જસરા (તા. લાખણી)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
જસરા
—  ગામ  —

Skyline of {{{official_name}}}

જસરાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 24°02′20″N 71°56′29″E / 24.0389°N 71.9415°E / 24.0389; 71.9415
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો લાખણી
સરપંચ મહેશભાઈ કાંતિલાલ દવે
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ,દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ રાયડો, બાજરી,ઘઉં,એરંડો,જુવાર,તુવર, શાકભાજી

જસરા (તા. લાખણી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા લાખણી તાલુકામાં આવેલું એક ગામ છે. જસરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ,જુવાર, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

આ ગામમાં બુઢેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં ૨૦૧૨થી શિવરાત્રી નિમિત્તે મેળા ઉપરાંત અશ્વ શોનું આયોજન થાય છે.

શાળાઓ[ફેરફાર કરો]

અદ્વેત વિદ્યામંદિર, જસરા
 • અદ્વેત વિદ્યામંદિર (માધ્યમિક શાળા)
 • જસરા પ્રાથમિક શાળા

શાળાઓ અને શિક્ષણ વ્યવસ્થા[ફેરફાર કરો]

જસરા ગામમાં મુખ્ય જસરા પ્રાથમિક શાળાની અંતર્ગત સીમાડાનાં બાળકો માટે પેટા પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. આ ઉપરાંત અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શાળા તેમજ સાયન્સ સ્કૂલ અને સંસ્કૃત પાઠશાળા અને હોસ્ટેલ પણ કાયરત છે.

 • અદ્વેત પ્રાથમિક શાળા
 • અદ્વૈત વિદ્યામંદિર માધ્યમિક શાળા
 • અદ્વૈત વિદ્યામંદિર ઉચ્ચતર માધ્યમિક શાળા
 • ધ્યેય સાયન્સ સ્કૂલ અને ડે કેર
 • દક્ષિણામૂર્તિ પાઠશાળા
 • અદ્વૈત હોસ્ટેલ
 • પુંજાપુરા પ્રાથમિક શાળા
 • અર્બુદાનગર પ્રાથમિક શાળા
 • કલ્યાણપુરા પ્રાથમિક શાળા