લખાણ પર જાઓ

રાનકુવા

વિકિપીડિયામાંથી
રાનકુવા
—  ગામ  —
રાનકુવાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′29″N 73°03′48″E / 20.75792°N 73.063202°E / 20.75792; 73.063202
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો ચિખલી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી તેમજ શાકભાજી

રાનકુવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તથા વલસાડ જિલ્લાનું વિભાજન કરી નવા બનાવવામાં આવેલા નવસારી જિલ્લામાં આવેલ કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ચિખલી તાલુકામાં આવેલું એક ગામ છે. રાનકુવા ખાતે બીલીમોરાથી આહવા જતો રાજ્ય ધોરીમાર્ગ તેમ જ ખારેલથી ધરમપુર જતો રાજ્ય ધોરીમાર્ગ પસાર થાય છે, જેના ચાર રસ્તા(ચોકડી) અહીં આવેલા હોવાથી આ ગામ આજુબાજુના વિસ્તારોનું કેન્દ્ર બન્યું છે, આથી અહીં નાનકડું બજાર પણ વિકાસ પામ્યું છે. રાનકુવા ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પોલિસમથક, દુધની ડેરી, પેટ્રોલ-ડીઝલ પંપ, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. બીલીમોરાથી વઘઇ જતી સરા લાઇન નામથી ઓળખાતી નેરોગેજ રેલ્વેનું રાનકુવા રેલ્વે સ્ટેશન છે. રાનકુવા ગામથી સૌથી નજીકનું બ્રોડગેજ રેલ્વે સ્ટેશન બીલીમોરા ખાતે અને સૌથી નજીકનું વિમાન મથક સુરત ખાતે આવેલું છે.