 maint: Multiple names: authors list (link)
 28. Mirjana V. Djordjevic, Steven D. Stellman, Edith Zang (January 19, 2000). "Doses of Nicotine and Lung Carcinogens Delivered to Cigarette Smokers". Journal of the National Cancer Institute, Vol. 92, No. 2. doi:10.1093/jnci/92.2.106. Check date values in: |date= (મદદ)CS1 maint: Multiple names: authors list (link)
 29. "Hookah smoking poses health risks". Rocky Mountain Collegian. November 20, 2008. Check date values in: |date= (મદદ)
 30. "Hookah trend is puffing along". USA Today. December 28, 2005. Retrieved 2010-05-04. Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |accessdate=, |date= (મદદ)
 31. "WHO warns the hookah may pose same risk as cigarettes". USA Today. May 29, 2007. Check date values in: |date= (મદદ)
 32. "Hookah smoking and cancer: carcinoembryonic antigen (CEA) levels in exclusive/ever hookah smokers". Harm Reduction Journal. May 24, 2008. Check date values in: |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

 • ધ સેક્રેડ નારઘિલે, અ સાઇટ કન્ટેનિંગ ટ્રાન્સડિસીપ્લિનરી એન્થ્રોપોલોજીકલ (ઇન્ક્લુડિંગ ઓન ઓરિજીન્સ) એન્ડ બાયોમેડિકલ ઇન્ફર્મેશન એન્ડ ડિસ્કસન્સ ઓફ એબોવ સાઇટેડ સાયન્ટિફિક સ્ટડિઝ

અ ક્રિટિક ઓફ WHO ટોબરેગ "એડવાઇઝરી નોટ" ટાઇટલ્ડ : "વોટરપાઇપ ટોબેકો સ્મોકિંગ: હેલ્થ ઇફેક્ટ્સ, રીસર્ચ નીડ્સ એન્ડ રેકમન્ડેડ એક્શન્સ બાય રેગ્યુલેટર્સ. જર્નલ ઓફ નેગેટિવ રીઝલ્ટ્સ ઇન બાયોમેડિસીન 2006 (17 નવેમ્બર); 5:17 (હાઇલી એક્સેસ્ડ)