લખાણ પર જાઓ

કિરણસિંહ ચૌહાણ

વિકિપીડિયામાંથી
કિરણસિંહ ચૌહાણ
જન્મનું નામ
કિરણસિંહ હિરાભાઈ ચૌહાણ
જન્મકિરણસિંહ હિરાભાઈ ચૌહાણ
(1974-10-07) 7 October 1974 (ઉંમર 49)
સુરત, ગુજરાત
વ્યવસાયકવિ, પટકથા લેખક, ઉદ્‌ઘોષક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ.
માતૃ શિક્ષણ સંસ્થાવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
લેખન પ્રકારોગઝલ, હઝલ, મુક્તક, ગીત
નોંધપાત્ર સર્જનો
  • સ્મરણોત્સવ (૨૦૦૪)
  • મિજાજ (૨૦૦૮)
નોંધપાત્ર પુરસ્કારોશયદા પુરસ્કાર (૨૦૦૫)
સક્રિય વર્ષો૧૯૮૮ - વર્તમાન
જીવનસાથીસ્મિતા (૨૦૦૩)
સંતાનોપલ્લવ, નમ્ર
સહી

કિરણસિંહ ચૌહાણ (જ. ૭ ઓક્ટોબર ૧૯૭૪) એ ગુજરાતી ભાષાના કવિ અને પટકથા લેખક છે.

તેમની કૃતિઓમાં સ્મરણોત્સવ (૨૦૦૪) અને મિજાજ (૨૦૦૮)નો સમાવેશ થાય છે. ૨૦૦૫માં તેમને શયદા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. [૧] [૨]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

ચૌહાણનો જન્મ ગુજરાતના સુરતમાં હિરાભાઇ અને રેવાબહેનને ત્યાં થયો હતો. વરિયાવ પ્રાથમિક શાળામાંથી પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા બાદ, તેમણે રાંદેરની લોકમાન્ય વિદ્યાલયથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. તેમણે જે. ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ, અમરોલીથી ૧૯૯૭ માં બી.એ. અને એમ.ટી.બી. આર્ટસ કોલેજ, સુરતથી ગુજરાતી સાહિત્ય વિષય સાથે એમ.એ.ની પદવી મેળવી હતી. ૨૦૦૨માં તેમણે શારીરિક પ્રશિક્ષણ મહાવિદ્યાલય, તુમ્સાર, મહારાષ્ટ્રથી બી.પી.એડ. તથા ૨૦૦૫માં બી.એડ.ની ડિગ્રી હાંસલ કરી.[૧] [૨]

કારકિર્દી

[ફેરફાર કરો]

ચૌહાણે ૧૯૮૮માં કવિતા લખવાનું શરૂ કર્યું હતું અને ૧૯૯૦માં તેમના મેટ્રિક અભ્યાસ દરમિયાન તેમની કવિતા "હું મોટો થઈ ગયો" સુરતથી પ્રકાશિત નવનિર્માણ સામયિકમાં પ્રગટ થઈ હતી. તેમની કવિતા શબ્દસૃષ્ટિ, ગઝલવિશ્વ, ધબક, કવિતા, કુમાર, કવિલોક અને નવનીત સમર્પણ સહિત અન્ય ગુજરાતી સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થઈ હતી. તેમણે પત્રકાર તરીકે પાંચ વર્ષ અને શિક્ષક તરીકે સાત વર્ષ કાર્ય કર્યું. ૧૯૯૭માં તેઓ પત્રકાર તરીકે નવગુજરાત ટાઇમ્સમાં જોડાયા હતા. ૧૯૯૯માં, તે પ્રતિનિધિ પત્ર સાથે અને ત્યારબાદ ૨૦૦૧ માં ચેનલ સુરત સાથે જોડાયા. ૨૦૦૨ થી ૨૦૦૬ સુધી, તેમણે જીવનભારતી વિદ્યાલય, સુરતમાં ગુજરાતી અને સંસ્કૃત ભાષા શીખવી. ૨૦૦૬ માં, તેઓ પી.આર. ખાટીવાલા વિદ્યાસંકુલ, સુરતમાં જોડાયા અને એક વર્ષ સુધી વાલ્મિકી અધ્યાપન મંદિર પીટીસી કોલેજમાં, પ્રવક્તા તરીકે ફરજ બજાવી. તેઓ હાલમાં પટકથા લેખક અને ઉદ્‌ઘોષક તરીકે કાર્યરત છે. તેઓ ૨૦૧૦થી પોતાનું પુસ્તક પ્રકાશન ગૃહ 'સાનિધ્ય પ્રકાશન' પણ ચલાવી રહ્યા છે.[૧]

સાહિત્યસર્જન

[ફેરફાર કરો]

તેમનો પ્રથમ ગઝલસંગ્રહ સ્મરણોત્સવ ૨૦૦૪માં અને મિજાજ ૨૦૦૮માં પ્રકાશિત થયો હતો. ફાંફા ના માર (૨૦૦૫) એ તેમનો હઝલસંગ્રહ છે. તેમણે ગુજરાતી ચલચિત્ર ચાર (૨૦૧૧) માટે ગીતો અને આપડે તો ધીરુભાઈ માટે સંવાદો લખ્યા છે. તે દૂરદર્શન અને આકાશવાણી સહિતના અનેક ટેલિવિઝન શોમાં ભાગ લઈ ચૂક્યા છે.

  • મત્લાનગર (પસંદ કરેલા ગુજરાતી ગઝલના મત્લા (પ્રથમ બે પંક્તિઓ)નો સંગ્રહ)
  • ઊર્મિસભર અચ્છાંદસ કાવ્યો.
  • મર્મભરી મટુકી
  • મહેશ દાવડકરની મનમોહક ગઝલો

સન્માન

[ફેરફાર કરો]

ઈન્ડિયન નેશનલ થિયેટર, મુંબઇ દ્વારા તેમને શયદા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુરતનાં રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા ૨૦૦૭ માં તેમને 'શ્રેષ્ઠ યુવા સાહિત્યકાર પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો હતો.

અંગત જીવન

[ફેરફાર કરો]

ચૌહાણે ૧૮ ફેબ્રુઆરી ૨૦૦૩ના રોજ સ્મિતા સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો, પલ્લવ અને નમ્ર છે.[૧][૨]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ શુક્લ, કિરીટ (2013). ગુજરાતી સાહિત્યકાર કોશ. ગાંધીનગર: ગુજરાતી સાહિત્ય અકાદમી. પૃષ્ઠ 63.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "બે ગ઼ઝલ – એક કાવ્ય". વેબગુર્જરી. 2015-03-22. મેળવેલ 2016-03-12.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડી

[ફેરફાર કરો]