કામલી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કામલી
—  ગામ  —

કામલીનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°48′13″N 72°23′53″E / 23.803571°N 72.397926°E / 23.803571; 72.397926
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો ઉંઝા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા,

શક્કરીયાં, શાકભાજી

કામલી ખાતે બ્રહ્માણી માતાનું મંદિર

કામલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત ઘણા લોકો સરકારી, અર્ધસરકારી અથવા ખાનગી સંસ્થાઓમાં નોકરી પણ કરે છે. ગામના થોડા લોકો નાનામોટા વેપાર-ધંધા સાથે પણ જોડાયેલા છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, જીરુ, વરિયાળી, જુવાર, કપાસ, મગ, અડદ, રાયડો, દિવેલા, તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, સરકારી હોસ્પિટલ, ખાનગી દવાખાનું, સાર્વજનિક પુસ્તકાલય, તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ઉપરાંત ગામમાં પોસ્ટ ઓફીસ અને બે બેન્કો પણ આવેલી છે.

આ ગામમાં સોલંકી કાલીન અતિ પ્રાચીન બ્રહ્માણી માતાનું ખુબ જ સરસ મંદિર આવેલું છે. કામલી મહેસાણાથી પાલનપુર રેલ્વે માર્ગ પરનું એક સ્ટેશન છે, જે ગામથી થોડું દૂર આવેલું છે. સડક માર્ગે મહેસાણા પાલનપુર ધોરી માર્ગ પર આવેલા બ્રાહ્મણવાડા ગામથી પૂર્વ દિશામાં જતા માર્ગ પર પ્રથમ કામલી સ્ટેશન આવે છે અને ફાટક ઓળંગી આગળ જતાં બે કિલોમીટરના અંતરે કામલી ગામ આવે છે.

પરંપરાગત શુકનનો મેળો[ફેરફાર કરો]

દર વર્ષે ચૈત્ર સુદ સાતમના દિવસે કામલી ગામમાં પરંપરાગત રીતે શુકનનો મેળો ભરાય છે. આ પરંપરા ઇન્દ્રદેવને રીઝવવા માટે તથા ભાવિ વર્ષના એંધાણ માટે માતાજી (બ્રહ્માણી માતા) પાસે શુકન મેળવવા માટે સેંકડો વર્ષો પૃર્વેથી ચાલી આવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]