ચકલીની ખાંભી

વિકિપીડિયામાંથી

ચકલીની ખાંભીગુજરાતના અમદાવાદ શહેરના જુના કોટ વિસ્તારમાં આવેલી ઢાળની પોળમાં આવેલું સ્મારક છે.[૧][૨]

૨ માર્ચ ૧૯૭૪ને દિવસે અમદાવાદ શહેરમાં રોટી રમખાણ (નવનિર્માણ આંદોલન) તરીકે ઓળખાયેલા રમખાણ ફાટી નીકળ્યા હતા. એ રમખાણો દરમ્યાન પોલીસ દ્વારા કરવામાં આવેલા ગોળીબારને કારણે ગોળીથી ઘાયલ થવાને કારણે એક ચકલીનું મૃત્યું થયું હતું. એ પછી એ પોળના રહીશોએ સમગ્ર આસ્ટોડીયા વિસ્તારમાં એ ચકલીની સ્મશાનયાત્રા કાઢી હતી અને જે જગ્યાએ ચકલીનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું એ જગ્યાએ ચકલીની સ્મૃતિમાં એક ખાંભીનું નિર્માણ કર્યું હતું. એ સમયથી એ સ્થળ "ચકલીની ખાંભી" તરીકે ઓળખાય છે. એ ખાંભી પરની તકતીમાં ચકલીનું રેખાચિત્ર અને આ બનાવની માહિતી સામેલ છે.[૧][૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "ચકલી દિવસઃ જ્યારે પોલીસ ફાયરિંગમાં શહીદ થઈ એક ચકલી..." www.gujaratimidday.com. 2019-03-20. મેળવેલ 2019-03-22.
  2. ૨.૦ ૨.૧ જેઠવા, નિલેશ (૨૦ માર્ચ ૨૦૧૯). "નવનિર્માણ આંદોલનમાં ગોળીબારમાં મૃત્યુ પામેલી ચકલીની ખાંભી આજે પણ અમદાવાદની પોળમાં છે". દિવ્ય ભાસ્કર. મૂળ માંથી ૨૦ માર્ચ ૨૦૧૯ પર સંગ્રહિત. મેળવેલ ૨૧ માર્ચ ૨૦૧૯. Unknown parameter |dead-link= ignored (મદદ)