કસરા (તા. કાંકરેજ)
કસરા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 24°02′20″N 71°56′29″E / 24.0389°N 71.9415°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
તાલુકો | કાંકરેજ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | મકાઈ, બાજરી, તુવર, શાકભાજી |
કસરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકામાં આવેલું એક ગામ છે. કસરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]કસરા એ થરાનો ભાગ હતું જે બોમ્બે પ્રેસિડેન્સીની પાલનપુર એજન્સી હેઠળ હતું [૧] જે ૧૯૨૫માં બનાસકાંઠા એજન્સી બની. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી તે પહેલા બોમ્બે રાજ્ય અને ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી બનાસકાંઠા જિલ્લામાં આવ્યું.
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]અહીં વિષ્ણુનું પ્રાચીન મંદિર આવેલું છે, જે કોતરણી ધરાવતા અલગ-અલગ રંગના પથ્થરોથી બનેલું છે. આ કોતરણીને ભારે નુકશાન પહોંચેલું છે, પરંતુ મંદિર સચવાઇ રહ્યું છે. જુદાં-જુદાં રંગોના પથ્થરો સિવાય મંદિર વિશેષ બાંધણી ધરાવે છે. તેની લંબાઇ ૩૦ ફીટ જેટલી છે. વિષ્ણુની મૂળ મૂર્તિ ચાર હાથ ધરાવતી ચતુર્ભૂજ મૂર્તિ હતી, જે અલાદ્દીન ખિલજી (૧૨૯૫-૧૩૧૫) દ્વારા લૂંટી લેવાનું મનાય છે. હાલનું મંદિર લગભગ ૪૦૦ થી ૫૦૦ વર્ષ જૂનું છે. લોકવાયકા મુજબ મંદિર ગંધર્વસેન, વિક્રમાદિત્ય (ઇસ પૂર્વે ૫૬)ના પિતા, દ્વારા બંધાયેલું છે.[૨]
મંદિર હવે શિવ મંદિર તરીકે ઓળખાય છે અને રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-10) છે.
સંદર્ભ
[ફેરફાર કરો]નોંધ
[ફેરફાર કરો]ગ્રંથસૂચિ
[ફેરફાર કરો]- Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦.
- ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. ૨૨ (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. પૃષ્ઠ ૭૮૫.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ લેખ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૩૪૨. માંથી પબ્લિક ડોમેઇનમાં રહેલું લખાણ ધરાવે છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |