લખાણ પર જાઓ

ગુજરાતી સાહિત્ય મહોત્સવ

વિકિપીડિયામાંથી
Gujarat Literature Festival
ગુજરાતી સાહિત્ય મહોત્સવ
સ્થિતિસક્રિય
પ્રકારસાહિત્યિક મહોત્સવ
અવધિવાર્ષિક
સ્થાનઅમદાવાદ, વડોદરા
દેશભારત
સક્રિય વર્ષો10
ઉદ્ધાટનJanuary 3, 2014 (2014-01-03)
સ્થાપકો
  • શ્યામ પારેખ
  • સમકિત શાહ
  • જુમના શાહ
તાજેતરનુંDecember 22, 2019 (2019-12-22)
ભાગ લેનારાઓ૨૦૦
લોકો
સભ્યઅદિતી દેસાઈ, નિહારિકા શાહ, આરજે દેવકી, આરજે આરતી, ભાર્ગવ પુરોહિત.
Sponsors
  • ગુજરાત પ્રવાસન
  • રિલાયન્સ જૂથ
  • ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી)
  • હિન્દુસ્તાન કોકાકોલા બેવરેજીસ પ્રા. લિ.
  • ગુજરાત રાજ્ય હસ્તકલા અને હસ્તશિલ્પ વિકાસ નિગમ લિમિટેડ
  • વૉડાફોન
  • એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ
વેબસાઇટgujlitfest.org

ગુજરાતી સાહિત્ય મહોત્સવ જેને ગુજરાત લિટરેચર ફેસ્ટીવલ (સંક્ષિપ્ત જીએલએફ) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક સાહિત્યિક ઉત્સવ છે જે દર વર્ષે ભારતીય શહેર અમદાવાદ, ગુજરાતમાં યોજાય છે. આ ઉત્સવ સામાન્ય રીતે ડિસેમ્બર-જાન્યુઆરીમાં યોજાય છે.

આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ ચર્ચા, પરિસંવાદ અને કાર્યશિબિર પદ્ધતિ દ્વારા ગુજરાતી સાહિત્યને પ્રોત્સાહન અને લોકપ્રિય બનાવવાનો છે. આ ઉત્સવની સ્થાપના શ્યામ પારેખ, સમકિત શાહ અને જુમના શાહે કરી હતી. આ મહોત્સવના અન્ય સભ્યોમાં પારસ ઝા, ફિલ્મ સર્જક અભિષેક જૈન, લેખક રામ મોરી અને કવિ રાજેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે.

ગુજરાતી સાહિત્ય મહોત્સવ એ ગુજરાતનો સૌથી પ્રથમ અને સૌથી મોટો સાહિત્યિક ઉત્સવ છે.[][][] તે ગુજરાતી લિટરેચર ફેસ્ટીવલ (સંક્ષિપ્ત જીએલએફ) તરીકે પણ ઓળખાય છે.[] આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ ચર્ચા, પરિસંવાદ અને કાર્યશિબિર પદ્ધતિ દ્વારા ગુજરાતી સાહિત્યને પ્રોત્સાહન અને લોકપ્રિય બનાવવાનો છે.[] સત્તાવાર રીતે આ ત્રિદિવસીય કાર્યક્રમમાં સ્પર્ધાઓ અને કાર્યશિબિરોનું પણ આયોજન કરવામાં આવે છે.[] સાહિત્ય એ પુસ્તકના આવરણ વચ્ચે બંધાયેલું નથી એવી ફિલસૂફીથી શરૂ થયેલો આ મહોત્સવ જીએલએફ રંગમંચ, પટકથા, દસ્તાવેજી ફિલ્મો, સંગીત, પત્રકારત્વ, સોશિયલ મીડિયા અને મૌખિક પરંપરા સહિતના અનેક સ્વરૂપોને એકસાથે આવરી લે છે.

શ્યામ પારેખ અને સમકિત શાહ આ મહોત્સવના દિગ્દર્શક અને નિર્માતા છે, જ્યારે પારસ ઝા પ્રોગ્રામિંગ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે.[][][] કવિ રાજેન્દ્ર પટેલ અને ફિલ્મ સર્જક અભિષેક જૈન આ ઉત્સવના સભ્ય છે. ટુકડીના અન્ય સભ્યોમાં અદિતિ દેસાઈ, નિહારિકા શાહ, ભાર્ગવ પુરોહિત, આરજે આરતી અને આરજે દેવકીનો સમાવેશ થાય છે.[]

આ સમગ્ર મહોત્સવ ગુજરાત પ્રવાસન, રિલાયન્સ જૂથ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી), હિન્દુસ્તાન કોકાકોલા બેવરેજીસ, ગુજરાત રાજ્ય હસ્તકલા અને હસ્તશિલ્પ વિકાસ નિગમ, વૉડાફોન, એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ દ્વારા પ્રાયોજીત કરવામાં આવે છે.[] ગુજરાત યુનિવર્સિટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહોત્સવના ભાગીદાર તરીકે કાર્ય કરે છે.[૧૦]

સમયરેખા

[ફેરફાર કરો]

પ્રથમ આવૃત્તિ

[ફેરફાર કરો]

જીએલએફની પ્રથમ આવૃત્તિ ૩, ૪ અને ૫ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ યોજાઈ હતી. તેને વોડાફોન દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યું હતું.[૧૧][૧૨]

દ્વિતીય આવૃત્તિ

[ફેરફાર કરો]

જીએલએફની બીજી આવૃત્તિ ૨૦૧૫ માં શરૂ કરવામાં આવી હતી. આ મહોત્સવ ૨૮ થી ૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદના કનોરિયા સેન્ટર ખાતે યોજાયો હતો. પ્રથમ બે દિવસ ફિલ્મ ટીકા વિશે કાર્યશિબિર અને પરિસંવાદ આયોજીત કરવામાં આવ્યો હતો. તેમાં લગભગ ૪૦ સત્ર હતા, જેમાં લગભગ ૧૨૫ વક્તાઓ હતા.[૧૩]

તૃતીય આવૃત્તિ

[ફેરફાર કરો]

આ મહોત્સવની ત્રીજી આવૃત્તિ ૨૦૧૫માં ૮ થી ૧૦ જાન્યુઆરીથી દરમિયાન શરૂ કરવામાં આવી હતી. આ આવૃત્તિનો મુખ્ય વિષય "નવા સાહિત્યના રૂપમાં ફિલ્મો" હતો. તેમાં લગભગ ૫૦ સત્રો હતા, જેમાં ૧૦૦થી વધુ વક્તાઓ હતા. કેટલાક નોંધપાત્ર વક્તાઓમાં અર્થશાસ્ત્રી લોર્ડ મેઘનાદ દેસાઈ, મલયાલમ કવિ કે. સચ્ચિદનંદન, ફિલ્મ દિગ્દર્શક શ્રીરામ રાઘવન, પટકથા લેખક (સ્ક્રિપ્ટ રાઇટર) વરુણ ગ્રોવર અને અંજુમ રાજાબાલીનો સમાવેશ થાય છે.[]

ચતુર્થ આવૃત્તિ

[ફેરફાર કરો]

જીએલએફએ ૨૦૧૬ માં તેની ચોથી આવૃત્તિ શરૂ કરી હતી. આ મહોત્સવનું ઉદઘાટન ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ કર્યું હતું. આ કાર્યક્રમ ૧૪ થી ૧૮ ડિસેમ્બર દરમિયાન (૫ દિવસ) અમદાવાદના કનોરિયા સેન્ટર ખાતે યોજાયો હતો. તેમાં ગુજરાતી, હિન્દી અને ઉર્દૂ ભાષાઓમાં સત્રો હતા. આ કાર્યક્રમમાં લગભગ ૧૦ કાર્યશિબિર અને ૮૦ સત્રો હતા. આ કાર્યક્રમમાં રિતેશ શાહ, જુહી ચતુર્વેદી, જય વસાવડા સહિત ૨૦૦ જેટલા વક્તાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.[૧૪][૧૫]

પાંચમી આવૃત્તિ

[ફેરફાર કરો]

આ સમારોહની પાંચમી આવૃત્તિ ૩ થી ૭ જાન્યુઆરી ૨૦૧૮માં કનોરિયા સેન્ટર, હઠીસિંઘ ગેલેરી અને ગુજરાત યુનિવર્સિટીમાં ૫ દિવસ માટે રજૂ કરવામાં આવી હતી: તેની છત્રછાયા હેઠળ બાળ સાહિત્ય મહોત્સવપણ શરૂ કરવામાં આવ્યો હતો. આ આવૃત્તિમાં ટેલિવિઝન લેખનથી માંડીને વાર્તા કહેવા સુધીના વિષયો પર કાર્યશિબિરની વ્યવસ્થા કરવામાં આવી હતી અને વિવિધ નાટકોનું મંચન કરવામાં આવ્યું હતું.[][]

પુસ્તકો, ફિલ્મો, સંપાદન, અનુવાદ, ડિઝાઇનિંગ, પ્રૂફરીડિંગ વગેરે વિભાગોમાં શ્રેષ્ઠ પ્રદર્શનને જીએલએફ એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.[૧૬][][]

છઠ્ઠી આવૃત્તિ

[ફેરફાર કરો]

છઠ્ઠી આવૃત્તિ વડોદરામાં પહેલી વાર ૨ થી ૪ ફેબ્રુઆરી ૨૦૧૮માં રજૂ કરવામાં આવી હતી. તે એલેમ્બિક પરિસર, વડોદરા ખાતે ૩ દિવસ માટે યોજાયો હતો, જેમાં ૭૫ સત્રો હતા. તે એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યું હતું.[]

સાતમી આવૃત્તિ

[ફેરફાર કરો]

આ ફેસ્ટિવલની સાતમી આવૃત્તિ ફરી વડોદરા ખાતે ૧૮ થી ૨૦ જાન્યુઆરી, ૨૦૧૯માં યોજાઈ હતી, જેને સ્થાનિક સ્તરે એલેમ્બિક ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ તરીકે ઓળખવામાં આવી હતી. નિયમિત કાર્યક્રમોની સાથે સાથે તેમાં પહેલી વાર 'ઇન્ડિયન સ્ક્રીનરાઇટિંગ ફેસ્ટિવલ' શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં બોલિવૂડના સંખ્યાબંધ લેખકો, ગીતકારો, દિગ્દર્શકોને આમંત્રણ હતું. આ ફેસ્ટિવલમાં હિન્દી, અંગ્રેજી અને મરાઠી ભાષાઓમાં સત્રો દર્શાવતા બિન-ગુજરાતી ભાષાઓ માટેનું 'ફાઉન્ટેનહેડ' પણ શરૂ કરવામાં આવ્યું હતું.[૧૬][૧૭]

જેમાં કેટલાક નોંધપાત્ર વક્તાઓ ભવાની ઐયર, શ્રીરામ રાઘવન, ઇશિતા મોઇત્રા, હાર્દિક મહેતા, અંજુમ રાજાબલી, પુષ્પેશ પંત, રાજદીપ સરદેસાઈ, દિવ્યા પ્રકાશ દુબે, સાગરિકા ઘોસ અને કનિશ્ક શેઠ હતા. કેટલાક ગુજરાતી વક્તાઓમાં મધુ રાય, સૌમ્ય જોશી, જય વસાવડા, કાજલ ઓઝા-વૈદ્ય, ધ્રુવ ભટ્ટ અને રામ મોરી હતા.[૧૬][૧૭]

આઠમી આવૃત્તિ

[ફેરફાર કરો]

જીએલએફએ ૨૦૧૯માં તેની આઠમી આવૃત્તિ પાંચ દિવસ માટે શરૂ કરી હતી; જે ૧૮ ડિસેમ્બરથી ૨૨ ડિસેમ્બર દરમિયાન આયોજીત કરાઈ હતી. આ ફેસ્ટિવલ ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં યોજાયો હતો, અને તેની છત્રછાયા હેઠળ એક સાથે છ કાર્યક્રમો યોજાયા હતા જેમાં આઠ વર્કશોપ ઉપરાંત ભારતીય પટકથા લેખકોનો મહોત્સવ, બિઝલિટફેસ્ટ, આર્ટફેસ્ટ, ટાબરિયા (બાળકો માટે), ગુજરાતી સાહિત્ય મહોત્સવ, ફાઉન્ટેનહેડ (બિન-ગુજરાતી સાહિત્ય સત્રો), અને એક ફૂડ ફેસ્ટિવલનો સમાવેશ થાય છે. તેમાં ૧૦૦ સત્રો સાથે લગભગ ૨૦૦ વક્તાઓ દર્શાવવામાં આવ્યા હતા. આ આવૃત્તિમાં જીએલએફએ ગુજરાતી લેખક અને પત્રકાર કાંતિ ભટ્ટની યાદમાં કાંતિ ભટ્ટ મેમોરિયલ એવોર્ડની શરૂઆત કરી હતી. આ આવૃતિમાં ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં એક પુસ્તક બજારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.[૧૦][૧૮][૧૯][૨૦][૨૧]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Roller-Coaster of Literary Talks and Stand-Up Comedy". First India - City First. 22 December 2019. પૃષ્ઠ 14.
  2. "Gujarat Literature Festival (GLF)". GoWhereWhen. મેળવેલ 2020-07-10.
  3. "ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં કાન્તિ ભટ્ટ પત્રકારત્વ પારિતોષિક એનાયત". Janmabhoomi (Gujarati newspaper). 24 December 2019. મેળવેલ 2020-07-11.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ "Ahmedabad to host 8th edition of Gujarat Literature Festival". Navjeevan Express. 2019-12-11. મેળવેલ 2020-07-05.
  5. "What's Up, Amdavad?". The Times of India. Ahmedabad. 21 December 2019. પૃષ્ઠ 2.
  6. "Gujarat Literature Festival". First India - City First. Ahmedabad. 19 December 2019. પૃષ્ઠ 12.
  7. ૭.૦ ૭.૧ ૭.૨ "Rajdeep Sardesai, Sagarika Ghose, Mallika Sarabhai among speakers at Gujarat Literature Festival". DeshGujarat. 2017-12-28. મેળવેલ 2020-07-10.
  8. ૮.૦ ૮.૧ ૮.૨ ૮.૩ "Gujarat Literature Festival spreads wings beyond city". DNA India. 2017-12-29. મેળવેલ 2020-07-13.
  9. ૯.૦ ૯.૧ "Gujarat literary fest from January 8". The Indian Express. 2015-12-27. મેળવેલ 2020-07-07.
  10. ૧૦.૦ ૧૦.૧ "GLF begins in Ahmedabad". First India - City First. Ahmedabad. 21 December 2019. પૃષ્ઠ 14.
  11. શાહ, ગુણવંત (27 January 2014). "કાર્ડિઓગ્રામ". ચિત્રલેખા. પૃષ્ઠ 17.
  12. "Schedule of Gujarati Literature Festival Ahmedabad 2014". DeshGujarat. 2014-01-02. મેળવેલ 2020-07-07.
  13. "સાહિત્યકારો અને કળાના દિગ્ગજોનો મંચ એટલે GLF". ગુજરાત સમાચાર. અમદાવાદ. 21 January 2015. પૃષ્ઠ 1.
  14. "4th Edition of Gujarat Literature Festival – GLF announced". DeshGujarat. 2016-12-07. મેળવેલ 2020-07-10.
  15. Gajrawala, Mihir (2016-12-07). "Gujarat Literature Festival 2016, Season 4 :: GLF 2016 Ahmedabad". Creative Yatra. મેળવેલ 2020-07-10.
  16. ૧૬.૦ ૧૬.૧ ૧૬.૨ "Alembic group brings second edition of GLF to Vadodara - Connect Gujarat English". Dailyhunt. 2020-04-14.
  17. ૧૭.૦ ૧૭.૧ Joshi, Saumil (2018-12-28). "Second Edition of Alembic Literature festival is back -". OUR VADODARA.
  18. "Gujarat Lit Fest from Dec 18". The Indian Express. Ahmedabad. 11 December 2019. પૃષ્ઠ 9.
  19. Buvariya, Risha (11 December 2019). "Gujarat Literature Festival". First India. મૂળ માંથી 11 જુલાઈ 2020 પર સંગ્રહિત. મેળવેલ 11 July 2020. Check date values in: |archive-date= (મદદ)
  20. પ્રજાપતિ, કિશનકુમાર સુરેશકુમાર (2019-12-10). "18થી 22 ડિસેમ્બરે 'ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ - 8' યોજાશે". દિવ્યભાસ્કર. મેળવેલ 2020-07-10.
  21. મેવાડા, સુનિલ (2017-09-12). "લ્યો, આ આવી ગયો ગુજરાત લિટરેચર ફેસ્ટીવલઃ કયાં છે મુખ્ય આકર્ષણો?". ચિત્રલેખા. મેળવેલ 2020-07-10.