તરસાડાબાર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
તરસાડાબાર
—  ગામ  —
તરસાડાબારનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 21°15′15″N 73°18′08″E / 21.254167°N 73.302222°E / 21.254167; 73.302222
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો માંડવી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો જુવાર, મગફળી,
ડાંગર, ચણા, વાલ, તુવર,
શાકભાજી, શેરડી, કેળાં, ડાંગર

તરસાડાબાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા માંડવી તાલુકામાં આવેલું એક ગામ છે. તરસાડાબાર ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે. જુવાર, મગફળી, ડાંગર, ચણા, વાલ, તુવર અને અન્ય શાકભાજી અહીંનાં ખેત- ઉત્પાદનો છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે.
તરસાડાબાર ગામ વચ્ચેથી વાપીથી શામળાજી જતો રાજ્ય ધોરી માર્ગ નં-૫ અ પસાર થાય છે. આ ઉપરાંત આ ગામ અન્ય રાજ્ય ધોરી માર્ગ દ્વારા કામરેજ, બારડોલી અને વ્યારા જેવાં મહત્વનાં કેન્દ્રો સાથે જોડાયેલું છે.
ઈ.સ.૧૯૬૮ના વર્ષમાં આવેલા અતિ ભારે પુરમાં તાપી નદી પરના પુલ તુટી જવાને કારણે અહીંથી માંડવી વચ્ચે નવા પુલના નિર્માણ સુધી હોડી દ્વારા ફેરી સેવા ચાલુ કરવામાં આવી હતી, જેમાં વાહનો પણ લઇ જઇ શકાતાં હતાં. નવા પુલના બદલાયેલા સ્થળને કારણે માંડવીથી બાજીપુરા તેમ જ વ્યારા જતો રસ્તો બરાબર ગામની વચ્ચેથી લઇ જવાની ફરજ પડી હતી.