પાનીપત જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પાનીપત જિલ્લો
હરિયાણાનો જિલ્લો
હરિયાણા પાનીપત જિલ્લાનું સ્થાન
હરિયાણા પાનીપત જિલ્લાનું સ્થાન
દેશ ભારત
રાજ્ય હરિયાણા
પ્રાંત કરનાલ પ્રાંત[૧][૨]
મુખ્ય મથક પાનીપત
તાલુકાઓ ૧. પાનીપત, ૨. સમલખા, ૩. ઇસરાના
સરકાર
 • લોક સભાની બેઠકો કરનાલ (કરનાલ જિલ્લા સાથે)
 • વિધાન સભાની બેઠકો ૧. પાનીપત ગ્રામ્ય, ૨. પાનીપત શહેર, ૩. ઇસરાના, ૪. સમલખા
વિસ્તાર
 • કુલ ૧,૨૬૮
વસ્તી
 • સાક્ષરતા

૭૫.૯૪%

 • પુરુષો = ૮૩.૭૧%
 • સ્ત્રીઓ = ૬૭.૦૦%
 • જાતિ પ્રમાણ ૮૬૪
મુખ્ય ધોરી માર્ગો NH1, SH14, SH16
વેબસાઇટ અધિકૃત વેબસાઇટ

પાનીપત જિલ્લો (About this sound ઉચ્ચાર ) ભારતના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યના ૨૧ જિલ્લામાંનો એક જિલ્લો છે. ઐતહાસિક નગર પાનીપત તેનું વહીવટી મુખ્ય મથક અને મુખ્ય શહેર છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

નામ[ફેરફાર કરો]

પાનીપત નગર પાંડવોએ સ્થાપેલા પાંચ નગરોમાંનું એક ગણાય છે. તેનું નામ સંસ્કૃત નામ पाण्डवप्रस्थ એટલે કે પાંડવોની નગરી પરથી અપભ્રંશ થઇને પાનીપત પડ્યું હોવાનું મનાય છે. પાંડવોએ સ્થાપેલા અન્ય પાંચ નગરો સોનપ્રસ્થ (હવે સોનીપત), ઇન્દ્રપ્રસ્થ (હવે દિલ્હી), વ્યાગ્રપ્રસ્થ (હવે બાગપત) અને તિલપ્રસ્થ (હવે તિલપત) હતા.

પાનીપતના યુદ્ધો[ફેરફાર કરો]

હિંદુ રાજા હેમુનું પૂતળું, જે પાનીપતના બીજા યુદ્ધમાં માર્યો ગયો હતો.

પાનીપતનો વિસ્તાર ઇતિહાસમાં ત્રણ યુદ્ધો - પાનીપતનું પ્રથમ યુદ્ધ (ઇ.સ. ૧૫૨૬‌), બીજુ યુદ્ધ (ઇ.સ. ૧૫૫૬)[૩][૪] અને ત્રીજું યુદ્ધ ‍(ઇ.સ. ૧૭૬૧) માટે જાણીતો છે. આ ત્રણેય યુદ્ધોએ ભારતીય ઉપખંડનો ઇતિહાસ બદલી નાખવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.

૧ નવેમ્બર ૧૯૮૯ના રોજ કરનાલ જિલ્લામાંથી પાનીપત જિલ્લાની રચના કરવામાં આવી હતી. ૨૪ જુલાઇ ૧૯૯૧ના રોજ તે ફરી પાછો કરનાલ જિલ્લામાં ભેળવી દેવાયો હતો. ૧ જાન્યુઆરી ૧૯૯૨ના રોજ ફરીથી તેને સ્વતંત્ર જિલ્લો બનાવાયો હતો. ૨૦૧૭માં આ જિલ્લાનો સમાવેશ પ્રાંતોની પુન:રચના થવાથી રોહતક પ્રાંતમાંથી કરનાલ પ્રાંતમાં કરવામાં આવ્યો હતો.[૧][૨]

ભૂગોળ[ફેરફાર કરો]

પાનીપત જિલ્લાનો વિસ્તાર ૧,૨૬૮ ચો.કિમી છે. વિસ્તારની દ્રષ્ટિએ તે રાજ્યમાં ૧૯મો ક્રમ ધરાવે છે. રાજ્યમાં માત્ર ગુડગાંવ અને પંચકુલા જિલ્લાઓ જ વિસ્તારમાં તેનાથી નાના છે.

વહીવટ[ફેરફાર કરો]

વહીવટ માટે જિલ્લાને બે ઉપ-વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે:

 • પાનીપત
 • સમલખા

આ ઉપવિભાગોને ત્રણ તાલુકાઓમાં વહેંચવામાં આવ્યા છે:[૫]

 • પાનીપત
 • સમલખા
 • ઇસરાના

જિલ્લામાં ચાર વિધાન સભા બેઠકોનો સમાવેશ થાય છે:

 • પાનીપત ગ્રામ્ય
 • પાનીપત શહેર
 • ઇસરાના
 • સમલખા

પાનીપત જિલ્લો કરનાલ લોક સભા બેઠક હેઠળ આવે છે.

વસ્તી[ફેરફાર કરો]

૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર પાનીપત જિલ્લાની વસ્તી ૧૨,૦૫,૪૩૭ છે,[૬] જે લગભગ બહેરીન દેશની વસ્તી[૭] અથવા અમેરિકાના ન્યૂ હેમ્પશાયરની વસ્તી[૮] જેટલી છે. ભારતના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી વસ્તીની દ્રષ્ટિએ જિલ્લો ૩૯૬મો[૬] અને રાજ્યમાં ૧૦મો[૯] ક્રમ ધરાવે છે. જિલ્લાની વસ્તી ગીચતા દર ચોરસ કિમીએ ૯૫૧ વ્યક્તિઓની છે.[૬] ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન જિલ્લાનો વૃદ્ધિ દર ૨૪.૬૦% રહ્યો હતો.[૬] પાનીપતનું જાતિ પ્રમાણ દર ૧૦૦૦ પુરુષોએ ૮૬૪ સ્ત્રીઓનું છે,[૬] અને જિલ્લાનો સાક્ષરતા દર ૭૫.૯૪% છે.

પાનીપત જિલ્લામાં ધર્મો[૧૦]
ધર્મ ટકા
હિંદુ
  
89.92%
ઇસ્લામ
  
7.19%
શીખ
  
2.08%
જૈન
  
0.39%
ખ્રિસ્તી
  
0.19%
અન્ય
  
0.24%

ઉદ્યોગો[ફેરફાર કરો]

જિલ્લામાં મુખ્ય ઉદ્યોગ હાથવણાટનો છે. અહીંનું વણાટકામ પ્રખ્યાત છે અને દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. સમલખા તાલુકો ખેતીકામના સાધનોના ઉત્પાદન માટે જાણીતો છે.[૧૧]

જાણીતા વ્યક્તિઓ[ફેરફાર કરો]

 • દેશબંધુ ગુપ્તા (૧૯૦૧ - ૧૯૫૧), સ્વતંત્રતા સેનાની.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ "Authority set up to rejig administrative units across Haryana - Times of India". The Times of India. Retrieved ૨૯ માર્ચ ૨૦૧૮. 
 2. ૨.૦ ૨.૧ "Haryana approves to create two new revenue divisions". news.webindia123.com. Retrieved ૨૯ માર્ચ ૨૦૧૮. 
 3. Richards, John F., ed. (૧૯૯૫) [૧૯૯૩]. The Mughal Empire. The New Cambridge History of India (૭ ed.). Cambridge University Press. p. ૧૩. ISBN 9780521566032. Retrieved ૨૯ માર્ચ ૨૦૧૩. 
 4. Kolff, Dirk H. A. (૨૦૦૨). Naukar, Rajput, and Sepoy: The Ethnohistory of the Military Labour Market of Hindustan, 1450-1850. Cambridge University Press. p. ૧૬૩. ISBN 9780521523059. Retrieved ૨૯ મે ૨૦૧૩. 
 5. "Tehsils in Panipat District, Haryana". www.census2011.co.in. Retrieved ૨૯ માર્ચ ૨૦૧૮. 
 6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ ૬.૪ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. Retrieved ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. 
 7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Bahrain 1,214,705 July 2011 est. 
 8. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470 
 9. "Panipat District | Panipat District Map". www.onefivenine.com. Retrieved ૨૯ માર્ચ ૨૦૧૮. 
 10. http://www.census2011.co.in/census/district/214-panipat.html
 11. "At a glance | Panipat | Tourism Hubs | Haryana Tourism Corporation Limited". www.haryanatourism.gov.in (in અંગ્રેજી). Retrieved ૨૯ માર્ચ ૨૦૧૮. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]