યમુનાનગર જિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
યમુનાનગર જિલ્લો
હરિયાણાનો જિલ્લો
હરિયાણા યમુનાનગર જિલ્લાનું સ્થાન
હરિયાણા યમુનાનગર જિલ્લાનું સ્થાન
દેશભારત
રાજ્યહરિયાણા
મુખ્ય મથકયમુનાનગર
તાલુકાઓજગાધરી, છાછરૌલી, બિલાસપુર
સરકાર
 • લોક સભાની બેઠકોઅંબાલા લોકસભા (અંબાલા જિલ્લા સાથે), કુરક્ષેત્ર લોકસભા ‍(કુરુક્ષેત્ર જિલ્લા સાથે)
વસ્તી (૨૦૧૧)
 • કુલ૧૨,૧૪,૧૬૨
વસ્તી
 • જાતિ પ્રમાણ૮૬૨
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ

યમુનાનગર જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યમાં આવેલા કુલ ૨૧ (એકવીસ) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. યમુનાનગર જિલ્લાનું મુખ્યાલય યમુનાનગરમાં છે. આ જિલ્લો હરિયાણા રાજ્યના અંબાલા વિભાગમાં આવેલ છે. આ જિલ્લો ૧,૭૫૬ ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આ પ્રદેશમાંથી પથ્થરયુગનાં પાષાણનાં હથિયારો મળી આવ્યા છે, જે માનવ વસવાટનું સૂચન કરે છે. મહાભારત અનુસાર અા પ્રદેશ પાંડવો અને તેમના વંશજોના શાસન હેઠળ હતો. ઇ.સ. પૂર્વે ૬ઠ્ઠી સદીમાં આ વિસ્તારમાં બૌદ્ધ ધર્મ ફેલાયો હતો અને અશોકના સમયમાં વિસ્તાર તેના શાસન હેઠળ આવ્યો. સુઘ અને જગાધરી વિસ્તારમાં ઇન્ડો-ગ્રીક અને કુષાણોનું શાસન હતું. ગુપ્ત વંશના સમુદ્રગુપ્ત અને ચન્દ્રગુપ્ત બીજા (વિક્રમાદિત્ય)ના સમયમાં આ પ્રદેશ તેમના સામ્રાજ્યનો ભાગ હતો. નવમીથી બારમી સદી દરમિયાન સાદૌરા, જગાધરી અન કમલલોચન જાત્રાનાં સ્થળો તરીકે પ્રખ્યાત બન્યા હતા.[૧]

૧૯મી સદી દરમિયાન યમુનાનગર જિલ્લાનાં બુરિયા, જગાધરી, દામલા, છાછરૌલી, મુસ્તફાબાદ અને અરણોલી સ્વતંત્ર રાજ્યો હતા. ૧૮૫૭ના વિપ્લવમાં આ જિલ્લાના લોકોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. પંજાબ રાજ્યમાંથી હરિયાણા રાજ્ય અલગ થયું હતું અને આ જિલ્લો ૧ નવેમ્બર ૧૯૮૯ના રોજ રચવામાં આવ્યો હતો.[૧]

ભૂગોળ[ફેરફાર કરો]

જિલ્લાની ઉત્તરે હિમાચલ પ્રદેશ, પૂર્વમાં ઉત્તર પ્રદેશ, દક્ષિણમાં કરનાલ જિલ્લો, નૈઋત્યમાં કુરુક્ષેત્ર જિલ્લો અને પશ્ચિમમાં અંબાલા જિલ્લો આવેલો છે.

આ વિસ્તારમાં શિવાલિકની ટેકરીઓ આવેલી વિસ્તરેલી છે. ઉત્તર અને ઈશાન તરફ ટેકરીઓનો અસમતળ મેદાની પ્રદેશ તથા પૂર્વ અને અગ્નિ તરફ યમુના નદીના કાંઠાના પૂરના મેદાનો આવેલા છે. જિલ્લાની મોટાભાગની જમીનો ગોરાડુ છે.[૧]

નદીઓ[ફેરફાર કરો]

જિલ્લાની મુખ્ય નદીઓ યમુના, સરસ્વતી, ચૌતાંગ, રાક્સી, સોમ્બ અને બોલી છે. યમુના યમનોત્રીમાંથી નીકળીને શિવાલિક ટેકરીઓમાં પસાર થઇને વહે છે. સોમ્બ અને બોલી નાની નદીઓ છે, જે દાદુપુર નજીક મિલન પામીને મેહર-મોજરા ખાતે યમુના નદીને મળે છે. રાક્સી, ચૌતાંગ અને સરસ્વતી નદીઓ ટેકરીઓના તળેટી ભાગમાંથી નીકળે છે.[૧]

વિભાગો[ફેરફાર કરો]

આ જિલ્લો ત્રણ તાલુકાઓ, જગાધરી, છાછરૌલી અને બિલાસપુરનો સમાવેશ કરે છે. વધુમાં તાલુકાઓને ૬ ડેવલોપમેન્ટ બ્લોક, બિલાસપુર, સધૌરા, મુસ્તફાબાદ, રાદૌર, જગાધરી અને છાછરૌલીમાં વિભાજીત કરાયા છે.

જિલ્લામા ચાર વિધાન સભા બેઠકો, સધૌરા, જગાધરી, યમુના નગર અને રાદૌરનો સમાવેશ થાય છે. સધૌરા, જગધરી, યમુના નગર અંબાલા લોક સભા બેઠક અને રાદૌર કુરુક્ષેત્ર લોક સભા વિસ્તારમાં આવે છે.

વસ્તી[ફેરફાર કરો]

યમુનાનગરની વસ્તીમાં ધર્મ[૨]
ધર્મ ટકા
હિંદુ ધર્મ
  
81.12%
ઇસ્લામ
  
11.41%
શીખ
  
6.96%
ખ્રિસ્તી ધર્મ
  
0.30%
જૈન ધર્મ
  
0.13%
અન્યો
  
0.08%

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે યમુનાનગર જિલ્લાની વસ્તી ૧૨,૧૪, ૧૬૨ હતી[૨] જે બહેરીન દેશ[૩] અથવા યુ.એસ.એ.ના ન્યૂ હેમ્પશાયર રાજ્ય બરાબર છે.[૪] ભારતના ૬૪૦ જિલ્લાઓમાંથી વસ્તીની દ્રષ્ટિએ જિલ્લાનો ક્રમ ૩૯૩મો છે.[૨] જિલ્લાની વસ્તી ગીચતા ૬૮૭ વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી છે.[૨] ૨૦૦૧-૧૧ના દાયકા દરમિયાન જિલ્લાનો વસ્તી વધારો ૧૬.૫૬% રહ્યો હતો.[૨] યમુનાનગરમાં જાતિ પ્રમાણ ૮૭૭[૨] અને સાક્ષરતા દર ૭૮.૯% છે.[૨]

હિંદી અને પંજાબી અહીંની મુખ્ય ભાષાઓ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ભટ્ટ, જાહ્નવી (April 2003). ગુજરાતી વિશ્વકોશ. ૧૭. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. pp. ૩૬-૩૮. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |last૩= ignored (મદદ); Unknown parameter |first૩= ignored (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. Retrieved ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. Check date values in: |accessdate=, |year= (મદદ)
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved ૧ ઓક્ટોબર ૨૦૧૧. Bahrain 1,214,705 July 2011 est. Check date values in: |accessdate= (મદદ)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. New Hampshire 1,316,470 Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]