બિંદુ ભટ્ટ

વિકિપીડિયામાંથી
બિંદુ ભટ્ટ
એપ્રિલ ૨૦૧૮માં ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ ખાતે
એપ્રિલ ૨૦૧૮માં ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ ખાતે
જન્મનું નામ
બિંદુ ગીરધરલાલ ભટ્ટ
જન્મબિંદુ ગિરધરલાલ ભટ્ટ
(1954-09-18) 18 September 1954 (ઉંમર 69)
જોધપુર, રાજસ્થાન
વ્યવસાયલેખિકા, નવલકથાકાર, વિવેચક અને ભાષાંતરકાર
ભાષાગુજરાતી, હિંદી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ
 • માસ્ટર ઑફ આર્ટ્સ
 • પીએચ. ડી.
માતૃ શિક્ષણ સંસ્થાગુજરાત વિશ્વવિદ્યાલય
સમયગાળોઆધુનિક કાળ પછીનું ગુજરાતી સાહિત્ય
લેખન પ્રકારોલઘુકથાઓ, નવલકથા
નોંધપાત્ર સર્જનો
 • મીરા યાજ્ઞિકની ડાયરી (૧૯૯૨)
 • અખેપાતર (૧૯૯૯)
નોંધપાત્ર પુરસ્કારોસાહિત્ય અકાદમી ઍવોર્ડ (૨૦૦૩)
જીવનસાથીહર્ષદ ત્રિવેદી (૧૯૯૧ - હાલ સુધી)
સંતાનોજયજીત ત્રિવેદી
સહી
બિંદુ ભટ્ટ
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધઆધુનિક હિન્દી ઉપન્યાસ : કથ્ય ઔર શિલ્પ કે નયે આયામ (આધુનિક હિન્દી નવલકથા: કલ્પના અને તથ્યના નવા પાસા)
માર્ગદર્શકભોળાભાઈ પટેલ

બિંદુ ભટ્ટગુજરાત, ભારતના ગુજરાતી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક અને અનુવાદક છે. તેમની નવલકથા અખેપાતર (૧૯૯૯) ને વર્ષ ૨૦૦૩ માટેનો સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો હતો. તેમની અન્ય નોંધપાત્ર કૃતિઓમાં 'મીરા યાજ્ઞિકની ડાયરી' (૧૯૯૨) અને 'બાંધણી' (૨૦૦૯)નો સમાવેશ થાય છે.[૧]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

બિંદુ ભટ્ટનો જન્મ ૧૮ સપ્ટેમ્બર ૧૯૫૪ના દિવસે રાજસ્થાનના જોધપુરમાં ગિરધરલાલ અને કમલાબહેનને ઘેર થયો હતો. ત્યારબાદ તેમના પરિવારે લીંબડી અને ત્યારબાદ અમદાવાદ સ્થળાંતર કર્યું. તેમણે બી.એ. કન્યા વિદ્યાલય, લીંબડીમાં શાલેય અભ્યાસ પૂરો કર્યો. ત્યાર બાદ તેમણે એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાંથી ૧૯૭૬માં બી.એ. (ધ બૅચલર ઑફ આર્ટ્સ)ની પદવી અને ૧૯૭૮માં ગુજરાત યુનિવર્સિટીની સ્કુલ ઑફ લેંગ્વેજમાંથી હિન્દી સાહિત્ય વિષય સાથે એમ.એ. (માસ્ટર ઓફ આર્ટસ)ની પદવી મેળવી. ત્યાર બાદ તેમણે ભોળાભાઈ પટેલના માર્ગ દર્શન હેઠળ આધુનિક હિન્દી ઉપન્યાસ: કથ્ય ઔર શિલ્પ કે નયે આયામ (આધુનિક હિન્દી નવલકથા: કલ્પના અને તથ્યના નવા પાસા) વિષય પર મહાનિબંધ લખી પીએચ.ડી. ની પદવી મેળવી. ૧૯૯૧ માં, તેમણે ગુજરાતી લેખક અને કવિ હર્ષદ ત્રિવેદી સાથે લગ્ન કર્યા.[૨]

કારકિર્દી[ફેરફાર કરો]

તેમણે પોતાની કારકીર્દિ પ્રાધ્યાપક તરીકે શરૂ કરી અને ત્યારબાદ ગુજરાતી અને હિંદી ભાષામાં લખવાનું શરૂ કર્યું. તેમણે છ વર્ષ સુધી સુરેન્દ્રનગરની એમ.પી. શાહ આર્ટસ અને સાયન્સ કૉલેજમાં હિંદી સાહિત્ય શીખવ્યું. ઈ.સ. ૧૯૯૧માં તેઓ ગાંધીનગરમાં આવેલી ઉમા આર્ટસ અને નાથીબા કોમર્સ મહિલા કૉલેજમાં જોડાયા અને હજી પણ ત્યાં એસોસિએટ પ્રોફેસર અને હિંદી ભાષા વિભાગના વડા તરીકે કાર્યરત છે.[૧]

રચનાઓ[ફેરફાર કરો]

તેમની પ્રથમ નવલકથા, મીરા યાજ્ઞિકની ડાયરી ૧૯૯૨માં પ્રકાશિત થઈ હતી, જે બે મહિલાઓ વચ્ચેના સમલૈંગિક (લેસ્બિયન) સંબંધ પર આધારિત છે. તેનો અનુવાદ સિંધીમાં પણ કરવામાં આવ્યો છે અને આ અનુવાદને સાહિત્ય અકાદમી, નવી દિલ્હી દ્વારા પુરસ્કાર પણ એનાયત થયો છે. તેમની બીજી નવલકથા અખેપાતર ૧૯૯૯ માં પ્રકાશિત થઈ હતી, જેનો હિન્દી, સિંધી, મરાઠી, કચ્છી, રાજસ્થાની અને અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે. વિનોદ મેઘાણી દ્વારા તેનો અંગ્રેજીમાં અનુવાદ (અપ્રકાશિત) થયો છે. બિંદુ ભટ્ટે પોતાની પુસ્તક બાંધણી (૨૦૦૯) થી ટૂંકી વાર્તા લેખનમાં પદાર્પણ કર્યું. તેમણે ઘણાં ગુજરાતી પુસ્તકોનો હિંદીમાં અનુવાદ કર્યા છે જેમકે હરિવલ્લભ ભાયાણીની અપભ્રંશ વ્યાકરણ, ધીરુબેન પટેલની આંધળી ગલી અને જયંત ગાડીતની સત્ય (વિરેન્દ્ર નારાયણ સિંહ સાથે ૪ ભાગોમાં). તેમણે હિન્દીથી ગુજરાતીમાં પણ ભાષાંતરો કર્યા છે જેમાં ફનિશ્વરનાથ રેણુ (સુરેન્દ્ર ચૌધરી દ્વારા મોનોગ્રાફ), દાદુ દયાલ (રામબક્ષ દ્વારા મોનોગ્રાફ) અને બીજાના પગ (શ્રીકાંત વર્માની ટૂંકી વાર્તાઓ) નો સમાવેશ થાય છે.[૧] [૩]

ટીકા[ફેરફાર કરો]

 • અદ્યતન હિન્દી ઉપન્યાસ (૧૯૯૩)
 • આજ કે રંગનાટક (૧૯૯૮)

સંપાદન[ફેરફાર કરો]

 • ગુર્જર પ્રવાસ નિબંધ સંચય (રઘુવીર ચૌધરી સાથે સહસંપાદિત)
 • અસ્મિતા પર્વ વાક્‌ધારા (ભાગ ૧ થી ૧૦) ( હર્ષદ ત્રિવેદી સાથે સહ સંપાદિત)

સન્માન[ફેરફાર કરો]

તેમની નવલકથા મીરા યાજ્ઞિકની ડાયરીને ગોવરધનરામ ત્રિપાઠી ઍવોર્ડ (૧૯૯૨-૧૯૯૩) એનાયત કરાયો હતો. તેમની બીજી નવલકથા અખેપાતર એ વર્ષ ૨૦૦૩માં માટે સાહિત્ય અકાદમીનો ઍવોર્ડ જીત્યો અને તેને ૧૯૯૯માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સ્થાપિત 'પ્રિયકાંત પરીખ પુરસ્કાર' પણ એનાયત કરાયો. ભાષા સેતુ, કોલકાતા, દ્વારા સ્થાપિત ન્યાયમૂર્તિ શરદ ચરણ મિશ્ર ભાષા સેતુ સન્માન (અનુવાદ માટે એવોર્ડ; ૨૦૦૯) પણ તેમને મળ્યો છે.[૧]

પૂરક વાચન[ફેરફાર કરો]

 • Pathan, Dr. Niyaz; Sinh, Dr. Sudha; Goswami, Dr. Jyotsana (September 2016). Bindu Se Sindhu Ki Aur (Dr. Bindu Bhatt Vyaktitva Evam Krutitva) (હિન્દીમાં). Ahmedabad: Rangadwar Prakashan. ISBN 978-93-80125-89-3.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Vyas, Rajnee (2009). Moothi Uncheran Gujaratio (A collection of biographies). Ahmedabad: Gurjar Granth Ratna Karyalay. પૃષ્ઠ 84. ISBN 978-81-8480-286-3.
 2. "Kavi Harshad Trivedi- Gujarati Kavi Poet". Kavilok. 2007-01-10. મેળવેલ 2016-03-05.
 3. "KCG". Portal of Journals. મૂળ માંથી 2016-03-12 પર સંગ્રહિત. મેળવેલ 2016-03-11.