લખાણ પર જાઓ

માંડલ

વિકિપીડિયામાંથી
માંડલ
—  નગર  —
માંડલનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°17′19″N 71°55′01″E / 23.288499°N 71.916919°E / 23.288499; 71.916919
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
તાલુકો માંડલ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય પાક ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી,જીરું
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી

માંડલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં આવેલું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

માંડલ ઐતહાસિક નગર છે. ૧૩૪૭માં જ્યારે બાદશાહ મહમદ બિન તખલઘ ગુજરાતમાં વ્યવસ્થા જાળવવા માટે આવ્યો ત્યારે માંડલ અને પાટડીના રાણાઓએ તેની મદદ કરી હતી અને તેમનું પુરસ્કારો વડે સન્માન કરવામાં આવ્યું હતું. ઇ.સ. ૧૩૯૫માં માંડલ ફરીથી મહત્વનું સ્થળ બન્યું હશે જ્યારે ગુજરાત સલ્તનતના મુઝફ્ફર શાહે માંડલ પર આક્રમણ કર્યું અને નિષ્ફળ રહ્યો હતો. થોડા વર્ષો પછી માંડલના ઝાલા સતારસાલજી સુલ્તાન અહમદ શાહ પ્રથમ (૧૪૧૪‌) સામે બહારવટે ચડેલા સરદારોમાંના એક હતા. ૧૫૩૦ સુધી માંડલ સલ્તનતનો ભાગ બન્યું નહોતું. ૧૭૪૧માં વીરમગામ દેસાઈ વડે નગર ફરીથી સમારકામ અને કિલ્લેબંધ કરાયું હતું. સદીના મધ્યભાગથી ૧૮૧૭ સુધી માંડલ મરાઠાઓના હાથમાં રહ્યું હતું અને ત્યારબાદ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને સોંપાયું. ભૂતકાળના મહત્વ દર્શાવતી નાનાં પથ્થરોની બનેલી મસ્જિદ અને કેટલાંક સુંદર મંદિરો જ બાકી રહ્યા હતા.[]

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]
માંડલનો કિલ્લાનો દરવાજો (S-GJ-63)
જામી મસ્જિદ (N-GJ-62)

માંડલમાં જામી મસ્જિદ, કાઝી મસ્જિદ અને સૈયદ મસ્જિદ આવેલી છે, જે રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે જાહેર કરાયેલ છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Gazetteer of the Bombay Presidency: Ahmedabad (Public Domain text). Government Central Press. ૧૮૭૯. પૃષ્ઠ ૩૪૫–૩૪૬.
માંડલ તાલુકામાં આવેલાં ગામો